Connect with us

Surendranagar

ચોટીલા ‘આપ’ ના ઉમેદવારનો આક્ષેપ; ભાજપના નેતાએ સાત કરોડની ઓફર કરી

Published

on

ચોટીલામાં પ્રચાર-પ્રસાર દરમિયાન રાજુ કરપડાએ કરેલા આક્ષેપથી ખળભળાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આક્ષેપ-પ્રતિઆક્ષેપો તેજ થયા છે. એવામાં ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડી રહેલા રાજુ કરપડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું કે, ભાજપના નેતાએ મને સાત કરોડ રૂૂપિયાની ઓફર કરી હતી. જો હજી તે કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો હું પુરાવાઓ આપવા તૈયાર છું.
ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ આજે મૂળી તાલુકાના દાણાવાડા ગામે પ્રચાર દરમિયાન ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એક ભાજપના નેતાએ મને સાત કરોડ રૂૂપિયાની ઓફર કરી હતી. પરંતુ, કયા નેતાએ ઓફર કરી તેનું નામ નહોતું લીધું. જોકે, સાથે કહ્યુ હતું કે, જો તે કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો હું પુરાવાઓ આપવા તૈયાર છું. પ્રચાર દરમિયાન ભાજપના નેતાએ સાત કરોડની ઓફર કર્યાનો આક્ષેપ કર્યા બાદ રાજુ કરપડાએ કહ્યું હતું કે, મારી એક જ ક્ધડીશન છે કે, ગામડે ગામડે ખેડૂતોને પાણી પહોંચાડી આપો, રાજુ કરપડા ક્યારેય ચૂંટણી નહીં લડે.

ચોટીલા બેઠક પર ત્રિપાંખિયો જંગ
સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા બેઠક હાલ કોંગ્રેસના કબજામાં છે. અહીં કોંગ્રેસે સીટીંગ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રિપિટ કર્યા છે. તો ભાજપે શામજી ચૌહાણને ટિકિટ આપી છે. જ્યારે ખેડૂત આંદોલનને લઈ ચર્ચામાં આવેલા રાજુ કરપડાને આમ આદમી પાર્ટીએ અહીંથી ટિકિટ આપી છે.

Advertisement

Continue Reading
Advertisement

Gujarat

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષનો હેટ્રિક વ્હાઇટવોશ

Published

on

By

સુરેન્દ્રનગરમાં યોજાયેલ કારોબારીમાં કાર્યકરોને અપાયો લક્ષ્યાંક: 26 બેઠકો ફરી અંકે કરવા જમીની સ્તરે કામ કરવા સૂચના

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમની પ્રથમ કારોબારી બેઠક સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સુરેન્દ્રનગર ખાતે યોજી હતી. આ કારોબારી બેઠકમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટેનો રોડ મેપ તૈયાર કરવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આ ચર્ચા ખૂબ મહત્વની માનવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો મેળવવાની હેટ્રિક કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત, મહત્વની વાત એ છે કે, આ 26 લોકસભા બેઠક પર વિપક્ષની ડિપોઝિટ ડૂલ કરવા માટે પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જ્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી, ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેને લઈને ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીની બમ્પર જીત ભારતીય જનતા પાર્ટીના નામે નોંધાવીને 156 બેઠકો પ્રાપ્ત કરી છે. જ્યારે હવે ઇઉંઙના પ્રદેશ અધ્યક્ષ પાટીલે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યકરો સાથે ચર્ચા કરતા લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠકોની હેટ્રિક સાથે વિપક્ષની ડિપોઝિટ ડૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા ડેટા મેનેજમેન્ટ અને ડેટા માયનિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement
Continue Reading

Surendranagar

ચોટીલાનાં શેખલિયામાં ચૂંટણીના ડખામાં પૂર્વ સરપંચની હત્યા

Published

on

ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ બે કોળી જૂથ વચ્ચે શરૂ થયેલા વેરઝેરનો લોહિયાળ અંજામ

ચોટીલા તાલુકાનાં શેખલીયા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ચાલતા મનદુ:ખમાં એક જ સમાજનાં બે આગેવાનો વચ્ચે વેરઝેર શરુ થયા બાદ ગઈ કાલે આ મનદુ:ખ કારણે આજે શેખલીયા ગામનાં માજી સરપંચની પિતા પુત્ર સહીત ત્રણ શખ્સોએ સરાજાહેર હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે.આ મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી પોલીસે ત્રણેયને સકંજામાં લઇ વધુ તપાસ શરુ કરી છે.

ચોટીલા તાલુકાનાં શેખલીયાનાં પૂર્વ સરપંચ ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયા (ઉવ 49) ઉપર રજનીભાઇ ગાંડુભાઇ કુમરખાણીયા,ગાંડુભાઇ ભીમાભાઇ કુમરખાણીયા અને ભારતભાઇ રજનીભાઇ કુમરખાણીયાએ સરાજાહેર કુહાડા વડે હુમલો કરતા રાજકોટના કુવાડવા ખાતે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા બાદ જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ચુંટણીના મનદુ:ખ માં પૂર્વ સરપંચની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી. બનાવની જાણ થતા નાની મોલડી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે અને કુવાડવા હોસ્પીટલે દોડી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર જેરામભાઇ ગોવીંદભાઇ કાળાભાઇ ગોળીયા ( ઉ.વ 23)એ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

Advertisement

જેરામભાઇએ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત 24/01/2023 ના રોજ સવારના સાડા અગીયારેક વાગ્યે જેરામભાઇ કાબરણ તેમના મામાની દિકરી ના લગ્નમાં ગયેલ હતો અને પિતા વાડીએ ગયેલ હતા અને લગ્નમાંથી જેરામભાઇ સાંજના ચારેક વાગ્યાની આશપાસ ઘરે શેખલીયા જવા હોન્ડા લઇને જતો હતો તે દરમ્યાન આશરે પાંચેક વાગ્યાની આશપાસ જેરામભાઇના ફોનમાં જયસુખનો ફોન આવેલ અને મને કહેલ કે તેના પિતા ઉપર ગાંડુ ભીમા તથા રજની ગાંડુએ તથા ભારત રજની એ માંથામાં કુહાડી મારેલ છે અને બાપુના માંથા માંથી લોહી નીકળે છે તુ જલ્દી ઘરે આવ તેમ વાત કરતા જેરામભાઇ તુરત જ શેખલીયા પહોચેલ તો ત્યાં પિતાને ગંભીર ઈજા થઈ હોવાથી સસરા છનાભાઇ પાંચાભાઇ તેમની ઇકો કારમાં માતા વસંતબેન તથા કાકા દેવરાજભાઇ, રાજુભાઇ સાથે બધા કુવાડવા સરકારી દવાખાને લઇને આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

જેરામભાઇના કાકા દેવરાજભાઇ લઘરાભાઇએ જણાવ્યું કે તે તારા પિતા ગોવિંદભાઈ અને હું બંને જણા માતાજીના મઢે થી ઘરે જતા હતા ત્યારે સાડા ચારેક વાગ્યાની આશપાસ રસ્તામાં ગાંડુ ભીમા તથા રજની ગાંડુ કુમરખાણીયા તથા ભારત રજની કુમરખાણીયાએ રસ્તામાં આંતરી અને કહેલ કે તને સરપંચ ની ચુંટણીમાં ફોર્મ ભરવાની ના પાડેલ હતી તોય તે ફોર્મ ભર્યુ તેમ કહી કુહાડીનો ઘા ઝીંકી હુમલો કર્યો હતો

ગઇ સરપંચની ચુંટણીમાં ગોવિંદભાઈને ગાંડુ ભીમા તથા રજની ગાંડુ એ ફોર્મ ભરવાની ના પાડેલ હોય અને ગોવિંદભાઈએ સરપંચની ચુંટણીમાં સરપંચ નુ ફોર્મ ભરેલ હોય જેનુ મનદુખ રાખી હત્યા કરી હોય પોલીસે આ બનાવમાં હત્યા કરનાર ત્રણેય કોળી શખ્સોને સકંજામાં લીધા છે.

Advertisement

Continue Reading

Surendranagar

બીજેપીનો નિર્ધાર: લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષનો હેટ્રિક વ્હાઇટવોશ

Published

on

સુરેન્દ્રનગરમાં યોજાયેલ કારોબારીમાં કાર્યકરોને અપાયો લક્ષ્યાંક: 26 બેઠકો ફરી અંકે કરવા જમીની સ્તરે કામ કરવા સૂચના

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમની પ્રથમ કારોબારી બેઠક સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સુરેન્દ્રનગર ખાતે યોજી હતી. આ કારોબારી બેઠકમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટેનો રોડ મેપ તૈયાર કરવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આ ચર્ચા ખૂબ મહત્વની માનવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો મેળવવાની હેટ્રિક કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત, મહત્વની વાત એ છે કે, આ 26 લોકસભા બેઠક પર વિપક્ષની ડિપોઝિટ ડૂલ કરવા માટે પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જ્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી, ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેને લઈને ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીની બમ્પર જીત ભારતીય જનતા પાર્ટીના નામે નોંધાવીને 156 બેઠકો પ્રાપ્ત કરી છે. જ્યારે હવે ઇઉંઙના પ્રદેશ અધ્યક્ષ પાટીલે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યકરો સાથે ચર્ચા કરતા લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠકોની હેટ્રિક સાથે વિપક્ષની ડિપોઝિટ ડૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Advertisement

પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા ડેટા મેનેજમેન્ટ અને ડેટા માયનિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને તે જ અંતર્ગત 55 વિધાનસભા બેઠકોના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના મતોનો સરવાળો થતા ભારતીય જનતા પાર્ટી યોગ્ય રીતે તેમનો સામનો કરે તે રીતે માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધી રહી છે. પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં નવા લક્ષ્યાંક સાથે નવો રેકોર્ડ બનાવવા માટે માઇક્રો પ્લાનિંગ ચાલુ કરી દીધું છે. હવે જોવાનું એ છે કે, ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 લોકસભા બેઠક પર જીતની હેટ્રિક સાથે વિપક્ષને ડિપોઝિટ ડૂલનો રેકોર્ડ પોતાના નામે નોંધાવે છે, કે નહીં?

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ