International
ચીનમાં મંદીનું કાઉન્ટ ડાઉન શરૂ, 70 દેશોને થશે અસર
Published
2 months agoon
By
ગુજરાત મિરર
વાર્ષિક જીડીપી ગ્રોથ ઘટીને ત્રણ ટકા થઇ ગયો
ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર દેશનો વાર્ષિક જીડીપી ગ્રોથ ઘટીને ત્રણ ટકા થઈ ગયો છે, જે 2022માં 5.5 ટકાના સત્તાવાર લક્ષ્યાંક કરતાં ઘણો ઓછો છે. ગયા વર્ષે ચીનનો વિકાસ દર 1976 પછી સૌથી નબળો હતો. જો ચીનની અર્થવ્યવસ્થા આ રીતે ઘટતી રહેશે તો આર્થિક મંદી આવવાનું નિશ્ચિત છે અને આ મંદી માત્ર ચીનને જ નહીં, પરંતુ વિશ્વના 70થી વધુ દેશોને પ્રભાવિત કરશે.
ગયા વર્ષે કોરોના રોગચાળાને પહોંચી વળવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીને કારણે 2022માં ચીનનો આર્થિક વિકાસ દર ત્રણ ટકા પર આવી ગયો છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 50 વર્ષમાં આ બીજો સૌથી ધીમો વિકાસ દર છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, 2022માં ચીનનો જીડીપી 1,21,020 બિલિયન યુઆન અથવા 17,940 બિલિયન હતો. વાસ્તવમાં ચીન 70થી વધુ દેશો સાથે વેપાર કરે છે. ચીન એશિયન દેશો સાથે તેમજ યુરોપના ઘણા દેશો સાથે આયાત અને નિકાસ કરે છે. આવી સ્થિતિમાં જો ચીનમાં મંદી આવશે તો આ તમામ દેશો પણ તેની ઝપેટમાં આવી જશે. ચીન પર નિર્ભર દેશોને સૌથી વધુ નુકસાન થશે. સૌથી ખરાબ સ્થિતિ ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં થશે. અમેરિકા પછી ચીન ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. વર્ષ 2021-22માં ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર ઞજઉ 115.83 બિલિયન હતો, જે ભારતના કુલ ઞજઉ 1,035 બિલિયન વેપારના 11.2 ટકા છે.
You may like
International
ફિલિપિન્સમાં ફેરી બોટમાં આગથી 31 જીવતા ભુંજાયા, સાત લાપતા
Published
4 hours agoon
March 30, 2023By
Minal
ગુજરાત મિરર, નવી દિલ્હી તા.30
દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ ફિલિપિન્સમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકો જીવતા દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં આગને કારણે ઘણા લોકો દાઝી ગયા છે. આ ભયાનક અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂૂ કરી દેવામાં આવ્યું છે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, આ ઘટના પ્રશાંત મહાસાગરમાં ત્યારે બની જ્યારે ફિલિપિન્સમાં 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગી હતી. અત્યાર સુધીમાં 31 લોકોના મોતની પુષ્ટી થઈ છે અને 7 લોકો ગુમ હોવાનું કહેવાય છે.
ફિલિપિન કોસ્ટ ગાર્ડ્સએ અહેવાલ આપ્યો કે પેસેન્જર ફેરી દક્ષિણ ફિલિપાઈન્સના દરિયામાંથી પસાર થઈ રહી હતી ત્યારે બલુક ટાપુ નજીક આગ લાગી હતી. બલુક ટાપુ ફિલિપાઈન્સના બેસિલાન પ્રાંતમાં આવે છે. ઝામ્બોગા સ્થિત ફિલિપિન કોસ્ટ ગાર્ડ ના જણાવ્યા અનુસાર, આગને કાબૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
International
ચિલીમાં માણસને બર્ડ ફલૂનો કેસ સામે આવતા ખળભળાટ
Published
4 hours agoon
March 30, 2023By
Minal
ગુજરાત મિરર, નવી દિલ્હી તા.30
માનવીમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. ચિલીમાં માનવીમાં બર્ડ ફ્લૂનો આ પહેલો કેસ મળી આવ્યો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે એક 53 વર્ષીય વ્યક્તિને બર્ડ ફ્લૂ થયાની માહિતી મળી છે. આ વ્યક્તિમાં ઈન્ફ્લ્યુએન્ઝાના ગંભીર લક્ષણો દેખાયા હતા પણ આ દર્દી સ્થિર સ્થિતિમાં જણાયો જ નહોતો.
બર્ડ ફ્લૂના દર્દીની માહિતી મળ્યા બાદ ચિલીની સરકારે તે ચેપગ્રસ્ત કેવી રીતે અને તેના સંપર્કમાં કોણ કોણ આવ્યા છે તેની તપાસ યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. ચિલીમાં જંગલી પ્રાણીઓમાં ગત વર્ષના અંતથી ઇં5ગ1 બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા હતા. ઔદ્યોગિક ફાર્મમાં તાજેતરના કેસને કારણે પોલ્ટ્રી નિકાસ અટકાવવી પડી છે.
International
Twitterની મોટી કાર્યવાહી! ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક
Published
8 hours agoon
March 30, 2023By
Minal
ટ્વિટર દ્વારા પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટ્વિટર દ્વારા ભારતમાં પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટ્વિટર પર જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર ટ્વિટરે ભારત સરકારની કાનૂની માંગ પર જ ભારતમાં પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે.
આ કાર્યવાહી બાદ ભારતમાં લોકો પાકિસ્તાન સરકારના ટ્વિટર હેન્ડલને જોઇ શકશે નહીં. આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં પાકિસ્તાન સરકારના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવામાં આવ્યું હોય. આ પહેલા પણ ભારતમાં ઘણી વખત પાકિસ્તાની સરકારના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ટ્વિટરની ગાઇડલાઇન્સ અનુસાર કોર્ટના આદેશ કે સરકારની માંગ જેવી માન્ય કાયદાકીય માંગો પર એકાઉન્ટ બ્લોક કરવું પડશે. આવી સ્થિતિમાં, હવે ભારતમાં પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર કરવામાં આવેલી પોસ્ટ જોવા મળશે નહીં. ઉલ્લેખનીય છે કે આ મામલે ભારત સરકારના આઈટી મંત્રાલય કે પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
પાકિસ્તાન અને ભારતની પ્રતિક્રિયા સામે આવી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ હજી પણ વિશ્વના ઘણા દેશોમાં કામ કરી રહ્યું છે, પરંતુ ભારતમાં તેને બ્લોક કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ હજુ પણ અમેરિકા અને કેનેડા સહિત વિશ્વના અન્ય ઘણા દેશોમાં જોઈ શકાય છે, પરંતુ હવે આ એકાઉન્ટથી કરવામાં આવતી ટ્વિટ ભારતમાં દેખાશે નહીં. જણાવી દઈએ કે આ મામલે ભારત અને પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. ભારત અને પાકિસ્તાનના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીઓ દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલ પર થઈ ચૂકી છે કાર્યવાહી
નોંધપાત્ર વાત એ છે કે, આ ત્રીજી વખત છે જ્યારે ભારતમાં પાકિસ્તાનનું ટ્વિટર હેન્ડલ બ્લોક કરવામાં આવ્યું છે. આ પહેલા ઓક્ટોબર 2022માં પાકિસ્તાન સરકારના ટ્વિટર હેન્ડલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ પહેલા ગયા વર્ષે જુલાઈમાં પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે બાદમાં તેને ફરી સક્રિય કરવામાં આવ્યું અને ટ્વિટર એકાઉન્ટ દેખાવા લાગ્યું.
એડિટર ની ચોઈસ
અમદાવાદમાં ક્રિકુરુ ક્રિકેટ કોચિંગ AI આધારિત ટેક્નોલોજી સાથે લોન્ચ

આનંદો, જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલ લેટર કાલથી ડાઉનલોડ થઈ શકશે

23 કરોડ ભેગા કરવા મનપા મેદાને; વધુ 23 મિલકત સીલ

ભાજપ વોશિંગ મશીનમાં મમતાએ કાળા વસ્ત્રો નાખી સફેદ કરી બતાવ્યા

ફિલિપિન્સમાં ફેરી બોટમાં આગથી 31 જીવતા ભુંજાયા, સાત લાપતા

મેરા ઘર, રાહુલ ગાંધી કા ઘર: કોંગ્રેસની પ્રચાર ઝુંબેશ
ગુજરાત

ભાજપ વોશિંગ મશીનમાં મમતાએ કાળા વસ્ત્રો નાખી સફેદ કરી બતાવ્યા

ફિલિપિન્સમાં ફેરી બોટમાં આગથી 31 જીવતા ભુંજાયા, સાત લાપતા

મેરા ઘર, રાહુલ ગાંધી કા ઘર: કોંગ્રેસની પ્રચાર ઝુંબેશ

ચિલીમાં માણસને બર્ડ ફલૂનો કેસ સામે આવતા ખળભળાટ
બાલભવનમાં વિશ્ર્વ રંગભૂમિ દિને એકાંકી નાટ્ય સ્પર્ધા સંપન્ન

કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે નવજાત બાળકોનો મૃત્યુદર ઘટાડવા તાલીમ અપાઈ
સ્પોર્ટસ

ચિલીમાં માણસને બર્ડ ફલૂનો કેસ સામે આવતા ખળભળાટ
બાલભવનમાં વિશ્ર્વ રંગભૂમિ દિને એકાંકી નાટ્ય સ્પર્ધા સંપન્ન

કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે નવજાત બાળકોનો મૃત્યુદર ઘટાડવા તાલીમ અપાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા વિકાસની વણથંભી યાત્રાના 100 દિવસ પૂર્ણ: રાજુભાઈ ધ્રુવ
સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રદાન કાર્યક્રમ સંપન્ન
