Connect with us

Health

ગ્રાહકોને દવાનું આખું પતાકડું આપી નહીં શકાય, માગે તેટલી ગોળી જ આપવી પડશે

Published

on

ગ્રાહકનો મોબાઈલ નંબર માગવાની પણ વેપારીઓને મનાઈ

ગ્રાહકો જ્યારે કેમિસ્ટ પાસે જાયે છે ત્યારે જરૂૂર ન હોય તો પણ ટેબલેટનું આખું પત્તું ખરીદવું પડે છે. કંઝ્યૂમર અફેર્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે ગ્રાહકોની આ સમસ્યાને ધ્યાનમાં લેતાં દવા ઈંડસ્ટ્રીની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર નવા પ્લાનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે કે ગ્રાહકને જેટલી ગોળીઓની જરૂૂર હોય તે તેટલી જ ખરીદી શકે છે. આખું પત્તું ખરીદવું જરૂૂરી નથી. તેથી કેમિસ્ટ પણ ગ્રાહકને આખું પત્તું ખરીદવા માટે ફોર્સ કરી શકશે નહીં. જો કેમિસ્ટ એવું કરે છે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
સરકારનાં નવા નિયમ અનુસાર તમે જે ટેબલેટનું પત્તું ખરીદશો તેની દરેક ગોળીનાં ભાગ પર મેન્યૂફેક્ચરિંગ અને એક્સપાયેરી ડેટ પણ લખેલી હશે. જેથી તમે જો એક ગોળી પણ ખરીદો તો તમને દરેક પ્રકારની જાણકારી મળી રહે. સૂત્રો અનુસાર કંઝ્યૂમર અફેર્સ મિનિસ્ટ્રી દવા ઈંડસ્ટ્રીની સાથે મળીને પ્લાન તૈયાર કરી રહી છે કે દવાનાં પત્તાની બંને બાજુ અથવા તો દરેક ટેબલેટ પર ચછ કોડ ફાળવવામાં આવે.
ગઈઇં નેશનલ કંઝ્યૂમર હેલ્પલાઈન અનુસાર આ પ્રકારની અનેક ફરિયાદો ગ્રાહકો તરફથી આવી રહી હતી. ગઈઇંને કંઝ્યૂમર અફેર્સ મિનિસ્ટ્રી જ ચલાવે છે. તેમાંથી મળેલા આંકડાઓનાં આધારે જ મિનિસ્ટ્રી નિયમોમાં ફેરફાર કરવાનાં વિચાર કરે છે. મંત્રાલયે હાલમાં જ ફાર્મા અને મેડિકલ ડિવાઈઝીઝ ઈંડસ્ટ્રીની સાથે બેઠક કરી હતી જેમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફિસરનાં ટોપ અધિકારી પણ જોડાયા હતા.
ગ્રાહક મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે જેમાં આદેશો આપવામાં આવ્યાં છે કે હવેથી કોઈપણ દુકાનદાર કે મોલનો કર્મચારી ગ્રાહક પાસેથી તેમનો મોબાઈલ નંબર આપવા માટે ફોર્સ નહીં કરી શકે અને જો કોઈ આવું કરે છે તો કંઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત આ એક ખોટી ટ્રેડ પ્રેક્ટિસ મનાશે.
તમે મોલ કે દુકાનમાં જ્યારે ખરીદી કરવા જાઓ છો ત્યારે પેમેન્ટ કરવાથી પહેલા કર્મચારી તમારી પાસેથી તમારી ડિટેલ્સ માંગે છે જેમ કે તમારો મોબાઈલ નંબર! સતત વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં લેતાં સરકારે ગ્રાહકોનાં હિતમાં આ નિર્ણય કર્યો છે. જેમાં કોઈપણ ગ્રાહક, દુકાનદાર કે મોલનાં કર્મચારીને પોતાનો નંબર જણાવવા માટે બંધાયેલ નથી.

Advertisement

Health

બાળકોમાં વધી રહ્યા છે મેદસ્વીતાના કેસ જાણો તેના કારણો અને ઉપાય

Published

on

વધતી જતી સ્થૂળતા વયસ્કોથી લઈને બાળકો માટે સમસ્યા બની રહી છે. સ્થૂળતા એક એવી સમસ્યા છે, જે ન માત્ર અનેક રોગોને આમંત્રણ આપે છે, પરંતુ બાળકોના મનોવિજ્ઞાન પર પણ તેની ખરાબ અસર પડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો બાળકોના સ્વાસ્થ્ય કે મેદસ્વિતાનું સમયસર ધ્યાન રાખવામાં ના આવે તો તેની અસર તેમના મનોવિજ્ઞાન પર પણ પડે છે. છેલ્લાં 1 વર્ષમાં બાળકોમાં મેદસ્વિતાના કેસ ઘણા વધ્યા છે. મેદસ્વિતાના બે કારણ છે ફેમેલી હિસ્ટ્રી અને બીજી ખાણીપીણી. પ્રથમ આનુવંશિક એટલે ફેમિલી હિસ્ટ્રીથી મળતી મેદસ્વિતા અને બીજુ બહારના કારણોથી વધતી મેદસ્વિતા. બાળકોની ફિઝીકલ એકટીવીટી ઓછી થઈ જવાથી અને આખો દીવસ ટીવી અને મોબાઈલ સામે રહેવાથી તેઓ મેદસ્વી બની રહ્યા છે. વધારે પડતો સ્ક્રીન ટાઈમ, સ્લીપ પેટર્નમાં ફેરફાર અને હાઈ કોલેસ્ટેરોલવાળા જંકફૂડ આ સમસ્યાનું કારણ છે.મોટાઓ સાથે નાના ભૂલકાંઓ પણ હવે મેદસ્વી બની રહ્યા છે. પહેલાં આ સમસ્યા અમેરિકા જેવા હાઈ ઈન્કમ દેશોમાં હતી હવે તે મિડલ અને લો ઈન્ક્મ ધરાવતા દેશોમાં પહોંચી ગઈ છે. પીડિયાટ્રિક ઓબેસિટી જર્નલમાં બાળકોની મેદસ્વિતા પર એક રિસર્ચ થયું છે. રિસર્ચમાં સામેલ બાળકોમાં ફેટની માત્રા વધારે જોવા મળી. સાથે જ હૃદયની નસો પણ સંકોચાયેલી હતી. તેને કારણે આ બાળકોમાં લોહીનું પરિભ્રમણ અનિયમત હતું.બાળકોમાં વધુ વજન ની સમસ્યા ખુબજ સામાન્ય બનતી જાય છે. નાની ઉંમર માં વધુ પડતું વજન વિવિધ અસાધ્ય રોગો ને નોતરે છે. બાળકો માં ઉમેરાતી ખોટી કેલરી અને નિયમિત કસરત નો અભાવ આ મેદસ્વિતા માટે જવાબદાર છે.

રિસર્ચના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતાનું સૌથી મોટું કારણ ખાણીપીણી છે. ઘરના ખોરાક સિવાય માર્કેટના ફૂડમાંથી મળતી કેલરીને બાળકો બર્ન નથી કરી શકતા. પરિણામે, બાળકનું વજન વધે છે. દેશના બાળકોમાં મેદસ્વિતાના કેસ વધી રહ્યા છે. ભારતમાં લગભગ 1.4 કરોડ બાળકો મેદસ્વિતા પીડિત છે.આજ કાલ ના બાળકો માં નિયમિત કસરત નો અભાવ જોવા મળે છે. બાળકો મોટે ભાગે ઘર માં જ ટીવી, લેપટોપ, મોબાઈલ પર રમતો રમવામાં વ્યસ્ત રહે છે. અને બહાર રમવાનું પણ ટાળે છે.ઘર માં બનતી વાનગીઓ માં પણ વધુ પડતું ચીઝ, બટર, તેલ , મેદો તથા સફેદ ખાંડ નું પ્રમાણ પણ મેદસ્વિતા વધારે છે. ચોકલેટ, આઈસ્ક્રીમ, બહાર ની મિઠાઈ ઓ, પેકેટ ફૂડ, પ્રોસેસ ફૂડ, બહાર મળતા ઠંડા પીણા, વગેરેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં મેદ જમા થાય છે.બાળકો નું વધારે પડતા બહાર મળતા ખોરાક નું સેવન .બાળકો વિવિધ ફમદયિશિંતયથી આકર્ષાઈ બહાર નો ખોરાક લેવા માટે પ્રેરાય છે. અને આ ખોરાક શરીર માં ખોટી કેલરી અને મેદ નું પ્રમાણ વધારે છે. ઘણી વખત માતા પિતા પણ પોતાના કામો માં સતત વ્યસ્ત હોવાથી, યિફમુ જ્ઞિં યફિં ફૂડ બાળકો ને આપે છે. જે ખોટી કેલરી શરીર માં ઉમેરે છે.માતા પિતા કે કુટુંબ ની અન્ય વ્યક્તિ માં જો મેદસ્વિતા હોય તો બાળક માં પણ જાડાપણુ થવાની શક્યતાઓ વધી જાય છે. ઘણી વખત બાળકો માં જોવા મળતી માનસિક તાણ, પણ ભૂખ કરતા વધુ ખોરાક લેવા માટે જવાબદાર હોય છે.

બાળકોમાં જોવા મળતી મેદસ્વિતાના માઠા પરિણામો:

Advertisement

નાનપણમાં જ જોવા મળતી મેદસ્વિતા શરીરમાં સમય જતા ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, અસ્થમા, શ્વાસોશ્વાસમાં તકલીફ, ઊંઘ માં અનિયમિતતા, યકૃત પર સોજો, પાચનતંત્ર ની તકલીફો , હાઈ કોલેસ્ટેરોલ તથા સાંધા માં દુખાવો વગેરે જેવી બીમારી ઓ ને નોતરે છે. ઘણી વખત બાળકો ને આ જાડાપણું તેમના માનસિક સ્તર ઉપર પણ અસર કરતું હોય છે. આવા બાળકો લઘુતાગ્રંથિથી પણ પીડાતા હોય છે. તેમના સ્વભાવ તથા યાદશક્તિ ઉપર પણ માઠી અસરો જોવા

મેદસ્વિતા એટલે શરીરનું વજન જરૂૂરિયાત કરતા વધારે હોવું. શરીરની રચના જોઈને તેની તપાસ કરવામાં નથી આવતી. મેદસ્વિતા કેટલી છે તે ત્રણ પ્રકારે તપાસવામાં આવે છે. પ્રથમ, શરીરનું ફેટ, મસલ્સ, હાડકાં, અને બોડીમાં રહેલા પાણીનું વજન તપાસવામાં આવે છે. બીજું છે બોડી માસ ઈન્ડેક્સ. ત્રીજી તપાસમાં હિપ અને કમરની સાઈઝ જોવામાં આવે છે. આ તપાસ દર્શાવે છે કે ખરેખર તમે મેદસ્વી છો કે નહીં.

મેદસ્વીતાને કંટ્રોલ કરવાના ઉપાયો

બાળકોને નાસ્તામાં ફણગાવેલા કઠોળ, એટલે કે મગ, ચણા અથવા ફળ આપી શકો છો. આવું કરવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોની માત્રા વધી જાય છે. મોસમી લીલા શાકભાજીને તેમની ડાયટમાં સામેલ કરો. વધારે ફેટવાળું દૂધ, બટર તથા પનીરથી દૂર રાખો. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, કચોરી, સમોસા, પિત્ઝા, અને બર્ગરથી બને એટલું તેમને દૂર રાખવા.

Advertisement

બાળકો ની મનપસંદ એવી બહાર મળતી વાનગીઓ ઓ નું ઘરે જ હેલ્ધી વાનગીઓ માં રૂૂપાંતર કરવું જેમ કે મેદા ની જગ્યા એ ઘઉં માંથી વાનગીઓ બનાવવી. સફેદ ખાંડ ના સ્થાને મધ નો ઉપયોગ, ચીઝ ની જગ્યા એ પનીર નો ઉપયોગ વગેરે .નિયમિત કસરત નું મહત્વ સમજાવી તે માટે તેમને પ્રેરિત કરવા.

ભોજન ની વચ્ચેના સમયમાં ઘરે બનાવેલો અને હેલ્ધી નાસ્તો આપવો.

ઋતુ અનુસારના ફળો, શાકભાજી, દહી, ડ્રાય ફ્રૂટ, સુપ, જ્યુસ વગેરેનો બાળકોના દૈનિક આહારમાં સમાવેશ કરવો.

બાળકનો સ્ક્રીન ટાઈમ ઘટાડવો

Advertisement

બાળકોમાં જોવા મળતી આ મેદસ્વિતાની સમસ્યાને આપણે સૌ એ સાથે મળી ને દૂર કરવાની રહેશે. બાળક કેવો ખોરાક લે છે, કેટલો ખોરાક લે છે, કેટલો સમય કસરત કરે છે, વધુ કેલરી કે જરૂૂર કરતા ઓછી કેલરી વાળો ખોરાક તેના માટે કેટલો નુકશાન કારક છે આ બધા જ માટે માતા પિતા એ જાગૃત રહેવું અત્યંત આવશ્યક છે.

Continue Reading

Health

વીમા ક્ષેત્રે સર્જાશે ક્રાંતિ, તમામ સેવાને આવરી લેતી ઓલ ઈન વન પોલિસી

Published

on

આરોગ્ય, જીવન, મિલકત, અકસ્માત તમામનો એક જ પોલિસીમાં સમાવેશ કરવા ‘ઈરડા’ કાર્યરત

અલગ-અલગ હેતુ માટે અલગ અલગ વિમા પોલીસી લેવાની પરોજણમાંથી મુક્તિ મળે તેવો નિર્ણય ઈરડા દ્વારા લેવામાં આવી રહ્યો છે હવે તમામ હેતુ માટે ઓલ-ઈન વન પોલીસી લાગુ પાડવામાં આવનાર છે.
આજે પણ વીમાની લગભગ તમામ લાઇનોમાં અસ્તિત્વમાં છે તેવા વિશાળ રક્ષણાત્મક ગાબડાઓને ફ્લેગ કરતા, ઈંછઉઅના વડા દેબાશીશ પાંડાએ જણાવ્યું છે કે તેઓ વીમામાં ઞઙઈં જેવી ક્ષણ બનાવવા માટે પ્રયત્નશીલ છે.
જો ભારતના વીમા નિયમનકારની યોજનાઓ ફળીભૂત થાય, તો દેશભરના પરિવારો ટૂંક સમયમાં આરોગ્ય, જીવન, મિલકત અને અકસ્માતને આવરી લેતી સસ્તું સિંગલ પોલિસી મેળવી શકશે, તેમના દાવા કલાકોમાં પતાવશે અને જીમ અથવા યોગ જેવી મૂલ્યવર્ધિત સેવાઓ પણ સુરક્ષિત કરી શકશે.
દેશમાં વીમાના નબળા પ્રવેશને વિસ્તૃત કરવા માટે મહત્વાકાંક્ષી બિડમાં, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (ઈંછઉઅ) નાગરિકોને બહુવિધ જોખમો સામે રક્ષણ આપવા માટે એક નવી સસ્તું બંડલ પ્રોડક્ટ તૈયાર કરી રહી છે, અને મૃત્યુ નોંધણીઓને લિંક કરીને દાવાની પતાવટને ઝડપી બનાવવા માંગે છે.

Advertisement
Continue Reading

Health

આજે વિશ્ર્વ થાઈરોઈડ દિવસ, હાલમાં ભારતમાં અંદાજિત 4.5 કરોડ લોકો રોગથી પીડિત

Published

on

પ્રાસંગિક મેહુલ દામાણી

 

ગુજરાત મિરર, રાજકોટ તા. 25
સમગ્ર વિશ્ર્વમાં 25 મે નાં રોજ વિશ્ર્વ થાઈરોઈડ ડે તરીકે ઓળખાય છે, આનો હેતુ થાઈરોઈડનાં રોગ વિશે જનજાગૃતિ કેળવવાનો છે,જેથી થાઈરોઈડ રોગોનું સમયસર નિદાન તથા સારવાર થઈ શકે. આપણા દેશની વાત કરીએ તો આશરે 4.5 કરોડ લોકો થાઈરોઈડના રોગથી પીડાય રહયા છે. આમાનાં આશરે 30 લાખ લોકો આપણા ગુજરાતમાં વસેલા છે અને દુ:ખની વાત એ છે કે આમાનાં ઘણાં લોકોને ખબર પણ નથી હોતી કે તેમને થાઈરોઈડ અંગેની તકલીફ છે.
થાઈરોઈડ એ બધા લોકોમાં ગળાનાં આગળનાં ભાગમાં આવેલ પતંગીયા આકારની એક અંત:સ્ત્રાવ (એન્ડોક્રાઈન) ગ્રંથી છે, તે ગ્રંથીમાંથી ટી3 અને ટી4 નામના હોર્મોનનો લોહીમાં સ્ત્રાવ થાય છે જે માથાના વાળથી લઈને પગનાં નખ સુધીની બધી જ ક્રિયાઓને પ્રભાવિત કરે છે. આ હોર્મોનનું પ્રમાણ જેટલું અસંતુલિત બને એ મુજબની અસરો પડતી હોય છે.
થાઈરોઈડ મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે. હાઈપોથાઈરોઈડ (લીલો થાઈરોઈડ) કે જેમાં શરીરમાં થાઈરોઈડનું પ્રમાણ ઘટી જાય છે, હાઈપર થાઈરોઈડ (સુકો થાઈરોઈડ) કે જેમાં શરીરમાં થાઈરોઈડનું પ્રમાણ વધી જાય છે અને થાઈરોઈડની ગાંઠ – સાદી અને કેન્સરની કેવા કેવા લક્ષણો હોય તે માટે તબીબનો સંપર્ક કરવો હિતાવહ છે. હાઈપો થાઈરોઈડનાં મુખ્યત્વે લક્ષણોમાં પાચનતંત્રની ક્રિયા ધીમી પડતી જતી હોવાથી કબજીયાત થવુ, વજન વધી જવું, હૃદયનાં ધબકારા ધીમા પડી જવા, થાક લાગવો, વાળ ખરવા, ઠંડીમાં સહનશકિતમાં ઘટાડો, ચહેરો સોજી જવો, કોલેસ્ટ્રોલ વધી જવું, માસિકમાં અનિયમીતતા વગેરે જેવી તકલીફો થાય છે જ્યારે હાઈપર થાઈરોઈડમાં આના કરતા વિપરીત અસર થાય છે જેમાં મુખ્યત્વે ગોઈટર, હાથ ધ્રુજવા, ચિડચીડીયાપણું આવવું, વજન ઘટવો, ગરમી સહન ન થવી તથા ઉંઘ ન આવવી વિગેરે લક્ષ્ણો જોવા મળે છે.
જો થાઈરોઈડનાં રોગ વિશે પુરી માહીતી લેવામાં આવે, ડોકટરની સલાહનું યોગ્ય પાલન કરવામાં આવે અને જણાવ્યા પ્રમાણે બધી કાળજી લાવવામાં આવે તો થાઈરોઈડની તકલીફ હોવા છતા પણ એક સ્વસ્થ અને સુખી જીવન જીવી શકાય છે. તેમ ડો. ક્રિષ્ના મોરી, એમ.ડી., ડી.એમ., એન્ડોક્રિનોલોજી, મોરી ડાયાબીટીક એન્ડ એન્ડોક્રાઈન સેન્ટર, 20/26 ન્યુ જાગનાથ પ્લોટ, રાજકોટ, મો.81404 11110 ની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ