Connect with us

International

જેરૂસલેમમાં આતંકી હુમલામાં 8નાં મોત, 10 ઘવાયા: આતંકી પણ ઠાર

Published

on

ઇઝરાયલી સુરક્ષા દળોના શરણાર્થી કેમ્પ પર હુમલા બાદ વળતો ઘા

ઇઝરાયલના જેરુસલેમમાં એક સિનેગોગમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 8 લોકોના મૃત્યુ નીપજ્યા છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, આ ગોળીબાર એક આતંકવાદી હુમલો છે. પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠે ઇઝરાયલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 9 લોકો માર્યા ગયાના એક દિવસ બાદ આ હુમલો થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ હુમલો શુક્રવારે રાત્રે લગભગ 8.15 વાગ્યે જેરુસલેમના નેવા યાકોવ સ્ટ્રીટ પર આવેલા એક સિનેગોગમાં થયો હતો. ઇઝરાયલના વિદેશ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર કહેવામાં આવ્યું છે કે, જેરુસલેમના સિનેગોગ પરિસરમાં થયેલા આતંકવાદી હુમલામાં 8 લોકોના મૃત્યુ નીપજ્યા છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે પહોંચીને તબીબોની ટીમે ઈજાગ્રસ્તોની સારવાર કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કથિત હુમલાખોરને પણ બાદમાં ઠાર મારવામાં આવ્યો છે. ગુરુવારે જેનિન શહેરમાં ઇઝરાયલી સુરક્ષા દળોએ એક શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. જેમાં એક વૃદ્ધ મહિલા સહિત 9 લોકોના મોત થયા હતા. નોંધનીય છે કે, પશ્ચિમ કાંઠે ઇઝરાયલી સુરક્ષા દળોના હુમલામાં નવ લોકોના મોત થયા બાદ આ વર્ષે અત્યાર સુધીમાં 29 પેલેસ્ટાઈનના લોકોના મોત ઇઝલાયલી સુરક્ષા દળોના હુમલામાં થઈ ચૂક્યા છે. આ સાથે જ ગાઝાથી થઈ રહેલા રોકેટ હુમલાના જવાબમાં ઇઝરાયલે મધ્ય ગાઝા પટ્ટીમાં મોટા પાયે હવાઈ હુમલા પણ કર્યા છે. ઇઝરાયલે શુક્રવારે કહ્યું હતું કે, તેની સેનાના દરોડાઓએ આતંકવાદી સંગઠન હમાસની શસ્ત્રો ઉત્પાદન ક્ષમતાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

Advertisement
Continue Reading
Advertisement

Breaking News

બ્રિટન વિભાજનના પંથે, ભારતના ભાગલા જેવી સ્થિતિ

Published

on

1946-47માં ઝીણા ભારતના ભાગલાની જીદ લઈ બેઠાં હતાં: સરદાર-નેહરૂ વિરોધ કરતા હતા અને બ્રિટન મધ્યસ્થી બની બેઠુ હતું

આજે અલગ સ્કોટલેન્ડની માંગ સાથે પાક. મુળના નેતા યુસુફ રણે ચડ્યા છે ત્યારે ભારતીય મૂળના પીએમ દેશને અખંડ રાખવા મથી રહ્યાં છે

કહેવાય છે કે ઈતિહાસ ક્યારેક ને ક્યારેક પુનરાવર્તિત જરૂૂર થાય છે. ભારતનું વિભાજન ક્રવાનર બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ, પીએમ ક્લેમેન્ટ એટલી અને વાઈસરોય માઉન્ટબેટ ભાગ્યે જ કલ્પના કરી શક્યા હોત કે ભારતના ભાગલાના માત્ર 75 વર્ષ પછી એવ એવો સમય આવશે જેમાં બ્રિટનના ભાગલા પર ગંભીર ચર્ચા થતી હશે. નિયતિનો ન્યાય પણ એવો છે કે આ ભાગલાને રોકવાની કે પૂર્ણ કરવાની જવાબદારી એક ભારતીય મૂળના અને પાકિસ્તાની મૂળના નેતાના હાથમાં છે.

Advertisement

ભારતની આઝાદીના 75 વર્ષ પછી બ્રિટનના વડા પ્રધાન ભારતીય મૂળના હિંદુ ઋષિ સુનક છે અને બ્રિટનથી અલગ થવાની માંગ કરી રહેલા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર પાકિસ્તાની મૂળના મુસ્લિમ હમઝા યુસુફ છે. હમઝા યુસુફ ગયા સોમવારે જ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર મંત્રી બન્યા છે. ફર્સ્ટ મિનિસ્ટર એટલે ત્યાંના વડા પ્રધાન, એટલે કે સ્કોટલેન્ડના સર્વોચ્ચ નેતા જેના હાથમાં તમામ કાયદાકીય અને કારોબારી સત્તાઓ છે. સ્કોટલેન્ડ વર્ષોથી બ્રિટન પાસેથી સ્વતંત્ર અસ્તિત્વની માંગ કરી રહ્યું છે એવામાં ચૂંટણી પ્રચાર દરમિયાનહમઝા યુસુફે આ વર્ષો જૂના સ્કોટિશ બબલ અને ભાવનાઓને ઘણી હવા આપી હતી અને કહ્યું હતું કે જો તે ચૂંટણી જીતી જશે તો સ્કોટલેન્ડને બ્રિટનથી અલગ કરીને તેને સ્વતંત્ર દેશ બનાવવાની દિશામાં મજબૂત પગલાં લેશે. આ માટે હમઝા યુસુફના આ કોલને લોકોનું જોરદાર સમર્થન મળ્યું હતું. જો કે હવે એમને બ્રિટિશ પીએમ સાથે સ્કોટલેન્ડને બ્રિટનથી અલગ કરવાના તેમના એજન્ડા વિશે વાત કરીતો ઋષિ સુનકે તેમને આકરો જવાબ આપતા આવા કોઈપણ પ્રયાસને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.

બ્રિટનની હાલની સ્થિતિને ભારતના ભાગલાના સમયગાળા સાથે સરખાવી ન શકાય પણ વર્ષ 2023નું આ બ્રિટન ભારતીયોને 1946-47ના સમયગાળાની યાદ અપાવે છે, એ સમયે જ્યારે બ્રિટન ભારતના ભાગલા માટે મધ્યસ્થી તરીકે બેઠું હતું. મુસ્લિમ લીગના નેતાઓ મોહમ્મદ અલી જિન્ના અને લિયાકત અલી ખાન પાકિસ્તાનને ભારતથી અલગ કરવા માટે મક્કમ હતા જ્યારે ગાંધી-નેહરુ અને પટેલ આવી કોઈપણ દરખાસ્તની વિરુદ્ધ હતા. આજે બ્રિટનમાં પણ કેટલાક દળો પોતાના માટે અલગ દેશની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાની મૂળના સ્કોટિશ સ્કોટલેન્ડને બ્રિટનથી અલગ કરવા માંગે છે જ્યારે ભારતીય મૂળના બ્રિટિશ પીએમ આ દેશને વિભાજિત ન થવા દેવા પર અડગ છે. નોંધનીય છે કે કોંગ્રેસના સાંસદ શશિ થરૂૂરે એક ટ્વિટમાં આ સ્થિતિની સરખામણી 1946-47 સાથે કરી છે.

સ્કોટલેન્ડ પહેલા એક સ્વતંત્ર દેશ હતો. 1603 માં વેલ્સ અને સ્કોટલેન્ડ ઈંગ્લેન્ડ સાથે મળીને એક નવો દેશ બનાવવા માટે સંમત થયા. 1707માં સ્કોટલેન્ડ ઈંગ્લેન્ડમાં જોડાયું અને આ નવા દેશનું નામ ‘યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન’ રાખવામાં આવ્યું. ત્યારે વિશ્વમાં ઈંગ્લેન્ડનો ધ્વજ લહેરાતો હતો. આ જ કારણ હતું કે વર્ષ 1800માં આયર્લેન્ડ પણ તેમાં સામેલ થયું પરંતુ ત્યાંના લોકો તેનાથી ખુશ ન હતા.

1997માં સ્કોટલેન્ડ માટે અલગ સંસદની માંગણી માટે લોકમત યોજાયો હતો. સ્કોટલેન્ડને આમાં સફળતા મળી. સ્કોટલેન્ડે પોતાની સરકાર બનાવી પણ મહત્વના મુદ્દાઓ બ્રિટિશ સંસદ પાસે જ રહ્યા. અહીં મુખ્ય કાર્યકારીને વડા પ્રધાન તરીકે નહીં પણ ફર્સ્ટ મિનિસ્ટર તરીકે સંબોધિત કરવામાં આવે છે.

Advertisement

Continue Reading

International

કેનેડાથી નદી પાર કરી અમેરિકામાં ઘુસણખોરીના પ્રયાસમાં ભારતીય પરિવાર સહિત 8નાં મોત

Published

on

એક પરિવાર રોમાનિયન વંશનો: તમામ મૃતદેહ મળી આવ્યા

કેનેડામાં પોલીસે બે બાળકો સહિત આઠ લોકોના મૃતદેહ રિકવર કર્યા છે, જેઓ કેનેડાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે પાર કરવાનો પ્રયાસ કરતા મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં એક ભારતીય પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે, જેઓ સેન્ટ લોરેન્સ નદી પાર કરીને બોટ દ્વારા કેનેડાથી યુ.એસ.માં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મૃતકોમાં છ વયસ્કો અને બે બાળકો હતા.

બીબીસીના અહેવાલ મુજબ મૃતકોમાં રોમાનિયા અને ભારતના બે પરિવારોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રથમ મૃતદેહ યુએસ-કેનેડા સરહદની વચ્ચે આવેલા મોહૌક પ્રદેશ અકવેસાસ્નેમાં ત્સી સ્નેહને એક માર્શમાંથી મળી આવ્યો હતો.

Advertisement

પોલીસે ગુરુવારે 6 મૃતદેહો રિકવર કર્યા હતા અને માને છે કે દુર્ઘટના બુધવારે રાત્રે થઈ હોઈ શકે છે. પોલીસ હેલિકોપ્ટરે પાણીમાં તાજેતરના બે મૃતદેહો જોયા. કુલ આઠ મૃતદેહો પાણીમાંથી મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, તમામ કેનેડાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પોલીસે એપીને જણાવ્યું.

એક બાળક ત્રણ વર્ષથી નાની ઉંમરનો હતો અને તેની પાસે કેનેડિયન પાસપોર્ટ હતો. અન્ય શિશુ પણ કેનેડિયન નાગરિક હતું, સ્થાનિક પોલીસ વડાએ શુક્રવારે ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું. અકવેસાસ્ને મોહૌક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓથબ્રાયને બીબીસીને જણાવ્યું હતું કે, મૃતદેહો બે પરિવારોના હોવાનું માનવામાં આવે છે, જેમાં એક રોમાનિયન વંશનો અને એક ભારતીય મૂળનો છે. ગુરૂૂવારે શરૂૂ થયેલી અન્ય ગુમ વ્યક્તિની શોધ પછી મૃતદેહો મળી આવ્યા હતા.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું, આ એક હૃદયદ્રાવક સ્થિતિ છે. આપણે બરાબર સમજવાની જરૂૂર છે કે શું થયું, તે કેવી રીતે થયું અને આ ફરી ક્યારેય થવાની શક્યતાઓને ઘટાડવા માટે આપણે જે કરી શકીએ તે કરવું જોઈએ.યુએસ પ્રમુખ જો બાઇડન અને જસ્ટિન ટ્રુડો ગયા અઠવાડિયે બિનસત્તાવાર સરહદ ક્રોસિંગ દ્વારા કેનેડા આવતા આશ્રય શોધનારાઓને રોકવા માટે સંમત થયા હતા.

Advertisement
Continue Reading

International

પાકિસ્તાનમાં 81 હિંદુ યુવતીઓનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું, 42 ખ્રિસ્તી અને 1 શીખ પણ સામેલ

Published

on

By

પાકિસ્તાનમાં વર્ષ 2022માં લઘુમતી સમુદાયોની છોકરીઓ અને મહિલાઓના બળજબરીથી ધર્મપરિવર્તનની ઓછામાં ઓછી 124 ઘટનાઓ સામે આવી છે. જેમાં 81 હિન્દુ, 42 ખ્રિસ્તી અને એક શીખ યુવતીનો સમાવેશ થાય છે. ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, હ્યુમન રાઇટ્સ ઓબ્ઝર્વર 2023 ના એક ફેક્ટ શીટમાં બતાવવામાં આવ્યું છે કે 23 ટકા છોકરીઓ 14 વર્ષથી ઓછી વયની હતી, જેમાંથી 36 ટકા છોકરીઓ 14 થી 18 વર્ષની વચ્ચેની હતી. ભોગ બનેલા લોકોમાં માત્ર 12 ટકા પુખ્ત વયના જ લોકો હતા, જ્યારે ભોગ બનેલા લોકોમાં 28 ટકા લોકોની ઉંમરની હોવાનું જાણવા મળ્યું નથી. 2022 માં, સિંધમાં 65 ટકા લોકોનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. આ પછી પંજાબમાં 33 ટકા, ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં 0.8 ટકા મામલા સામે આવ્યા છે.

સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ (સીએસજી)ના એક અહેવાલમાં ધાર્મિક લઘુમતીઓને અસર કરતા પાંચ મુખ્ય મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ પ્રણાલીમાં ભેદભાવ, બળજબરીથી ધર્માંતરણ, નિંદાના કાયદાનો દુરુપયોગ, લઘુમતીઓ માટે રાષ્ટ્રીય આયોગની રચના અને લઘુમતી કેદીઓ માટે જેલ માફીનો સમાવેશ થાય છે.

ફેક્ટશીટમાં બતાવવામાં આવ્યું છે કે 171 લોકો પર ઈશનિંદાના કાયદા હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમાંથી 65 ટકા કેસ પંજાબમાં અને 19 ટકા કેસ સિંધમાં નોંધાયા હતા. કરાચીમાં સૌથી વધુ નિંદનીય ઘટનાઓ જોવા મળી હતી, ત્યારબાદ ચિનીઓત, ફૈસલાબાદ, ગુજરાંવાલા, ડેરા ગાઝી ખાન, નનકાના સાહિબ, લાહોર અને શેખુપુરાનો નંબર આવે છે.

Advertisement

નિંદાનો ભોગ બનેલાઓમાં સૌથી વધુ (88) મુસ્લિમો હતા, ત્યારબાદ 75 અહમદીઓ, ચાર ખ્રિસ્તીઓ અને બે હિન્દુઓ હતા, જ્યારે બંને આરોપીઓની ધાર્મિક ઓળખ જાણી શકાઈ ન હતી.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ