Connect with us

Junagadh

જૂનાગઢના ભારતી આશ્રમમાં અને સાળંગપુર મંદિરમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો

Published

on

ધાર્મિક જગ્યાઓને ટાર્ગેટ કરતો શખ્સ ઢાલ રોડ વિસ્તારમાંથી ઝડપાયો

જૂનાગઢના ભવનાથ સ્થિત ભારતી આશ્રમમાં ગણતરીના સમય પહેલા 65 હજાર, ની મતાની ચોરી કરનાર રાજકોટના તસ્કરને જૂનાગઢ એલસીબી ની ટીમે શહેરના ઢાલ રોડ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ભવનાથના ભારતી આશ્રમની ગુરૂૂગાદી રૂૂમના તાળા તોડી ચાંદીની થાળી, વાટકા, ગ્લાસ,ચાંદીની લાકડી વગેરે મળી 65 હજાર, ચોરી થઇ હતી. આ અંગે ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
દરમિયાન ચોરીના આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાના પગલે એલસીબી પીઆઇ જે.એચ. સિંધવ, પીએસઆઇ જે.જે. ગઢવી, ડી.એમ. જલુ, ભવનાથ પીએસઆઇ એમ.સી. ચુડાસમા અને સીસીટીવી કેમેરા નેત્રમ શાખાના પીએસઆઇ જે.એચ. મશરૂૂની અલગ અલગ ટીમે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ચોરીમાં રાજકોટના નરેશ ઉર્ફે નરીયો ઉર્ફે નરૂૂ રમેશભાઇ ગીલગીલાણીની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. સાથે આ શખ્સ જૂનાગઢના ઢાલરોડ પર આંટા મારતો હોવાની બાતમી મળતા તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી પીળી ધાતુનું પેન્ડલ કિંમત 15,430નું અને રોકડા 49,870 મળી કુલ 65,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તસ્કરની આકરી પૂછપરછ કરતાં આરોપીએ 3 માસ પહેલા સાળંગપુરના કષ્ટભંજન હનુમાન મંદિરમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આરોપીને આગળની તપાસ અર્થે ભવનાથ પોલીસ સ્ટેશન હવાલે કરાયો છે.

Advertisement
Continue Reading
Advertisement

Junagadh

રાજભારતી બાપુને પરંપરા પ્રમાણે સમાધિ અપાઈ

Published

on

સોશિયલ મીડિયામાં ચાલતી અફવા તમામ આક્ષેપ પાયાવિહોણા : ઈન્દ્રભારતીબાપુ

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને મંગળવારે આત્મહત્યા કરી હતી. જેમને અખાડાની પરંપરા પ્રમાણે સાધુ-સંતોની હાજરીમાં સમાધિ આપવામાં આવી છે. રાજ ભારતી બાપુના વાયરલ થયેલા-ઓડિયો વીડિયોને ઇન્દ્ર ભારતી બાપુ અને અન્ય સંતોએ અફવા ગણાવી છે.

ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે, જે ઘટના ઘટી તે અતિ દુ:ખદ છે. આજે રાજ ભારતી બાપુને અમે અમારી પરંપરા મુજબ સમાધિ આપી છે. રાજ ભારતી બાપુને લઇને સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓ ઉપર ધ્યના ન આપો. રાજ ભારતી બાપુ પર થતાં તમામ આક્ષેપો પાયા વિહોણા છે. આધાકાર્ડ અને પાનકાર્ડ મહારાજ મુક્તાનંદજીના નામે હતું, મુક્તાનંદ બાપુએ એમ કીધું કે, આ ભારતી પરંપરાના શિષ્ય છે, કોઇ કારણોસર આધારકાર્ડ કે પાનકાર્ડ બનાવ્યું હોય તો મને ખ્યાલ નથી.

Advertisement

ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ જણાવ્યું હતું કે, બજારમાં રાજ ભારતી બાપુને લઇને જે વાતો ચાલી રહી છે, ખોટી છે. ઘટના કયા કારણોસર ઘટની કે કંઇ જાણવામાં નથી આવ્યું. મારી એસ.પી. અને કલેક્ટરને અપીલ છે કે, ઊંડાણ પૂર્વક તપાસ કરીને જે હકિકત હોય તે બહાર લાવો. રાજ ભારતી બાપુ અમારા જૂના અખાડાના ચાર મઢીના અને અખંડાનંદ ભારતીના શિષ્ય હતા. મુક્તાનંદ બાપુના શિષ્ય સદાનંદ બાપુએ જણાવ્યું હતું કે, રાજ ભારતી બાપુ અખંડાનંદ બાપુના શિષ્ય છે. એમના ગુરુ હતા વિસંભર ભારતીએ તેમને જૂના અખાડાની પરંપરાની મુજબ રાજ ભારતીને સમાધિ આપી છે.

રાજ ભારતીબાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું. પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પૂર્વે જ તેમનું મોત થયું હતું.

Advertisement
Continue Reading

Junagadh

માંગરોળના લંબોરા ડેમ પાસે પક્ષીઓનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ

Published

on

29 મૃત પક્ષીઓ સાથે 2.46 લાખનો મુદ્દામાલ કબ્જેક રતી પોલીસ: 8 શખ્સ દબોચાયા

જૂનાગઢના માંગરોળના લંબોરા ડેમ પાસે પક્ષીઓનો શિકાર કરી રહેલા આઠ શિકારીઓને 29 મૃત પક્ષીઓ સાથે પોલીેસ ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ શખ્સોને વનવિભાગને હવાલે કર્યા છે.
લંબોરા ડેમ પાસે પક્ષીઓનો શિકાર થતો હોવાની સ્થાનિક લોકોની ફરિયાદ હતી. ગામલોકોની મદદથી માંગરોળ પોલીસે લંબોરા ગામના ડેમ અને નોળી નદીની બાજુમાં શિકાર કરતા હોવાની માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી શિકાર કરી રહેલા 8 શિકારીઓને ઝડપી પાડ્યા હતા. શિકારીઓ પાસેથી શિકાર કરાયેલા 29 મૃત પક્ષીઓ મળી આવ્યા હતા.

મોહમદ હુસેન ઢીમર,ઐયુબ જુમ્મા રાડીયા, ઉંમર સુલેમાન રાડીયા, ફિરોજ હુસેન ઢોકી, સલીમ મોરા ભેંસલીયા,ઇસુબ સુલેમાન ભેંસલીયા, ઇસુબ ઓસમાન લુચાણી,અસલમ સુલેમાન ઇસબાણી ને 28 મૃત સુરખાબ પક્ષી,1 પક્ષી મળી આશરે કુલ કિ.રૂૂ.58,000 મોબાઇલ નંગ-7 કુલ કિ.રૂૂ.-27,000, મોટરસાયકલ નંગ-5 કુલ કિ.રૂૂ.-1,60,000 તેમજ શિકાર ના સાધનો મળી કુલ રૂૂ.-2,46,200 નો મુદ્દામાલ પકડી પીએસઆઈ. એસ.એ.સોલંકી, તથા પો.હેડ.કોન્સ.સુરેશભાઇ દાફડા તથા પો.હેડ.કોન્સ ભગવતસિંહ ઝણકાટ તથા પો.કોન્સ.કિશોરભાઇ ગળચર તથા પો.કોન્સ. ભગતસિંહ વાળા તથા પો.કોન્સ.રવિભાઇ પરમાર તથા પો.કોન્સ. કેતનકુમાર મકવાણા તમામ આરોપીઓને વન વિભાગને સોંપી દીધેલ હતા.

Advertisement

મૃત પક્ષીઓ તેમજ શિકારમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી વેટરીનરી ડોક્ટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, માંગરોળ વન વિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા પકડાયેલા 8 શિકારીઓ સોંપવા માં આવ્યા હતા.

Continue Reading

Junagadh

જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ, માજી મેયરના પુત્ર સહિત ચારની હકાલપટ્ટી

Published

on

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા વધુ પાંચ નેતાને સસ્પેન્ડ કરાતા ખળભળાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે ત્રણ નેતાઓને પક્ષે રસ્તો બતાવી દીધો છે. ત્રણ આગેવાનોને સસ્પેન્ડ કરવાથી નેતાઓમાં ચકચાર મચી ગઇ છે. જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમારની હકાલપટ્ટી કરવામાં આવી હતી.ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સેવા દળના મહિલા પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહીર, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસે નેતાઓને ઝટકો આપ્યો છે. આ સાબિત કરે છે કે કોંગ્રેસ કોઈને પણ છોડવાના મૂડમાં નથી. સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને પણ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે.

Advertisement

તેમણે કહ્યું હતું કે, જે રજુઆતમાં ચકાસણીની જરૂૂરિયાત છે તેવા 18 અરજદાર તેમજ તેમની સામે રજૂઆત છે તેમને રૂૂબરૂૂ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાંચ અરજીઓ એવી છે જેમાં જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંકલિત કરીને નિર્ણય કરશે. સામાન્ય કેસોમાં 8 વ્યક્તિઓને પત્ર દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. 11 અરજીમાં કઈ તથ્ય ન જણાતા રદ કરવામાં આવી છે. અને 4 કેસમાં વધુ અભ્યાસ કરવાનો હોવાથી આગામી મીટીંગ માટે પેન્ડીંગ રાખવામાં આવી છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ