Junagadh
જૂનાગઢના મતદારોને ચૂંટણી કાર્ડને લગતી ફરિયાદ માટે 1950 હેલ્પલાઈન સક્રિય
Published
2 months agoon
By
ગુજરાત મિરર
છેલ્લા 15 દિવસમાં જિલ્લામાંથી 59 મતદારે ચૂંટણી કાર્ડને લગતી માહિતી મેળવી
જૂનાગઢ આગામી વિધાનસભાની સામાન્ય- ચૂંટણી ને લઇને મતદારોની ચૂંટણી કાર્ડને લગતી ફરિયાદ અંગે જિલ્લામાં 1950 હેલ્પલાઇન શરૂૂ કરવામાં આવી છે. જેમાં મતદારોને ચૂંટણી કાર્ડને લગતી ફરિયાદો અંગે સંતોષકારક માહિતી આપવામાં આવશે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી શાખામાં કાર્યરત આ હેલ્પલાઇન નંબર પર છેલ્લા 15 દિવસ દરમિયાન 59 લોકોએ 1950 હેલ્પલાઇન નંબર પર પોતાની ફરિયાદો અંગે માહિતી મેળવી છે.
જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભાની બેઠકોના મતદારોને ચૂંટણી કાર્ડને લગતી કોઇ ફરિયાદ હોય તો તેની માહિતી માટે જિલ્લા ચૂંટણી શાખામાં 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવી છે. જેમાં તા.1 થી 15 નવેમ્બર સુધી 59 મતદારોએ કોલ કરી ચૂંટણી કાર્ડ બાબતે માહિતી મેળવી છે. સામાન્ય આ હેલ્પલાઇનમાં મતદારો ચૂંટણી કાર્ડ બનાવવા, નામ નોંધવવા, સરનામુ બદલાવવા,ચૂંટણીકાર્ડ ના મળ્યું હોય, ચૂંટણી કાર્ડ ખોવાય ગયાની ફરિયાદો કરતા હોય છે જેને હેલ્પલાઇન પર હાજર કર્મચારી દ્વારા મતદારોને સંતોષકારક માહિતી આપી તેમની ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવે છે.
You may like
Junagadh
માંગરોળના લંબોરા ડેમ પાસે પક્ષીઓનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ
Published
1 day agoon
January 27, 2023By
ગુજરાત મિરર
29 મૃત પક્ષીઓ સાથે 2.46 લાખનો મુદ્દામાલ કબ્જેક રતી પોલીસ: 8 શખ્સ દબોચાયા
જૂનાગઢના માંગરોળના લંબોરા ડેમ પાસે પક્ષીઓનો શિકાર કરી રહેલા આઠ શિકારીઓને 29 મૃત પક્ષીઓ સાથે પોલીેસ ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ શખ્સોને વનવિભાગને હવાલે કર્યા છે.
લંબોરા ડેમ પાસે પક્ષીઓનો શિકાર થતો હોવાની સ્થાનિક લોકોની ફરિયાદ હતી. ગામલોકોની મદદથી માંગરોળ પોલીસે લંબોરા ગામના ડેમ અને નોળી નદીની બાજુમાં શિકાર કરતા હોવાની માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી શિકાર કરી રહેલા 8 શિકારીઓને ઝડપી પાડ્યા હતા. શિકારીઓ પાસેથી શિકાર કરાયેલા 29 મૃત પક્ષીઓ મળી આવ્યા હતા.
મોહમદ હુસેન ઢીમર,ઐયુબ જુમ્મા રાડીયા, ઉંમર સુલેમાન રાડીયા, ફિરોજ હુસેન ઢોકી, સલીમ મોરા ભેંસલીયા,ઇસુબ સુલેમાન ભેંસલીયા, ઇસુબ ઓસમાન લુચાણી,અસલમ સુલેમાન ઇસબાણી ને 28 મૃત સુરખાબ પક્ષી,1 પક્ષી મળી આશરે કુલ કિ.રૂૂ.58,000 મોબાઇલ નંગ-7 કુલ કિ.રૂૂ.-27,000, મોટરસાયકલ નંગ-5 કુલ કિ.રૂૂ.-1,60,000 તેમજ શિકાર ના સાધનો મળી કુલ રૂૂ.-2,46,200 નો મુદ્દામાલ પકડી પીએસઆઈ. એસ.એ.સોલંકી, તથા પો.હેડ.કોન્સ.સુરેશભાઇ દાફડા તથા પો.હેડ.કોન્સ ભગવતસિંહ ઝણકાટ તથા પો.કોન્સ.કિશોરભાઇ ગળચર તથા પો.કોન્સ. ભગતસિંહ વાળા તથા પો.કોન્સ.રવિભાઇ પરમાર તથા પો.કોન્સ. કેતનકુમાર મકવાણા તમામ આરોપીઓને વન વિભાગને સોંપી દીધેલ હતા.
મૃત પક્ષીઓ તેમજ શિકારમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી વેટરીનરી ડોક્ટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, માંગરોળ વન વિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા પકડાયેલા 8 શિકારીઓ સોંપવા માં આવ્યા હતા.
Junagadh
જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ, માજી મેયરના પુત્ર સહિત ચારની હકાલપટ્ટી
Published
3 days agoon
January 25, 2023By
ગુજરાત મિરર
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા વધુ પાંચ નેતાને સસ્પેન્ડ કરાતા ખળભળાટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે ત્રણ નેતાઓને પક્ષે રસ્તો બતાવી દીધો છે. ત્રણ આગેવાનોને સસ્પેન્ડ કરવાથી નેતાઓમાં ચકચાર મચી ગઇ છે. જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમારની હકાલપટ્ટી કરવામાં આવી હતી.ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સેવા દળના મહિલા પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહીર, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસે નેતાઓને ઝટકો આપ્યો છે. આ સાબિત કરે છે કે કોંગ્રેસ કોઈને પણ છોડવાના મૂડમાં નથી. સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને પણ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે.
તેમણે કહ્યું હતું કે, જે રજુઆતમાં ચકાસણીની જરૂૂરિયાત છે તેવા 18 અરજદાર તેમજ તેમની સામે રજૂઆત છે તેમને રૂૂબરૂૂ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાંચ અરજીઓ એવી છે જેમાં જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંકલિત કરીને નિર્ણય કરશે. સામાન્ય કેસોમાં 8 વ્યક્તિઓને પત્ર દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. 11 અરજીમાં કઈ તથ્ય ન જણાતા રદ કરવામાં આવી છે. અને 4 કેસમાં વધુ અભ્યાસ કરવાનો હોવાથી આગામી મીટીંગ માટે પેન્ડીંગ રાખવામાં આવી છે.
Junagadh
જૂનાગઢમાં આત્મહત્યા કરનાર રાજભારતીએ 15 યુવતીની લાજલીધાનો આક્ષેપ
Published
3 days agoon
January 25, 2023By
ગુજરાત મિરર
મુસ્લિમમાંથી હિન્દુ બની યુવતીને પોતાની હવસનો શિકાર બનાવતો હોવાનો ડો.જ્યોતિર્નાથના ધડાકાથી ખળભળાટ
જૂનાગઢ સહિત રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને કરેલી આત્મહત્યા પ્રકરણમાં સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડો. જ્યોતિર્નાથએ ચોંકાવનારો ધડાકો કરતા કહ્યું કે, રાજ ભારતી મૂળ મુસ્લિમ હતા અને તેઓએ હિન્દુ ધર્મ અપનાવી ભારતી બાપુના શિષ્ય બન્યા બાદ રાજ ભારતીએ છોકરીઓ ઉપર બળાત્કાર કર્યા હતા.
આ પૈકી એક યુવતીએ 8 જૂન 2022ના રોજ પોતાને પહેલી ફરિયાદ કરી હતી ત્યાર બાદ તપાસ કરતા આવી 12થી 15 યુવતીઓ સાથે કુકર્મ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું, પીડિત યુવતીઓ મૂળ ગુજરાતી છે અને મુંબઇ, રાજસ્થાન સહિત જુદી જુદી જગ્યાઓ પર રહેતી હોવાનો તેઓએ દાવો કર્યો છે.
ડો. જ્યોતિર્નાથે જણાવ્યું કે, બે મહિના પહેલાં તેઓએ રાજ ભારતીને ચેતવ્યા હતા કે આ યોગ્ય નથી. સંતે સંયમમાં રહેવું જોઇએ. તમે તમારી મર્યાદા ચૂકી ગયા છો. ક્યાંક એવું ન થાય કે તેનું પરિણામ ભોગવવું પડે.
ભોગ બનનાર એક દીકરી તો એક-બે દિવસમાં રાજ ભારતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની હતી એવા સંજોગોમાં રાજ ભારતી પાસે કોઇ વિકલ્પ રહ્યો ન હતો,તેથી તેમણે આત્મહત્યાનું આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
રાજ ભારતીબાપુ દારૂૂની પાર્ટીઓ કરતા, ભગવો ઉતારી ટીશર્ટ અને ભગવો ઉતારી હાફ પેન્ટમાં ફરતા. દીકરીઓ સાથે ઐયાસી કરી ક્યાંક ને ક્યાંક તેમનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે. રાજ ભારતીબાપુથી પીડિત યુવતીઓ મૂળ ગુજરાતી છે અને મુંબઇ, રાજસ્થાન સહિત જુદી જુદી જગ્યાઓ પર રહે છે. રાજ ભારતી સામે પહેલી ફરિયાદ લઇને આવી હતી તે યુવતી મૂળ સૌરાષ્ટ્રની છે અને મુંબઇ રહે છે. યુવતીનાં માતાપિતા ભારતીબાપુને ખૂબ માનતાં હતાં તેથી યુવતી રાજ ભારતીના સંપર્કમાં આવી હતી. જ્યાર બાદ કોઇ કેફી પીણું પીવડાવી રાજ ભારતીએ દુષ્કર્મ આચર્યું હતું તેમ યુવતીનું કહેવું હતું. વીડિયો પુરાવા હોવાછતાં તે બિન્દાસ હતા. આમ,રાજ ભારતી સામે ડો. જ્યોતિર્નાથે આક્ષેપ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે.
એડિટર ની ચોઈસ

અંજારમાં ગૌચરની જમીનનું 200 કરોડનું કૌભાંડ

વડિયાથી ખાખરિયા બિસ્માર થયેલા રોડનું રિપેરિંગ કામ કરતું તંત્ર

અંજારના મેઘપર કુંભરડીમાં 15 બતકનાં ભેદી મોત

મોંઘવારી, વિકાસ દર અને મુદ્રા સંકટનો ખરાબ તબક્કો પાછળ રહી ગયો-RBI ગવર્નર

સાવરકુંડલાના ધારાસભ્યએ ઘેટા ભરેલી ઈકો કારને ઝડપી લઇ પોલીસ હવાલે કરી

જેતપુર પાસે પૂરપાટ ઝડપે દોડતી કારે મોટરસાઈકલને ઠોકરે ચડાવતા ત્રણ ગંભીર
ગુજરાત

મોંઘવારી, વિકાસ દર અને મુદ્રા સંકટનો ખરાબ તબક્કો પાછળ રહી ગયો-RBI ગવર્નર

સાવરકુંડલાના ધારાસભ્યએ ઘેટા ભરેલી ઈકો કારને ઝડપી લઇ પોલીસ હવાલે કરી

જેતપુર પાસે પૂરપાટ ઝડપે દોડતી કારે મોટરસાઈકલને ઠોકરે ચડાવતા ત્રણ ગંભીર

પ્રજાસત્તાક પર્વે બેનમૂન બોટાદ પુસ્તકનું વિમોચન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હળવદ માર્કેટિંગ યાર્ડમાં કૌભાંડમાં સેક્રેટરી સહિત 7 સામે એસીબીમાં ગુનો નોંધાયો

સોમનાથ ગૌશાળામાં અજાણ્યા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
સ્પોર્ટસ

પ્રજાસત્તાક પર્વે બેનમૂન બોટાદ પુસ્તકનું વિમોચન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હળવદ માર્કેટિંગ યાર્ડમાં કૌભાંડમાં સેક્રેટરી સહિત 7 સામે એસીબીમાં ગુનો નોંધાયો

સોમનાથ ગૌશાળામાં અજાણ્યા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં દીપડાએ કર્યુ વાછરડીનું મારણ

ગોંડલ – જેતપુર હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત્
