Connect with us

Breaking News

જાતિવાદી BCCI: સોશિયલ મીડિયામાં પસ્તાળ

Published

on

ગુજરાત મિરર, નવીદિલ્હી, તા.25
ભારતીય ક્રિકેટ બોર્ડમાં ખેલાડીઓની પસંદગીને લઈને લોકોએ એક નવો ટ્રેન્ડ ચાલુ કર્યો હતો આ કોઈ સામાન્ય ટ્રેન્ડ નહી પરંતુ જાતિવાદને લઈને હતો. શું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI ટીમ ઈન્ડિયામાં જ્ઞાતિ જોઈને ખેલાડીઓની પસંદગી કરે છે? આવતા મહિને બાંગ્લાદેશ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમને લઈને બોર્ડ પર આ પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ઇન-ફોર્મ સૂર્યકુમાર યાદવ અને પ્રતિભાશાળી વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને બાંગ્લાદેશમાં રમાનારી ODI  શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી. ત્યારથી સોશિયલ મીડિયા પર કાસ્ટીસ્ટ BCCI એટલે કે જાતિવાદી BCCI ટ્રેન્ડ કરી રહ્યું છે.
સૂર્યા અને સેમસનને બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાંથી બહાર કર્યાના સમાચાર મળતા જ ટ્વિટર પર ચાહકોએ BCCI પર નિશાન સાધવાનું શરૂૂ કર્યું. થોડા જ સમયમાં Castist BCCI એ ટ્રેન્ડિંગ હેશટેગ બની ગયું અને સમાચાર લખ્યા ત્યાં સુધી લગભગ 40 હજારથી વધુ લોકોએ આ હેશટેગ પર પોસ્ટ લખી હતી.
મોટાભાગની પોસ્ટમાં રિષભ પંત સતત નિષ્ફળતાઓ છતાં ટીમ ઈન્ડિયામાં તક આપવાનો વિરોધ કરી રહ્યો છે. વ્હાઇટ બોલ ક્રિકેટમાં પંત અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી.
તેણે અત્યાર સુધી 27 વનડેમાં 36.52ની એવરેજથી 840 રન બનાવ્યા છે. ઝ20 ઇન્ટરનેશનલમાં તેનું પ્રદર્શન પણ નબળું છે. આ ફોર્મેટમાં તેણે 66 મેચમાં 22ની એવરેજથી 987 રન બનાવ્યા છે.
વિરોધીઓનું માનવું છે કે કેરળના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન પંત કરતાં વધુ મજબૂત દાવો ધરાવે છે. સેમસને અત્યાર સુધી 10 વનડેમાં 73.50ની એવરેજથી 294 રન બનાવ્યા છે. ઝ20 ઈન્ટરનેશનલમાં સેમસનનો રેકોર્ડ પણ પંત જેટલો જ નબળો રહ્યો છે. તેણે 16 ઝ20 માં 21ની એવરેજથી 296 રન જ બનાવ્યા છે. જો કે, સેમસનને ક્યારેય ભારત તરફથી સતત રમવાની તક મળી નથી.
ઇઈઈઈંનું કહેવું છે કે સૂર્યકુમાર યાદવને બાંગ્લાદેશ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. સૂર્યા જુલાઈથી સતત ક્રિકેટ રમી રહ્યો છે અને વર્લ્ડ કપ બાદ તે ન્યૂઝીલેન્ડ સામે પણ રમ્યો હતો. જ્યારે મીડિયાએ આ અંગે બીસીસીઆઈના કેટલાક અધિકારીઓ સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે સૂર્યાને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવ્યો છે. જો કે સૂર્યાના ચાહકોને આ નિર્ણય પસંદ નથી આવી રહ્યો. તે કહે છે કે સૂર્યાને ભારત માટે રમવાનો મોકો મોડો મળ્યો. આવી સ્થિતિમાં જ્યારે તે સારી બેટિંગ કરી રહ્યો હોય ત્યારે તેને વધુમાં વધુ મેચો આપવી જોઈએ.
જાતિવાદી BCCI હેશટેગ સાથે લખવામાં આવેલી ઘણી પોસ્ટમાં બોર્ડ પર એક જાતિ (બ્રાહ્મણ)ને વધુ પ્રાધાન્ય આપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પત્રકારે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભારતના 11 ખેલાડીઓમાંથી 7 બ્રાહ્મણ છે. હાલમાં ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પણ બ્રાહ્મણ છે.

Continue Reading
Advertisement

Breaking News

જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક મામલા નું એ.પી સેન્ટર વડોદરા ATS ની ટીમે કોચિંગ સેન્ટરના સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી

Published

on

વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલ સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ ને સીલ કરાઈ સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ પર પોલીસનો બંદોબસ્ત મુકાયો ATS ની ટીમે અહીંયાથી આરોપીઓ પકડ્યા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે સ્ટેકવાઈઝ ટેકનોલોજી ના સંચાલકની અટકાયત કરાઈ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ છે પોલીસ તપાસમાં સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ સાથે કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે પોલીસ તપાસમાં કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા છે કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી, જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે

 

 

Advertisement

આજે ગુજરાત ગ્રામ પંચાયત મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું પરંતુ છેલ્લી ઘડીએ પેપર ફૂટતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી પેપર ફૂટવા મામલે વડોદરાના ઓનલાઈન એક્ઝામ સેન્ટરની ભૂંડી ભૂમિકાની આશંકાએ તેની અટલાદરા સહિતની બ્રાન્ચ બંધ કરી બહાર પોલીસ ખડકી દેવામાં આવી છે ગતરાત્રે ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે પોલીસે હાલ અન્ય રાજ્યોના શખ્સોની પણ સંડોવણીની દિશામાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે તપાસ એજન્સીઓ દ્વારા વડોદરાથી 15 જેટલા શકમંદોની અટકાયત કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે

રાજ્યભરમાં યોજાનાર જુનિયર કલાર્કની પરીક્ષા પેપર ફૂટતા છેલ્લી ઘડીએ મોકૂફ રાખી દેવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં વડોદરાના અટલાદરા ખાતે આવેલ કોચિંગ સેન્ટરની ભૂંડી ભૂમિકાની શંકાએ ગતરાત્રે ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને અટલાદરા સહિતના વિસ્તારોમાં કાર્યરત એક્ઝામ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. અને બહાર પોલીસ ખડકી દેવામાં આવી છે

રાજ્યભરમાં નવી સરકારની રચના બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં આજે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માં વડોદરાના 129 કેન્દ્ર પર 36,810 ઉમેદવારો આજે આ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના હતા પરંતુ નિષ્પક્ષ પરીક્ષા કરાવવામાં સરકાર નિષ્ફળ સાબિત થતા પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જતા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી

 

Advertisement
Continue Reading

Ahmedabad

ફરી જુ.ક્લાર્કનુ પેપર ફૂટતા પરીક્ષા રદ,લાખો બેરોજગારો સાથે ક્રૂર મજાક,સરકારની આબરૂના ભડાકા

Published

on

છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો જુનિયર ક્લાર્કની સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર કર્લકની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે પહેલાં પરીક્ષા રદ કરાઇ હોવાની જાહેરાત કરવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે અને અમુક સ્થળે માથાકૂટનાઅહેવાલો પણ મળી રહ્યા છે

 

આજે રાજ્યભરમાં જુનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પેપરલીક થતાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાય છે. ઉલ્લેખનીય છેકે, 9 લાખ 53 હજાર 733 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રોના તમામ વર્ગખંડમાં CCTV રાખવામાં આવ્યાં હતાં. પરીક્ષા માટે 42 સ્ટ્રોંગ રુમ તૈયાર કરાયા હતા. 70 હજાર કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં લાગેલાં હતાં. સુરક્ષા માટે 75 હજાર પોલીસ જવાન તૈનાત કરાયા હતાં. તેમ છતાં પેપર લીક થયું અને સરકારની આબરૂના વધુ એક વખત ભડાકા થયા છે
પેપરલીક ગુજરાત બહારની ટોળકીએ કર્યું છે અને આ મામલે

વડોદરાથી ૧૫ જેટલા શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવી રહ્યાં છેકે, પેપરલીકમાં બિહાર કે ઓડિશાની ગેંગેનો હાથ છે. પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. વારંવાર કેમ થઈ રહ્યું છે પેપરલીક એ એક મોટો સવાલ છે. સરકારી પરીક્ષાઓના પેપરલીકનો આ સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવે છે.
૨૦૧૬થી અત્યાર સુધીમાં પેપર લીક થવાની આ બારમી ઘટના છે

Advertisement

Continue Reading

Breaking News

સરકારનું ઠોસ કદમ : સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ માટે માર્ચથી ફરિયાદ અપીલ સમિતિઓ થશે કાર્યરત

Published

on

સોશિયલ મીડિયા એપ્સ ચલાવવાનું હવે વધુ સુરક્ષિત બનશે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે યુઝર્સની ફરિયાદો પર ધ્યાન આપવા માટે રચવામાં આવેલી ફરિયાદ અપીલ સમિતિઓ 1 માર્ચથી કામ કરવાનું શરૂ કરશે.જો તમને સોશિયલ મીડિયા કંપની વિરુદ્ધ કોઈ ફરિયાદ છે, તો હવે તમે તેને સરળતાથી કરી શકશો.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ (ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ) જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ યુઝર્સની ફરિયાદો પર ધ્યાન આપવા માટે રચાયેલી ફરિયાદ અપીલ સમિતિઓ (GACs) થી કામ કરવાનું શરૂ કરશે.

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ત્રણ GACsમાંથી દરેકમાં એક અધ્યક્ષ, સરકારી વિભાગો અને સંસ્થાઓમાંથી બે પૂર્ણ-સમયના સભ્યો, ઉદ્યોગમાંથી નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ હશે, જેનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે.તે વધુમાં જણાવે છે કે ભારતમાં ઈન્ટરનેટ ખુલ્લું, સુરક્ષિત અને ભરોસાપાત્ર અને જવાબદાર રહે તે સુનિશ્ચિત કરવા માટે GAC સમગ્ર નીતિ અને કાયદાકીય માળખાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

Advertisement

ઈન્ટરનેટ મધ્યસ્થીઓ દ્વારા મોટી સંખ્યામાં ફરિયાદો સાંભળવામાં આવતી નથી અને અસંતોષકારક જવાબો મળવાને કારણે GAC ની જરૂરિયાત ઊભી થઈ છે. GAC તમામ ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સ અને મધ્યસ્થીઓ વચ્ચે તેમના વપરાશકર્તાઓ પ્રત્યે જવાબદારી ઉભી કરે તેવી અપેક્ષા છે.

સરકાર વતી, એવું કહેવામાં આવ્યું હતું કે વપરાશકર્તાઓ પાસે GAC સમક્ષ સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને અન્ય ઑનલાઇન મધ્યસ્થીઓના ફરિયાદ અધિકારીના નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ હશે. સમિતિ 30 દિવસના સમયગાળામાં વપરાશકર્તાઓની અપીલ સાંભળવાનો પ્રયાસ કરશે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ