Connect with us

Rajkot

તમામ વસ્તુ ભરણપોષણ હેઠળ આવે: હાઇકોર્ટ

Published

on

મકાન ભાડું ચૂકવવાના કોર્ટના આદેશને રદ કરવા રાજકોટના શખ્સે કરેલ અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી

ભરણપોષણના એક કેસમાં નીચલી અદાલતના આદેશને પતિ દ્વારા હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે પત્નીને દર મહિને મકાનનું ભાડું ચૂકવવા પતિને આદેશ કર્યો હતો. તે આદેશને રદ કરવાની પતિએ દાદ માગી હતી. જોકે હાઇકોર્ટે એ દાદ ફગાવી કાઢતાં એવું અવલોકન કર્યું હતું કે,‘સામાન્ય રીતે ‘ભરણપોષણ’ની વ્યાખ્યામાં રોટી (ફૂડ), કપડા (ક્લોધિંગ) અને મકાન (લોજિંગ) આવતું હોય છે. પરંતુ વર્તમાન સમયમાં એવું ઠરાવવામાં આવ્યું છે કે એક સ્વસ્થ અને સારા જીવન માટે જરૂૂરી તમામ વસ્તુઓ ‘ભરણપોષણ’ હેઠળ આવી જાય છે.’ ઉક્ત સંજોગોમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ કેસ રાજકોટના એક દંપતીનો છે. જેની હકીકત એવી છે કે વર્ષ 2009માં દંપતીના લગ્ન થયા હતા અને વર્ષ 2012માં તેમના જીવનમાં એક બાળક પણ આવ્યું હતું. જોકે ત્યારબાદ લગ્નજીવનમાં વિવાદો શરૂૂ થયા હતા અને પત્ની સાસરિયું છોડીને ચાલી ગઇ હતી. ત્યારબાદ તેણે ભરણપોષણ માટેની અરજી રાજકોટ ફેમિલી કોર્ટમાં કરી હતી. જેમાં કોર્ટે 3500 રૂૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. જોકે તે પછીથી પત્નીએ એક બીજી અરજી કોર્ટમાં કરી હતી અને એમાં કોર્ટે ભરણપોષણ પેટે રૂૂપિયા છ હજાર અને મકાનના ભાડા પેટે રૂૂપિયા બે હજાર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
આ આદેશની સામે પતિ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જે અપીલમાં કોર્ટે છ હજારના ભરણપોષણને ઘટાડીને રૂૂપિયા ત્રણ હજાર કરી આપ્યું હતું પરંતુ મકાનભાડું અકબંધ રાખ્યું હતું. તે આદેશથી નારાજ થઇ પતિએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે નીચલી અદાલતનો આદેશ ભૂલભરેલો હોઇ તેને રદ કરવામાં આવે. અરજદારની પત્ની સ્વૈચ્છાએ ઘર અને બાળક બંનેને છોડીને ગઇ હતી. ત્યારથી બાળકની સંભાળ પણ અરજદાર જ રાખે છે અને પત્નીએ બાળકની કસ્ટડીનો દાવો પણ કર્યો નહોતો. એટલું જ નહીં નીચલી અદાલતે પત્નીના એ નિવેદનને પણ ધ્યાનમાં લીધો નથી કે તે નોકરી કરે છે અને પાંચ હજાર રૂૂપિયા પગાર પેટે મેળવે છે. તેથી તે કમાતી હોઇ મકાન ભાડું ચૂકવવા માટેનો આદેશ રદ કરવો જોઇએ. અરજદાર તેના માતા-પિતા અને કુટુંબના અન્ય સભ્યોની જવાબદારી પણ ઉપાડે છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે પતિની અપીલનો નિર્ણય કરતાં સમયે કોર્ટે નોંધ્યું હતું કે તેની આવકની ગણતરી કરવામાં ભૂલ થઇ છે અને તેથી ભરણપોષણની રકમ ઘટાડી આપી હતી.

Advertisement
Continue Reading
Advertisement

Rajkot

ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટનું તેડું

Published

on

શહેરમાં રહેતા વિવેકસિંહ રાઠોડે જૂનાગઢના તેના મિત્ર કુરજીભાઈ નાથાભાઈ કણજારીયાને રૂા. 4 લાખ હાથ ઉછીના આપેલા. અને વિવેકસિંહને જરૂૂર પડે ત્યારે પરત આપવા ખાતરી આપેલી. વિવેકસિંહે ઉછીની આપેલી રકમ પરત માંગતા કુરજીભાઈએ રૂા.4 લાખનો ચેક આપેલો. આ ચેક રિટર્ન થતા વિવેકસિંહે પોતાના વકીલ મારફત નોટિસ પાઠવ્યા પછી પણ રકમ ન ચૂકવતા ફરિયાદી વિવેકસિંહે આરોપી કુરજીભાઈ સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફે રજૂ કરેલા પુરાવા ધ્યાને લઇ ન્યાયાધીશ વાય.બી. ગામીતે આરોપી કુરજીભાઈને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઈશ્યુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ મહેશકુમાર એસ. જોશી રોકાયેલા છે.

Continue Reading

Rajkot

મોચીનગરમાં જુની અદાવતનો ખાર રાખી એસ.ટી.ડ્રાઈવર ઉપર ચાર શખ્સનો હુમલો

Published

on

ઢીકાપાટુ અને લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ

શહેરના જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા એસ.ટી. ડ્રાઈવર ઉપર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર મોચીનગર શેરી નં.5માં રહેતા અને એસ.ટી.ડ્રાઈવર તરીકે નોકરી કરતાં હનીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.34) ગઈ કાલે સાંજે ઘર નજીક તેના મિત્રની ફાયનાન્સની ઓફિસ પાસે બેઠો હતાં ત્યારે ત્યાં રહેતા જનકભાઈ સાથે બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી જનક, તેનો ભાઈ અતુલ અને અજાણ્યા બે શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકા પાટુનો અને લોખંડના પાઈપ વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે હનીરાજસિંહ વાઘેલાની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેે.

Advertisement
Continue Reading

Rajkot

‘અરજી ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉં’ કહી ટીઆરબી જવાનને માર માર્યો

Published

on

અગાઉ ઝઘડો થયો હોય જેના સમાધાન માટે ભેગા થઈ મારમારી ધમકી આપી: બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ

શહેરના જંગલેશ્ર્વરમાં રહેતા ટીઆરબી જવાનને બે શખ્સોએ અરજી પાછી ખેંચી લેજે નહીતર જીવવા નહીં દઉ તેમ કહી માર મારી છરી બતાવી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ અંકુર સોસાયટી આરએનસી ક્વાર્ટરમાં રહેતા તૌફિક સલમભાઈ મીરજા (ઉ.વ.22)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદામ કરીમભાઈ પરમાર અને સાહીલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે અને નોકરી સિવાયના સમયમાં રીક્ષા ચલાવે છે. ગત તા. 30ના બપોરે કેનાલ રોડ પર પેસેન્જર રાહ જોઈ ઉભો હતો ત્યારે આરોપી ત્યાંથી પસાર થતા ક્યા જવું છે? તેમ પુછતા ઝઘડો કર્યો હતો. જે બાબતે તેણે એ ડિવિઝન પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી બંને આરોપીએ ઘરે આવી સમાધાન કરવાનું કહી વાતચીત દરમિયાન આરોપીઓને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી મારમાર્યો હતો. અને છરી કાઢી અરજી પરત ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉ તેમ કહી ખુનની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ