Connect with us

Bhavnagar

તળાજા હાઇવે પર બે બાઇક ટકરાતા એકનું મોત એક ગંભીર

Published

on

ભાવનગર તા.14
ભાવનગરના તળાજા નજીક ભાવનગર હાઇવે આજે ફરીને બે બાઈક સવારો ની ગાફેલિયત ના કારણે રક્ત રંજીત બનેલ. ખરકડી ના યુવક નું ભાવનગર ખસેડતા મોત નિપજલે.સખવદરના યુવકની સ્થિતિ ગંભીરછે.
તળાજા ભાવનગર રોડ વર્તમાન સમયે ખડાઓથી ભરપૂર છે.બીજી તરફ ફોરલેન નું કામ ગોકળગતિ એ ચાલેછે.જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીઓ અનુભવે છે. દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે.તેમ છતાંય નેશનલ હાઇવે ઓથોરિટી અને ગાંધીનગર દિલ્હી માં આ વિસ્તાર નું પ્રતિનિધિત્વ કરનાર ચૂપ છે. આજે બપોર ના લગભગ સાડાઅગિયાર વાગ્યા ના સુમારે નવ બનેલ રોડ પર બે બાઈક જીબીએલ -4029 અને જીજે 04-બીએફ 1254 સામસામે અથડાયા હતા.બંને બાઈક સવાર ને તળાજા અને ત્યાંથી ગંભીર હાલતે ભાવનગર ખસેડવામાં આવેલ.જ્યાં.તળાજા ના ઇસોરા ગામે સાસરું ધરાવતા અને ખરકડી ગામના ઘનશ્યામભાઈ શંભુભાઈ ભટ્ટ નું મૃત્યુ થયેલ.તળાજા ના સખવદર ગામના જીતેન્દ્ર ગોરધનભાઇ બાંભણીયા ની સ્થિતિ નાજુક હતી.
અકસ્માત સમયે પસાર થતા સર.ટી હોસ્પિટલના કર્મચારી કલ્પેશભાઈ તેના મિત્રો સાથે ખાનગી ફોરવહીલ માં લગ્ન માં જતા હોય ઇજાગ્રસ્ત ને પોતાની ગાડી માં લાવી માનવતા મહેકાવી હતી

Continue Reading
Advertisement

Bhavnagar

ભાવનગરમાં યુવાન અને યુવતીએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

Published

on

ભાવનગર શહેરમાં ગળેફાસો ખાઈ આપઘાત વહોરી લેવાના બે બનાવ મા એક યુવતી અને એક યુવાનના મોત નિપજ્યા છે.
પ્રથમ બનાવમાં ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ પ્રાગજીભાઈ વાઘેલાની દીકરી નયનાબેન ઉં.વ.21એ માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ઘેર ગળાફાંસો ખાય આત્મહત્યા હોળી લીધી હતી.
જ્યારે બીજા બનાવવામાં ભાવનગર શહેરના સુભાષનગર વાઘેલા મંડપવાળો ખાંચો, મફતનગરમાં રહેતા હિતેશ રાજુભાઈ બારૈયા ઉ.22 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાસો ખાઈ લીધો હતો. જેને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ અંગે ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

Continue Reading

Bhavnagar

ભાવનગરમાંથી રૂા. 7 લાખનો નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો : ચાર દરોડા

Published

on

ભાવનગર શહેરમાંથી એસ.ઓ.જી. પોલીસે જુદી જુદા ચાર દુકાનોમાંથી વેચાતું ગેરકાયદેસર નશાકારક સીરપનો જથ્થો પકડી પાડ્યો હતો.બ પોલીસે પાન-માવાની દુકાનો તેમજ આયુર્વેદીક સ્ટોરમાંથી સાત લાખથી વધુના મુદ્દામાલ સાથે સીરપનો જથ્થો ઝડપી લીધો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એસ.ઓ.જી.પોલીસને મળેલ ખાનગી બાતમી આધારે શહેરના ખોડીયાર પાર્લર, રાધેશ્યામ કોમ્પ્લેક્ષ ભાવનગર ચિત્રા-સીદસર રોડ,નસાકારક પીણાની બોટલ નંગ- 4160 કિ. રૂૂ..6,24,000/-, ઉપરાંત શ્રી ફેમસ આર્યુવેદીક કેર કાવેરી કોમ્પ્લેક્ષ નવાપરા ખાતેથી કુલ બોટલ 473 કિ.રૂૂ.70950/-, શ્રી સીતારામ પાન દુકાન નં.16 સંતકવરામ ચોક ભાવનગર ખાતેથી કુલ બોટલ 135 કિ. રૂૂ..20160/- તેમજ ઉમન્તી સોડાની દુકાન, ચાઇના સોસાયટી, ઘોઘારોડ, ભાવનગર કુલ બોટલ 30 કિ. રૂૂ.43000/- સહિત કુલ 4,798 કિ .રૂૂા. 7,19,410નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

Bhavnagar

માતા-પુત્ર સહિત 3ને છરીના ઘા ઝીંક્યા, ભત્રીજાની હત્યા

Published

on

ભાવનગરમાં સરાજાહેર ત્રણ શખ્સોએ ખેલ્યો ખૂની ખેલ

ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં બાલા ભગતના ચોકમાં રહેતા યુવકને આંતરી ત્રણ શખ્સે છરીના ઘા મારી ફઈની નજર સામે જ હત્યા કરી નાખી નાસી છુટયા હતા.જ્યારે માતા અને પુત્રને પણ ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

બનાવની વિગતો અનુસાર ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા બાલા ભગતના ચોકમાં રહેતા અને મજુરી કામ કરતા દિપકભાઈ તુલસીભાઈ મેર ઉ.વ. 35), તેના ફઈ નિકીતાબેન રામભાઈ બારૈયા (ઉ.વ. 40), ફઈના દિકરા માનવ રામભાઈ બારૈયા (ઉ.વ. 21) ઉપર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં આવેલા મામાકોઠા રોડ, 60 ફળીના નાકા ઉપર આંતરી કિશન ધીરુભાઈ રાઠોડ, રોહિત ઉર્ફે બાપુ રમેશ સોલંકી અને મહેશ ઉર્ફે મયલો નામના ત્રણ શખ્સે હિચકારો હુમલો કરી છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દેતા માતા-પુત્ર અને ભત્રીજાને ગંભીર હાલતે તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા ગંભીર રીતે ઘવાયેલા દિપકભાઈ તુલસીભાઈ મેરને ફરજ પરના ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. જયારે હોસ્પિટલ બિછાને માનવભાઈની સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

આ રક્ત રંજીત બનાવના પગલે ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી અને લોકો ઉમટી પડયા હતા. જ્યારે બનાવની જાણ થતા સી ડિવિઝન પોલીસ, એલસીબી પોલીસ, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
આ બનાવ અંગે ઇજા પામનાર નિકિતાબેન રામશંકર બારૈયાએ કિશન ધીરુ રાઠોડ, રોહિત ઉર્ફેરા બાપુ રમેશ સોલંકી તથા મહેશ ઉર્ફે મયલો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!