Business
ચંદ્ર ભગત ફાર્મા કંપનીનો શુક્રવારે કેપીટલમાંBSE-SMEમાં પ્રવેશ
Published
4 years agoon
By
ગુજરાત મિરર
રાજકોટ તા.29
સીબીસી એ 20,00,000 ઈકવિટી શેર્સ રૂ.51 પ્રતિ ઈકવિટી શેરના દરે વેચીને રૂ.1020 લાખ ઉભા કરવાનો પ્લાન કર્યો છે. પબ્લિક ઈશ્યુ પછી પ્રોમોટરનો હિસ્સો 74% રહેશે.
સીબીસી પાસે ક્રિટિકલ કેરમાં ફાર્મા ફોર્મ્યુલેશનની વિશાળ શ્રેણી છે અને ફાર્મા સેક્ટરની ખગઈ સામે ટકી રહેવાની ક્ષમતા છે. કંપનીએ વેકસીનેશન રેન્જમાં હેપેટીટીસએ વેક્સીન લોન્ચ કરવાની યોજના બનાવી છે જેના તમામ એફડીએ એપૃવલ્સ આવી ગયા છે.
2003 માં ઇન્કોર્પોરેટેડ અને મુંબઈમાં કોર્પોરેટ ઓફિસ ધરાવતી ચંદ્ર ભગત ફાર્મા લિમિટેડ ભારતમાં કાર્ડિયોવેસ્ક્યુલર, એન્ટિનિઓપ્લાસ્ટિક, એન્ટિબાયોટિક્સ અને હોર્મોન્સ મેડિસિન જેવી લાઈફસેવિંગ મેડિસિન્સ ના માર્કેટિંગમાં સંકળાયેલ છે. તે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ફાર્માસ્યુટિકલ્સ અને એપીઆઇ કેમિકલ પ્રોડક્ટ્સ આપે છે.
સીબીસીનું પ્રમોશન હેમંત ભગત અને પ્રણવ ભગત દ્વારા કરાયું હતું. તેઓ સેક્ધડ જનરેશન પ્રમોટર્સ છે અને ફાર્મા અને એપીઆઇ બિઝનેસમાં 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.
હેલ્થ કેર સેન્ટર અને હોસ્પિટલમાં બ્રાન્ડ નામ હેઠળ પ્રોડક્ટ્સ સપ્લાય કરવા માટે કંપની પાસે પોતાનું સેલ્સ ફોર્સ અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે. ચંદ્ર ભગત ફાર્મા એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઇ) અને ઇન્ટરમિડિએટમાં ઈમ્પોર્ટ, સપ્લાય અને ઇન્ડેન્ટિંગનો પણ સોદો કરે છે.
કોન્ટ્રાકટ મેન્યુફેક્ચરર પાસેથી ફોમ્ર્યુલેશન મેળવવાની કંપનીને ઋઉઅની મંજૂરી છે. એનેસ્થેસિયા, કાર્ડિયોવેસ્ક્યુલર, એન્ટિ-કેન્સર (ઓન્કોલોજી), પેડિયાટ્રિક્સ, નેફ્રોલોજી, એન્ટિવાયરલ, એન્ટી-ફંગલ અને ન્યુરોલોજી જેવી થેરાપેટીક કેટેગરીઝના ફોર્મ્યુલેશન્સ માં તેની હાજરી છે. મહારાષ્ટ્રના ભિવંડી- થાણે ખાતે કંપનીના વેરહાઉસ / સ્ટોરેજ હાઉસ લીઝ એગ્રીમેન્ટ પર છે.
ચંદ્રભગત ફાર્મા અન્ય દેશો જેવા કેકોંગો, બોલિવિયા અને ફિલિપાઇન્સમાં ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન એક્સપોર્ટ પણ કરે છે.
બિઝનેસ પ્લાન
અમારી કરંટ અને પ્રપોઝ્ડપ્રોડક્ટ્સ સાથેઅમે અમારી પ્રોડક્ટની રેંજમાં વધુ વધારો કરવાનો ઇરાદો રાખીએ છીએ અને આ રીતે વધુ વિશિષ્ટ સેગમેન્ટ્સ-વેક્સીન્સ પૂરી પાડીએ અને વૈવિધ્યસભર ગ્રાહકો સુધી અમારી પહોંચ વધારીશું. અમારી કંપની માને છે કે અમારી પ્રોડક્ટ રેંજને વિસ્તૃત કરીને લોન્ચ કરવાથી અમે અમારી કેપેસીટી, મેનપાવર અને અન્ય રિસોર્સીસનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં સમર્થ થઈશું.
You may like
Business
ભારત માટે UAE ખાસ / મિત્ર માટે મોદી સરકારે આ નિયમોમાં કર્યો ફેરફાર, આ દેશને પણ મળશે રાહત
Published
10 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
કેન્દ્ર સરકારે સોમવારે રાષ્ટ્રીય સહકારી નિર્યાત લિમિટેડના માધ્યમ સંયુક્ત અરબ અમીરાતને બિન-બાસમતીચોખાના એક્સપોર્ટની મંજુરી આપી દીધી છે. સરકાર દ્વારા 75,000 ટન ભાતના નિકાસની અનુમતિ આપી દીધી છે. વિદેશ વ્યાપાર મહાનિદેશાલયે એક અધિસૂચના જાહેર કરી આ સંબંધમાં માહિતી શેર કરી છે.
ભાતના એક્સપોર્ટ પર બેનથી સ્થિતિ ખરાબ
પીટીઆઈ અનુસાર, સરકારના વર્તમાનમાં દેશના બિન-બાસમતી ચોખાના એક્સપોર્ટને સંપૂર્ણ રીતે બેન કર્યા હતા. આ નિર્ણય બાદથી કેટલાક દેશોમાં ચોખા માટે અફરા-તફરીનો માહોલ અને ત્યાં પણ એક ઝટકામાં ભાતની કિંમતમાં ત્રણ ગણો ઉછાળો થયાના સમાચાર મળતા હતા. જો કે, બેન છતાં ભારત પોતાના મિત્ર અને પાડોશી દેશોના અનુરોધ પર તેમની ખાદ્ય સુરક્ષા માંગને પૂરી કરવા માટે ઘણી વખત અને આ દેશોમાં ચોખાના નિકાસની મંજૂરી આપી છે.
યૂએઈ ઉપરાંત આ દેશોને પણ રાહત
NECL દ્વારા UAEને 75,000 ટન બિન-બાસમતિ સફેદ ચોખાના નિકાસની અનુમતિ દેવાથી ત્યાં ભાતની કિંમતમાં પણ રાહત મળવાની આશા છે. નોંધનિય છે કે, આ પહેલા મોદી સરકારે સેનેગલને 5 લાખ ટન, ગામ્બિયાને 5 લાખ ટન, ઈન્ડોનેશિયાને 5 લાખ ટન, માલીને 1 લાખ ટન અને ભૂટાનને 48,804 ટન તૂટેલા ચોખાના નિકાસની અનુમતિ આપી હતી.
Business
stock market/ સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરમાર્કેટની સ્થિર શરૂઆત, ડોલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો
Published
10 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
શેરબજારમાં મંગળવારે એટલે કે આજે સ્થિર શરૂઆત થઈ છે. જ્યાં આજે સેન્સેક્સ 66,071 પર ખુલ્યો હતો. નિફ્ટી પણ આજે 8.30 પોઈન્ટના વધારા સાથે 19,682 પર ખુલ્યો છે. જો કે, આ દરમિયાન ડોલર સામે રૂપિયાની કિંમતમાં ઘટાડો થયો હતો. બજાર ખુલ્યા બાદ રૂપિયો એક ડોલરની સામે 83.19ના આંકડા પર પહોંચી ગયો હતો, જે ગઈકાલે બજાર બંધ થવાના સમયે 83.15 રૂપિયા પ્રતિ ડોલરની નીચે છે.
વૈશ્વિક માર્કેટમાં નકારાત્મક વલણોથી પ્રભાવિત ભારતીય શેર માર્કેટ મંગળવારે નજીવા ફેરફાર સાથે ખુલ્યું હતું. યુએસ શેરમાર્કેટની સકારાત્મક કામગીરી છતાં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શરૂઆતી કારોબારમાં ઘટાડાનાં સંકેતો જોવા મળ્યાં હતાં. દરમિયાન, આઇશર મોટર્સ અને ટાટા સ્ટીલ જેવા કેટલાક શેરોમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે એશિયન પેઇન્ટ્સ અને TCS સહિતના અન્ય શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારના વિશ્લેષકોએ આર્થિક વૃદ્ધિને અસર કરતા તેલના વધતા ભાવની ચિંતાને કારણે અસ્થિરતા ચાલુ રહેવાની અપેક્ષા રાખી છે.
વૈશ્વિક રેટિંગ અગ્રણી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતના આધાર પ્રોગ્રામ જેવી કેન્દ્રિય ઓળખ પ્રણાલીઓમાં સુરક્ષા અને ગોપનીયતાની નબળાઈઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. યુનિક ID સિસ્ટમ ઘણીવાર સેવા નકારમાં પરિણમે છે અને ભેજવાળી સ્થિતિમાં બાયોમેટ્રિક તકનીકોનો ઉપયોગ અવિશ્વસનીય છે.
આધાર સિસ્ટમ ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેન અને વન-ટાઇમ પાસકોડ્સ (OPT) જેવા વિકલ્પો દ્વારા ચકાસણી સાથે, જાહેર અને ખાનગી સેવાઓની ઍક્સેસને સક્ષમ કરે છે. જો કે, તે અધિકૃતતા સ્થાપિત કરવાના ભારણ અને બાયોમેટ્રિક વિશ્વસનીયતા અંગેની ચિંતાઓ સહિત અવરોધોનો સામનો કરે છે, મૂડીઝે જણાવ્યું હતું.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધારનું સંચાલન કરે છે, જેનો હેતુ હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોને એકીકૃત કરવાનો અને કલ્યાણ લાભોની પહોંચને વિસ્તૃત કરવાનો છે. સિસ્ટમ ઘણીવાર સેવા નકારમાં પરિણમે છે અને બાયોમેટ્રિક તકનીકોની વિશ્વસનીયતા, શ્રમિકો માટે ખાસ કરીને ગરમ, ભેજવાળી આબોહવામાં શંકાસ્પદ છે.
સત્તાવાર કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને સીધો લાભ ટ્રાન્સફર કરવા અને ખાસ કરીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ મજૂરો માટે આધાર-આધારિત ચૂકવણી ફરજિયાત કરવાના આદેશને ધ્યાનમાં રાખીને રેટિંગ એજન્સીની ટિપ્પણીઓ મહત્વની ધારણા કરે છે. ઓગસ્ટમાં, સરકારે MGNREGAલાભાર્થીઓ માટે આધાર-આધારિત પેમેન્ટ સિસ્ટમ (અઇઙજ) પર સ્વિચ કરવાની તેની અંતિમ તારીખ પાંચમી વખત લંબાવી, તેને 31 ડિસેમ્બર, 2023 સુધી આગળ વધારી હતી.
23 સપ્ટેમ્બરે જારી કરાયેલા વિકેન્દ્રિત ફાઇનાન્સ અને ડિજિટલ અસ્કયામતો પરના અહેવાલમાં, મૂડીઝે આધારને વિશ્વનો સૌથી મોટો ડિજિટલ ID પ્રોગ્રામ તરીકે સ્વીકાર્યો છે જે બાયોમેટ્રિક અને વસ્તી વિષયક ડેટાનો ઉપયોગ કરીને 1.2 અબજથી વધુ ભારતીય રહેવાસીઓને અનન્ય નંબરો અસાઇન કરે છે.