Connect with us

Surendranagar

ચોટીલાનાં શેખલિયામાં ચૂંટણીના ડખામાં પૂર્વ સરપંચની હત્યા

Published

on

ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ બે કોળી જૂથ વચ્ચે શરૂ થયેલા વેરઝેરનો લોહિયાળ અંજામ

ચોટીલા તાલુકાનાં શેખલીયા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ચાલતા મનદુ:ખમાં એક જ સમાજનાં બે આગેવાનો વચ્ચે વેરઝેર શરુ થયા બાદ ગઈ કાલે આ મનદુ:ખ કારણે આજે શેખલીયા ગામનાં માજી સરપંચની પિતા પુત્ર સહીત ત્રણ શખ્સોએ સરાજાહેર હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે.આ મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી પોલીસે ત્રણેયને સકંજામાં લઇ વધુ તપાસ શરુ કરી છે.

ચોટીલા તાલુકાનાં શેખલીયાનાં પૂર્વ સરપંચ ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયા (ઉવ 49) ઉપર રજનીભાઇ ગાંડુભાઇ કુમરખાણીયા,ગાંડુભાઇ ભીમાભાઇ કુમરખાણીયા અને ભારતભાઇ રજનીભાઇ કુમરખાણીયાએ સરાજાહેર કુહાડા વડે હુમલો કરતા રાજકોટના કુવાડવા ખાતે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા બાદ જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ચુંટણીના મનદુ:ખ માં પૂર્વ સરપંચની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી. બનાવની જાણ થતા નાની મોલડી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે અને કુવાડવા હોસ્પીટલે દોડી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર જેરામભાઇ ગોવીંદભાઇ કાળાભાઇ ગોળીયા ( ઉ.વ 23)એ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

Advertisement

જેરામભાઇએ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત 24/01/2023 ના રોજ સવારના સાડા અગીયારેક વાગ્યે જેરામભાઇ કાબરણ તેમના મામાની દિકરી ના લગ્નમાં ગયેલ હતો અને પિતા વાડીએ ગયેલ હતા અને લગ્નમાંથી જેરામભાઇ સાંજના ચારેક વાગ્યાની આશપાસ ઘરે શેખલીયા જવા હોન્ડા લઇને જતો હતો તે દરમ્યાન આશરે પાંચેક વાગ્યાની આશપાસ જેરામભાઇના ફોનમાં જયસુખનો ફોન આવેલ અને મને કહેલ કે તેના પિતા ઉપર ગાંડુ ભીમા તથા રજની ગાંડુએ તથા ભારત રજની એ માંથામાં કુહાડી મારેલ છે અને બાપુના માંથા માંથી લોહી નીકળે છે તુ જલ્દી ઘરે આવ તેમ વાત કરતા જેરામભાઇ તુરત જ શેખલીયા પહોચેલ તો ત્યાં પિતાને ગંભીર ઈજા થઈ હોવાથી સસરા છનાભાઇ પાંચાભાઇ તેમની ઇકો કારમાં માતા વસંતબેન તથા કાકા દેવરાજભાઇ, રાજુભાઇ સાથે બધા કુવાડવા સરકારી દવાખાને લઇને આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

જેરામભાઇના કાકા દેવરાજભાઇ લઘરાભાઇએ જણાવ્યું કે તે તારા પિતા ગોવિંદભાઈ અને હું બંને જણા માતાજીના મઢે થી ઘરે જતા હતા ત્યારે સાડા ચારેક વાગ્યાની આશપાસ રસ્તામાં ગાંડુ ભીમા તથા રજની ગાંડુ કુમરખાણીયા તથા ભારત રજની કુમરખાણીયાએ રસ્તામાં આંતરી અને કહેલ કે તને સરપંચ ની ચુંટણીમાં ફોર્મ ભરવાની ના પાડેલ હતી તોય તે ફોર્મ ભર્યુ તેમ કહી કુહાડીનો ઘા ઝીંકી હુમલો કર્યો હતો

ગઇ સરપંચની ચુંટણીમાં ગોવિંદભાઈને ગાંડુ ભીમા તથા રજની ગાંડુ એ ફોર્મ ભરવાની ના પાડેલ હોય અને ગોવિંદભાઈએ સરપંચની ચુંટણીમાં સરપંચ નુ ફોર્મ ભરેલ હોય જેનુ મનદુખ રાખી હત્યા કરી હોય પોલીસે આ બનાવમાં હત્યા કરનાર ત્રણેય કોળી શખ્સોને સકંજામાં લીધા છે.

 

Advertisement

Continue Reading
Advertisement

Surendranagar

ચોટીલામાં ચૈત્રી નવરાત્રીના પ્રારંભે મંગળા આરતીમાં ભાવિકોની ભીડ

Published

on

By

તા.29મીએ અષ્ટમીના દિવસે મહંત પરિવાર દ્વારા હવન

ગુજરાત મિરર, ચોટીલા તા.23
ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે રાજ્યનાં પ્રસિદ્ધ યાત્રાધામ એવા ચામુંડા માતાજી ચોટીલા ડુંગર ઉપર ચૈત્રી નવરાત્રી આજથી ઉજવાઇ રહી છે.
માઈ ભક્તો અને માતાજીનાં ઉપાસકો માટે આમતો ચૈત્ર માસ ના નોરતા એટલે ગુપ્ત નવરાત્રી મનાય છે ભાવિકો આ નવરાત્રીમાં કુળદેવીની આરાધના કરતા હોય છે.
લાખો લોકોનાં કુળ દેવી એવા ચામુડા માતાજી ચોટીલા ખાતે મોટી સંખ્યામાં માતાજીનાં ભાવિકો દર્શનાર્થે આવશે ચૈત્રી નવરાત્રી દરમ્યાન ડુંગરનાં પગથિયાનાં દ્વાર પરોઢે ચાર કંલાકે ખુલશે તેમજ સવારની આરતી ડુંગર ઉપર 4:30 ના કરવામાં આવશે સાંજની સુર્યાસ્ત સમયે થશે તેમજ તા. 29 ને બુધવાર નાં અષ્ટમીનો યજ્ઞ (હવન) મહંત પરિવારના સદસ્યો દ્વારા ડુંગર ઉપર કરવામાં આવશે અને સાંજે ચાર કલાકે બીડું હોમાશે તેમ ડુંગર ટ્રસ્ટ મહંત પરિવારના સચિનગીરીએ જણાવ્યું છે.નવ દિવસ દરમ્યાન માતાજીને ભાવિકો દ્વારા નોંધાયેલ શણગાર સાથે દરરોજ અલગ અલગ વસ્ત્રો અને અલંકારો નો શણગાર કરવામાં આવશે. નવ દિવસ દરમ્યાન કેટલાક ભાવિકો સંઘ સાથે પણ આવતા હોય છે એક અંદાજ મુજબ ચૈત્ર માસની નવરાત્રી ગુપ્ત નવરાત્રી મનાય છે પરંતું આ દિવસો દરમ્યાન કુળદેવીનાં દર્શનાર્થે લાખો ભાવિકો ચોટીલા ખાતે દર્શને આવતા હોય છે.

Advertisement
Continue Reading

Surendranagar

હળવદના મેરુપર ગામે અફીણના ડોડા સાથે એક ઝબ્બે

Published

on

અફીણના ડોડા, મોબાઈલ મળી રૂા.27 હજારનો મુદ્દામાલ કબજે

હળવદ: હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં જવના રસ્તે આડા મારગ પાસે આવેલ ખરાબાની જગ્યામાં છગનભાઇ અમરશીભાઈ પરમારના ડેલામાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ પોશ ડોડાનો 7 કિલો 660 ગ્રામ જથ્થા સાથે એક શખ્સને હળવદ પોલીસે ઝડપી પાડયો જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં જવના રસ્તે આડા મારગ પાસે આવેલ ખરાબાની જગ્યામાં છગનભાઇ અમરશીભાઈ પરમારના ડેલામાં આરોપી ભુપતભાઇ ઉર્ફે મંગલભાઈ અમરશીભાઈ પરમાર (ઉ.વ.54) રહે. મેરૂપર તા. હળવદ વાળાએ આરોપી ખુમાનભાઈ રજપુત રહે. પાડાતિરથ તા. હળવદ વાળા પાસેથી પાસ પરમીટ કે આધારપુરાવા વગર ગેરકાયદેસર રીતે વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશ ડોડાનો જથ્થો 7 કિલો 660 ગ્રામ કિ.રૂ.22980/- ગે.કા.રીતે પોતાના કબ્જામાં રાખી તથા મોબાઇલ ફોન નંગ-1 કિ. 5000/- મળી કુલ રૂ.27980/- ના મુદામાલ સાથે આરોપી ભુપતભાઇ ઉર્ફે મંગલભાઈ અમરશીભાઈ પરમારને હળવદ પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે રેઇડ દરમ્યાન આરોપી ખુમાનભાઈ રજપુત રહે. પાડાતિરથ તા. હળવદ વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસે એન.ડી.પી. એસ એકટ 198પની કલમ 8(સી), 15(બી), 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Continue Reading

Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપ વિભાગ દ્વારા 161 એકમો સામે કાર્યવાહી : મુંદ્રાકન ફી પેટે 47.32 લાખની વસુલાત

Published

on

કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા ખુલેલી ગેરરીતિ સબબ કાર્યવાહી

મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી, સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, જિલ્લા તોલમાપ વિભાગના મદદનીશ નિયંત્રક જે.એચ આદેસરાના માર્ગદર્શન હેઠળ નિરીક્ષક આર.એસ.રાઠોડ તથા એન.વી.ધરજીયા સહીતની ટીમ દ્વારા વર્ષ 2022માં ગ્રામ્ય, શહેરી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ તથા સી.એન.જી પંપ, વે-બ્રિજ તેમજ ઇલેક્ટ્રીક અને સાદા વજનકાંટાની વાર્ષિક તથા દ્વિ વાર્ષિક ચકાસણી મુદ્રાંકન ફી પેટે રૂૂ.47,32,465 વસુલ કરવામાં આવ્યા હતાં.

નિયત સમયગાળામા ચકાસણી મુદ્રાંકન ન કરાવેલ હોય તેવા 35 વેપારી સામે નિયમાનુસાર કાર્યવાહી કરી રૂૂ. 26,000 માંડવાળ ફી પેટે વસુલ કરવામાં આવ્યા હતાં. ઓછા વજન આપવા બાબતે તેમજ પેકીંગ પર છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે 29 ફરીયાદ મળેલ હતી. આ ફરીયાદ અન્વયે આકસ્મિક તપાસ કરતા 26 એકમો સામે ઓછા વજન આપવા બાબતે રૂૂ. 35250 માંડવાળ ફી તેમજ 41 એકમો સામે વધુ ભાવ લેવા બાબતે રૂૂ. 88000 માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફ્લિપકાર્ટ, એમેઝોન જેવા ઓનલાઈન ઈ – કોમર્સ પ્લેટ ફોર્મ પર તેમજ અન્ય સાઇટ પર વેચાણ અર્થે મૂકવામાં આવતી પ્રોડક્ટ દ્વારા અધુરા નિદર્શન દર્શાવવા બદલ તેમજ પી.સી.આર.નિયમ / કલમ ભંગ બદલ 10 એકમો સામે કાર્યવાહી કરી રૂૂ.3,81,000 ની માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી. તોલમાપ ધારાની અન્ય કલમનાં ભંગ બદલ 49 એકમો સામે નિયમાનુંસાર કાર્યવાહી કરીને 1,23,500 / – માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી. વર્ષ -2022માં કુલ 161 એકમો સામે નિયમ/કલમ ભંગ બદલ કાર્યવાહી કરી કુલ રૂૂ.6,53,750 માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી તેમ યાદીમાં જણાવાયું છે.

Advertisement

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ