Connect with us

Porbandar

જીરુંનું વાવેતર પોરબંદર-કુતિયાણામાં 60, હાલાર-સોરઠમાં 50 ટકા કપાશે !

Published

on

ગત સાલ સૌરાષ્ટ્રમાં 1,88,100 સહિત સમગ્ર રાજ્યમાં 3,07,100 હેક્ટરમાં વાવેતર થયું હતું

જીરુંનું વાવેતર ઘટવાનું કારણ એક તો ભાગિયાનો પ્રશ્ર્ન, બીજુ ધાણાની સહેલી ખેતી, વધુ ઉતારા અને સારા ભાવને પગલે જીરું વાવતા ખેડૂતો ધાણાના વાવેતર તરફ ડાઇવર્ટ થયા

જીરૂનું વાવેતર પોરબંદર-કુતિયાણા બેલ્ટમાં 60 ટકા અને ખાસ કરીને જામનગર અને જૂનાગઢમાં 50 ટકા કપાશે તેવી ધારણા ટોચના બ્રોકરો મુકી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જીરૂના વાવેતરના બે મુખ્ય બેલ્ટ પોરબંદર-જામનગર જિલ્લો અને ઝાલાવાડનો સુરેન્દ્રનગર જિલ્લો છે, જેમાં પોરબંદર અને જામનગર જિલ્લામાં જીરૂનું વાવેતર વર્ષોથી થાય છે, દરમિયાન આ સાલ ખેડૂતોને ખાસ કરીને ભાગિયાનો પ્રશ્ર્ન અને બીજુ ધાણાની સહેલી ખેતી, વધુ ઉતારા અને સારા ભાવને પગલે જીરૂનું વાવેતર કરનારા ખેડૂતો ધાણાના વાવેતર તરફ ઢળ્યા હોવાનું જણાવતા બ્રોકરો જીરૂનું વાવેતર ઘટે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
કુતિયાણા પંથકના બ્રોકરો જણાવે છે કે, ગત વર્ષે સૌરાષ્ટ્રમાં 1,88,100 હેક્ટર સહિત સમગ્ર રાજ્યમાં 3,07,100 હેક્ટરમાં જીરૂનું વાવેતર થયું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વાવેતર દ્વારકા-દેવભૂમિ જિલ્લામાં 57,100 હેક્ટરમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં 47,300 હેક્ટરમાં, મોરબી જિલ્લામાં 23,900 હેક્ટરમા, પોરબંદર પંથકમાં 14,000 હેક્ટર અને જામનગર જિલ્લામાં 11,100 હેક્ટરમાં વાવેતર થયું હતું. અહીં દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં એટલે કે, 82,200 હેક્ટરમાં જીરૂના વાવેતર વિષે અંદાજ મુકાઇ રહ્યો છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર, કુતિયાણા અને રાણાવાવનો સમાવેશ થાય છે. પોરબંદરના 32 ગામોમાં જીરૂનું વાવેતર ચાલુ વર્ષે અગાઉના વર્ષની સરખામણીમાં આશરે 50 ટકા થયું હતું, જેને સો ટકા ગણીએ તો ચાલુ વર્ષે ગત સાલથી 40 ટકા જ વાવેતર આવવાનો અંદાજ મુકાઇ રહ્યો છે. રાણાવાવ અને કુતિયાણામાં મોટું વાવેતર કપાવાનો અંદાજ મુકાઇ રહ્યો છે.
પોરબંદર પંથકમાં જીરૂમાં વાવેતર કપાવાના મુખ્ય કારણો કે જેની બજારમાં જોરશોરથી ચર્ચા છે તેમાં ખેડૂતોને મળેલા ધાણાના ઊંચા ભાવ છે, અને છેલ્લા ત્રણ વર્ષથી જીરૂના નીચા ભાવ અને તેમાં સતત થઇ રહેલો બગાડ છે. પોરબંદર જિલ્લાના 32થી વધુ ગામડાંઓમાં અગાઉ જીરૂના વાવેતરને લઇને ખેડૂતોમાં જબરૂ આકર્ષણ જણાતું હતું, દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો ધીમે ધીમે ધાણાના વાવેતર તરફ ડાઇવર્ટ થયા છે. છેલ્લા ત્રણ વર્ષથી જીરૂમાં ઉતારા પ્રતિ વીઘે પાંચ થી સાત મણથી વધતા નહોતા અને ખેડૂતોને જીરૂના ભાવ પણ રૂ.2500થી વધુ મળ્યા નથી.
જ્યારે ધાણાની ખેતીમાં ખેડૂતોને અડધો ખર્ચ અને પ્રમાણમાં પોષણક્ષમ કહી શકાય તેવા ભાવ મળ્યા હોવાથી ખેડૂતોમાં જીરૂની ખેતી સામે ધાણાની ખેતી આકર્ષણરૂપ બની હોવાનું જાણકારો કહી રહ્યા છે.

Advertisement

ગુજરાતમાં 10 થી 11 હજાર ટન ખરીફ તલના ઉત્પાદનનો મુકાતો અંદાજ, સ્ટોકિસ્ટોની વેચવાલી
તલના અગ્રણી બ્રોકરો જણાવે છે કે, આ સાલ દેશમાં 1.60-1.65 લાખ ટનના ખરિફ તલના અંદાજ પૈકી ગુજરાતમાં 10 થી 11 હજાર ટન ખરિફ તલનું ઉત્પાદન આવવાનો અંદાજ છે. પાંચ થી છ હજાર ટન સફેદ અને ચાર થી પાંચ હજાર ટન કાળા તલનું ઉત્પાદન આવવાની શક્યતા મુકાઇ રહી છે. દેશમાં તલના કુલ ઉત્પાદન પૈકી માત્ર સારી ક્વોલિટીના તલ 15-20 હજાર ટન જ આવશે, તેવું અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે. આ સાલ કમૌસમી વરસાદ સહિતના કારણોએ ગુજરાત, એમ.પી., યુ.પી. અને રાજસ્થાનમાં પણ તલના પાકને નુકસાન થયું હોવાની ફરિયાદો ઉઠવા પામી રહી છે. દેશમાં 90 ટકા તલની ક્વોલિટી ખરાબ ગણાવાઇ રહી હોઇ, બજારમાં તેજીના સંયોગો રચાઇ રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તલમાં હાલ કેરિફોર્વડ સ્ટોક ઝીરો થઇ જતા સફેદ તલમાં છેલ્લા પંદર દિવસમાં પ્રતિ કિલો રૂ.40 અને છેલ્લા સપ્તાહમાં રૂ.15ની સડસડાટ તેજી જોવા મળી રહી છે. હાલ સફેદ તલ શોર્ટેક્ષનો ભાવ પ્રતિ કિલો રૂ.173 મુંદ્રા પોર્ટ ડિલિવરી બોલાઇ રહ્યો છે. હાલ બજારમાં એક તબક્કે સ્ટોકીસ્ટોની વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

Continue Reading
Advertisement

Porbandar

પોરબંદરની આર્યક્ધયા ગુરુકુળમાં સગીરાના કપડાં ઉતારી શારીરિક અડપલાં

Published

on

By

રાત્રે ઊંઘમાં હોય કપડાં ઉતારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરાતું હોવાના આક્ષેપથી ખળભળાટ

સાથી વિદ્યાર્થિનીઓની હરકતથી શિક્ષણજગત શર્મશાર

ક્ધયા કેળવણીમાં 83 વર્ષથી વિખ્યાત પોરબંદરની આર્યક્ધયા ગુરુકુળમાં હોસ્ટેલમાં રહેતી તરૂૂણીએ સાથી વિધાર્થિની ઉપર સજાતીય સંબંધો માટે બળજબરી કર્યાના આક્ષેપ કરતા ચકચાર મચી છે. આ પ્રકારની ઘટનાઓ અહીં ઘણી છાત્રાઓ સાથે બની હોવાના મુદ્દે ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. કમિટીના સભ્યએ ગુરૂૂકુળના સંચાલકો ઢાંકપિછોડો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ વચ્ચે પીડિતાના મા-બાપ તેને ગુરૂૂકુળમાંથી લીવીંગ સર્ટિફિકેટ કઢાવી લઈ ગયા છે. પોરબંદરમાં સાડા સાત દાયકાથી વધુ સમયથી વિધાર્થિનીઓનું શૈક્ષણિક ઘડતર કરતી સંસ્થા આર્યક્ધયા ગુરુકુળની હોસ્ટેલમાં સમગ્ર સુદામાપુરીનું શિર શરમથી ઝુકી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.
સંસ્થામાં રવિવારે વાલી વિસ હોવાથી ગ્રામ્ય પંથકમાં રહેતા વાલીઓ પોતાની દીકરીઓને મળવા માટે આવ્યા હતા ત્યારે એક વિધાર્થિની વાલી પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે વાલીને જણાવ્યું હતું કે અહીં કેટલીક સિનિયર વિધાર્થિનીઓનું ગ્રુપ છે જે અન્ય વિધાર્થિનીઓ સજાતિય સંબંધ બાંધવા દબાણ કરે છે. આવું કૃત્ય કરવા યેનકેન પ્રકારે મજબૂર કરે છે. તે ઊંઘમાં હોય ત્યારે બે વિધાર્થિનીઓ દ્વારા કપડા કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવે છે અને ખરાબ હરકતો કરવામાં આવે છે. ચાઈલ્ડ વેલ્ફ કમિટીના સભ્ય ચેતનાબેન તિવારી પણ તુરંત ત્યાં દોડી ગયા હતા અને ભોગ બનનાર બ પાસેથી સમગ્ર હકીકત જાણી હતી.
ત્યાર બાદ તેને લઇને ગુરુકુળના પ્રિન્સિપાલ રંજનાબેન મજીઠીયા પાસે ગયા ત્યારે તેઓએ વિધાર્થિનીની વાત સાંભળ્યા વગર ઉલટા તેને જ સવાલો કરવા લાગ્યા હતા. ભોગ બનનાર વિધાર્થિનીના વાલી ગઇકાલે જ પોતાની પુત્રીને લઇ એલસી કઢાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગઈકાલે અન્ય કેટલીક વિધાર્થિનીઓએ પણ અહીં આવું ચાલતું હોવાનું જણાવ્યું હતું.

Advertisement

છોકરા અને છોકરી વચ્ચે જે થવું જોઈએ તે બે છોકરીઓ વચ્ચે થાય છે: ભોગ બનનાર
ભોગ બનનાર વિદ્યાર્થિનીએ જણાવ્યુ હતુ કે હોસ્ટેલમાં છોકરીઓ વચ્ચે ખરાબ થાય છે. જે એક છોકરા અને છોકરી વચ્ચે થવું જોઈએ તે બે છોકરીઓ વચ્ચે થાય છે. જો ન કરીએ તો ખોટું પ્રેશર કરે સુસાઇડ કરી લઈશ તેવું કહે ચિઠ્ઠી મોકલે, આથી છોકરી વિચારે કે મારા મમ્મી પપ્પા મારા માટે આટલું કરે તો હું સહન ન કરી શકું આવું તો થાયે રાખે, અહીં 300 છોકરીઓ છે તેમાં પોણાભાગની છોકરીઓ આવુ કરે છે અને બે રેકટર પણ એવી જ છે

જૂહી ચાવલા સાથે છે આ સંસ્થાનો નાતો
ફિલ્મ સ્ટાર જુહી ચાવલાએ ઉદ્યોગપતિ અને આર્યક્ધયા ગુરુકુળના સ્થાપક નાનજીભાઈ કાલિદાસ મહેતાના પાત્ર જય મહેતા સાથે લગ્ન કર્યા હતા તે અવારનવાર ગુરુકુળ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા મુંબઈથી આવે છે. રાણાવાવ ખાતે આવેલ સિમેન્ટ ફેક્ટરી પણ મહેતા પરિવારની છે.

Advertisement
Continue Reading

Porbandar

પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં સગીરાના કપડાં ઉતારી શારીરિક અડપલાં

Published

on

સાથી વિદ્યાર્થિનીઓની હરકતથી શિક્ષણજગત શર્મશાર

રાત્રે ઊંઘમાં હોય કપડાં ઉતારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરાતું હોવાના આક્ષેપથી ખળભળાટ

કન્યા કેળવણીમાં 83 વર્ષથી વિખ્યાત પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં હોસ્ટેલમાં રહેતી તરૂૂણીએ સાથી વિધાર્થિની ઉપર સજાતીય સંબંધો માટે બળજબરી કર્યાના આક્ષેપ કરતા ચકચાર મચી છે. આ પ્રકારની ઘટનાઓ અહીં ઘણી છાત્રાઓ સાથે બની હોવાના મુદ્દે ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. કમિટીના સભ્યએ ગુરૂૂકુળના સંચાલકો ઢાંકપિછોડો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

Advertisement

બીજી તરફ તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ વચ્ચે પીડિતાના મા-બાપ તેને ગુરૂૂકુળમાંથી લીવીંગ સર્ટિફિકેટ કઢાવી લઈ ગયા છે. પોરબંદરમાં સાડા સાત દાયકાથી વધુ સમયથી વિધાર્થિનીઓનું શૈક્ષણિક ઘડતર કરતી સંસ્થા આર્યક્ધયા ગુરુકુળની હોસ્ટેલમાં સમગ્ર સુદામાપુરીનું શિર શરમથી ઝુકી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.

સંસ્થામાં રવિવારે વાલી વિસ હોવાથી ગ્રામ્ય પંથકમાં રહેતા વાલીઓ પોતાની દીકરીઓને મળવા માટે આવ્યા હતા ત્યારે એક વિધાર્થિની વાલી પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે વાલીને જણાવ્યું હતું કે અહીં કેટલીક સિનિયર વિધાર્થિનીઓનું ગ્રુપ છે જે અન્ય વિધાર્થિનીઓ સજાતિય સંબંધ બાંધવા દબાણ કરે છે. આવું કૃત્ય કરવા યેનકેન પ્રકારે મજબૂર કરે છે. તે ઊંઘમાં હોય ત્યારે બે વિધાર્થિનીઓ દ્વારા કપડા કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવે છે અને ખરાબ હરકતો કરવામાં આવે છે. ચાઈલ્ડ વેલ્ફ કમિટીના સભ્ય ચેતનાબેન તિવારી પણ તુરંત ત્યાં દોડી ગયા હતા અને ભોગ બનનાર બ પાસેથી સમગ્ર હકીકત જાણી હતી.

ત્યાર બાદ તેને લઇને ગુરુકુળના પ્રિન્સિપાલ રંજનાબેન મજીઠીયા પાસે ગયા ત્યારે તેઓએ વિધાર્થિનીની વાત સાંભળ્યા વગર ઉલટા તેને જ સવાલો કરવા લાગ્યા હતા. ભોગ બનનાર વિધાર્થિનીના વાલી ગઇકાલે જ પોતાની પુત્રીને લઇ એલસી કઢાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગઈકાલે અન્ય કેટલીક વિધાર્થિનીઓએ પણ અહીં આવું ચાલતું હોવાનું જણાવ્યું હતું.ગુજરાત મિરર, પોરબંદર, તા.24ક્ધયા કેળવણીમાં 83 વર્ષથી વિખ્યાત પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં હોસ્ટેલમાં રહેતી તરૂૂણીએ સાથી વિધાર્થિની ઉપર સજાતીય સંબંધો માટે બળજબરી કર્યાના આક્ષેપ કરતા ચકચાર મચી છે. આ પ્રકારની ઘટનાઓ અહીં ઘણી છાત્રાઓ સાથે બની હોવાના મુદ્દે ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. કમિટીના સભ્યએ ગુરૂૂકુળના સંચાલકો ઢાંકપિછોડો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

બીજી તરફ તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ વચ્ચે પીડિતાના મા-બાપ તેને ગુરૂૂકુળમાંથી લીવીંગ સર્ટિફિકેટ કઢાવી લઈ ગયા છે. પોરબંદરમાં સાડા સાત દાયકાથી વધુ સમયથી વિધાર્થિનીઓનું શૈક્ષણિક ઘડતર કરતી સંસ્થા આર્યકન્યા ગુરુકુળની હોસ્ટેલમાં સમગ્ર સુદામાપુરીનું શિર શરમથી ઝુકી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

સંસ્થામાં રવિવારે વાલી વિસ હોવાથી ગ્રામ્ય પંથકમાં રહેતા વાલીઓ પોતાની દીકરીઓને મળવા માટે આવ્યા હતા ત્યારે એક વિધાર્થિની વાલી પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે વાલીને જણાવ્યું હતું કે અહીં કેટલીક સિનિયર વિધાર્થિનીઓનું ગ્રુપ છે જે અન્ય વિધાર્થિનીઓ સજાતિય સંબંધ બાંધવા દબાણ કરે છે. આવું કૃત્ય કરવા યેનકેન પ્રકારે મજબૂર કરે છે. તે ઊંઘમાં હોય ત્યારે બે વિધાર્થિનીઓ દ્વારા કપડા કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવે છે અને ખરાબ હરકતો કરવામાં આવે છે. ચાઈલ્ડ વેલ્ફ કમિટીના સભ્ય ચેતનાબેન તિવારી પણ તુરંત ત્યાં દોડી ગયા હતા અને ભોગ બનનાર પાસેથી સમગ્ર હકીકત જાણી હતી.

ત્યાર બાદ તેને લઇને ગુરુકુળના પ્રિન્સિપાલ રંજનાબેન મજીઠીયા પાસે ગયા ત્યારે તેઓએ વિધાર્થિનીની વાત સાંભળ્યા વગર ઉલટા તેને જ સવાલો કરવા લાગ્યા હતા. ભોગ બનનાર વિધાર્થિનીના વાલી ગઇકાલે જ પોતાની પુત્રીને લઇ એલસી કઢાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગઈકાલે અન્ય કેટલીક વિધાર્થિનીઓએ પણ અહીં આવું ચાલતું હોવાનું જણાવ્યું હતું.

છોકરા અને છોકરી વચ્ચે જે થવું જોઈએ તે બે છોકરીઓ વચ્ચે થાય છે: ભોગ બનનાર

ભોગ બનનાર વિદ્યાર્થિનીએ જણાવ્યુ હતુ કે હોસ્ટેલમાં છોકરીઓ વચ્ચે ખરાબ થાય છે. જે એક છોકરા અને છોકરી વચ્ચે થવું જોઈએ તે બે છોકરીઓ વચ્ચે થાય છે. જો ન કરીએ તો ખોટું પ્રેશર કરે સુસાઇડ કરી લઈશ તેવું કહે ચિઠ્ઠી મોકલે, આથી છોકરી વિચારે કે મારા મમ્મી પપ્પા મારા માટે આટલું કરે તો હું સહન ન કરી શકું આવું તો થાયે રાખે, અહીં 300 છોકરીઓ છે તેમાં પોણાભાગની છોકરીઓ આવુ કરે છે અને બે રેકટર પણ એવી જ છે

Advertisement

જૂહી ચાવલા સાથે છે આ સંસ્થાનો નાતો

ફિલ્મ સ્ટાર જુહી ચાવલાએ ઉદ્યોગપતિ અને આર્યક્ધયા ગુરુકુળના સ્થાપક નાનજીભાઈ કાલિદાસ મહેતાના પાત્ર જય મહેતા સાથે લગ્ન કર્યા હતા તે અવારનવાર ગુરુકુળ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા મુંબઈથી આવે છે. રાણાવાવ ખાતે આવેલ સિમેન્ટ ફેક્ટરી પણ મહેતા પરિવારની છે.

Advertisement
Continue Reading

Porbandar

પોરબંદરથી જેતલસર સુધી 400 ગામની 18 લાખની વસ્તીને મળે છે માત્ર બે ટ્રેન

Published

on

ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઇ પાડલિયા દ્વારા પશ્ર્ચિમ રેલવે મુંબઇનાં જનરલ મેનેજરને કરાઇ રજૂઆત

સૌરાષ્ટ્ર વેસ્ટર્ન પેસેન્જર એસોસિએશન દ્વારા રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રને પોરબંદર વાયા જેતલસર લાંબા રૂૂટ ની ટ્રેન બાબતે રજૂઆત કરી
ભારત સરકાર રેલવે મંત્રાલયના ચર્ચગેટ જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર વાર્ષિક ઇન્સ્પેક્શનમાં જેતલસર જંકશન ખાતે રૂૂબરૂૂ મુલાકાતે આવતા સૌરાષ્ટ્ર વેસ્ટર્ન પેસેન્જર એસોસિએશન તેમજ ધોરાજી ઉપલેટરના ધારાસભ્ય સાથે રૂૂબરૂૂ મુલાકાત કરી મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી રાજકોટ વાયા જેતલસર રોડ ઉપર રેલવે તંત્રનો અન્યાય થતો હોય છેલ્લા 12 વર્ષથી રજૂઆત કરવા છતાં એક પણ ટ્રેનની નવી સુવિધા મળી નથી જે બાબતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી હતી

સૌરાષ્ટ્ર વેસ્ટર્ન પેસેન્જર એસોસિએશનના પ્રમુખ વિઠ્ઠલભાઈ કોરડીયા જોઈન્ટ સેક્રેટરી કિશોરભાઈ રાઠોડ કો-ઓર્ડીનેટર જેન્તીભાઈ કાલાવડીયા ખજાનચી દિલીપભાઈ હોતવાણી તેમજ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા વિગેરે સાથે જેતલસર ખાતે રેલવે મંત્રાલયના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રને રૂૂબરૂૂમાં રજૂઆત કરતા જણાવેલ કે પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ છે સમગ્ર દેશમાં પોરબંદરને આસ્થાથી જોઈ રહ્યા છીએ ત્યારે પોરબંદર રાજકોટ વાયા જેતલસર રૂૂટ ઉપર માત્ર બે ટ્રેન મફશહુ મળે છે.

Advertisement

આ રૂૂટ પર જામજોધપુર, પાનેલી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેવા મોટા શહેરો. ચાર સસંદીય વિસ્તારના 400 જેટલા ગામડાઓની 18 લાખનીવસ્તી માટે આ રેલ સુવિધા પર્યાપ્ત નથી. જેથી અમારી માંગણીઓનો ત્વરીત સ્વીકાર કરી. આ વિસ્તારની જનતાને સસ્તી અને સલામત મુસાફરી ઉપલબ્ધ કરાવવા વિનંતી છે. ભારત સરકારના રેલવે મંત્રાલયના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર એ ખાતરી આપતા જણાવેલ કે બને તેટલી વધુ ટ્રેન આ રોડ પર મળે તે અંગે અમો વધારે પ્રયત્ન કરીશું તેવી ખાતરી આપી હતી તેમજ ધારાસભ્ય શ્રી એ પણ લેખિતમાં માગણી કરી હતી તે મુજબ પણ તેઓએ અગરતા આપવાની ખાતરી આપી હતી. આ સાથે જેતલસર જંકશન ખાતે વિવિધ સંગઠનો માંથી 10 જેટલી સંસ્થાઓએ સૌરાષ્ટ્ર અને વધુ ટ્રેન મળે તે બાબતે રજૂઆત કરી હતી.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ