Election
જાન્યુઆરીમાં ચૂંટણીના ખર્ચ થશે ફાઈનલ
Published
4 months agoon
By
Minal
રાજકોટ શહેર સહિત જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 65 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું તેમાં તમામ ઉમેદવારોએ ચૂંટણીમાં કરેલ ખર્ચના બબ્બે વખત હિસાબ ચૂંટણી પંચમાં રજુ કરી દીધા છે હવે ફાઈનલ હિસાબ માટે ઉમેદવારને જાન્ક્ષુઆરી સુધીની મુદત આપવામાં આવી છે.
સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે મતગણતરી સમાપ્ત થયાના એક મહિના સુધીમાં ચૂંટણી લડતા ઉમેદવારોએ ખર્ચના હિસાબ રજુ કરવાના હોય છે રાજકોટની 8 બેઠકની મતગણતરી 8મીએ પૂર્ણ થઈ ચુકી છે. મતદાન અગાઉ ઉમેદવારો એ બે વખત હિસાબ આપવાના હોય છે જેમા હિસાબ રજુ નહીં કરનાર કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોને ચુંટણી પંચે નોટિસ ફટકારી હતી.
અત્યાર સુધીમાં સૌથી વધુ ખર્ચ રાજકોટ દક્ષિણના રમેશભાઈ ટીલાળા, જસદણના કુંવરજીભાઈ બાવળીયા, ગોંડલના ગીતાબા જાડેજા, જેતપુરના જયેશભાઈ રાદડિયા અને ધોરાજીના ડે.મહેન્દ્રભાઈ પાડલીયા એ કર્યો છે.
આ તમામ ઉમેદવારોએ બબ્બે વખત હિસાબ પણ રજુ કરી દીધો છે. મત ગણતરી પછી ઉમેદવારો દ્વારા કરવામાં આવાત વિજય સરઘસનો ખર્ચ પણ ચુંટણીમાં ગણવામાં આવતો હોવાથી ફાઈનલ ખર્ચ માટે ઉમેદવારોને ડિસેમ્બર મહિના સુધીનું અલ્ટીમેટમ આપવ્માં આવ્યું છે.
રાજકોટની 8 બેઠકના 65 ઉમેદવારોમાંથી ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ અત્યાર સુધી 20 થી 25 લાખ સુધીનો ખર્ચ દર્શાવ્યો છે. આ વખતે ચૂંટણી પંચે એક ઉમેદવાર 40 લાખ સુધી ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
ચૂંટણી સ્ટાફને રોકડમાં વળતર ચુકવી દેવાયું
રાજકોટ શહેરમાં 1100 સહિત જિલ્લામાં 2264 મતદાન મથકમાં રોકાયેલ 8000થી વધુ ચૂંટણી સ્ટાફને મતદાન પુરૂ થયાની સાથે જ જે તે વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા રોકડમાં વળતર ચુકવી દેવામાં આવ્યું છે.
You may like
Election
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતવા હથિયારો સજાવતું ‘આપ’
Published
3 months agoon
January 4, 2023By
Minal
રણનીતિ ઘડવા બેઠક યોજાઇ, તાલુકાથી રાજ્ય સ્તર સુધી સંગઠન મજબૂત કરવા નિર્ણય
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની રેલીમાં સેંકડો લોકો જોડાતા હતાં. તે છતાં પણ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી જેવા નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં રાજકીય નિષ્ણાંતોના મતે આમ આદમી પાર્ટીના કારણે જ કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. પરંતુ હવે આગામી લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ફરીવાર સક્રિય થઈ ગઈ છે. સંગઠનને મજબૂત કરવા તેમજ આગળના કાર્યક્રમો માટે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની એક બેઠક મળી હતી.
આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ એક બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરી હતી. તેમજ સંગઠનને વધુ મજબૂત કરવા માટે શું કરવું જોઈએ તેની વિગતો મેળવી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના આગળના કાર્યક્રમો તેમજ સંગઠનમાં વધુ મજબૂતી લાવવાના આયોજન સંદર્ભે મિટિંગ મળી હતી. તેમણે મીટિંગના કેટલાક ફોટો પણ ટ્વિટર પર ટ્વીટ કર્યાં હતાં.
હાલમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી લીધો છે. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીએ વીસાવદર, ગારિયાધાર, જામજોધપુર, બોટાદ અને ડેડીયા પાડા બેઠક પરથી જીત મેળવી છે.
Election
કોંગ્રેસની હારના કારણો: નબળુ સંગઠન, મિસમેનેજમેન્ટ, પ્રચારનો ઓછો સમય
Published
3 months agoon
December 19, 2022By
Minal
ભાજપે પાણીની જેમ પૈસા વાપર્યાનો અને સરકારી મશીનરીનો બેફામ દુરુપયોગ કર્યોનો આરોપ, પ્રદેશ કોંગ્રેસ દ્વારા કારમા પરાજયનું અંતે પોસ્ટમોર્ટમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે અત્યાર સુધી રાજ્યમાં આટલુ ખરાબ પ્રદર્શન ક્યારેય કર્યુ ન હતું. એક સમયે સૌથી વધુ વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ તોડનાર કોંગ્રેસ માત્ર 17 સીટમાં સમેટાઈ ગઈ છે. ત્યારે હવે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની સમીક્ષા કરી છે.
ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો કોંગ્રેસમાં ખેલ ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસે આખરે હારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જગદીશ ઠાકોર આ હારનો રિપોર્ટ હાઇકમાન્ડને સોંપશે. તમને જણાવી કે વિધાનસભા ચૂંટણીની હાર બાદ કોંગ્રેસની સમિક્ષા બેઠકો યોજાઈ હતી. જેમાં ઝોન પ્રમાણે વિધાનસભાના ઉમેદવારો અને ધારાસભ્યો સાથે બેઠક થઇ હતી. જેમાં કોંગ્રેસની હારના અનેક કારણો સામે આવ્યા છે. કોંગ્રેસના હારના કારણોમાં નબળુ સંગઠન અને બુથ સ્તરનું મીસમેનેજમેન્ટ, સરકારી મશીનરનો બેફામ દુર ઉપયોગ, ત્રીજા પક્ષના કારણે કોગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં પાણીની જેમ વાપરેલા રૂૂપિયા, ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારનો ઓછો સમય જેવા પ્રાથમિક કારણોનો એક રિપોર્ટ બનાવ્યો છે.
2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દમ પર કોંગ્રેસે 77 બેઠકો હાંસિલ કરી હતી. જેમાંની 95 ટકા બેઠકો 2022 ની ચૂંટણીમાં ગુમાવવી પડી છે. આખરે આવુ કેવી રીતે થયું, મતદારોનો મિજાજ કેમ બદલાયો, આખરે કેમ કોંગ્રેસના મતદારો ભાજપ તરફ વળ્યા, તે વિશે કોંગ્રેસે મંથન કર્યું. સૌરાષ્ટ્રમાં થયેલ હાર અંગે ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૌરાષ્ટ્રના હારેલા ઉમેદવારો સાથે બેઠક કરી હતી. તેમજ હાર અંગે કોંગ્રેસના ઉમેદવારોએ કારણો રજુ કર્યા હતા.
હારેલા ઉમેદવારોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ વિધાનસભા બેઠકનો રિપોર્ટ રજુ કરાયો છે. જેમાં કોંગ્રેસ સંગઠનની નિષ્ક્રિયતા, કોંગ્રેસ નેતાઓની જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ સહિતના કારણો રજુ કરાયા છે. સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ હતી.
બેઠક બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણાએ જણાવ્યું કે, આ ચૂંટણીમાં અસામાજિક તત્વોનો ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ કરાયો હતો. ઇવીએમમાં કયા વિસ્તારમાં કોને કેટલા મત મળ્યા એ ખબર પડી જાય છે. ઇવીએમની મર્યાદાના કારણે ભાજપ જ્યાં ઓછા મત મળે એમને ટાર્ગેટ કરે છે. મતદારોએ ડરના માર્યા ભાજપને મત આપ્યો હતો. ત્યારે કોંગ્રેસ જનતા વચ્ચે જઇ લડાઈ લડશે. જ્યાં ભાજપને મત મળતા નથી, ત્યાં ભાજપના અસામાજિક તત્વો, વહીવટી તંત્ર, ભાજપના હોદેદ્દારો સામ-દામ દંડ ભેદથી વોટ લાવે છે. મતદાનની ગુપ્તતા જળવાતી નથી. ડરના માર્યે લોકોને ભાજપને વોટ આપવો પડે છે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.
કોંગ્રેસની હારના કારણો
4 નબળુ સંગઠન અને બુથ સ્તરનુ મીસમેનેજમેન્ટ
4 સરકારી મશીનરનો બેફામ દુર ઉપયોગ
4 ત્રીજા પક્ષના કારણે કોગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન
4 ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુટણીમાં પાણીની જેમ વહેડાવેલ રૂૂપિયા
4 ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારનો ઓછો સમય
4 પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસ ઉમેદવારોને ઓછો સમય મળ્યો
4 ભાજપ રૂૂપિયાના રેલમછેલથી ચૂંટણી લડયું
4 વહીવટી તંત્ર પાર્ટીનાં વ્યક્તિ તરીકે લડી રહ્યું હતું
4 ભાજપે જ્યાં મત ઓછા મળ્યાં તે વિસ્તારોને ટાર્ગેટ કર્યાં
Election
રાજકોટની 8 બેઠકની ચૂંટણીમાં 14 કરોડનો ખર્ચ !
Published
4 months agoon
December 16, 2022By
Minal
એક મતદાન મથક દીઠ સરેરાશ 60 હજારનો થયો ખર્ચ; ગત ચૂંટણી કરતા 10 થી 15 હજાર બૂથ દીઠ ખર્ચ વધ્યો : ચૂંટણી પંચ પાસેથી ગ્રાંટ મગાઈ
રાજકોટ શહેર સહિત જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં તાજેતરમાં થયેલી ચૂંટણી પાછળ સરકારી તંત્રને આશરે 14 કરોડનો ખર્ચ થયો છે. મતદાન મથક ખાતે મતદારો માટે ઉભી કરવામાં આવેલી સુવિધા પાછળ ખર્ચની ચુકવણી કરવા માટે ચૂંટણી પંચ પાસેથી ગ્રાંટ માંગવામાં આવી છે.
રાજકોટ શહેરમાં 1143 સહિત જિલ્લામાં 2264 મતદાન મથક છે તેમાં મતદાનના દિવસે મંડપ, પાણી, રેમ્પ, સ્ટાફ, વિડિયોગ્રાફી સહિતની સુવિધા ઉભી કરવામાં આવી હતી. બુથ ઉપર મતદારોને કોઈ અગવડતા ન પડે તે માટે એક બુથ દીઠ સરેરાશ રૂા.60 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ચૂંટણી શાખાના સુત્રોએ જણાવ્યું હતું.
સામાન્ય રીતે એક મતદાન મથક દીઠ ચૂંટણી પંચ દ્વારા ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે ગત વિધાનસભાની ચૂંટણીમાં પંચે 40 હજાર સુધીનો ખર્ચ કરવાની મંજુરી આપી હતી પરંતુ રાજકોટ શહેર-જિલ્લામાં અનેક બુથમાં ખર્ચ ઓછો થયો હતો. જ્યારે અમુક બુથમાં ખર્ચ વધી ગયો હતો. જો કે ગત ચૂંટણીમાં એક બુથ દીઠ સરેરાશ 50 હજાર આસપાસ ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ વખતે સરકારી તંત્રને મોંઘવારી નડી હોય તેમ ગત વખત કરતા આ વખતે એક બુથ દીઠ સરેરાશ 10 થી 15 હજાર સુધીનો વધુ ખર્ચ થયો છે જો કે હજુ સત્તાવાર રીતે ખર્ચના હિસાબો રજુ કરવામાં આવ્યા નથી પરંતુ આગામી સોમવાર સુધીમાં તમામ 8 વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી દ્વારા ખર્ચના હિસાબ રજુ કરી દેવામાં આવશે.
અત્યાર સુધીમાં ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને ખર્ચ પેટે માત્ર અઢી કરોડ રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી છે આઠ વિધાનસભા બેઠકમાં સરકારી તંત્રને રૂા.13.59 કરોડનો ખર્ચ થયો હોય વધુ 10 કરોડનું ચુકવણુ કરવા માટે પંચ પાસે ગ્રાંટની માંગણી કરવામાં આવી છે.
અડધા સ્ટાફને ચુકવણુ બાકી
ચૂંટણી કામગીરી માટે રોકાયેલ 8000થી વધુ સ્ટાફમાંથી 50 ટકા સ્ટાફને કામગીરીનું વળતર ચુકવી દેવામાં આવ્યું છે. પી-1ને રૂા.1650 (4 દિવસ) અને પી-2 ને રૂા.1500નું મહેનતાણુ આપવામાં આવે છે. ચૂંટણી પંચે ગ્રાંટ રીલીઝ નહીં કરતા 50 ટકાથી વધુ સ્ટાફને મહેનતાણુ ચુકવાયું નથી.
એડિટર ની ચોઈસ
સૌરાષ્ટ્રવાસીઓની સુવિધા વધશે, પ્રયાગરાજ સહિત 10 નવી ટ્રેનો થશે શરૂ

PGVCLમાં 184 કરોડના લાઈન રીપેર કૌભાંડની ACBમાં ફરિયાદ

ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર ખાતે કાલથી ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ

જૈન વિઝનના દશાબ્દી વર્ષ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 92 યુનિટ રક્ત એકત્ર

તલગાજરડા ખાતે તા.4થી હનુમાન મહોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહ તથા સંગીત મહોત્સવ

ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા જૈનોમાં થનગનાટ
ગુજરાત

જૈન વિઝનના દશાબ્દી વર્ષ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 92 યુનિટ રક્ત એકત્ર

તલગાજરડા ખાતે તા.4થી હનુમાન મહોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહ તથા સંગીત મહોત્સવ

ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા જૈનોમાં થનગનાટ

લીલિયા ઉમિયાધામમાં ઉજવાશે રજત જયંતી મહોત્સવ, કાલે રાજકોટથી બાઈક રેલી

શંકાસ્પદ ત્રણ મિનરલ વોટરના સેમ્પલ લેતું ફૂડ વિભાગ
કાલાવડમાં સગીરા અને વિધર્મી પ્રેમીએ સજોડે ઝેરી દવા પી લીધી
સ્પોર્ટસ

લીલિયા ઉમિયાધામમાં ઉજવાશે રજત જયંતી મહોત્સવ, કાલે રાજકોટથી બાઈક રેલી

શંકાસ્પદ ત્રણ મિનરલ વોટરના સેમ્પલ લેતું ફૂડ વિભાગ
કાલાવડમાં સગીરા અને વિધર્મી પ્રેમીએ સજોડે ઝેરી દવા પી લીધી

આર.કે.ગ્રુપ પાસેથી પ્રોપર્ટી ખરીદનારા 1500 જેટલા લોકોને આઈટીનું તેડું
