Junagadh
જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયનો બેદરકાર ડ્રાઈવર સસ્પેન્ડ
Published
2 weeks agoon
By
ગુજરાત મિરર
બે દિવસ પહેલા આઠ લોકો ઈજાગ્રસ્ત થયેલ
જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતા પ્રવાસીઓ માટે ગલ્ફ કાર ફરવા માટે રાખવામાં આવી છે જેમાં બેસીને પ્રવાસીઓ પ્રાણીઓની મુલાકાત લઈ શકે છે બે દિવસ પહેલા આ ગલ્ફ્કારના ડ્રાઇવર એ બેફિકરાઇ રીતે ગાડી ચલાવીને સાતથી આઠ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા આ તમામ ઇજાગ્રસ્તોને જૂનાગઢની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સી સીએફ આરાધના સાહુંએ સકરબાગ ઝૂમાં ગલ્ફરની સક્કર બાગમાં આવેલા પ્રવાસીઓને ઈજા પહોંચેલ હતી અને જે ગલ્ફ કાર ચલાવતા ડ્રાઇવરે ગફલતના કારણે પ્રવાસીઓને અડફેટે લીધા હતા ત્યારે સકરબાગુમાં આવેલા સાત થી આઠ પર્યટકો ને ઈજા પહોંચેલી હતી ત્યારે આ અકસ્માતમાં ઈજા પામેલ આઠ પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સકરબાગના કર્મચારી ઓની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી.અને આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સક્કકરબાગ મેનેજમેન્ટ દ્વારા ગલ્ફ કાર ચલાવનાર ડ્રાઇવર પર કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ તેમને તેમના ડ્રાઇવિંગના કામકાજ પરથી દૂર કરવામાં આવેલ છે.
You may like
Junagadh
નકલી સોનાના સિક્કા વેચી છેતરપિંડી કરતી ચાર મહિલાઓ ઝડપાઇ
Published
5 days agoon
May 30, 2023By
ગુજરાત મિરર
460 નંગ સિક્કા સહિત 5460નો મુદ્દામાલ જપ્ત: અગાઉ રાજસ્થાન, અમદાવાદમાં પણ કારસ્તાન કર્યું હોવાની કબૂલાત: સોમનાથ એલસીબીએ ઝડપી લીધી
જમીન ખોદતી વખતે મળેલ માયા-સોના સીક્કા (નકલી) સસ્તા ભાવે આપી ચીટીંગ કરતી મહીલા ટોળકીને ગીર સોમનાથ એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવી છે.
એલસીબીના ઇ.ચા.પો. ઇન્સ. વી.કે.ઝાલાના માર્ગદર્શન મુજબ ટીમના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. નરેેન્દ્રભાઇ પટાટ, ભાવેશભાઇ મોરી, દેવીબેન રામ તથા પો.કોન્સ, વિનયભાઇ મોરીનાઓને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે. ચાર મહીલાઓ સસ્તા ભાવે સોનાના સીક્કા વેચવા માટે નિકળેલ હોય તેવી વિગતો મળતા આ મહીલાઓની સધન તપાસ શોધખોળ કતા ભાલકા મંદીરની બાજુમાંથી પીળા કલરના સોના જેવા લાગત સિક્કાઓ સાથે મળી આવતા તેમની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આ નકલી સીક્કાઓ સસ્તા ભાવે વેચવાની ફીરાકમાં હોવાનું જણાવતા મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
એ.લ.સી.બી સુમનબેન મહાદેવભાઇ વેલુભાઇ ખાવડીયા જાતે દેવીપુજક, ઉ.વ.35 રહે. અમદાવાદ શુભાષનગર તેવારી સ્કુલની સામે શાન્તીનગરના છાપરામાં, ઉર્મીલાબેન કરણભાઇ શુરેશભાઇ ખાવડીયા જાતે દેવીપુજક, ઉ.વ.32 રહે. અમદાવાદ શુભાષનગર તેવારી સ્કુલની સામે શાન્તીનગરના છાપરામાં, રાધાબેન ઉર્ફે રાધીબેન સુનિલભાઇ શામજીભાઇ ચૌહાણ જાતે-દેવીપુજક, ઉ.વ.60 રહે. સુરેન્દ્રનગર મલાડ ચોક, મોહનચાલી વાળા અને લવીંગાબેન ચંદુભાઇ તુલસીભાઇ ખાવડીયા જોત દેવીપુજક ઉ.વ.70 રહે. મહેમદાવાદ રેલવે રોડ ચાર રસ્તા ઝુપડાવાળાને ઝડપી પીળી ધાતુની નાની ગીની (સીક્કા) કુલ નંગ-460 કી.રૂ.460/-, મોબાઇલ નંગ-01 કી .રૂ.5,000/- મળી કુલ રૂ. 5,460/- મુદ્ામાલ કબ્જે કર્યો છે.
પકડેલ મહીલાઓ ધી વેચવાના બહાને જુદા-જુદા વિસ્તરોમાં ફરીને મોટાભાગે સામા પક્ષે મહીલાઓને ધી આપી પોતાની પાસે જમીન ખોદતી વખતે તેમાંથી મળેલ માયા-સોનાના રાણી સીક્કા સસ્તા ભાવે વેચવાનું જણાવી નકીલી સીક્કા ભરેલી થેલીમાંથી હાથ ચાલકી કરી એક સાચો સીક્કો બહાર કાઢી સામા વાળાને આપી સોની પાસે ચેક કરાવડાવી વિશ્ર્વાસમાં લઇ નકલી સીક્કા સસ્તા ભાવે આપવાની લાલચ આપવી પૈસા પડાવી ચીટીંગ કરવાની એમ.ઓ ધરાવે છે.
સુમનબેન મહાદેવભાઇ વેલુભાઇ ખાવડીયા વિરૂદ્ધ દહેગમ પો.સ્ટે.ગુ.ર.નં.282/2022 આઇ.પી.સી.કલમ 406,420,114 વિગેરે મુજબ તેમજ આજથી ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના સમીપુરમાં તેમજ ઉર્મીલાબેન કરણભાઇ શુરેશભાઇ ખાવડીયા આજથી બે વર્ષ પહેલા લાલ દરવાજા અમદાવાદમાં આ મુજબની છેતરપીંડી કરેલની કબુલાત આપેલ છે.
આ કામગીરી એ.લ.સી.બી ઇ.ચા. પો.ઇન્સ. વી.કે.ઝાલા, એ.એસ.આઇ. મેસુરભાઇ વરુ, રામદેવસિંહ જાડેજા પો.હેડ.કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ, ભુપેન્દ્રસિંહ ચાવડા, દેવીબેન રામ, ભાવેશભાઇ મોરી, વિરાભાઇ ચાંડેરા પો.કોન્સ. વિનયભાઇ મોરી, રાજુભાઇ પરમારે કરી હતા.

બે વાવાઝોડાની સંભાવના, દરિયાઇપટ્ટી પર વરસાદ વધારે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 50 આગાહીકારોનું તારણ
આગામી ચોમાસાને લઇ સૌથી વધુ ખેડૂતો મુંજવણમાં હોય છે. ક્યાં કેટલો વરસાદ થશે? તેની પર સહુ કોઈની મીટ મંડાયેલી હોય છે અને તેને લઇ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વરસાદનું પૂર્વ અનુમાન કરતાં અગાહીકારો પોતાનું અનુમાન રજૂ કરે. ચાલુ વર્ષે 50 જેટલા અગાહીકારોએ વરસાદ કેવો રહેશે, તેનું પૂર્વ અનુમાન કર્યું છે. જે અનુસાર, સરેરાશ 12 આની વરસાદ થશે તેવો નિષ્કર્ષ સામે આવ્યો છે.
વરસાદનું પૂર્વ અનુમાન કરતાં આગાહીકારો અનેક પ્રકારે પોતાની કોઠા સૂઝ તેમજ વિજ્ઞાનને આધારે આગાહી કરતાં હોય. જેમાં ખાસ કરીને આકાશી ચીતરી, વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ટા, આખાત્રીજનો પવન, હોળીની જાળ વગેરે પરથી વરસાદનું અનુમાન કરે છે. ચાલુ સાલે અલગ-અલગ પદ્ધતિથી વરસાદનું અવલોકન કરતાં એક વાત સામે આવી છે કે, વરસાદ એક સરખો થશે નહીં. ક્યાંક સારો તો ક્યાંક નબળું રહેશે.
ખાસ તો ચાલુ વર્ષે અધિક માસ મહવનો ભાગ ભજવશે. જેમાં ચેત્ર, વૈશાખ, જેઠમાં સારો વરસાદ થશે. અષાઢ, શ્રાવણ અને ભાદરવા તેમજ આસોમાં થોડું પ્રમાણ ઘટશે. બે વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે. દરિયાઈ પટ્ટી પર વરસાદ સારો થશે. જે માવઠા થઇ રહ્યા છે, તેની અસર પણ મોસમના વરસાદ પર થશે અને ખાસ તો અનિયમિત વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.
પાછોતરા વરસાદની ખૂબ સંભવાના છે. છેલ્લા 50 વર્ષથી અનુમાન કરતા આગાહીકારોનું કહવું છે કે, અનલીલોની અસર વર્તાશે તો ચોમાસું નબળું જઈ શકે છે. ખાસ તો તમામ આગાહીકારોનું કહેવું છે કે, એકંદરે ઈશ્વરના હાથમાં બધું હોય છે. તેમનું કહેવું છે કે, અમે આટલા વર્ષોના અભ્યાસ પછી વરસાદનું અનુમાન કરીએ છીએ અને લગભગ 70% આગાહી સત્યની નજીક હોય છે. આમ, તમામ આગાહીકારોનું અનુમાન જોવા જઈ તો વરસાદ અનિયમિત થશે અને પાછોતરો પણ સારો થશે. એકંદરે 10થી 12 આની વરસાદ થશે.
Junagadh
જૂનાગઢના ઈવનગરમાં જનેતાની પુત્રી એ જ હત્યા કરી
Published
5 days agoon
May 30, 2023By
ગુજરાત મિરર
પ્રેમીને મળવાની ના પાડી ઠપકો આપતા દિકરીએ જીવ લીધો: ટ્રક વ્હિલના પાનાના 17 ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત
ગત શનિવારે મોડી રાતના જૂનાગઢ તાલુકાના ઈવનગરમાંથી એક મહિલાની લાશ મળી હોવાની માહિતી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને મળી હતી. ઇવનગરમાં રહેતી દક્ષાબેન ગોવિંદભાઈ બામણીયા નામની મહિલાની લોહીમાં લથપથ હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અજાણ્યા શખ્સે બોથડ પદાર્થ મારી મહિલાની હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂૂ કરી હતી. જોકે, આ ઘટનામાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાની હત્યા બીજા કોઇએ નહીં પણ પ્રેમમાં અંધ બનેલી પોતાની જ દીકરીએ કરી છે. પોલીસે હત્યારી દીકરીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મુળ ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામની અને છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તાલુકાનાં ઈવનગરમાં રહેતા દક્ષાબેન ગોવિંદભાઈ બામણીયા (ઉવ.35) પોતાના પતિ અને સંતાનો સાથે રહે છે. ગત રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રકના વ્હીલ પાનાથી માથાના ભાગે 17થી વધુ ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
દક્ષાબેનના પતિ ગોવિંદભાઈ બામણીયા પાલનપુર કામકાજ કરે છે. જેથી પાલનપુર અવર જવર રહેતી હોય છે. હત્યાનો બનાવ બન્યો ત્યારે ગોવિંદભાઇના સાઢુ ભાઇએ તેમને જાણ કરતાં ગોવિંદભાઇ પાલનપુરથી પરત આવી ગયા હતા. લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનનો મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે ગોવિંદભાઇએ પોતાની કોઇની સાથે દુશ્મની ન હોવાની ફરિયાદ લખાવી હતી. જેથી પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવા લોઢાના ચણા ચાવવાના હતા.
કહે છે કે આરોપીથી પોલીસ એક ડગલું આગળ હોય એમ પોલીસે સૌ પ્રથમ પરિવારની જ પૂછપરછ કરી પરંતું કઇ ક્લુ મળ્યો નહીં. હત્યા થયા બાદ ઘરમાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા અંતે પોલીસે તપાસની દિશા બદલી અને પરિવારજનો ઉપર સ્થિત કરી હતી. તપાસ કરતા દક્ષાબેન બામણીયાની પુત્રી મીનાક્ષી પર પોલીસને વધુ શંકા જવા લાગી જેથી પોલીસે મિનાક્ષી પર વધુ વોચ ગોઠવી દીધી હતી.
જૂનાગઢ પોલીસે ઊંડાણપૂર્વક મીનાક્ષીને બોલાવીને આગવી ઢબે પુછપરછ કરતાં મીનાક્ષી ભાગી પડી હતી અને હત્યાની કબુલાત કરી લીધી હતી. મીનાક્ષીએ ગુનો કબુલતાં પોલીસને જણાવ્યું કે, તેને પોતાના જ ગામમાં રહેતા એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને આ યુવાન તેને મળવા રાત્રે આવ્યો હતો.
અગાઉ પણ આ યુવાન સાથે મીનાક્ષીને તેની માતાએ પકડી લીધી હતી અને તેને ઠપકો આપ્યો હતો. જ્યારે શુક્રવાર રાત્રે મીનાક્ષીનો પ્રેમી તેને મળવા આવવાનો હતો અને માતા દક્ષાબેનને તેની જાણ થઈ હતી. જેથી મીનાક્ષીને ઠપકો આપ્યો હતો અને બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. માથાકૂટ બાદ મોડી રાત્રે મીનાક્ષીએ પોતાના ઘરના સીસીટીવી બંધ કરીને માતાને 17 જેટલા પાનાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. હાલ તો પોલીસે આરોપી દીકરીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને મળવા આવેલો પ્રેમી આ હત્યામાં સામેલ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.
એડિટર ની ચોઈસ

રેસકોર્સ બાગેશ્વરધામમાં ચોર-ગઠિયાઓના ‘ધામા’ અનેકના ચેઇન, પર્સ, મોબાઇલ અને બાઇક ચોરાયા
પ્રાથમિક શાળાઓમાં 2023-2024માં 251 દિવસના શૈક્ષણિક વર્ષનું આયોજન

કચ્છમાં ફરી લમ્પી વાઇરસે દેખા દીધી

ટ્રેન દુર્ઘટનાના હતભાગીઓને, મોરારિબાપુ દ્વારા 50 લાખની સહાય

ટિકિટ મશીનના ધાંધિયાથી સિટી બસો અટકી, અંતે મફત મુસાફરીની મોજ

બહુમાળીમાં ત્રણ છાત્રોને બ્લડપ્રેશર, એકને ચક્કર આવતા ઢળી પડ્યો
ગુજરાત

ટ્રેન દુર્ઘટનાના હતભાગીઓને, મોરારિબાપુ દ્વારા 50 લાખની સહાય

ટિકિટ મશીનના ધાંધિયાથી સિટી બસો અટકી, અંતે મફત મુસાફરીની મોજ

બહુમાળીમાં ત્રણ છાત્રોને બ્લડપ્રેશર, એકને ચક્કર આવતા ઢળી પડ્યો
વિશ્ર્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્રમાં સોમવારે ચિત્ર સ્પર્ધાનું આયોજન

દાણીધાર ખાતે તા.6-7 નાથજી દાદાનો ચતુર્થ શતાબ્દી મહોત્સવ
રમતા રમતા 13 વર્ષના તરુણે ટ્રેક્ટર ચાલુ કરતા પટકાયો : વ્હિલ માથે ફરી વળ્યું
સ્પોર્ટસ
વિશ્ર્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્રમાં સોમવારે ચિત્ર સ્પર્ધાનું આયોજન

દાણીધાર ખાતે તા.6-7 નાથજી દાદાનો ચતુર્થ શતાબ્દી મહોત્સવ
રમતા રમતા 13 વર્ષના તરુણે ટ્રેક્ટર ચાલુ કરતા પટકાયો : વ્હિલ માથે ફરી વળ્યું

કારના કાચ કોઈક તોડી ગયું ને બે માસૂમ વિદ્યાર્થીને મળી આકરી સજા; ઘરે જઈ માર માર્યો
