Connect with us

Entertainment

જેન્સ કેમેરોનની ‘અવતાર-2’ બે મિલિયન ડોલર કલબમાં સામેલ

Published

on

કેમેરોનની સતત ત્રીજી ફિલ્મની બમ્પર કમાણી

અવતાર 2 સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવી રહી છે. જેમ્સ કેમરોનની ગણતરી વિશ્વના સૌથી મહાન ડાયરેક્ટર્સમાં થાય છે. 13 વર્ષની મહેનત પછી જેમ્સ કેમરોને પોતાની ફિલ્મ અવતારનો બીજો પાર્ટ પઅવતાર ધ વે ઓફ વોટરથ રિલીઝ કર્યો છે. હવે, આ ફિલ્મ સમગ્ર વિશ્વમાં બોક્સ ઓફિસ પર બે મિલિયન ડોલર કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મ જેમ્સ કેમરોનની ત્રીજી ફિલ્મ છે જેને બે મિલિયન ડોલર કમાણી કરી છે.
જેમ્સ કેમરોનની વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ટાઇટેનિક અને 2009માં રિલીઝ થયેલી ફિલ્મ અવતાર પણ બે મિલિયન ડોલરની કમાણી કરી ચૂકી છે. હવે પઅવતાર 2થ એ પણ બે મિલિયન ડોલર કમાણી કરતા જેમ્સ કેમેરોનની ફિલ્મે હેટ્રિક લગાવી દીધી છે

.
આ ફિલ્મ ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મે તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. દરેક લોકો ફિલ્મની સ્ટોરીથી લઈને તેના વીએફએક્સ સુધી તેની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મમાં કેટ વિન્સલેટ, સેમ વર્થિંગ્ટન, ઝો સલડાના, સિગોર્ની વીવર અને સ્ટીફન લેંગ મુખ્ય ભૂમિકામાં છે. અવતાર 2 એ એવેન્જર્સ એન્ડગેમના લાઇફટાઇમના બિઝનેસને પાછળ છોડીને ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ફિલ્મ તરીકે ઉભરી આવી છે.

Advertisement

Continue Reading
Advertisement

Entertainment

પ્રિયંકા ચોપરા બાદ સિંગર અમાલ મલ્લિકે બોલિવૂડની રાજનીતિ સામે ઉઠાવ્યો અવાજ, ટ્વિટ કરી જણાવી આપવીતી

Published

on

By

પ્રિયંકા ચોપરાએ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા અવાજોને સશક્ત બનાવ્યા છે, કારણ કે તેણે બોલિવૂડમાંથી બહાર નીકળવાનું મુખ્ય કારણ ‘બીફ વિથ પીપલ’ના પોતાના અનુભવને જાહેર કર્યો છે. પ્રિયંકા ચોપરાના નિવેદનને કવર કરતા એક ન્યૂઝ આર્ટિકલ પર પ્રતિક્રિયા આપતા સિંગર-કમ્પોઝર અમલ મલ્લિકે પોતાની આપવીતી સંભળાવી હતી. અમાલનું આ ટ્વીટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે, લોકો તેની ટ્વિટ શેર કરીને તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.


 

 

Advertisement

જાણો અમાલે શું કહ્યું

પ્રિયંકાનું આ નિવેદન સામે આવ્યા બાદ અમાલે ટ્વિટર પર લખ્યું, “વેલ, આ એક એવી વસ્તુ છે જેનો હું દરરોજ સામનો કરું છું. જ્યારે ચાહકો મને પૂછે છે કે હું બોલિવૂડની આટલી બધી ફિલ્મો કેમ નથી કરતો? હવે તમે જાણો છો 😉 # બોલિવૂડ માં જૂથવાદ, લૂંટફાટ અને પાવરપ્લે વિશેના સત્યને વારંવાર બહાર આવવાની જરૂર છે …”

આ ટ્વિટ બાદ હવે અમલના ફોલોઅર્સ તેને સપોર્ટ કરતા સ્ટાર્સ અને મોટા ડાયરેક્ટર્સના નામ લખી રહ્યા છે. સાથે જ ઘણા લોકો અમલને ખુલ્લેઆમ તેની વાતને બહાર આવવાની સલાહ આપી રહ્યા છે.

પ્રિયંકાએ કેમ છોડી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ?

Advertisement

પ્રિયંકા ચોપડાએ પોડકાસ્ટ ‘આર્મચેર એક્સપર્ટ’ પર ડેક્સ શેફર્ડ સાથેની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે, શા માટે તેણે અમેરિકામાં કામ શોધવાનું શરૂ કર્યું હતું, તેણે કહ્યું હતું કે, “મને ઇન્ડસ્ટ્રીમાં એક ખૂણામાં ધકેલી દેવામાં આવી રહી હતી. મારી પાસે એવા લોકો હતા જેઓ મને કાસ્ટ કરી રહ્યા ન હતા. “મને ખબર નથી કે લોકો સાથે લોબી ગેમ્સ કેવી રીતે રમવી, હું તે રમત રમવામાં સારી નથી તેથી હું રાજકારણથી કંટાળી ગઈ હતી અને મેં કહ્યું હતું કે મારે એક બ્રેકની જરૂર છે. આ સમયે સંગીતે મને દુનિયાના બીજા ભાગમાં જવાની તક આપી, મને ફિલ્મોમાં રોલ મેળવવાની લાલચ નહોતી.

“ફેશન” અભિનેત્રીએ 2012 માં સિંગલ “ઇન માય સિટી” સાથે ગાયકીની શરૂઆત કરી હતી, જેમાં અમેરિકન રેપર વિલ.આઇ.એમ. પણ હતા. આ ગીત હિટ રહ્યું હતું અને પ્રિયંકાએ તેની ગાયકી માટે ખૂબ પ્રશંસા મેળવી હતી. તે પછી, તેણે 2013 માં ક્યુબન-અમેરિકન રેપર પિટબુલ સાથે અન્ય એક સિંગલ, ‘એક્ઝોટિક’ રજૂ કર્યું, જે ચાર્ટબસ્ટર બન્યું. તેણે ૨૦૧૪ માં ‘આઇ કેનન્ટ મેક યુ લવ મી’ ગીતનું કવર વર્ઝન પણ બહાર પાડ્યું હતું.

કોણ છે અમલ મલિક?

તમને જણાવી દઈએ કે અમલ મલિક ‘ઓ ખુદા’, ‘કૌન તુજે’, ‘બુધુ સા માન’ માટે જાણીતો છે.

Advertisement

Continue Reading

Entertainment

અલ્લુ અર્જુનની પુષ્પા-2નું ટિઝર 8 એપ્રિલે રિલીઝ થશે

Published

on

અલ્લુ અર્જુનના 41મા જન્મદિવસે ચાહકોને મળશે ભેટ

તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત સ્ટાર અલ્લુ અર્જુનની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘પુષ્પા’ બ્લોક બસ્ટર હતી. આ સાથે અલ્લુ દેશનો સૌથી વધુ ડિમાન્ડ ધરાવતો પાન ઈન્ડિયન સ્ટાર બની ગયો છે. પુષ્પાનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મ આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં લાલ ચંદનની દાણચોરીના રેકેટની વાર્તા પર આધારિત હતી.અલ્લુ અર્જુને ફિલ્મમાં પુષ્પા રાજ નામની ભૂમિકા ભજવી હતી. અલ્લુએ આ પ્રોજેક્ટ માટે પોતાના જબરદસ્ત મેકઓવરથી દર્શકોને ચોંકાવી દીધા હતા. અને હવે ચાહકો ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘પુષ્પા 2’નું મોસ્ટ અવેટેડ ઓફિશિયલ ટીઝર તાજેતરમાં આંધ્ર પ્રદેશમાં શૂટ કરવામાં આવ્યું હતું. મોસ્ટ અવેટેડ ‘પુષ્પા 2’નું ટીઝર આ વર્ષે 8મી એપ્રિલે અલ્લુ અર્જુનના 41મા જન્મદિવસના અવસર પર રિલીઝ કરવામાં આવશે.અહેવાલો અનુસાર ‘પુષ્પા 2’ના સત્તાવાર ટીઝરમાં 3 મિનિટનો કોન્સેપ્ટ વીડિયો હશે જેમાં હાઈ વોલ્ટેજ એક્શન સિક્વન્સ હશે. આમાં લીડિંગ મેન અલ્લુ અર્જુન હશે. અફવાઓ અનુસાર, અલ્લુ અર્જુનના ચાહકોને સુકુમાર નિર્દેશિતના ફર્સ્ટ લૂક વીડિયોમાં એક ખાસ સરપ્રાઈઝ મળવા જઈ રહ્યું છે.‘પુષ્પા 2’ માં, અલ્લુ અર્જુન સિવાય, રશ્મિકા મંદાના મુખ્ય ફિમેલના રોલમાં જોવા મળશે અને તે તેના પાત્ર શ્રીવલ્લીને મૂળથી ફરીથી નિભાવશે.રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ફહદ ફાસીલ પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

Advertisement
Continue Reading

Entertainment

કાલે મણિરત્નમની પોનિયિન સેલ્વન-2નું ટ્રેલર રિલીઝ થશે

Published

on

28 એપ્રિલે ફિલ્મ સિનેમા ઘરોમાં દર્શાવાશે

દિગ્દર્શક મણિરત્નમની બ્લોકબસ્ટર ફિલ્મ પોનીયિન સેલ્વન-1 બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. હવે મેકર્સે ફિલ્મની સિક્વલને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે દર્શકો ચિયાન વિક્રમની ઙજ-2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

દિગ્દર્શક મણિ રત્નમ દ્વારા નિર્દેશિત પોનીયિન સેલ્વન ફિલ્મ લોકોને પસંદ આવી હતી. આ ફિલ્મ પ્રખ્યાત લેખક કલ્કી કૃષ્ણમૂર્તિની નવલકથા પર આધારિત છે. તાજેતરમાં, નિર્માતાઓએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ભાગ 2 નો ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ જાહેર કરી છે. જે બાદ ચાહકોમાં ભારે ઉત્તેજનાનો માહોલ છે.પોનીયિન સેલ્વન 2 નું ટ્રેલર આ મહિને 29 માર્ચે રિલીઝ થશે. જેના માટે હવે તમારે માત્ર 5 દિવસ રાહ જોવી પડશે. બીજી તરફ ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ પણ આ વર્ષે જ રિલીઝ થશે. તે આવતા મહિને 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Advertisement

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ