Amreli
ચલાલા-અમરેલી હાઈવે પર કાર પુલ પરથી ખાબકતા એકનું મોત, પાંચને ઈજા
Published
3 weeks agoon
By
ગુજરાત મિરર
સામેથી ટ્રક આવતો હોય સાઈડમાં લેવા જતા અકસ્માત સર્જાયો
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા-અમરેલી રોડ પર એક ફોર વ્હીલર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પુલ નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.જ્યારે કારમાં સવાર અન્ય 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે,અમરેલીના કેરીયા ચાડ ગામેથી ગઈકાલે બપોરે 1 વાગ્યાના સુમારે ચિંતનભાઈ અશોકભાઈ ગજેરા નામના વ્યક્તિ જીજે-14-એપી-7452 નંબરની કાર ચલાવી ચલાલા જય રહ્યા હતા તે દરમિયાન સામેથી એક ટ્રક આવતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોંગ સાઈડમાં પુલ નીચે ખાબકેલ હતી. આ ગાડીમાં સવાર દિવ્યાંગભાઇ કલ્પેશભાઈ ભગત,અક્ષયભાઈ ઘનશ્યામભાઈ ભગત,મિહિરભાઈ ભનુભાઇ પટેલ તેમજ દેવલભાઈ નરેશભાઈ પડસાળા તેમજ જનકભાઈ અનકભાઈ ધાંધલ સહિતના યુવાનો ગાડીમાં સવાર હતા.
તે દરમિયાન ચલાલા-અમરેલી રોડ પર સામેથી એક ટ્રક આવતો હોવાને કારણે સાઈડમાં લેવા જતા કાર પરથી કાબુ ગુમાવતા રોન્ગ સાઈડમાં આવેલ પુલ પરથી નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો.
આ ઘટના બનતા તમામને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે અમરેલી ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ચિંતનભાઈને વધુ ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું.જયારે અન્ય પાંચ યુવાનોને ગંભીર પ્રકારની ઈજાઓ થતા 108 મારફતે સારવાર માં ખસેડાયેલ હતા.
You may like
Amreli
31 લોકોની ખોટી પોલિસી બનાવી રૂા.13 કરોડનું કર્યું ચીટિંગ
Published
2 days agoon
March 30, 2023By
ગુજરાત મિરર
અમરેલીમાં બોગસ પોલિસી કોડમાં ઝડપાયેલા એજન્ટ, તબીબ સહિત ચાર શખ્સોની કેફિયત, પોલીસે રૂ.52 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી
અમરેલી અને ભાવનગર જિલ્લાના મરણ ગયેલ વ્યક્તિના આધાર કાર્ડમાં છેડછાડ કરીને જુદી-જુદી 21 વીમા કંપની માંથી વીમા પોલિસી મેળવી અને વાહન લોન મેળવી કુલ 13 કરોડની છેતરપિંડી આચરનાર ટોળકીનો રાજુલા પોલીસે પર્દાફાશ કર્યો હતો.પોલીસે એક ડોક્ટર એક લેબ ટેકનીશ્યન એક ખેડૂત એક વેપારી સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. અને 52 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો કુલ 31 લોકોના ખોટી પોલિસીઓ બનાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે,રાજુલા પોલીસને માહિતી મળી હતી કે, ડુંગર ગામના હનુભાઇ હામજીભાઇ પરમાર તથા તેની સાથે બીજા માણસો મળી રાજુલા તાલુકા વિસ્તારમાં તથા આસપાસના જીલ્લાઓના ગામડામાં તાજેતરમાં મરણ ગયેલ વ્યક્તિઓના નામની માહિતી મેળવી તેમના કુટુંબી જનોનો સંપર્ક કરી તેઓને લોભ લાલચ અને પ્રલોભન આપી ભોળવી તેઓની પાસેથી મરણ જનાર વ્યક્તિનુ આધાર કાર્ડ મેળવી તેમા છેડછાડ કરી નામ તથા ફોટામાં ફેરફાર કરી, ખોટુ આધારકાર્ડ બનાવી જે આધારે પાનકાર્ડ તથા બીજા જરૂૂરી ડોક્યુમેન્ટ બનાવી મરણ જનાર વ્યક્તિના નામે વીમાં પોલીસી મેળવી, બોગસ દસ્તાવેજો રજુ કરી વીમો પાસ કરાવે છે. તેમજ મરણ ગયેલ વ્યક્તિઓના નામે બોગસ દસ્તાવેજો રજુ કરી વાહનો લોન ઉપર મેળવી વીમા કંપનીઓ સાથે વિશ્વાસઘાત કરતા હોવાની માહીતી મળેલ,જે આધારે રાજુલા બસ સ્ટેશન ખાતેથી બાતમી વાળી ફોર વ્હીલ ગાડીઓમાંથી આરોપીઓની પુછપુરછ કરતાં, બેસેલ હનુભાઇ હમજીભાઇ પરમાર તથા વનરાજભાઇ મધુભાઇ બલદાણીયા તથા ઉદયસિંહ રામસિંહ રાઠોડ જીતેશભાઇ હિંમતભાઇ પરમાર આરોપીઓએ પાસેથી મરણ જનાર જીંજાળા અંકુશભાઇ ભીખુભાઇ નાઓના ખોટા આધાર કાર્ડ તથા અલગ અલગ વીમા કંપનીઓની ચાર વીમા પોલીસ મળેલ જે બાબતે બાતમી હકિકત આધારે ખરાઇ કરતાં આરોપીઓએ ગુનો કરેલ હોવાનું જાણવા મળ્યું હતુ.
આ બાદ પોલીસે તપાસ કરવામાં આવતા હનુભાઈ હમજીભાઈ પરમાર (ઉ.વ.40),વનરાજભાઈ મધુભાઈ બાલદાણીયા (ઉ.વ.23), ઉદયસિંહ રામસિંહ રાઠોડ (ઉ.વ.45),જીતેશભાઈ હિંમતભાઇ પરમાર (ઉ.વ.39)ને પકડી પાડ્યા હતા તો અન્ય ભવદીપભાઈ ભરતભાઈ ખસીયા (ઉ.વ.22) તેમજ અન્ય વધુ નામો ખુલવાની શકયતા રહેલી છે.આ શખ્સોએ મળીને કુલ 31 જેટલા લોકોના નામો પરથી ખોટી પોલીસ બનાવી હતી. જે પૈકી 2,63,00,000 રકમની પોલીસીમાંથી પાકતી મુદતે આરોપીઓએ રકમ મેળવી લીધેલ હોવાનું જણાવેલ છે.રૂૂ.1,81,58,000 રકમની પોલીસીઓ હાલ ચાલુ છે.તેમજ રૂૂ. 3,47,00,000 રકમની પોલીસીઓ કેન્સલ થયેલ છે.તો રૂૂ.5,10,00,000/(પાંચ કરોડ દસ લાખ) રકમની પોલીસીઓના કેસ કોર્ટમાં પેન્ડીંગ છે. આમ કુલ-રૂૂ.13,01,58,000ની (તેર કરોડ એક લાખ અઠાવન હજાર)ની વીમા પોલીસીઓ મેળવી જુદી જુદી વિમા કંપનીઓ સાથે છેતપીંડી અને વિશ્વાસઘાત કરેલ છે. તો આ શખ્સો પાસેથી પોલીસે 52 લાખ ઉપરાંતનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો કાર નં.J-04-EA-7072 કિ.રૂૂ.11,00,000/- (અગિયાર લાખ) કાર નં-GJ-04-EA- 9571 કિ.રૂૂ.6,00,000/- (છ લાખ) કાર.નં.GJ- 14-BD-1900 કિ.રૂૂ.4,50,000-(ચાર લાખ પચાસ હજાર) કાર નંબર પ્લેટ વગરની કિ.રૂૂ.8,00,000 (કાર.નં.GJ-04-EA-7173 કિ.રૂૂ.15,00,000-(પંદર લાખ) (6) અલગ અલગ કંપનીઓના મોટર સાયકલો નંગ-09 જેની કિ.રૂૂ.8,60,000/- (આઠ લાખ સાઇઠ હજાર) અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-10 કિ.રૂૂ.1,08,000/- (એક લાખ આઠ હજાર) ખોટા આધાર કાર્ડ, પાનકાર્ડ તથા વિમા પોલીસીઓ તથા ચેકબુક, પાસબુક, ડેબીટ કાર્ડનો સમાવેશ થાય છે.
આવી રીતે કરતા હતા ઠગાઇ
આ શખ્સોની મોર્ડન ઓપરેન્ડીસની વાત કરીએ તો,અમરેલી જિલ્લાના રાજુલા, ડુંગર, પીપાવાવ તેમજ ભાવનગર જિલ્લાના તળાજા પાલીતાણા શિહોર અને મહુવા વિસ્તારમાં પોતાના મીડીએટર (મધ્યસ્થી) રાખી કોઇપણ વિસ્તારમાં કુદરતી મૃત્યુ થયેલ વ્યકિતના સગાનો સંપર્ક કરી, રૂૂબરૂૂ જઇ વ્યકિતના કુંટુંબીજનોને મરણ જનારના નામે વીમા પોલીસી ખોલાવી આપી, પ્રિમીયમ ભર્યા વગર મૃતકના નામે દસ ટકા કમીશનના નામે મરણ જનારના આધારકાર્ડ લઇ જે આધારકાર્ડ તળાજા ખાતે આધારકાર્ડ ઓપરેટરનું કામ કરતા આરોપી પાસે મરણ જનારના આધારકાર્ડમાં કોઇ જીવીત વ્યકિત જે મરણ જનાર જેવો ચહેરો ધરાવતો વ્યકિતનો ફોટો મરણ જનારના આધારકાર્ડમાં સેટ કરી, ખોટુ આધારકાર્ડ બનાવી જેનો ખરા તરીકે ઉપયોગ કરી, પોલીસી લેવામાં વપરાતા તમામ ડોકયુમેન્ટ ખોટા બનાવી, વીમા કંપનીઓ જોડેથી અલગ અલગ વીમા પોલીસી તથા વાહન પોલીસી લઇ એકવારનું પ્રીમીયમ ભરી ત્યારબાદ છથી આઠ મહીનામાં જે તે મરણ જનારના ગામમાંથી મરણ સર્ટીફીકેટ છ થી આઠ મહીના મોડું તલાટી જોડે રજીસ્ટરમાં નોંધણી કરાવી જે મરણ સર્ટીફીકેટનો વીમા પોલીસીમાં વ્યકિત મરણ ગયાનું સર્ટીફીકેટ આપી, પાકતી મુદતે વીમા પોલીસીની તમામ રકમ પોતાની પાસે રાખી લઇ જુદી જુદી વીમા કંપનીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા હોવાની તેમજ પાકતી મુદતે વીમાની રકમ મરણ જનારના કુંટુંબીજનોને દસ ટકા તેમજ વીમાની રકમ પકવવામાં મદદ કરનાર વીમા એજન્ટને પંદરથી પચીસ ટકા સુધીની રકમ આપી બાકીની રકમ પોતે અંદરો અંદર વહેંચી લેતા હોવાની એમ.ઓ ધરાવે છે.
Amreli
સાવરકુંડલા પંથકમાં 22 ચેકડેમ બંધાતા આવશે હરિતક્રાંતિ
Published
3 days agoon
March 29, 2023By
ગુજરાત મિરર
સુરતના ઉદ્યોગપતિનું વતનનું ઋણ ચુકવવા અનોખું સેવાકાર્ય
સરકાર દ્વારા ઉનાળાના સમયમાં જળ સંચય ના કામો કરીને જળ સંગ્રહ કરીને પીવાના પાણીના તળ સાથે ખેતીના તળ ઊંચા અવે તેવા પ્રયાસો કરે છે ત્યારે અમરેલી જિલ્લાના એક ગામડામાં માદરે વતનનું ઋણ ચૂકવવા સુરતના ઉદ્યોગપતિ વતનની ખેતી અને વતનમાં હરિત ક્રાંતિ લાવવાના ધ્યેયથી સ્વ ખર્ચે 22 ચેકડેમો બાંધવાની કામગીરીઓ યુદ્ધના ધોરણે શરૂૂ કરી છે ત્યારે વતનના રતન ની શું છે આ સ્વ.ખર્ચે તળાવો બાંધવાની કામગીરી અમરેલી જિલ્લાના સાવરકુંડલા નું અને અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ વીરડી ગામે ચાલુ છે
2100 ની વસ્તી ધરાવતા વીરડી ગામમાં આજે જેસીબી અને ટ્રેકટરો માટી ભરીને હડીયા પાટી કરતા નજરે ચડી રહ્યાં છે તેનું મુખ્ય કારણ વીરડી ગામમાં એક નહિ બે નહિ પણ એકી સાથે 22 તળાવો ના પાળા બાંધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે ને આ સ્વ ખર્ચે ગામના પાણીના તળ મજબુત થાય અને હરિત ક્રાંતિ વીરડી ગામ સહિત આજુબાજુના 15 જેટલા ગામડાઓમાં જગતના તાત પાણી વગરના ઓશિયાળા ના રહે ને બારે માસ ખેતી વીરડી સહિતના આજુબાજુના ખેડૂતો હાલ માટી લઈને પોતાના ખેતરોમાં નાખી રહ્યા છે ને વીરડી ગામની બાજુ માંથી બે બે નદીઓ ચોમાસામાં વહેતી હોય ને નદીઓ કાંઠે 22 જેટલા ચેકડેમો હાલ બંધાઈ રહ્યા છે ને અત્યારે 10 જેટલા ચેકડેમો હાલ બંધાઈ ચૂક્યા છે ને સ્વ ખર્ચે વીરડી ગામને હરિત ક્રાંતિ કરાવવા સુરતના ઉદ્યોગપતિ અને માદરે વતનનું ઋણ ચૂકવવા બાલુભાઈ મોહનભાઈ કાનાણી અને ચતુરભાઈ મોહનભાઈ કાનાણી નામના બે ભાઇઓએ બીડું ઝડપ્યુંં છે ને છેલ્લા 5 વર્ષથી વીરડી ગામમાં ઉનાળાના સમયે આવીને ચેકડેમો બાંધી રહ્યા છે સુરત રહીને પણ વતનનું રતન બાલુભાઈ કાનાણી આજે વીરડી ગામે જેસીબી પર ચડીને ચેકડેમો ના પાળા બાંધી રહ્યા છે.
વીરડી ગામ સાથે આજુબાજુના ભુરીયા નું નેરું અને નાળનું નેરુ ઠવી ગામનું નેરૂૂ અને અન્ય નદીઓ વીરડી ગામ નજીકથી પસાર થતી હોય અને ચેકડેમો બંધાઈ જતા ખેડૂતો ને મીઠું પાણી વાડી ખેતરોમાં થઈ જાય તેવા ધ્યેયને સાર્થક કરવા દિવસ રાત એક કરતા ઉદ્યોગપતિ કાનાણી છેલા 5 વર્ષથી આવી રીતે કાચા ચેકડેમો બાંધી ને ગામનું પાણીનું તળ ઊંચું લાવી દીધું હોવાનો ખુશીઓ ખેડૂતોએ જશુભાઇ ખુમાણ (સદસ્ય તાલુકા પંચાયત), મહાવીરભાઈ વીંછીયા, મુન્નાભાઈ ડાભી (સરપંચ વીરડી), હરેશભાઈ કાનાણી, રેવાભાઈ ભરવાડ, ધીરુભાઈ મકવાણા, શૈલેષભાઈ ખુમાણ, પ્રતાપભાઈ ખુમાણ, કનુભાઈ વીંછીયા, દેવચંદભાઈ કાનાણી સહિતના ખેડૂતોએ હર્ષભેર કાનાણી બંધુઓની ભાવનાઓને વધાવી છે.
વીરડી ગમે પહેલા 180 ફૂટ પાણી હતુંને આજે નદીઓ પર માટી કાઢીને પાળા બંધાઈ રહ્યા હોય 20 ફૂટ નદીઓમાં પાણી સ્પષ્ટ નજરે પડતું હોય ત્યારે જળ એ જીવન છે ને જળ થકી ક્રાંતિ લાવવાના કાનાણી બંધુના પ્રયત્નો ને વીરડી વાસીઓ હરખભેર વધાવી રહ્યા છે ને બે દિવસ પહેલા સ્થાનીક ધારાસભ્ય મહેશ કસવાલાએ વીરડી ગામની મુલાકાત લીધી ત્યારે સ્થાનિકો દ્વારા કાચા ચેકડેમો પાકા બને તો કાયમી સોલ્યુશન થાય તેવો સૂર સ્થાનિકો એ વ્યક્ત કર્યો હતો ને ધારાસભ્ય કસવાલા દ્વારા સરકાર માંથી પાકા ચેકડેમો બાંધી ને જળ સિંચન થાય તેમાં સહભાગી થવાની ખાત્રી આપી હતી ત્યારે વીરડી ના રાજવી અને વીરડી ગામના પૂર્વ સરપંચ બાવકુભાઇ ખુમાણ એ બાલુભાઈ અને ચતુરભાઈ કાનાણી બંધુની ગામ પ્રત્યેની હરિત ક્રાંતિની ભાવનાઓ ને વધાવી હતી.
Amreli
રાજુલામાં મૃત વ્યક્તિના નામે એજન્ટ સહિત ચાર શખ્સોએ 40 લાખની પોલિસી લીધી
Published
3 days agoon
March 29, 2023By
ગુજરાત મિરર
પોલીસે વીમા એજન્ટ, તબીબ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી ચેકબુક, પાસબુક, ક્રેડિટકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
અમરેલીના રાજુલામાં એક મૃત વ્યકિતના ખોટા ડોક્યુમેન્ટ બનાવી વીમા કંપનીઓ પાસેથી 40 લાખ રૂૂપિયાની વીમાની રકમ ખોટી રીતે લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે રાજુલા પોલીસે એક ડોકટર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આ કૌભાંડમાં ચોંકાવનારી વિગતો સામે આવવાની પૂરી શક્યતાઓ છે.
રાજુલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.રાધનપરા ફરિયાદી બન્યા છે અને પોલીસ ફરિયાદ નોંધી ગુન્હો નોંધાવ્યો છે. આરોપીઓ દ્વારા મૃતક જાળા અંકુશભાઈ ભીખાભાઇના નામે ખોટા ડોક્યુમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટ ઉપરથી વીમા પોલિસીઓ મેળવી પોતાને આર્થિક લાભ મેળવવાના હેતુથી ગુન્હાહિત કાવતરું રચી ખોટા ડોક્યુમેન્ટનો સાચા તરીકે ઉપયોગ કરી તેના ઉપરથી અલગ અલગ વીમા કંપનીઓ પાસેથી રૂૂ.40,00,000 ચાલીસ લાખની વીમા પોલિસીઓ મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડીમાં એક બીજાને મદદગારી કરી આધાર કાર્ડ પાનકાર્ડ, વીમા પોલિસીઓ, ચેક, પાસપોર્ટ સાઈઝના ફોટાઓ તથા ચેકબુક પાસબુક ડેબિટ કાર્ડ અને ગાડીઓ નંગ 2 મોબાઈલ 10ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસે હનુભાઈ હમજીભાઈ પરમાર (ધંધો ડોકટર રે.ડુંગર),વનરાજભાઈ મધુભાઈ બલદાણીયા લેબોરેટરી (વીમા એજન્ટ રે.ડુંગર), ઉદયસિંહ રામસિંહ રાઠોડ (રે,કળિયાબીડ અક્ષરધામ એપારમેન્ટ ભાવનગર), જીજ્ઞેશભાઈ હિંમતભાઈ પરમાર (રે ભાવનગર)ની ધરપકડ કરી રાજુલા પોલીસ દ્વારા પૂછ પરછ હાથ ધરી છે અને આ મામલે પોલીસ આજે પ્રેસકોન્ફ્રન્સ કરશે. કરોડો રૂૂપિયાનું મોટું કૌભાંડ પકડી પાડવામાં રાજુલા પોલીસને મોટી સફળતા મળી છે. ડોક્યુમેન્ટ કબજે કરવા માટેની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરી છે. વૈભવી કારો પણ પોલીસ કબજે કરી રહી હોવાનો સૂત્રો પાસેથી માહિતી મળી આવી છે.
એડિટર ની ચોઈસ

IPL Opening Ceremony: અરિજિતે હિટ ગીતો ગાઈ ચાહકોના દિલ જીત્યા, તમન્ના અને રશ્મિકાના પરફોર્મન્સે સ્ટેડિયમને ડોલાવ્યું

દ.આફ્રિકાના ચિત્તાઓની ટીમને મુકન્દ્રા અથવા ગાંધીસાગર અભયારણ્યમાં ખસેડાશે

આંશિક રાહત : રાજ્યમાં કોરોનાના કેસ ગઇકાલ કરતાં 43 ઓછા,નવા 338 નોંધાયા

રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર
લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અપાવે છે સફળતા

અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ
ગુજરાત

રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર
લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અપાવે છે સફળતા

અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ

મોરબીમાં શિંગોળાના લોટની પૂરી ખાધા બાદ 30થી વધુને ઝેરી અસર
ઓખા-અરૂણાચલ વચ્ચે મંગળવારથી દોડશે સાપ્તાહિક સ્પેશિયલ સમર ટ્રેન

જુનિયર કલાર્કના કોલ લેટર ઓનલાઈન મુકાયા : તા.9મીએ પરીક્ષા
સ્પોર્ટસ

મોરબીમાં શિંગોળાના લોટની પૂરી ખાધા બાદ 30થી વધુને ઝેરી અસર
ઓખા-અરૂણાચલ વચ્ચે મંગળવારથી દોડશે સાપ્તાહિક સ્પેશિયલ સમર ટ્રેન

જુનિયર કલાર્કના કોલ લેટર ઓનલાઈન મુકાયા : તા.9મીએ પરીક્ષા

સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

અંતિમ દિવસે 20 કરોડ ભેગા કરવા વેરાવિભાગ તૂટી પડ્યો
