Connect with us

Rajkot

ગોંડલના ઘોઘાવદરમાં કારની લે-વેચના ધંધાર્થીનું અકસ્માતમાં મોત

Published

on

રામોદ પાસે બાઈક સ્લિપ થતા કાળ ભેટ્યો : આધાર છીનવાતા પરિવાર પર આભ ફાટ્યું

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતા યુવાન રામોદ તરફ જઈ રહ્યા હતા ત્યારે વળાંક ઉપર સ્પીડ બ્રેકર પાસે તેમનું બાઇક સ્લીપ થઈ જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યુ હતુ.બનાવ ના પગલે પરીવાર મા આક્રંદ છવાયુ હતુ.
પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘાવદર ગામે રહેતા અને ફોર વ્હીલ કારની લે વેચ નો વ્યવસાય કરતા પિયુષભાઈ રમેશભાઈ ધડુક રવિવાર સાંજના રામોદ તરફ જઈ રહ્યા હતા ત્યારે રામોદ ગામના વણાક પાસે સ્પીડબેકર નજીક પોતાનું જ્યુપિટર બાયક સ્લીપ થઈ જતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને હેમરેજ થઈ જતા મોત નીપજ્યું હતું ઘટનાની કરુણતા એકે થોડા સમય પહેલા જ તેમના પિતા નું પણ નિધન થયું હતું પરિવારમાં તેઓ એકના એક પુત્ર હતા અને ઘરના આધાર સ્તંભ સમાન હતા તેનું પણ અકાળે નિધન થતાં હાલ પરિવારમાં દાદા દાદી માતા અને પત્ની જ રહ્યા છે જ્યારે બે બહેનો સાસરે હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement
Continue Reading
Advertisement

Rajkot

ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટનું તેડું

Published

on

શહેરમાં રહેતા વિવેકસિંહ રાઠોડે જૂનાગઢના તેના મિત્ર કુરજીભાઈ નાથાભાઈ કણજારીયાને રૂા. 4 લાખ હાથ ઉછીના આપેલા. અને વિવેકસિંહને જરૂૂર પડે ત્યારે પરત આપવા ખાતરી આપેલી. વિવેકસિંહે ઉછીની આપેલી રકમ પરત માંગતા કુરજીભાઈએ રૂા.4 લાખનો ચેક આપેલો. આ ચેક રિટર્ન થતા વિવેકસિંહે પોતાના વકીલ મારફત નોટિસ પાઠવ્યા પછી પણ રકમ ન ચૂકવતા ફરિયાદી વિવેકસિંહે આરોપી કુરજીભાઈ સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફે રજૂ કરેલા પુરાવા ધ્યાને લઇ ન્યાયાધીશ વાય.બી. ગામીતે આરોપી કુરજીભાઈને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઈશ્યુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ મહેશકુમાર એસ. જોશી રોકાયેલા છે.

Continue Reading

Rajkot

મોચીનગરમાં જુની અદાવતનો ખાર રાખી એસ.ટી.ડ્રાઈવર ઉપર ચાર શખ્સનો હુમલો

Published

on

ઢીકાપાટુ અને લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ

શહેરના જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા એસ.ટી. ડ્રાઈવર ઉપર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર મોચીનગર શેરી નં.5માં રહેતા અને એસ.ટી.ડ્રાઈવર તરીકે નોકરી કરતાં હનીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.34) ગઈ કાલે સાંજે ઘર નજીક તેના મિત્રની ફાયનાન્સની ઓફિસ પાસે બેઠો હતાં ત્યારે ત્યાં રહેતા જનકભાઈ સાથે બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી જનક, તેનો ભાઈ અતુલ અને અજાણ્યા બે શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકા પાટુનો અને લોખંડના પાઈપ વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે હનીરાજસિંહ વાઘેલાની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેે.

Advertisement
Continue Reading

Rajkot

‘અરજી ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉં’ કહી ટીઆરબી જવાનને માર માર્યો

Published

on

અગાઉ ઝઘડો થયો હોય જેના સમાધાન માટે ભેગા થઈ મારમારી ધમકી આપી: બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ

શહેરના જંગલેશ્ર્વરમાં રહેતા ટીઆરબી જવાનને બે શખ્સોએ અરજી પાછી ખેંચી લેજે નહીતર જીવવા નહીં દઉ તેમ કહી માર મારી છરી બતાવી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ અંકુર સોસાયટી આરએનસી ક્વાર્ટરમાં રહેતા તૌફિક સલમભાઈ મીરજા (ઉ.વ.22)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદામ કરીમભાઈ પરમાર અને સાહીલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે અને નોકરી સિવાયના સમયમાં રીક્ષા ચલાવે છે. ગત તા. 30ના બપોરે કેનાલ રોડ પર પેસેન્જર રાહ જોઈ ઉભો હતો ત્યારે આરોપી ત્યાંથી પસાર થતા ક્યા જવું છે? તેમ પુછતા ઝઘડો કર્યો હતો. જે બાબતે તેણે એ ડિવિઝન પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી બંને આરોપીએ ઘરે આવી સમાધાન કરવાનું કહી વાતચીત દરમિયાન આરોપીઓને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી મારમાર્યો હતો. અને છરી કાઢી અરજી પરત ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉ તેમ કહી ખુનની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ