Connect with us

Health

જાણો, ડિહાઈડ્રેશન એટલે શું, તેના લક્ષણો, કારણો અને ઉપાય

Published

on

બચવાઘણાં લોકો શરીરમાં પાણીની ઉણપને ગંભીરતાથી લેતા હોતા નથી. પાણી આપણા શરીર માટે કેટલું જરૂૂરી છે તે જાણતાં છતાં ઘણા લોકો પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીતા નથી. આવશ્યક પ્રમાણમાં પાણી ન પીવાથી આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે અને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ થવા લાગે છે.

જાણો, કેટલાક એવા સંકેત વિશે જે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાનું સિગ્નલ આપે છે. જેથી તમે સમય રહેતાં પોતાની પાણી ન પીવાની આદતને સુધારી શકો છો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો.
ડિહાઇડ્રેશન વિશે જાણતા પહેલાં હાઇડ્રેશનનો અર્થ સમજવો જરૂૂરી છે. હાઇડ્રેશન એટલે શરીર દ્વારા પાણી તેમજ અન્ય પ્રવાહી શોષી લેવાની પ્રક્રિયા. જ્યારે શરીરમાં આ પ્રક્રિયા ખોરવાઈ જાય તેને ડિહાઇડ્રેશન કહેવાય છે. બ્રિટનના સ્વાસ્થ્યવિભાગ અનુસાર, ડિહાઇડ્રેશનનો અર્થ છે કે તમે જેટલું પાણી લો છો, તેનાથી વધુ ગુમાવી રહ્યા છો.હવે પ્રશ્ન એ થાય છે કે શરીર પાણી ગુમાવે છે કેવી રીતે?

શરીરમાં ચામડી, ફેફસાં, જઠર તેમજ કિડનીમાં પાણી હોય છે. જ્યારે આપણે લાંબા સમય સુધી તડકામાં રહીએ અને શ્રમ લાગતો હોય તેવું કામ કરીએ ત્યારે શરીર પાણી ગુમાવે છે.
જોકે, તકલીફ માત્ર પાણી ગુમાવવા પૂરતી સીમિત નથી. જ્યારે શરીરમાંથી ગુમાવેલું પાણી ફરી વખત લેવામાં ન આવે ત્યારે ડિહાઇડ્રેશન થાય છે.

Advertisement

જ્યારે શરીરમાં પાણીનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે ત્યારે મોઢુ સુકાવા લાગે છે. જો વારંવાર મોઢુ સુકાઇ રહ્યુ છે તો સમજી લો કે શરીરમાં પાણીની અછત થઇ રહી છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક પાણી પી લેવું જોઇએ.
– પાણી ઓછું પીવાથી પરસેવો ઓછો થાય છે અને શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નીકળી શકતા નથી. શરીરમાં પાણીની કમી સર્જાતા ત્વચા શુષ્ક અને રૂૂખી થઇ જાય છે અને તેનાથી કેટલીય ત્વચા સંબંધિત રોગ થવાની શક્યતાઓ રહે છે.

– પાણીની ઉણપથી માત્ર મોઢા અને ગળાને અસર નથી થતી પરંતુ આંખો પર પણ તેની સીધી અસર પડે છે. આંખ ડ્રાય અને લાલ થઇ જાય છે.

– જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે ત્યારે પેશાબ ડાર્ક પીળા રંગનો થાય છે. તેની સાથે તેનું પ્રમાણ સામાન્યથી ઓછુ હોય છે અને પેશાબ બાદ પ્રાઇવેટ પાર્ટમાં બળતરા અથવા ખંજવાળની સમસ્યા થઇ શકે છે.

– જો શરીરમાં પાણીની અછત સર્જાય ત્યારે શરીર, લોહીમાંથી પાણી લેવા લાગે છે. તેનાથી લોહીમાં ઑક્સીજનની અછત સર્જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે તેનાથી તમને થાક અને સુસ્તીનો અનુભવ થવા લાગે છે.

Advertisement

જો આ સિઝનમાં લોકો સાવચેતી નહીં રાખે તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. માથાનો દુખાવો, ઉલટી, ઝાડા, કબજિયાત, થાક, ચીડિયાપણું, પેશાબમાં ચેપ અથવા બળતરા, ચામડીના રોગો, ત્વચા ફાટવી, શ્વાસ લેવામાં તકલીફ, ભૂખ ન લાગવી, બ્લડ પ્રેશરની સમસ્યા, એસીડીટી, મૂર્છા આવવી અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

દરેક વ્યક્તિને શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવા માટે પાણી સહિતના પીણાં પીવાની સલાહ આપવામાં આવે છે. બીજી તરફ, આયુર્વેદ પરંપરાગત ખોરાક એટલે કે મોસમી ફળો, શાકભાજી અને પીણાંનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. આયુર્વેદ મુજબ કુદરત દ્વારા આપવામાં આવેલ એવા ફળો અને શાકભાજી છે, જે પોતાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી રાખે છે, સાથે જ પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે, તેથી તેનું સેવન ખૂબ જ જરૂૂરી છે.તરબૂચને પણ તમે ડાયટમાં સમાવેશ કરી શકો છો. જેમાં 90 ટકાથી વધુ પાણી હોય છે. જે તમને હાઈડ્રેશનમાં મદદ કરી શકે છે.શેરડીનો રસ પણ ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદરૂૂપ છે. લીંબુ પાણી શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

ડિહાઇડ્રેશનથી બચવા માટે નારંગીનો તાજો રસ પણ બેસ્ટ ઉપાય છે.

Advertisement
Continue Reading
Advertisement

Ahmedabad

અમદાવાદની કંપનીના આંખના ટીપાંથી લંકામાં ચેપના કેસો

Published

on

પડોશી દેશની ફરિયાદ બાદ ફાર્માસ્યુટિકલ નિકાસ કાઉન્સિલે ખુલાસો માગ્યો

ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસ પ્રમોશન કાઉન્સિલ કે જે વાણિજ્ય મંત્રાલયનો એક ભાગ છે, તેણે ગુજરાત સ્થિત ફાર્મા કંપની- ઇન્ડિયાના ઓપ્થેલ્મિક્સ (એલએલપી) પાસેથી ખુલાસો માંગ્યો છે, જ્યારે શ્રીલંકાના આરોગ્ય મંત્રાલયે ભારત સામે આંખના ટીપાં સાથે જોડાયેલા હોવાની ફરિયાદ ઉઠાવી હતી. 30 થી વધુ લોકોમાં આંખના ચેપનું કારણ બને છે. છેલ્લા એક વર્ષમાં આ ચોથી ઘટના છે જ્યારે ભારતીય બનાવટની દવાઓને અન્ય દેશોમાં દૂષિત જાહેર કરવામાં આવી રહી છે.
ગયા વર્ષે, નબળી ગુણવત્તાવાળી ભારતીય બનાવટની કફ સિરપ ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં 84 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલી હતી, ત્યારપછી યુએસ એફડીએ દ્વારા ભારતમાં બનાવેલા આંખના ટીપાંને 55 લોકોને અંધત્વ અને આંખમાં ચેપ લગાડતા નિવેદન આપવામાં આવ્યું હતું.
ઙવફળિયડ્ઢભશહ એ લાયસન્સ ધારકોની વિગતો આપવા માટે ફર્મ પાસેથી ખુલાસો માંગ્યો છે કે ફાર્મેક્સિલના ડાયરેક્ટર જનરલ ઉદય ભાસ્કરે ઇન્ડિયાના ઓપ્થેલ્મિક્સને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, આયાતકારોની વિગતોની વિગતો – નામ અને સંપર્ક, ઉત્પાદન લાયસન્સની નકલો અને વિષય ઉત્પાદનોની ઉત્પાદન પરવાનગીઓ.
ભાસ્કરે જણાવ્યું હતું કે, અમારા ધ્યાને આવ્યું છે કે શ્રીલંકાના આરોગ્ય મંત્રાલયે ઈન્ડિયાના ઓપ્થેલ્મિક્સને આંખના ટીપાં સાથે સંકળાયેલી પ્રતિકૂળ અસરોને ઓળખ્યા પછી તમારી પેઢી દ્વારા પૂરા પાડવામાં આવતા આંખના ટીપાં માટે તાત્કાલિક અસર સાથે રિકોલ નોટિસ જારી કરી હતી. શ્રીલંકાના આરોગ્ય મંત્રાલય દ્વારા ભારત સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે તમારી પેઢી દ્વારા માર્ચ 2023માં શ્રીલંકા સ્ટેટ ફાર્માસ્યુટિકલ કોર્પોરેશનને મેથાઈલપ્રેડનિસોલોન આઈ ડ્રોપ્સ પૂરા પાડવામાં આવ્યા હતા અને તે 30 થી વધુ લોકોને આંખના ચેપનું કારણ બને છે. તદનુસાર, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન ફરિયાદની તપાસ કરી રહી છે.
16, મે, 2023 ના રોજ શ્રીલંકાની કેબિનેટની બેઠક દરમિયાન પણ આ બાબતની ચર્ચા કરવામાં આવી હતી જ્યાં રાષ્ટ્રપતિએ આરોગ્ય પ્રધાનને વહેલી તકે તપાસ અને પૂછપરછ કરવા નિર્દેશ આપ્યો હતો અને ભારતીય પેઢી દ્વારા દર્દીઓને વળતર ચૂકવવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. .
ઙવફળિયડ્ઢભશહ એ કંપનીને કથિત ઉત્પાદનના દૂષણના કારણોની તપાસ કરવા અને 3 જૂન સુધીમાં ફાર્મા નિકાસ કાઉન્સિલ બોડીને વધુ કાર્યવાહી માટે અપડેટ કરવાનો નિર્દેશ આપ્યો છે, જે નિષ્ફળ જશે તો તેઓ ફર્મનું રજિસ્ટ્રેશન કમ મેમ્બરશિપ સર્ટિફિકેટ (છઈખઈ) રદ કરશે.

Advertisement
Continue Reading

Health

બાળકોમાં વધી રહ્યા છે મેદસ્વીતાના કેસ જાણો તેના કારણો અને ઉપાય

Published

on

વધતી જતી સ્થૂળતા વયસ્કોથી લઈને બાળકો માટે સમસ્યા બની રહી છે. સ્થૂળતા એક એવી સમસ્યા છે, જે ન માત્ર અનેક રોગોને આમંત્રણ આપે છે, પરંતુ બાળકોના મનોવિજ્ઞાન પર પણ તેની ખરાબ અસર પડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો બાળકોના સ્વાસ્થ્ય કે મેદસ્વિતાનું સમયસર ધ્યાન રાખવામાં ના આવે તો તેની અસર તેમના મનોવિજ્ઞાન પર પણ પડે છે. છેલ્લાં 1 વર્ષમાં બાળકોમાં મેદસ્વિતાના કેસ ઘણા વધ્યા છે. મેદસ્વિતાના બે કારણ છે ફેમેલી હિસ્ટ્રી અને બીજી ખાણીપીણી. પ્રથમ આનુવંશિક એટલે ફેમિલી હિસ્ટ્રીથી મળતી મેદસ્વિતા અને બીજુ બહારના કારણોથી વધતી મેદસ્વિતા. બાળકોની ફિઝીકલ એકટીવીટી ઓછી થઈ જવાથી અને આખો દીવસ ટીવી અને મોબાઈલ સામે રહેવાથી તેઓ મેદસ્વી બની રહ્યા છે. વધારે પડતો સ્ક્રીન ટાઈમ, સ્લીપ પેટર્નમાં ફેરફાર અને હાઈ કોલેસ્ટેરોલવાળા જંકફૂડ આ સમસ્યાનું કારણ છે.મોટાઓ સાથે નાના ભૂલકાંઓ પણ હવે મેદસ્વી બની રહ્યા છે. પહેલાં આ સમસ્યા અમેરિકા જેવા હાઈ ઈન્કમ દેશોમાં હતી હવે તે મિડલ અને લો ઈન્ક્મ ધરાવતા દેશોમાં પહોંચી ગઈ છે. પીડિયાટ્રિક ઓબેસિટી જર્નલમાં બાળકોની મેદસ્વિતા પર એક રિસર્ચ થયું છે. રિસર્ચમાં સામેલ બાળકોમાં ફેટની માત્રા વધારે જોવા મળી. સાથે જ હૃદયની નસો પણ સંકોચાયેલી હતી. તેને કારણે આ બાળકોમાં લોહીનું પરિભ્રમણ અનિયમત હતું.બાળકોમાં વધુ વજન ની સમસ્યા ખુબજ સામાન્ય બનતી જાય છે. નાની ઉંમર માં વધુ પડતું વજન વિવિધ અસાધ્ય રોગો ને નોતરે છે. બાળકો માં ઉમેરાતી ખોટી કેલરી અને નિયમિત કસરત નો અભાવ આ મેદસ્વિતા માટે જવાબદાર છે.

રિસર્ચના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતાનું સૌથી મોટું કારણ ખાણીપીણી છે. ઘરના ખોરાક સિવાય માર્કેટના ફૂડમાંથી મળતી કેલરીને બાળકો બર્ન નથી કરી શકતા. પરિણામે, બાળકનું વજન વધે છે. દેશના બાળકોમાં મેદસ્વિતાના કેસ વધી રહ્યા છે. ભારતમાં લગભગ 1.4 કરોડ બાળકો મેદસ્વિતા પીડિત છે.આજ કાલ ના બાળકો માં નિયમિત કસરત નો અભાવ જોવા મળે છે. બાળકો મોટે ભાગે ઘર માં જ ટીવી, લેપટોપ, મોબાઈલ પર રમતો રમવામાં વ્યસ્ત રહે છે. અને બહાર રમવાનું પણ ટાળે છે.ઘર માં બનતી વાનગીઓ માં પણ વધુ પડતું ચીઝ, બટર, તેલ , મેદો તથા સફેદ ખાંડ નું પ્રમાણ પણ મેદસ્વિતા વધારે છે. ચોકલેટ, આઈસ્ક્રીમ, બહાર ની મિઠાઈ ઓ, પેકેટ ફૂડ, પ્રોસેસ ફૂડ, બહાર મળતા ઠંડા પીણા, વગેરેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં મેદ જમા થાય છે.બાળકો નું વધારે પડતા બહાર મળતા ખોરાક નું સેવન .બાળકો વિવિધ ફમદયિશિંતયથી આકર્ષાઈ બહાર નો ખોરાક લેવા માટે પ્રેરાય છે. અને આ ખોરાક શરીર માં ખોટી કેલરી અને મેદ નું પ્રમાણ વધારે છે. ઘણી વખત માતા પિતા પણ પોતાના કામો માં સતત વ્યસ્ત હોવાથી, યિફમુ જ્ઞિં યફિં ફૂડ બાળકો ને આપે છે. જે ખોટી કેલરી શરીર માં ઉમેરે છે.માતા પિતા કે કુટુંબ ની અન્ય વ્યક્તિ માં જો મેદસ્વિતા હોય તો બાળક માં પણ જાડાપણુ થવાની શક્યતાઓ વધી જાય છે. ઘણી વખત બાળકો માં જોવા મળતી માનસિક તાણ, પણ ભૂખ કરતા વધુ ખોરાક લેવા માટે જવાબદાર હોય છે.

બાળકોમાં જોવા મળતી મેદસ્વિતાના માઠા પરિણામો:

Advertisement

નાનપણમાં જ જોવા મળતી મેદસ્વિતા શરીરમાં સમય જતા ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, અસ્થમા, શ્વાસોશ્વાસમાં તકલીફ, ઊંઘ માં અનિયમિતતા, યકૃત પર સોજો, પાચનતંત્ર ની તકલીફો , હાઈ કોલેસ્ટેરોલ તથા સાંધા માં દુખાવો વગેરે જેવી બીમારી ઓ ને નોતરે છે. ઘણી વખત બાળકો ને આ જાડાપણું તેમના માનસિક સ્તર ઉપર પણ અસર કરતું હોય છે. આવા બાળકો લઘુતાગ્રંથિથી પણ પીડાતા હોય છે. તેમના સ્વભાવ તથા યાદશક્તિ ઉપર પણ માઠી અસરો જોવા

મેદસ્વિતા એટલે શરીરનું વજન જરૂૂરિયાત કરતા વધારે હોવું. શરીરની રચના જોઈને તેની તપાસ કરવામાં નથી આવતી. મેદસ્વિતા કેટલી છે તે ત્રણ પ્રકારે તપાસવામાં આવે છે. પ્રથમ, શરીરનું ફેટ, મસલ્સ, હાડકાં, અને બોડીમાં રહેલા પાણીનું વજન તપાસવામાં આવે છે. બીજું છે બોડી માસ ઈન્ડેક્સ. ત્રીજી તપાસમાં હિપ અને કમરની સાઈઝ જોવામાં આવે છે. આ તપાસ દર્શાવે છે કે ખરેખર તમે મેદસ્વી છો કે નહીં.

મેદસ્વીતાને કંટ્રોલ કરવાના ઉપાયો

બાળકોને નાસ્તામાં ફણગાવેલા કઠોળ, એટલે કે મગ, ચણા અથવા ફળ આપી શકો છો. આવું કરવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોની માત્રા વધી જાય છે. મોસમી લીલા શાકભાજીને તેમની ડાયટમાં સામેલ કરો. વધારે ફેટવાળું દૂધ, બટર તથા પનીરથી દૂર રાખો. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, કચોરી, સમોસા, પિત્ઝા, અને બર્ગરથી બને એટલું તેમને દૂર રાખવા.

Advertisement

બાળકો ની મનપસંદ એવી બહાર મળતી વાનગીઓ ઓ નું ઘરે જ હેલ્ધી વાનગીઓ માં રૂૂપાંતર કરવું જેમ કે મેદા ની જગ્યા એ ઘઉં માંથી વાનગીઓ બનાવવી. સફેદ ખાંડ ના સ્થાને મધ નો ઉપયોગ, ચીઝ ની જગ્યા એ પનીર નો ઉપયોગ વગેરે .નિયમિત કસરત નું મહત્વ સમજાવી તે માટે તેમને પ્રેરિત કરવા.

ભોજન ની વચ્ચેના સમયમાં ઘરે બનાવેલો અને હેલ્ધી નાસ્તો આપવો.

ઋતુ અનુસારના ફળો, શાકભાજી, દહી, ડ્રાય ફ્રૂટ, સુપ, જ્યુસ વગેરેનો બાળકોના દૈનિક આહારમાં સમાવેશ કરવો.

બાળકનો સ્ક્રીન ટાઈમ ઘટાડવો

Advertisement

બાળકોમાં જોવા મળતી આ મેદસ્વિતાની સમસ્યાને આપણે સૌ એ સાથે મળી ને દૂર કરવાની રહેશે. બાળક કેવો ખોરાક લે છે, કેટલો ખોરાક લે છે, કેટલો સમય કસરત કરે છે, વધુ કેલરી કે જરૂૂર કરતા ઓછી કેલરી વાળો ખોરાક તેના માટે કેટલો નુકશાન કારક છે આ બધા જ માટે માતા પિતા એ જાગૃત રહેવું અત્યંત આવશ્યક છે.

Continue Reading

Health

વીમા ક્ષેત્રે સર્જાશે ક્રાંતિ, તમામ સેવાને આવરી લેતી ઓલ ઈન વન પોલિસી

Published

on

આરોગ્ય, જીવન, મિલકત, અકસ્માત તમામનો એક જ પોલિસીમાં સમાવેશ કરવા ‘ઈરડા’ કાર્યરત

અલગ-અલગ હેતુ માટે અલગ અલગ વિમા પોલીસી લેવાની પરોજણમાંથી મુક્તિ મળે તેવો નિર્ણય ઈરડા દ્વારા લેવામાં આવી રહ્યો છે હવે તમામ હેતુ માટે ઓલ-ઈન વન પોલીસી લાગુ પાડવામાં આવનાર છે.
આજે પણ વીમાની લગભગ તમામ લાઇનોમાં અસ્તિત્વમાં છે તેવા વિશાળ રક્ષણાત્મક ગાબડાઓને ફ્લેગ કરતા, ઈંછઉઅના વડા દેબાશીશ પાંડાએ જણાવ્યું છે કે તેઓ વીમામાં ઞઙઈં જેવી ક્ષણ બનાવવા માટે પ્રયત્નશીલ છે.
જો ભારતના વીમા નિયમનકારની યોજનાઓ ફળીભૂત થાય, તો દેશભરના પરિવારો ટૂંક સમયમાં આરોગ્ય, જીવન, મિલકત અને અકસ્માતને આવરી લેતી સસ્તું સિંગલ પોલિસી મેળવી શકશે, તેમના દાવા કલાકોમાં પતાવશે અને જીમ અથવા યોગ જેવી મૂલ્યવર્ધિત સેવાઓ પણ સુરક્ષિત કરી શકશે.
દેશમાં વીમાના નબળા પ્રવેશને વિસ્તૃત કરવા માટે મહત્વાકાંક્ષી બિડમાં, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (ઈંછઉઅ) નાગરિકોને બહુવિધ જોખમો સામે રક્ષણ આપવા માટે એક નવી સસ્તું બંડલ પ્રોડક્ટ તૈયાર કરી રહી છે, અને મૃત્યુ નોંધણીઓને લિંક કરીને દાવાની પતાવટને ઝડપી બનાવવા માંગે છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ