Health
જાણો વાઈરલ ફીવરના લક્ષણો, કારણો અને ઉપાય
Published
2 months agoon
By
ગુજરાત મિરર
જેમ શિયાળામાં ઠંડી વધતી જાય છે તેમ વાયરલ ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે, જેના કારણે શરદી, ઉધરસ, શરદી, નાક વહેવું અને તાવ સામાન્ય છે. ખાસ કરીને વાયરલ ફીવરને કારણે આપણું શરીર ખૂબ જ નબળું પડી જાય છે. સિઝનમાં ફેરફાર, ખાનપાનમાં ગરબડ અથવા તો શારીરિક નબળાઈને કારણે વાયરલ ફીવર આવી શકે છે. વાયરલ ફીવર આપણી ઈમ્યૂન સિસ્ટમને નબળી બનાવી દે છે. જેના કારણે વાયરલ સંક્રમણ ઝડપથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય શકે છે. આમ તો વાયરલ ફીવરના લક્ષણ સામાન્ય તાવ જેવા જ હોય છે પણ જો તેના લક્ષણો પર ધ્યાન ન આપવામાં આવે તો હાલત ગંભીર પણ થઈ શકે છે. ઘણી વખત લોકો જાતે મેડિકલ પરથી ઉટપટાંગ દવાઓ લઇ લેતા હોય છે. જે ખરેખર હિતવાહ હોતું નથી. વગર કારણની એન્ટીબાયોટિક્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કર દે છે અને એન્ટીબાયોટિક્સથી બેક્ટેરિયા મરે છે. વાયરસ નહીં. ઘણી વખત સારા બેક્ટેરિયા પણ કે જે શરીર માટે મહત્વના હોય તે પણ એન્ટીબાયોટિક્સની આડઅસરથી મરી જતા હોય છે. તેથી ડોક્ટરની સલાહ વગર એનટીબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઇએ નહીં. શરીરમાં તાવ બે-ત્રણ દિવસથી વધારે અને શરીરનું તાપમાન 101 થી 104 સેલ્સિયસ સુધીનું રહે તો જલદીથી ડોક્ટરને બતાવી યોગ્ય સારવાર લેવી જોઇએ. વાયરલ તાવ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થઇ શકે છે. વાયરલ તાવ ચેપી હોઇ શકે છે. જે વ્યક્તિ બીમાર હોય, જ્યારે તે છીંકે અથવા થૂંકે તો તેમની છીંક અથવા થૂંકમાં રહેલા વાયરસના સંક્રમણો બીજી વ્યક્તિને ચેપ લગાડે છે અને એ વ્યક્તિની જો રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તે વ્યક્તિ જલદી બીમાર પડે છે. આવી રીતે વાયરલ તાવ હવાથી, પાણીથી પણ ફેલાય છે.
વાયરલ તાવ ઘણા બધા અથવા થોડા લક્ષણો લઇને આવે છે. તેથી તપાસ શું કરવી એ થોડું મુશ્કેલ રહે છે. લોહીની તપાસની ખૂબ જ અગત્યતા રહેલી છે. વાયરલ તાવને મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુથી જુદા પાડવા માટે લોહીની તપાસ કરાવવી ખૂબ જ જરૂૂરી છે. ઘણી વખત પેશાબની તપાસ પણ કરવામાં આવે છે. સારવાર જો વાયરલ તાવની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે. ડોક્ટર પાસે જઇને યોગ્ય સારવાર કરાવવી જરૂૂરી છે. તે સિવાય થોડા ઉપચારો ઘરે પણ કરી શકાય છે.
4ફુદીનો અને અજમાનો શેક
વધુ પડતો કફ, શરદી, ઊધરસ થાય તો ગરમ પાણીમાં ફુદીનાના પાન અથવા અજમાના પાનની વરાળનો શેક લેવાથી આરામ મળે છે. શરદી-ઊધરસથી રાહત પામવા માટે આદુયુક્ત ચા પીવી. તેમમજ ચામાં થઇ શકે તો સાકરની બદલે ગોળ નાખવો. સાકર કફ માટે નુકસાનકારક હોવાથી ગોળ નાખવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે લોકો ચામાં સાકર નાખીને જ પીતા હોય છે.
4હળદરયુક્ત દૂધ
શરદી-ઊધરસ સતત આવતા હોય તો હળદરયુક્ત હુંફાળુ દૂધ પીને સુઇ જવું. હળદર એન્ટીબાયોટિકનું કામ કરે છે. રોજ રાતના અડધો ગ્લાસ હળદરવાળુ દૂધ પીને સૂવું.
4મધ અને કાળા મરી
કફ અને ઊધરસની તકલીફ હોય તો મધ અને કાળા મરી રામબાણ ઇલાજ છે. મધ અને કાળા મરીના ભૂક્કાને એક ચમચામાં ભેળવી ખાઇને સુઇ જવું. આ મિશ્રણ ખાધા પછી પાણી પીવું નહીં તેમજ કાંઇ ખાવું પણ નહીં. વાસ્તવમાં મધની અને મરીની તાસીર ગરમ હોવાથી શરીરમાં કુદરતી ગરમાવો ઉત્પન કરતા રાહત થાય છે.
4ચ્યવનપ્રાશ
ચવ્વનપ્રાશમાં ઘણી બધી જડીબુટ્ટીઓ સામેલ હોય છે. તેનું સેવન કરવાથી શરીરનું તાપમાન વ્યવસ્થિત જળવાઇ રહે છે. તેથી પ્રતિદિન દૂધ સાથે એક ચમચો ચવ્વનપ્રાશનું સેવન કરવાથી ફાયદો થાય છે. આયુર્વેદમાં ચવ્વનપ્રાશને એક ઔષધિ તરીકે જોવા મળ્યું છે.
4વરાળનો શેક લેવો
વધુ પડતી શરદી-ઊધરસ હોય તો વરાળનો શેક લેવો.ગરમ પાણીમાં વિક્સ નાખીને નાસ લેવાથી રાહત થાય છે. આ સિવાય ટી ટ્રી ઓઇલ, લેમન ગ્રાસ તેલ, લવિંગનું તેલ પણ પાણીમાં નાખી ઉકાળી શેક લેવાથી ફાયદો થાય છે.
4 મસાલેદાર ચા
આદુ, તુલસી, કાળા મરી, તજ અને એલચી ભેળવીને ચા પીવાથી રાહત થાય છે. ચા ન પીતા હોય તે વ્યક્તિએ દૂધના ઉકાળામાં આ ખાદ્યપદાર્થો ભેળવીને પીવા.
4પ્રોટીન સમૃદ્ધ આહાર
વાઈરલ ઈન્ફેક્શન દરમિયાન તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, આનાથી માત્ર શરીર મજબૂત નથી થતું, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આમ તો ઈંડા અને માંસ ખાવાથી આ પોષક તત્વો મળે છે, પરંતુ જો તમે શાકાહારી છો તો તમે કઠોળ, દૂધ, ચણા અને સોયાબીનનું સેવન કરી શકો છો.
4ફળો-શાકભાજી
તાજા ફળો અને શાકભાજી હંમેશા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં પોષક તત્વોની કોઈ કમી હોતી નથી. તેમાં એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, તેથી તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તમારે પાલક, બ્રોકોલી, ગાજર, નારંગી, લીંબુ, કાલે અને કોબી જેવી વસ્તુઓ ખાવી જ જોઈએ.
4પાણી
જો તમે ઇચ્છો છો કે શરીરમાં સંક્રમણની અસર ઓછી થાય, તો શરીરને હાઇડ્રેટ રાખવું જરૂૂરી છે, તેથી સમયાંતરે એકવાર પાણી પીતા રહો. જો શરીરમાં પ્રવાહી હોય તો વાયરલ ફીવર જેવી બીમારીઓ જલ્દી મટી જાય છે.
You may like
Health
કોરોના કરતા ખતરનાક બીમારી આવશે : 27 દેશો લેબમાં બનાવી રહ્યા છે વાઇરસ
Published
2 days agoon
March 29, 2023By
Minal
ગુજરાત મિરર, નવીદિલ્હી,તા.29
કોરોના જેવો બીજો એક ખતરનાક વાયરસ દુનિયામાં તબાહી મચાવવા આવી રહ્યો છે તેવી એક મોટી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે દુનિયામાં હાલમાં ઘાતક વાયરસ બનાવતી 69 લેબ ચાલી રહી છે જેમાં કોરોના કરતાં પણ વાયરસ બનાવીને તૈયાર રખાયાં છે જે જો કોઈ ભૂલથી પણ લીક થઈ જાય તો કોરોના કરતાં પણ વધારે ઘાતક મહામારી ફેલાવશે.
ચીનના વુહાન શહેરમાં કોવિડ -19 મળી આવ્યાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ પછી પણ રહસ્ય એ જ રહે છે કે તે પહેલીવાર ક્યાંથી આવ્યો. તે જ સમયે, તાજેતરમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના રોગચાળો ચીની લેબમાંથી લીક થયો છે. આ દરમિયાન એફબીઆઇના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ જણાવ્યું હતું કે ચીનની સરકાર હેઠળની એક લેબમાંથી કોવિડ-19 લીક થયો છે. વૈજ્ઞાનિકોને શંકા છે કે કોરોના વાયરસ મધ્ય ચીનમાં સ્થિત વુહાન શહેરની એક લેબમાંથી ફેલાયો હતો. આ એ જ જગ્યા છે જ્યાંથી સૌથી પહેલા વાયરસ ફેલાવાનો કેસ સામે આવ્યો હતો. વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (WIEV) એક દાયકાથી વધુ સમયથી ચામાચીડિયામાં કોરોનાવાયરસનો અભ્યાસ કરી રહી છે. આ સંસ્થા વુહાન વેટ માર્કેટથી 40 મિનિટની ડ્રાઈવ પર છે, જ્યાં ચેપનું પ્રથમ ક્લસ્ટર ઉભરી આવ્યું હતું. આ રીતે કહી શકાય કે ચીનની એક લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હતો, જેણે સરકારની દેખરેખ હેઠળ કામ કર્યું હતું.
એક રિપોર્ટ અનુસાર 27 દેશો એવા છે જેમાં કેમિકલ ટેસ્ટિંગની મદદથી લેબની અંદર ખતરનાક વાયરસ તૈયાર કરવામાં આવે છે. આના પર ડો.ફિલિપા, ડો.ગ્રેગરીના રિપોર્ટમાં ખતરનાક વાયરસવાળી લેબ અંગે ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર દુનિયામાં કુલ 69 લેબ છે. આમાંથી 51 લેબ ચાલી રહી છે, જ્યારે 15 શરૂૂ કરવા માટે તૈયાર છે. આવી લેબને ઇજક-4 કહેવામાં આવે છે. આ લેબ્સમાં ખતરનાક પ્રકારના વાયરસ બનાવીને સુરક્ષિત રાખવામાં આવે છે.
વાયરસની લેબ કયા દેશમાં કેટલી
એક રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધુ લેબ યુરોપમાં છે. અહીં લગભગ 26 લેબ છે. એશિયામાં 20 લેબ છે. અમેરિકામાં 15, આફ્રિકામાં 4, ઓસ્ટ્રેલિયામાં 1 અને દક્ષિણ અમેરિકામાં 11 લેબ છે. સાથે જ એશિયામાં લગભગ લેબ બનાવવાની યોજના ચીન, ભારત, કઝાકિસ્તાન, તાઇવાન, ફિલિપાઇન્સ, સાઉદી અરબ, સિંગાપુર અને જાપાનમાં છે.

કિંમત વધારવા ફાર્મા કંપનીઓને મંજૂરી: પેઈનકિલરથી માંડી એન્ટિબાયોટિક્સ મોંઘી થશે
ગુજરાત મિરર, નવીદિલ્હીતા.28
સામાન્ય માણસ મોંઘવારીના બોજથી પરેશાન છે ત્યારે હવે એપ્રિલથી મોંઘવારીનો વધુ એક આંચકો લાગવાનો છે. ખરેખર, એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. આમાં પેઇનકિલર્સથી લઈને એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે. પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ વધુ વધશે. આ આવશ્યક દવાઓ વિશે વાત કરીએ તો, તેમાં પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, હૃદયની દવાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓના ભાવ 1 એપ્રિલથી વધવા જઈ રહ્યા છે. સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ફટકો પડશે. વાસ્તવમાં, સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) માં ફેરફારને અનુરૂૂપ વધારો કરવાની મંજૂરી આપવા માટે તૈયાર છે. ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ સોમવારે જણાવ્યું હતું કે 2022 સુધી સરકાર દ્વારા સૂચિત (WPI)માં વાર્ષિક ફેરફારના આધારે ભાવમાં વધારો કરવામાં આવી શકે છે.
એક રિપોર્ટ અનુસાર દવાઓની કિંમતોમાં 12 ટકાથી વધુનો વધારો થઈ શકે છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે દવાઓના ભાવમાં વધારો થશે. શેડ્યૂલ દવાઓના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો થઈ શકે છે. શેડ્યુલ દવાઓ તે દવાઓ છે જેની કિંમતો નિયંત્રિત છે. નિયમો અનુસાર, સરકારની પરવાનગી વિના સૂચિત દવાઓના ભાવમાં વધારો કરી શકાતો નથી. નોંધનીય છે કે ડબ્લ્યુપીઆઈમાં વાર્ષિક ફેરફારને કારણે કિંમતોમાં વધારો સાધારણ રહ્યો છે, જે વર્ષોથી 1% અને 2% ની વચ્ચે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગઙઙઅ આગામી થોડા દિવસોમાં નિર્ધારિત ફોર્મ્યુલેશનની ટોચમર્યાદા કિંમતોને સૂચિત કરશે. દવાઓના ભાવ વધારાને કારણે આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને જરૂૂરી રાહત મળશે. કેટલાક સમયથી, ફાર્માસ્યુટિકલ માલસામાન, નૂર અને પ્લાસ્ટિક અને પેકેજિંગ માલ સહિત કાચા માલમાં વધારો થયો છે.
Breaking News
દેશમાં XBB.1.16 પ્રકારના કુલ 610 કેસ,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ 164 કેસ નોંધાયા
Published
3 days agoon
March 27, 2023
દેશમાં કોરોના વાયરસના કેસમાં તેજી જોવા મળી રહી છે. INSACOG ડેટા અનુસાર, સમગ્ર દેશમાં કોવિડના XBB.1.16 પ્રકારના કુલ 610 કેસ મળી આવ્યા છે. આ કારણે ફરી એકવાર ચિંતાનો વિષય બની શકે છે કે જો આ સંક્રમણ ફેલાશે તો શું થશે. આ પ્રકારને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. બંને રાજ્યોમાં 164 કેસ નોંધાયા છે. આ પછી તેલંગાણામાં 93 અને કર્ણાટકમાં 86 કેસ મળી આવ્યા છે.
Centre Reviews Public Health preparedness for management of COVID-19 & Covid-19 vaccination progress with states; exhorts them to strengthen surveillance with a focus on whole genome sequencing of positive samples, increase testing with RT-PCR tests & undertake mock drills to…
— ANI (@ANI) March 27, 2023
XBB 1.16 વેરિઅન્ટને જાન્યુઆરીમાં પ્રથમ વખત શોધી કાઢવામાં આવ્યું હતું, જ્યારે બે સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. તાજેતરમાં ભારતમાં કોવિડ-19 કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 10,300 થઈ ગઈ છે.
દરમિયાન, ભારતમાં કોરોના વાયરસના ચેપના 1805 નવા કેસ મળી આવ્યા છે, જેના પછી દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 134 દિવસ પછી 10 હજારને વટાવી ગઈ છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્ર રાજ્યો સાથે કોવિડ-19 અને કોવિડ-19 રસીકરણ પ્રગતિના સંચાલન માટે જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરે છે સકારાત્મક નમૂનાઓના સંપૂર્ણ જિનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને, RT-PCR પરીક્ષણો સાથે પરીક્ષણ વધારવા અને હોસ્પિટલોની ઓપરેશનલ તત્પરતાને સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ હાથ ધરવા સાથે દેખરેખને મજબૂત કરવા માટે કહેવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે છ લોકોના મોત થતાં મૃત્યુઆંક વધીને 5,30,837 થયો છે. ચંદીગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એક-એક મૃત્યુ નોંધાયા છે, જ્યારે કેરળમાં બે મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં 4,41,64,815 લોકો ચેપમાંથી સાજા થયા છે જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે.
એડિટર ની ચોઈસ

ઈન્દોર મંદિરની છત ધરાશયી ઘટના : 19નો બચાવ,12 લોકોના મોત, ઘટનાની તપાસના આદેશ

ગુજરાતમાં કોરોનાનાની રફતાર લગાતાર : આજે નવા 381 કેસ નોંધાયા,1 દર્દીનું મોત
વોર્ડ નં.10 કુમકુમપાર્કમાં પેવિંગ બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા બીનાબેન આચાર્ય
અમદાવાદમાં ક્રિકુરુ ક્રિકેટ કોચિંગ AI આધારિત ટેક્નોલોજી સાથે લોન્ચ

આનંદો, જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલ લેટર કાલથી ડાઉનલોડ થઈ શકશે

23 કરોડ ભેગા કરવા મનપા મેદાને; વધુ 23 મિલકત સીલ
ગુજરાત
અમદાવાદમાં ક્રિકુરુ ક્રિકેટ કોચિંગ AI આધારિત ટેક્નોલોજી સાથે લોન્ચ

આનંદો, જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલ લેટર કાલથી ડાઉનલોડ થઈ શકશે

23 કરોડ ભેગા કરવા મનપા મેદાને; વધુ 23 મિલકત સીલ

ભાજપ વોશિંગ મશીનમાં મમતાએ કાળા વસ્ત્રો નાખી સફેદ કરી બતાવ્યા

ફિલિપિન્સમાં ફેરી બોટમાં આગથી 31 જીવતા ભુંજાયા, સાત લાપતા

મેરા ઘર, રાહુલ ગાંધી કા ઘર: કોંગ્રેસની પ્રચાર ઝુંબેશ
સ્પોર્ટસ

ભાજપ વોશિંગ મશીનમાં મમતાએ કાળા વસ્ત્રો નાખી સફેદ કરી બતાવ્યા

ફિલિપિન્સમાં ફેરી બોટમાં આગથી 31 જીવતા ભુંજાયા, સાત લાપતા

મેરા ઘર, રાહુલ ગાંધી કા ઘર: કોંગ્રેસની પ્રચાર ઝુંબેશ

ચિલીમાં માણસને બર્ડ ફલૂનો કેસ સામે આવતા ખળભળાટ
બાલભવનમાં વિશ્ર્વ રંગભૂમિ દિને એકાંકી નાટ્ય સ્પર્ધા સંપન્ન
