Sports
દાલમિયા (જુ.) પ.બંગાળના ક્રિકેટ એસો.ના પ્રમુખપદે
Published
4 years agoon
By
ગુજરાત મિરર
કોલકાતા તા.7
બી.સી.સી.આઈ. (બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના ભૂતપૂર્વ સ્વ. પ્રમુખ જગમોહન દાલમિયાના પુત્ર અવિશેક 38 વર્ષની વયે ક્રિકેટ એસોસિયેશન ઑફ બંગાળ (સી. એ. બી.)ના સૌથી નાની વયના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.
ક્રિકેટ બોર્ડના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીના વડા ભાઈ સ્નેહસીશ નવા સહ સચિવ તરીકે ચૂંટાયા હતાકે જે સ્થાને અવિશેક ચૂંટણી પહેલા હતા.
સી. એ. બી.ના પ્રમુખનો હોદ્દો સૌરવ ગાંગુલી બી. સી. સી. આઈ.ના પ્રમુખ બન્યા પછી ખાલી પડ્યો હતો. અવિશેક દાલમિયા સી. એ. બી.ના 18મા પ્રમુખ બન્યા હતા. સ્વ. દાલમિયા 1992-93થી 2006 અને 2008-09થી 2015માં 20મી સપ્ટેમ્બરે તેમના નિધન સુધી બે વેળા પ્રમુખપદે રહ્યા હતા.
You may like
Sports
એશિયન ગેમ્સ 2023 સ્કવોશમાં ભારતે 3-0થી પાકિસ્તાન સામે મેળવી જીત
Published
5 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરએશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે મંગળવારે, ભારતની સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાએ સ્ક્વોશમાં પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. ભારતની તન્વી ખન્ના, જોશના ચિનપ્પા અને અનાહત સિંહે શાનદાર જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં કુલ 11 મેડલ છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનની સાદિયા ગુલને 3-0થી હરાવ્યું હતું. અનાહતે આ મેચ 11-6, 11-6 અને 11-3થી જીતી હતી. બીજી મેચમાં જોશનાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જોશ્નાએ બીજી મેચમાં પાકિસ્તાનના નૂર ઉલ હક સાદિકને હરાવ્યો હતો. તેણે આ મેચ 11-2, 11-5 અને 11-7થી જીતી હતી.તન્વી ખન્નાએ ભારતની ત્રીજી મેચ જીતી હતી. હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ નેપાળ સાથે થશે. આ મેચ બુધવારે સવારે 7.30 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયા બે ગ્રુપ મેચ રમશે.ત્રીજા દિવસે ભારતને સ્ક્વોશની સાથે અન્ય રમતોમાંથી પણ સારા સમાચાર મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ હોકીમાં સિંગાપોર પર શાનદાર જીત નોંધાવી. ભારતે સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. અંકિતા રૈનાએ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ મહિલા સિંગલ્સના રાઉન્ડ ઓફ 16માં જીત મેળવી હતી. આ સાથે અંકિતાએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની સ્વિમિંગ ટીમ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ જીત્યા છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ભારતે મહિલા ક્રિકેટ અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં ભારત એક મેડલ ચૂકી ગયું. રમિતા જિંદાલ અને દિવ્યાંશ પવાર 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટ જીતી શક્યા ન હતા.
આ ભારતીય જોડીએ શરૂઆતમાં 8-0ની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ આ પછી તે 18-20થી પાછળ રહી ગઈ અને મેડલ ચૂકી ગઈ હતી. જો રમિતા-દિવ્યાંશ જીત્યા હોત તો ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ મળ્યો હોત.
Sports
ભારતીય મેન્સ હોકી ટીમે સિંગાપોરને 16-1થી કચડ્યું
Published
9 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરએશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે જીત સાથે શરૂઆત કરી હતી. ભારતે હોકીમાં સિંગાપોરને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 16-1થી સિંગાપોરને હરાવીને રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારત તરફથી હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા.
Sports
કપિલ દેવ થયા કિડનેપ? ગૌતમ ગંભીરનો વીડિયો થયો વાઇરલ
Published
9 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર કપિલ દેવનો એક વીડિયો શેર કર્યો છે, જેણે ઉહાપોહ મચાવી દીધો છે. વીડિયોમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવના બંને હાથ બાંધેલા છે, સાથે જ તેમના મોઢા પર કપડું બાંધેલું છે. કપિલ દેવને બે લોકો એક રુમ તરફ લઈ જઈ રહ્યાં છે. તો કપિલ પણ ઘણાં જ પરેશાન જોવા મળી રહ્યાં છે.
ગંભીરે વીડિયો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સના જોરદાર રિએક્શન આવી રહ્યાં છે. અનેક લોકો કપિલના વીડિયોને કોઈ જાહેરાતનો ભાગ બતાવી રહ્યાં છે. બીજી બાજુ કેટલાંક લોકોએ ગંભીરને આડે હાથ લેતા કહ્યું કે- લાગે છે કે તમે પણ આ વિજ્ઞાપન સાથે જોડાયેલા છો. અનેક યુઝર્સે કહ્યું કે જો કપિલની આટલી જ ચિંતા છે તો ફોન કરી લો. જો કે 1983 વિશ્વકપ વિજેતાના કેપ્ટન કપિલ દેવે હજુ સુધી આ વીડિયોને લઈને કોઈ જ પ્રતિક્રિયા નથી આપી.
જો કે કપિલના મેનેજર રાજેશ પુરીએ પૂર્વ ક્રિકેટરના કિડનેપ કરવાની વાતને ફગાવી છે. એક રિપોર્ટ મુજબ રાજેશને કહ્યું કે- કપિલ દેવનો જે વીડિયો શેર કરાયો છે તે એક જાહેરાતનો જ ભાગ છે. તેમણે કોઈએ કિડનેપ નથી કર્યા, તેઓ પૂરી રીતે સેફ છે.