International
ચિલીમાં માણસને બર્ડ ફલૂનો કેસ સામે આવતા ખળભળાટ
Published
2 months agoon
By
Minal
ગુજરાત મિરર, નવી દિલ્હી તા.30
માનવીમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. ચિલીમાં માનવીમાં બર્ડ ફ્લૂનો આ પહેલો કેસ મળી આવ્યો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે એક 53 વર્ષીય વ્યક્તિને બર્ડ ફ્લૂ થયાની માહિતી મળી છે. આ વ્યક્તિમાં ઈન્ફ્લ્યુએન્ઝાના ગંભીર લક્ષણો દેખાયા હતા પણ આ દર્દી સ્થિર સ્થિતિમાં જણાયો જ નહોતો.
બર્ડ ફ્લૂના દર્દીની માહિતી મળ્યા બાદ ચિલીની સરકારે તે ચેપગ્રસ્ત કેવી રીતે અને તેના સંપર્કમાં કોણ કોણ આવ્યા છે તેની તપાસ યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. ચિલીમાં જંગલી પ્રાણીઓમાં ગત વર્ષના અંતથી ઇં5ગ1 બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા હતા. ઔદ્યોગિક ફાર્મમાં તાજેતરના કેસને કારણે પોલ્ટ્રી નિકાસ અટકાવવી પડી છે.
You may like
International
હારી ગયા બાદ સરકારી ફાઈલો ઘરે લઈ ગયાની ટ્રમ્પની કબૂલાત
Published
19 hours agoon
June 2, 2023By
ગુજરાત મિરર
ઓડિયો રેકોર્ડિંગ બહાર આવ્યું: બાર્ઈડેન સામે પણ આવા જ આક્ષેપની તપાસ ચાલુ છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગુપ્ત ફાઇલો પોતાના ઘરે લઈ જવાનો આરોપ હતો. હવે એક ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે, જેમાં તેણે પોતે ચૂંટણી હાર્યા બાદ દસ્તાવેજો પોતાની સાથે લઈ ગયાની કબૂલાત કરી છે. જપ્ત કરાયેલી કેટલીક ફાઇલો તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારની છે.19 જાન્યુઆરીએ, બિડેને કહ્યું હતું કે તેમને ફાઇલો મળવા અંગે કોઇ અફસોસ નથી. તેમના નિવેદનની રિપબ્લિકન પાર્ટી દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી, કેટલાક લોકોએ તેને મૂર્ખ નિવેદન ગણાવ્યું હતું. મામલો હજુ તપાસ હેઠળ છે
રેકોર્ડિંગ યુએસ પબ્લિક પ્રોસિક્યુટર્સ પાસે છે. ઓડિયોમાં ટ્રમ્પ કહી રહ્યા છે કે તેમણે ઇરાન પર હુમલાની માહિતી ધરાવતી રક્ષા વિભાગની કાઈલ પોતાની પાસે રાખી હતી. આ ઓડિયો રેકોર્ડિંગ ટ્રમ્પ માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરશે, જેમણે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તે પહેલાથી જ દુષ્કર્મ અને માનહાનિના કેસમાં કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે.
રેકોર્ડિંગ યુએસ પબ્લિક પ્રોસિક્યુટર્સ પાસે છે. ઓડિયોમાં ટ્રમ્પ કહી રહ્યા છે કે તેમણે ઇરાન પર હુમલાની માહિતી ધરાવતી રક્ષા વિભાગની કાઈલ પોતાની પાસે રાખી હતી. આ ઓડિયો રેકોર્ડિંગ ટ્રમ્પ માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરશે, જેમણે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તે પહેલાથી જ દુષ્કર્મ અને માનહાનિના કેસમાં કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે.
ટ્રમ્પે 2021માં સત્તા છોડી ત્યારે હજારો દસ્તાવેજો પોતાની સાથે રાખ્યા હતા. તેમાંથી 300 વર્ગીકૃત એટલે કે ગુપ્ત દસ્તાવેજો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ કેસમાં જાન્યુઆરીમાં લગભગ 13 કલાક સુધી બિડેનના ઘરની તપાસ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના ડેલાવેર સ્થિત ઘર અને વોશિંગ્ટનમાં તેમની ઓફિસમાંથી 10થી વધુ ગુપ્તચર ફાઇલો જપ્ત કરવામાં આવી છે.
International
અમેરિકી પ્રમુખ સ્ટેજ પર પડી ગયા; છતાં સ્વસ્થ હોવાનો વ્હાઇટ હાઉસનો દાવો
Published
19 hours agoon
June 2, 2023By
ગુજરાત મિરર
સેન્ડબેગમાં પગ ફસાઇ જતાં પડી ગયાનો ખુલાસો
રાષ્ટ્રપતિ જો બાઇડન કાલે કોલોરાડોમાં યુએસ એર ફોર્સ એકેડેમીમાં ગ્રેજ્યુએશન સમારોહ દરમિયાન સ્ટેજ પર પડી ગયા હતા. વાસ્તવમાં, સર્ટિફિકેટ આપ્યા પછી, બાઇડન જેમ આગળ વધ્યા, તેમનો પગ સેન્ડબેગ (રેતીની થેલી)માં ફસાઈ ગયો અને તે પડી ગયા. જો કે, જેવા તેઓ પડ્યા તરત જ તેમને એરફોર્સના અધિકારી તેમજ તેની યુએસ સિક્રેટ સર્વિસના બે સભ્યોની મદદ મળી હતી. તે ઝડપથી ઊભા થયા અને તેમની સીટ પર પાછા ગયા. ઉલ્લેખનીય છે કે, બાઇડનના પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડન પડી ગયા બાદ સ્વસ્થ છે. તેમણે સેંકડો કેડેટ્સને અભિનંદન પાઠવ્યા હતા અને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. વ્હાઇટ હાઉસના સંચાર નિર્દેશક બેન લેબોલ્ટે ટ્વીટ કર્યું કે તેઓ સંપૂર્ણપણે ઠીક છે. હાથ મિલાવતી વખતે તે રેતીની થેલી સાથે અથડાઈને સ્ટેજ પર પડી ગયા હતા.
માહિતી અનુસાર, જે પ્લેટફોર્મ પર બાઇડન ઉભા હતા તેમની પાસે રેતીથી ભરેલી બેગ મૂકવામાં આવી હતી, જે વીડિયોમાં જોઈ શકાય છે. પડ્યા પછી ઉભા થઈને અમેરિકન રાષ્ટ્રપતિ કોઈપણ સહાય વિના તેમની બેઠક પર પાછા ગયા અને સમારંભ દરમિયાન ઉત્સાહિત દેખાતા હતા.
નોંધનીય છે કે, 80 વર્ષની ઉંમરે, બાઇડન પહેલાથી જ ઇતિહાસમાં સૌથી વૃદ્ધ પ્રમુખ છે અને બીજી મુદતની શોધ કરી રહ્યા છે. તેમની ઉંમર અને ફિટનેસ તેમના ફરીથી ચૂંટણી પ્રચારમાં એક પરિબળ છે. જો તે 2024માં ફરી જીતશે તો બીજી ટર્મના અંતે તે 86 વર્ષના હશે.
International
અદાણી વિષે પૂછયું, એટલે મને કાઢી મૂક્યો: રાહુલ
Published
19 hours agoon
June 2, 2023By
ગુજરાત મિરર
ઇન્ડિયન મુસ્લિમ લીગને બિનસાંપ્રદાયિક પાર્ટીનું સર્ટિફિકેટ
અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનને કારણે ભારતમાં રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધી અમેરિકામાં મોદી સરકારને સતત ઘેરી રહ્યા છે. રાહુલ ગાંધીએ સંસદ સભ્યપદના મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું, જ્યારથી તેમણે સંસદમાં અદાણી-હિંડનબર્ગનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારથી તેમને બદલામાં ભેટ (સજા) મળી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ પહેલા એવા વ્યક્તિ છે જેમને માનહાનિના મામલામાં સૌથી મોટી સજા આપવામાં આવી છે. કોંગ્રેસ નેતા અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના નેશનલ પ્રેસ ક્લબમાં પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા. આ પહેલા બુધવારે પણ રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવવાના મુદ્દે નિવેદન આપ્યું હતું. સંસદમાં અદાણી વિશેના મારા ભાષણ પછી મારી ગેરલાયકાત જોવાનું ખૂબ જ રસપ્રદ છે. તેથી તમે ગણિત કરી શકો છો.
વોશિંગ્ટન ડીસી નેશનલ પ્રેસ ક્લબમાં વિપક્ષી એકતા પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પાર્ટી સાથી વિપક્ષી દળોના સંપર્કમાં છે. પ્રશ્નના જવાબમાં રાહુલે કહ્યું કે તેમની પાર્ટી તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે નિયમિત વાતચીત કરી રહી છે, આ સંદર્ભમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે
જ્યારે રાહુલ ગાંધીને કેરળમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (ઈંઞખક) સાથે કોંગ્રેસના ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, પમુસ્લિમ લીગ સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક પાર્ટી છે, મુસ્લિમ લીગ વિશે કંઈ બિન-સેક્યુલર નથી.
રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ શહેરોના પ્રવાસે છે. તેમણે કહ્યું કે ભારતમાં પ્રેસની સ્વતંત્રતા નબળી પડી રહી છે, જે કોઈનાથી છુપી નથી અને તે બધા જાણે છે. ભારતમાં સંસ્થાઓ ચોક્કસપણે કબજે કરેલી છે. મને લાગે છે કે લોકશાહી માટે પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ટીકા સાંભળવી જોઈએ. તે માત્ર પ્રેસની સ્વતંત્રતા નથી, તે દરેક જગ્યાએ થઈ રહ્યું છે. સંસ્થાકીય માળખું પણ કડક કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું કે તમે આ સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછો. મને ખબર નથી કે તમે આ કેવી રીતે કરશો, પરંતુ તમારે પૂછવું જોઈએ. હું સવાલો ઉઠાવું છું તેથી જ મારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.
સંસદના આગામી સત્રમાં પણ અદાણી મુદ્દો ઉઠાવશે કોંગ્રેસ
દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ નવા સંસદ ભવનમાં પોતાની જૂની માંગણીઓને લઈને અવાજ ઉઠાવશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સંસદના આગામી ચોમાસુ સત્રમાં પાર્ટી અદાણી મુદ્દે જેપીસીની માંગને પુનરોચ્ચાર કરશે. જયરામ રમેશે કહ્યું, નસ્ત્રઆજે અમે અદાણી મુદ્દે ફેબ્રુઆરીથી પીએમ મોદીને પૂછેલા 100 પ્રશ્નો ધરાવતું પુસ્તક લોન્ચ કરી રહ્યા છીએ. અમે આ પ્રશ્નો સંસદના આગામી સત્રમાં પણ પૂછીશું. તાજેતરમાં અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હાલના નિયમો કે કાયદાનું કોઈ પ્રથમદર્શી ઉલ્લંઘન જોવા મળ્યું નથી. આ સમગ્ર વિવાદ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ થયો છે. 24 જાન્યુઆરી, 2023 ના રોજ રીલિઝ કરાયેલ અહેવાલ હિંડનબર્ગના એક અહેવાલમાં, અદાણી જૂથની કંપનીઓને વધુ પડતું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને એકાઉન્ટ્સમાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી, વિપક્ષ સમગ્ર મામલાની તપાસ માટે ઉંઙઈની માંગ કરી રહ્યો છે.
એડિટર ની ચોઈસ
દિવ્ય દરબારના ગેટ પાસે કોર્પોરેશનના કથિત અધિકારીએ પોલીસ પર કાર ચડાવી દીધી

બાલાજી મંદિરના વિવાદમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવા હુકમ

આજી-1 ડેમમાં કાલથી ઠલવાશે નર્મદાનીર

રાજદ્રોહનો કાયદો યથાવત રાખવા લો કમિશનની ભલામણ

સચિવાલયમાં દારૂ ઘુસાડાયાની શંકાથી પોલીસમાં દોડધામ, સઘન ચેકિંગ શરૂ

કુસ્તીબાજોના સમર્થનમાં આવતી વર્લ્ડ કપ-83ની વિજેતા ક્રિકેટ ટીમ
ગુજરાત

રાજદ્રોહનો કાયદો યથાવત રાખવા લો કમિશનની ભલામણ

સચિવાલયમાં દારૂ ઘુસાડાયાની શંકાથી પોલીસમાં દોડધામ, સઘન ચેકિંગ શરૂ

કુસ્તીબાજોના સમર્થનમાં આવતી વર્લ્ડ કપ-83ની વિજેતા ક્રિકેટ ટીમ
પેસેન્જર વાહનોના વેચાણમાં તેજી, કોમર્સિયલમાં સુસ્તી

રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, કુવાડવા રોડ પર વધુ 30 મિલકત સીલ, 27ને જપ્તીની નોટિસ

વેબ સિરીઝ ‘સ્કૂપ’ સામે છોટા રાજનની હાઈકોર્ટમાં અરજી
સ્પોર્ટસ
પેસેન્જર વાહનોના વેચાણમાં તેજી, કોમર્સિયલમાં સુસ્તી

રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, કુવાડવા રોડ પર વધુ 30 મિલકત સીલ, 27ને જપ્તીની નોટિસ

વેબ સિરીઝ ‘સ્કૂપ’ સામે છોટા રાજનની હાઈકોર્ટમાં અરજી

માલ્યા, મોદી વિસાતમાં નહીં; 2600 નકલી કંપની, 15000 કરોડનું કૌભાંડ

ઈશ્ર્વરભાઈ ફરી ફેલ, 145 કિલો વાસી ઘૂઘરા-ચટણીનો નાશ
