Connect with us

Rajkot

ઢોલરા ગામની સીમમાં વાડમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી

Published

on

સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ દોડી ગઇ, બાળકીને સારવારમાં ખસેડી અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ

શહેરની ભાગોળે ગોંડલ હાઇ-વે પર કોઠારીયા સોલવન્ટ નજીક ઢોલરા ગામની સીમમાં વાડમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી સ્થાનિક વ્યક્તિને જાણ થતા તેમણે શાપર પોલીસને જાણ કરતા બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધાવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ નજીક ઢોલરા ગામની સીમનાં રમેશભાઇ મણવરની વાડીની વાડમાં કોઇ મહિલાએ તાજી જન્મેલી નવજાત બાળકીને ત્યજી દીધી હોય દરમિયાન આજે સવારે ત્યાથી પસાર થતા સ્થાનિક લોકોને જાણ થતા તેને સરપંચને જાણ કરી હતી જેથી તેમણે શાપર પોલીસને જાણ કરતાં એએસઆઇ મુકેશભાઇ ચૌહાણ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. નવજાત બાળકીને આજે જ જન્મ થયો હોવાનું જાણવા મળ્યું હતું. બાળકીની 108 મારફત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે શાપર પોલીસે બાળકીને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Continue Reading
Advertisement

Rajkot

ઢેબર રોડ આહીર ચોકમાં આદિવાસી યુવાનનો ઝેરી દવા પી આપઘાત

Published

on

સવારે તબિયત નથી સારી તેમ કહી પત્ની સાથે મજૂરીએ જવાના બદલે ઝૂપડામાં રહી મોત મીઠું કર્યું

રાજકોટના ઢેબર રોડ આહિર ચોકમાં આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતા અને કડીયા કામ કરતા આદિવાસી યુવાને અકળ કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઢેબર રોડ આહિર ચોક ઝૂપડામાં રહેતા લાલા રાવશી લીલવાડા (ઉ.વ.22) આદિવાસી યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસની તપાસમાં મુળ દાહોદનો આદિવાસી યુવાન ઘણા સમયથી ભાઈઓ અને પત્ની, એક પુત્રી સાથે રાજકોટમાં રહીને કડીયા કામની મજૂરી કરતો હતો.
સવારે તેની પત્ની કડીયા કામે જવાનું કહેતા આદિવાસી યુવાને તબિયત સારી નથી તેમ કહી કામે ગયો નહોતો અને ઘરે એકલો રહ્યા બાદ ઝેરી દવા પી લીધી હતી.
બપોરે એક વાગ્યે પત્ની સહિતના પરિવારજનો ઘરે આવ્યા ત્યારે આદિવાસી યુવાન બેભાન મળી આવ્યો હતો જેને સારવારમાં ખસેડાયો હતો. પરંતુ, મૃત્યુ નિપજ્યું હતું. ભકિતનગર પોલીસે આદિવાસ યુવાનના આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

Rajkot

જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રાર અને કલાર્ક લાંચના ગુનામાં નિર્દોષ મુક્ત

Published

on

સહકારી મંડળીની નોંધણી કરી આપવા 40 હજારની લાંચની માગણી કરી’તી

જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના રજીસ્ટ્રાર અને કલાર્કને રૂ.40 હજારની લાંચ માંગવાના કેસમા નિર્દોષ જાહેર કરતો કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ ખાતે ફરીયાદીએ તેના 10મિત્રો સાથે શીરોમણી શરાફી સહકારી મંડળી લી. નાં નામથી ધીરધારનો શરાફી ધંધો ચાલુ કર્યો હતો. અને બહુમાળી ભવન રાજકોટમાં જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની નોંધણી કરાવવા અરજી કરી હતી. તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા ફરીયાદી શીવરાજસિંહ ઝાલા કલાર્ક સિકંદરભાઈ આમદભાઈ સુમરાને મળી રજુઆત કરતા તેઓ જીલ્લા રજીસ્ટ્રાર મનોજભાઈ સીતારામભાઈ લોખંડે પાસે લઈ ગયેલ અને લોખંડે રૂૂ.50 હજારની લાંચ માંગી જે રકઝકનાં અંતે રૂૂ.40 હજાર નકકી થયા હતા. જે લાંચની રકમ રૂૂ. 40 હજાર ફરીયાદી સરકારી પંચ સાથે લાંચની રકમ દેવા ગયા હતા. જે લાંચની રકમ સ્વીકારતા સિકંદર સુમરને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા. બંને સામે ગુનો દાખલ કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજએ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલની. દલીલો માન્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં બંને આરોપીઓ વતી એડવોકેટ દિપક ત્રિવેદી, હસમુખ પરમાર, અભિષેક મહેતા અને કિન્નરભાઈ શાહ રોકાયા હતાં.

Advertisement
Continue Reading

Rajkot

જંક્શન પ્લોટમાં ગોડાઉનમાં માલ ઉતારતા શ્રમિકો બાખડ્યા: 3ને ઇજા

Published

on

રેલનગરમાં પિતા પર પુત્રનો પાઇપથી હુમલો

શહેરમાં જંકશન પ્લોટમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ટ્રકમાંથી માલ ઉતારતી વખતે શ્રમિકો વચ્ચે મારામારી થઈ હતી જેમાં ત્રણ યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જંકશન પ્લોટમાં આવેલી પોલીસ ચોકી પાસે સરકારી અનાજના ગોડાઉનમાં ટ્રકમાંથી માલ ઉતારતા સુરજ ચુનીલાલ (ઉ.વ.17) અને મુકેશ ચુનીલાલ (ઉ.વ.21)ને રવિ અમરસિંહ શેખાવત (ઉ.વ.24) નામના શ્રમિક સાથે ગાળો બોલવા બાબતે ઝઘડો થતા ત્રણેય વચ્ચે મારામારી થઈ હતી.
જેમાં ત્રણેયને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પાસે રહેતા પ્રકાશભાઈ ચંદુભાઈ ઝાપડા નામના 42 વર્ષના પ્રૌઢ સાથે સાંજના છએક વાગ્યાના અરસામાં તેના પુત્ર મોહિત ઝાપડાએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા પ્રકાશભાઈ ઝાપડાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ