Junagadh
જૂનાગઢમાં આત્મહત્યા કરનાર રાજભારતીએ 15 યુવતીની લાજલીધાનો આક્ષેપ
Published
2 months agoon
By
ગુજરાત મિરર
મુસ્લિમમાંથી હિન્દુ બની યુવતીને પોતાની હવસનો શિકાર બનાવતો હોવાનો ડો.જ્યોતિર્નાથના ધડાકાથી ખળભળાટ
જૂનાગઢ સહિત રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને કરેલી આત્મહત્યા પ્રકરણમાં સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડો. જ્યોતિર્નાથએ ચોંકાવનારો ધડાકો કરતા કહ્યું કે, રાજ ભારતી મૂળ મુસ્લિમ હતા અને તેઓએ હિન્દુ ધર્મ અપનાવી ભારતી બાપુના શિષ્ય બન્યા બાદ રાજ ભારતીએ છોકરીઓ ઉપર બળાત્કાર કર્યા હતા.
આ પૈકી એક યુવતીએ 8 જૂન 2022ના રોજ પોતાને પહેલી ફરિયાદ કરી હતી ત્યાર બાદ તપાસ કરતા આવી 12થી 15 યુવતીઓ સાથે કુકર્મ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું, પીડિત યુવતીઓ મૂળ ગુજરાતી છે અને મુંબઇ, રાજસ્થાન સહિત જુદી જુદી જગ્યાઓ પર રહેતી હોવાનો તેઓએ દાવો કર્યો છે.
ડો. જ્યોતિર્નાથે જણાવ્યું કે, બે મહિના પહેલાં તેઓએ રાજ ભારતીને ચેતવ્યા હતા કે આ યોગ્ય નથી. સંતે સંયમમાં રહેવું જોઇએ. તમે તમારી મર્યાદા ચૂકી ગયા છો. ક્યાંક એવું ન થાય કે તેનું પરિણામ ભોગવવું પડે.
ભોગ બનનાર એક દીકરી તો એક-બે દિવસમાં રાજ ભારતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની હતી એવા સંજોગોમાં રાજ ભારતી પાસે કોઇ વિકલ્પ રહ્યો ન હતો,તેથી તેમણે આત્મહત્યાનું આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
રાજ ભારતીબાપુ દારૂૂની પાર્ટીઓ કરતા, ભગવો ઉતારી ટીશર્ટ અને ભગવો ઉતારી હાફ પેન્ટમાં ફરતા. દીકરીઓ સાથે ઐયાસી કરી ક્યાંક ને ક્યાંક તેમનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે. રાજ ભારતીબાપુથી પીડિત યુવતીઓ મૂળ ગુજરાતી છે અને મુંબઇ, રાજસ્થાન સહિત જુદી જુદી જગ્યાઓ પર રહે છે. રાજ ભારતી સામે પહેલી ફરિયાદ લઇને આવી હતી તે યુવતી મૂળ સૌરાષ્ટ્રની છે અને મુંબઇ રહે છે. યુવતીનાં માતાપિતા ભારતીબાપુને ખૂબ માનતાં હતાં તેથી યુવતી રાજ ભારતીના સંપર્કમાં આવી હતી. જ્યાર બાદ કોઇ કેફી પીણું પીવડાવી રાજ ભારતીએ દુષ્કર્મ આચર્યું હતું તેમ યુવતીનું કહેવું હતું. વીડિયો પુરાવા હોવાછતાં તે બિન્દાસ હતા. આમ,રાજ ભારતી સામે ડો. જ્યોતિર્નાથે આક્ષેપ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે.
You may like
Junagadh
જૂનાગઢમાં એસઆરપી જવાનનાં મોતના મામલે મોરબીમાં કલેકટરને આવેદન
Published
16 hours agoon
March 31, 2023By
ગુજરાત મિરર
જવાબદાર પોલિસ અધિકારીને સસ્પેન્ડ કરવાની જિલ્લા આહીર સમાજની માગ
મૂળ માળીયાના મેઘપર ગામના વતની અને જૂનાગઢમાં એસ આર પીમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ લવાડિયાના અપમૃત્યુ કેસમાં મૃતકના પરિવારજનો અને આહીર સમાજે પોલીસ અધિકારીઓએ એસઆરપી જવાનને બેફામ માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરી જવાબદારો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દરમિયાન આજે મોરબી જિલ્લા આહીર સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવી એસઆરપી જવાનના અપમૃત્યુ કેસમાં જવાબદાર પોલીસ અધિકારીઓને તાકીદે સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે, જૂનાગઢ ખાતે એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા માળીયાના મેઘપર ગામના વતની બ્રિજેશભાઈ લવાડિયાએ ગત તા.21 માર્ચના રોજ આપઘાત કરી લીધાની ઘટનામાં તેમના પર ત્યાંના પોલીસ અધિકારીઓ દ્વારા જોર જુલમ ગુજારવામાં આવ્યો હતો. પોલીસે તેમને બેફામ ઢોર માર માર્યા બાદ આ ઘટના બનતા પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ પણ નોંધી ન હતી.તપાસ કરવામાં આવી નથી. આથી આ પ્રકરણમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક અસરથી ગુન્હો નોંધી સસ્પેન્ડ કરવા તેંમજ આ બનાવની રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપી મૃતકના પરિવારને યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.
Junagadh
અંધશ્રધ્ધામાં બાળકી પર અત્યાચાર કરનાર પિતા સહિત 7ની ધરપકડ
Published
17 hours agoon
March 31, 2023By
ગુજરાત મિરર
કેશોદમાં પુત્રીમાં મેલી વિદ્યાનું કહી પિતાએ બે દિવસ ભૂખી રાખી, હવનમાં હાથ નખાવી ખુલ્લા પગે આગ પર ચલાવી, પરિવારજનો બલી ચડાવે તે પહેલા માતાએ પુત્રીને બચાવી લીધી
જૂનાગઢના કેશોદમાં વર્તમાન સમયમાં સભ્ય સમાજને હચમચાવી મૂકતો માસુમ દિકરી ને બલી ચઢાવવાનો પ્રયાસ નો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર સમાજ સ્તબ્ધ થઈ જવા પામ્યો છે દીકરીએ જુનાગઢ સિવિલ હોસ્પિટલના બિછાનેથી સમાજના પ્રહરીઓને આપ વીતી કહી ચોધાર આંસુએ રડતા રડતા જણાવ્યું હતું કે મારા પપ્પા, મારા ફોઈ અને બધા પરિવારના લોકો મારો બલિ ચડાવવાનું કહેતા હતા. મને હવનમાં હાથ નખાવ્યો, પછી સળગતા કોલસા ઉપર ખુલ્લા પગે ચલાવી અને બે દિવસ ભૂખી રાખી.. આજના યુગમાં માસુમના આ શબ્દો સાંભળી સભ્ય સમાજના માથા ઝૂકી જાય છે , જે દિકરી પર તેનાં સગા પિતા અને પરિવારજનોએ જ અંધશ્રદ્ધાના નામે અત્યાચાર ગુજાર્યો અને બીજી દીકરીને ઢોરમાર માર્યો જો માતાએ સમય સૂચકતા બતાવી ન બચાવી હોત તો કદાચ આજે આ દીકરીઓ જીવતી પણ ન હોત.. દીકરીઓનો વાંક માત્ર એટલો હતો કે તે તેમના પિતા સાથે નહીં ,પણ માતા સાથે રહેતી હતી રૂૂંવાડાં ઊભાં કરી દેતું દીકરીઓનું આ દર્દ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પુત્રીઓ અને તેની માતા સાથે વાતચીત દરમિયાન સમાજના પ્રહરીઓને સમક્ષ વર્ણવ્યુ હતું. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામની જ્યાંના ગજેરા પરિવારની દીકરીમાં ભૂતપ્રેત હોવાનું કહી ફૂલ જેવી માસૂમ દીકરી પર સગા પિતા અને ફોઈ સહિત પરિવારના સાત લોકોએ અત્યાચાર ગુજાર્યો અને બીજી દીકરીને ઢોરમાર માર્યો આ ઘટનામાં દીકરીઓ સગીર હોવાથી તેમની ઓળખ અત્રે શક્ય નથી પરંતુ વિકાસના પંથે હોવાના બણગા ફૂંકતા કેટલાયના માથા શરમથી ઝૂકી જાય તેવી આ ઘટનાને પગલે આખાય જૂનાગઢ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢના કેશોદ પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી આ ગજેરા પરિવારની પુત્રવધૂ પોતાની ત્રણ દીકરી સાથે પતિથી છેલ્લાં સાત વર્ષથી અલગ રહે છે. જોકે ગજેરા પરિવારે ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કર્યું હતું. જેથી માતાએ પહેલા દિવસે બે દીકરીને મોકલી હતી અને સવારે તે અન્ય એક દીકરીને લઇને આ હવનમાં હાજર હતી હવનમાં ગયા બાદ પતિ સહિત પરિવારજનોનું વર્તન બદલાઈ ગયું હતું.પણ હવનનું આયોજન હતું અને સમાધાનની વાત હતી તો મેં પહેલા દિવસે બે દીકરીને મોકલી હતી અને હું બીજા દિવસે ગઇ તો મને જાણવા મળ્યું કે પહેલી રાત્રે ભૂવાઓએ તેમના પતિ સહિત સાસરિયાંએ ડાકલામાં દીકરીને ધુણાવી હતી. મને એમ કહેવામાં આવ્યું કે તારી દીકરીને માતાજી આવે છે, એ પ્રમાણ આપશે. મને પણ એમ થયું કે કંઈ હોય તો સારું થઇ જાય, પણ આ લોકોનો અત્યાચાર વધતો ગયો. મારી દીકરીને આગ પર ચલાવી, હવનમાં હાથ નખાવ્યા, બે-બે દિવસ અન્નનો દાણો ન આપ્યો અને બેહદ હેરાન કરવામાં આવી તેમણે આનો વિરોધ કર્યો તો તેમની દીકરીનો બલિ ચડાવવાનું કહી તેને અને દીકરીઓને ઢોરમાર માર્યો, જ્યાંથી માંડ માંડ તે હોસ્પિટલ પહોંચી
ભોગ બનનારી 13 વર્ષની દીકરીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રડતાં અવાજે જણાવ્યું કે તેના કુટુંબના સભ્યો દ્વારા તેનામાં મેલી વિધા હોવાનું જણાવી બે દિવસ સુધી ભૂખી રાખી, હવનમાં ધુણાવી અને બાદમાં તેનો બલિ ચડાવવા માટે સળગતી જ્વાળામા હાથ નખાવ્યો અને સળગતા કોલસા ઉપર ચલાવવામાં આવી.. બીજી દીકરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુંકે, અમે પહેલા દિવસે આવ્યા તો મારા પપ્પાએ મારી બહેનમાં માતાજી છે અને ખરાબ વળગાડ છે એમ કહીને ધુણાવી, આગમાં ચલાવી અને હવનમાં હાથ નખાવ્યો અને બલિ દેવાનું કહેતા હતા. મારી મમ્મીએ બલિ દેવાની ના પાડી તો આખા પરિવારે અમને ઢોરમાર મારીને જીવલેણ હુમલો કર્યો. આ ઘટના અંગે માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ અને નણંદ સહિત સાત આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
જવાબદારો સામે કડક પગલાં લેવાશે: ભાનુબેન બાબરિયા
આ ઘટના અંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, મને જ્યારે સમાચાર મળ્યા ત્યારથી મેં તપાસના આદેશ આપ્યા છે, કડક કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં બનેલી ઘટના અંગે પણ યોગ્ય તપાસ થઇ છે. આ ઘટનામાં પણ યોગ્ય તપાસ કરવામાં આવશે. જ્યાં જ્યાં જરૂૂર લાગશે ત્યાં જરૂૂર પડ્યે ચોક્કસ રજૂઆત પણ કરવામાં આવશે. જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક સજા કરવામાં આવશે અને લોકોએ સ્વયંભૂ પણ જાગૃત થવાની જરૂૂર છે.
Junagadh
શરીરમાં પ્રેતાત્મા છે તેમ કહી માસૂમ દીકરીને આગ પર ચાલવા મજબુર કરી
Published
2 days agoon
March 30, 2023By
Minal
દીકરીને બચાવવા વચ્ચે પડેલી માતા-મોટી દીકરીને ઢોરમાર માર્યો, બલી ચડાવી દેવાની ધમકી: કેશોદમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સમાન ઘટના
ગુજરાત મિરર, જૂનાગઢ તા.30
જુનાગઢના કેશોદથી અંધશ્રદ્ધાની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વધુ એક દીકરીને અંધશ્રદ્ધાની આગમાં સગા બાપ દ્વારા ધકેલવામાં આવી છે. કેશોદમાં પોતાની જ 13 વર્ષની માસુમ દીકરીને સગી પિતાએ મેલી વિદ્યા હોવાનુ કહી યાતનાઓ આપી. 13 વર્ષની દીકરીને આગ પર ચાલવા મજબુર કરી.
તારામાં મેલી વિદ્યા છે એવલ કહી દીકરીના હાથને આગમાં હોમ્યા હતા. સમગ્ર ઘટનામાં પિતા, ફઈ, કાકા સહિત અન્ય પરિવારજનોની મિલિભગત હોવાનુ સામે આવ્યુ છે. દીકરીને આગમાંથી બચાવવા જ્યારે માતા અને મોટી દીકરી વચ્ચે પડી તો અંધશ્રદ્ધામાં અંધ બનેલા તેના પિતાએ બંનેને ઢોર માર માર્યો. આગમાં ધકેલાયેલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલી કિશોરીને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
માનવતાને શર્મનાક કરતી આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. દીકરીના માતાના જણાવ્યા તેઓ છેલ્લા સાત વર્ષથી રિસામણે છે પરંતુ દીકરીઓના તેમના પિતા સાથે સારા સંબંધ હતા. આથી કુટુંબનો હવન હોવાથી ત્યાં ગયા હતા. છેલ્લા બે દિવસથી દીકરીઓને રાત્રે ડાકલા વગાડી કલાકો સુધી ધુણાવતા હતા. જેમા એક દીકરી ન ધુણતા તેનામાં મેલીવિદ્યા છે. તારા સતના પારખા કરવા પડશે એવુ કહી સગા પિતાએ દીકરીને આગ પર ચલાવી હતી અને તેના હાથ પણ આગમાં હોમ્યા હતા. જેમા કિશોરીને હાથમાં અને પગમાં ગંભીર ઈજા પહોંચી છે.
ભોગ બનનાર કિશોરીએ રડતા રડતા જણાવ્યુ કે તેના પિતા તેની સાથે આવુ કરશે તેની ક્યારેય કલ્પના પણ ન હતી. તેને છેલ્લા બે દિવસમાં અંધશ્રદ્ધામાં અંધ બનેલા પિતાએ માનસિક રીતે પણ ખૂબ ટોર્ચર કરી હોવાનુ જણાવે છે. વારંવાર તેને મેલીવિદ્યા છે તેવુ કહી ધુણાવવામાં આવતી હતી. આટલુ જ નહીં તેને આગમાં ચાલવા મજબુર કરી તો તેની માતા અને બહેન બચાવવા વચ્ચે પડ્યા તો માનવતા નેવે મુકી સગા બાપે એવુ પણ કહ્યુ કે તેની તો બલી જ ચડાવી દેવી છે.
આટલુ ઓછુ હોય તેમ તેના આ કુકર્મમાં સગી ફઈ, કાકા અને કુટુંબીજનો પણ સામેલ હતા. કોઈ તેને રોકવાવાળુ ન હતુ. ભોગ બનનાર દીકરી માનસિક રીતે તદ્દન ભાંગી પડી છે. સમગ્ર ઘટના સામે આવતા પિતા, ફઈ અને અન્ય કુટુંબીજનો સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
એડિટર ની ચોઈસ

IPL Opening Ceremony: અરિજિતે હિટ ગીતો ગાઈ ચાહકોના દિલ જીત્યા, તમન્ના અને રશ્મિકાના પરફોર્મન્સે સ્ટેડિયમને ડોલાવ્યું

દ.આફ્રિકાના ચિત્તાઓની ટીમને મુકન્દ્રા અથવા ગાંધીસાગર અભયારણ્યમાં ખસેડાશે

આંશિક રાહત : રાજ્યમાં કોરોનાના કેસ ગઇકાલ કરતાં 43 ઓછા,નવા 338 નોંધાયા

રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર
લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અપાવે છે સફળતા

અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ
ગુજરાત

રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર
લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અપાવે છે સફળતા

અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ

મોરબીમાં શિંગોળાના લોટની પૂરી ખાધા બાદ 30થી વધુને ઝેરી અસર
ઓખા-અરૂણાચલ વચ્ચે મંગળવારથી દોડશે સાપ્તાહિક સ્પેશિયલ સમર ટ્રેન

જુનિયર કલાર્કના કોલ લેટર ઓનલાઈન મુકાયા : તા.9મીએ પરીક્ષા
સ્પોર્ટસ

મોરબીમાં શિંગોળાના લોટની પૂરી ખાધા બાદ 30થી વધુને ઝેરી અસર
ઓખા-અરૂણાચલ વચ્ચે મંગળવારથી દોડશે સાપ્તાહિક સ્પેશિયલ સમર ટ્રેન

જુનિયર કલાર્કના કોલ લેટર ઓનલાઈન મુકાયા : તા.9મીએ પરીક્ષા

સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

અંતિમ દિવસે 20 કરોડ ભેગા કરવા વેરાવિભાગ તૂટી પડ્યો
