Connect with us

Breaking News

ચીનના કારખાનામાં ભીષણ આગથી 36 લોકોનાં મોત

Published

on

હેનાન પ્રાંતના શહેરમાં દુર્ઘટનાથી શોકનું મોજું

ચીનમાં એક ભયાનક આગની ઘટના સામે આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો સળગીને મૃત્યુ પામ્યા છે. ચીનના હેનાન પ્રાંતના આન્યાંગ શહેરમાં એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે. મંગળવારે આ ઘટના વિશે માહિતી આપતા સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે 200 થી વધુ બચાવકર્મીઓ અને 60 અગ્નિશામકોને આગ બુઝાવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. આ આગ 3 દિવસથી વધુની જહેમત બાદ કાબુમાં આવી શકી હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે આગ વેનફેંગ જિલ્લા અથવા આન્યાંગ શહેરના હાઈ-ટેક ઝોનમાં કેક્સિન્ડા ટ્રેડિંગ કંપની લિમિટેડમાં શરૂ થઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર, આગ સોમવારે બપોરે લાગી હતી અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા 63 ફાયર ટેન્ડરને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા.
આગ ઓલવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. આગ સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે (1200 જીએમટી) દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી અને 11 વાગ્યા સુધીમાં સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી. સીસીટીવીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે મંગળવાર સવાર સુધી આ આગમાં 36 લોકોના મોત થયા હતા અને બે લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જો કે રિપોર્ટ અનુસાર હજુ પણ બે લોકો ગુમ હોવાનું કહેવાય છે.
—–

Advertisement

Breaking News

દક્ષિણ કોરિયાના એરસ્પેસમાં ઘૂસ્યા ચીન અને રશિયાના ફાઈટર જેટ, વધ્યો તણાવ

Published

on

By

દક્ષિણ કોરિયા, ચીન અને રશિયા વચ્ચે તણાવ વધવાની સંભાવના છે. અહેવાલ છે કે ચીન અને રશિયાના ફાઈટર જેટ દક્ષિણ કોરિયાના એરસ્પેસમાં ઘૂસી ગયા છે.

દક્ષિણ કોરિયાની યોનહાપ ન્યૂઝ એજન્સીએ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફને ટાંકીને જણાવ્યું છે કે, બે ચીની અને છ રશિયન યુદ્ધ વિમાનો દક્ષિણ કોરિયાના હવાઈ ક્ષેત્રમાં કોઈ પણ જાતની જાણ કર્યા વગર ઘૂસી ગયા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Advertisement
Continue Reading

Breaking News

કાલથી ઇ-રૂપી ચલણમાં આવશે, પણ વ્યાજ નહીં મળે

Published

on

ડિજિટલ કરન્સી મોબાઇલ, લેપટોપમાં મેળવી શકાશે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કાલે ડિજિટલ રૂપિયાનું પ્રથમ પાયલટ લોન્ચ કરશે.
પાયલટ લોન્ચ ક્લોઝડ યૂઝર ગ્રૂપના પસંદગીના લોકેશન ઉપર કરવામાં આવશે. જ્યાં વેપારી અને ગ્રાહક વચ્ચે સીધી લેણદેણ થાય છે. ડિજિટલ ચલણનું નામ ઈ-રૂૂપી રહેશે. ડિજિટલ રૂપિયાના ડિજિટલ સિક્કા અત્યારે ચલણમાં છે તે સિક્કા અને કાગળની નોટોના મૂલ્યમાં જ લોન્ચ કરવામાં આવશે. આઠ બેન્કો તબક્કાવાર પાયલટ લોન્ચ કરશે. શરૂૂઆત ચાર શહેરોથી કરવામાં આવશે, પછીથી બીજા આઠ શહેરોમાં પણ મળતો થશે. ધીમે ધીમે વધુ બેન્કો અને શહેરોમાં તે મળતો થઈ જશે. ઈ-રૂૂપી મેળવવા માટે અધિકૃત બેન્કો પાસેથી વોલેટ લેવાના રહેશે, વોલેટમાંથી સામાન્ય ચલણની જેમ જ તે વાપરી શકાશે. જોકે ઈ-રૂપી પર વ્યાજ નહીં મેળવી શકાય.
રિઝર્વ બેન્કે જણાવ્યું કે પાયલટ પ્રોગ્રામનો હેતુ ડિજિટલ રૂૂપિયાના ચલણમાં સ્વીકારવાનું રિયલ ટાઈમમાં ટેસ્ટિંગ કરવાનો છે. તેમાં ડિજિટલ રૂૂપિયાનું સર્જન, વિતરણ અને રિટેઇલ વપરાશ ત્રણેય પાસાંની એકસાથે ચકાસણી થશે.
પ્રથમ તબક્કામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈંઈઈંઈઈં બેન્ક, યસ બેન્ક અને ઈંઉઋઈ ફર્સ્ટ બેન્ક ચાર બેન્કો ભાગ લેશે. પહેલાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વર ચાર શહેરોમાં ડિજિટલ રૂૂપિયો(ઈ-રૂપી) લોન્ચ થશે. પછીથી અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઇંદોર, કોચી, લખનઉ, પટણા અને સિમલામાં પણ ઈ-રૂૂપી લોન્ચ કરવામાં આવશે.
બીજા તબક્કાના લોન્ચમાં બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, ઇંઉઋઈ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક તમામ 12 શહેરોમાં ઈ-રૂપી રન કરશે. ત્યારપછી તબક્કાવાર વધુ બેન્કો અને વધુ શહેરો સુધી ડિજિટલ રૂપિયો પહોંચાડવામાં આવશે.
1 ડિસેમ્બરે લોન્ચ થતાંની સાથે જ ઈ-રૂપી(ડિજિટલ રૂપિયો) કાયદેસરનું ચલણ બની જશે. પાયલટમાં મળેલા પરિણામોના આધારે ડિજિટલ રૂપિયાના ટોકન અને માળખામાં નવા નવા ફીચર્સ ઉમેરવામાં આવશે.

શી રીતે કામ કરશે ઈ-રૂપી
ગ્રાહકોએ ઈ-રૂૂપી મેળવવા અને વાપરવા માટે અધિકૃત બેન્કો દ્વારા આપવામાં આવતા ડિજિટલ વોલેટ પોતાના મોબાઇલ, લેપટોપ વગેરે ડિવાઇસીઝમાં મેળવવાના રહેશે. પછી તે અન્ય વ્યક્તિ, સંસ્થા તથા વેપારીને ચછ કોડની મદદથી આપી શકાશે.

Advertisement

Continue Reading

Breaking News

કાલથી ઇ-રૂપી ચલણમાં આવશે, પણ વ્યાજ નહીં મળે

Published

on

કિર્લોસ્કર જૂથની ચોથી પેઢીના વડાના દેેહાવસાનથી ઉદ્યોજગત શોકમાં

ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઈવેટ લિમિટેડના વાઈસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું ગઈકાલે નિધન થયું હતું. ભારતના ઓટોમોટિવ ઉદ્યોગના પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ અને દેશમાં ટોયોટાનો ચહેરો ગણાતા વિક્રમ કિર્લોસ્કરનું 64 વર્ષની વયે નિધન થયું છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, વિક્રમ કિર્લોસ્કરનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું.
ટોયોટા ઈન્ડિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ દુ:ખદ સમાચાર વિશે માહિતી આપી છે અને આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું 29 નવેમ્બર 2022 ના રોજ અકાળે અવસાન થયું છે અને અમે તેનાથી ખૂબ જ દુ:ખી છીએ.
વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ કિર્લોસ્કર અને પુત્રી માનસી કિર્લોસ્કર છે. વિક્રમ કિર્લોસ્કર મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી સ્નાતક હતા અને વર્ષોથી ઈઈંઈં, જઈંઅખ અને અછઅઈંમાં અનેક મહત્ત્વના હોદ્દા પર હતા. વિક્રમ કિર્લોસ્કર કિર્લોસ્કર ગ્રુપની ચોથી પેઢીના વડા હતા. તેઓ કિર્લોસ્કર સિસ્ટમ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. આ સિવાય તેઓ કિર્લોસ્કર મોટર પ્રાઈવેટ લિમિટેડના વાઇસ ચેરમેન પણ હતા. વિક્રમ કિર્લોસ્કર છેલ્લે મુંબઈમાં જાહેરમાં જોવા મળ્યા હતા અને 25 નવેમ્બર 2022ના રોજ ટોયોટા ઈનોવા હાઈક્રોસની ઈવેન્ટમાં હાજર હતા.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ