Connect with us

Editor's Choice

ગુજરાત-મહારાષ્ટ્રમાં કોરોના ફેલાઈ રહ્યો છે : લોકો સાવચેત રહે એ જ ઉપાય

Published

on

કોરોના સાવ જતો રહ્યો છે એમ માનીને ભારતમાં લોકો નિરાંતે જીવી રહ્યાં હતાં ત્યાં અચાનક જ કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવવા માંડતાં સાબદા થવાની વેળા પાછી આવી ગઈ હોય એવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કેસોના કારણે દેશમાં કોરોનાના એક્ટિવ મામલાઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. થોડા દિવસ પહેલા લગી કોરોનાના નવા કેસો બે આંકડામાં આવતા હતા. મતલબ કે, 100ની અંદર રહેતા હતા. એ વધીને ત્રણ આંકડામાં થયા ને હવે ચાર આંકડામાં પહોંચ્યા છે. કોરોનાના નવા કેસો વધવાની સાથે સાથે મૃત્યુ આંક પણ વધવા માંડ્યો છે. સોમવાર સવાર સુધીમાં પૂરા થતા 24 કલાકમાં કોરોનાના 1,805 નવા દર્દીઓ નોંધાયા ને 6 લોકો મૃત્યુ પામ્યાં હતાં. આ પહેલાં રવિવારે સવાર સુધીમાં નવા 1,890 કોરોના કેસ મળ્યા હતા અને 7 લોકો મૃત્યુ પામ્યાં હતાં. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધી રહી છે એ જોતાં આ આંકડો હજુ વધ્યા જ કરશે.

ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય એ છે કે, કોરોનાના નવા સૌથી વધારે કેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. સોમવાર સવાર સુધીના 24 કલાકમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 397 અને ગુજરાતમાં 303 નોંધાયા હતા. કેરળ 299 કેસ, કર્ણાટક 209 કેસ અને દિલ્હી 153 કેસ સાથે પાછળ જ છે પણ છતાં ગુજરાત અને મહારાષ્ટ્ર બહુ આગળ છે. સૌથી વધારે એક્ટિવ કેસમાં પણ માત્ર કેરળ 2,471 કેસ સાથે આગળ છે જ્યારે મહારાષ્ટ્ર 2,117 કેસ સાથે બીજા અને ગુજરાત 1,697 કેસ સાથે ત્રીજા નંબરે છે. બાકીનાં રાજ્યોમાં એક્ટિવ કેસોની સંખ્યા હજારથી ઓછી છે. આ બંને રાજ્યોમાં ગુજરાતીઓની વસતી સૌથી વધારે છે તેથી ચિંતાનો વિષય કહેવાય. ગુજરાતમાં તો ગંભીર સ્થિતિ એટલા માટે છે કે, એક તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે તો બીજી તરફ રાજ્યમાં ફરી એક વાર કોરોના કેસો ધડાધડ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસોમાં અંધાધૂંધ વધારો થતાં ચિંતા હતી જ તેમાં હવે કોરોના ઉમેરાયો છે. ગુજરાતમાં સ્થિતિ એ રીતે પણ ગંભીર છે કે કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. મતલબ કે, દેશમાં નોંધાતા 1800 જેટલા કોરોનાના નવા કેસોમાંથી છઠ્ઠા ભાગના તો ગુજરાતમાં જ છે. નવા 300 કરતાં વધારે કેસોની સામે 134 દર્દીઓ સાજા થયા છે તેથી અડધા કરતાં વધારે કેસો એક્ટિવ કેસોમાં ઉમેરાયા છે. આ પૈકી મોટા ભાગના કેસોમાં સ્થિતિ ગંભીર નથી ને હાલ માત્ર પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે પણ આ આંકડો ક્યારે વધવા માંડે એ કહેવાય નહીં. આ આંકડા એટલા માટે આપ્યા છે કે જેથી ખ્યાલ આવે કે કોરોનામાં મૃત્યુનો જે સિલસિલો શરૂૂ થયો છે તેમાં નાનાં બાળકો અને વૃદ્ધો સૌથી વધારે ભોગ બની રહ્યાં છે. સ્થિતિ વધારે ગંભીર બને એ પહેલાં આપણે જાગવાની જરૂૂર છે. કેન્દ્ર સરકારે વધતા કેસોને ધ્યાનમાં લઈને તૈયારીઓ શરૂૂ કરી જ દીધી છે.

કેન્દ્ર સરકાર એ રીતે પોતાની તૈયારીમાં લાગેલી જ છે પણ વધારે સતર્કતા લોકોએ રાખવી જરૂૂરી છે. મેડિકલ એક્સપર્ટ્સ માને છે કે, કોરાનાના વધતા કેસો માટે નવો એક્સબીબીબી 1.16 વેરિએન્ટ જવાબદાર હોઈ શકે છે પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કરો તો ગભરાવાની જરૂૂરિયાત નથી. કોરોના અને ઈન્ફ્લુએન્ઝાના કેસ વધવા પાછળનું એક કારણ વાતાવરણમાં ફેરફાર પણ ગણાય છે. આ સિઝનમાં દર વર્ષે ઇન્ફ્લૂએન્ઝાના કેસ વધે છે તેથી ગભરાવાની જરૂૂર નથી. માત્ર માસ્ક પહેરી રાખો તો પણ કોરોનાથી દૂર રહી શકાશે.

Advertisement

Editor's Choice

અધવચ્ચેથી અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓની મોટી સંખ્યા ચિંતાજનક: ઉકેલ શોધવો જરૂરી

Published

on

કોઈપણ દેશની શિક્ષણ પ્રણાલીની સફળતા એ હકીકતમાં રહેલી છે કે પ્રાથમિકથી ઉચ્ચ સ્તર સુધી શિક્ષણની પ્રાપ્તિમાં સાતત્ય રહે છે. જો કોઈ કારણસર વિદ્યાર્થીને આગળના અભ્યાસમાં મુશ્કેલી આવી રહી હોય તો તેને દૂર કરવા માટે પગલાં લેવા જોઈએ. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી આ પ્રશ્ન સતત ઉઠી રહ્યો છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં અભ્યાસ અધવચ્ચે જ છોડી દે છે અને તેમનો આગળનો અભ્યાસ પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં આવતા નથી. સરકારથી લઈને શિક્ષણ સુધી આ મુદ્દે કામ કરતી સંસ્થાઓના અભ્યાસ અહેવાલોમાં આ ચિંતા ઘણી વખત રેખાંકિત કરવામાં આવી છે, પરંતુ આજ સુધી કોઈ સાર્થક ઉકેલ આવ્યો નથી. હવે ફરી એકવાર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2022ની બોર્ડ પરીક્ષાઓના વિશ્ર્લેષણમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં લાખો બાળકો દસમા અને બારમાના સ્તરે અભ્યાસ છોડી દે છે.

વિશ્ર્લેષણ મુજબ, ગયા વર્ષે 35 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ધોરણ 11માં ગયા ન હતા. આ 27 લાખમાંથી સાડા સાત લાખ વિદ્યાર્થીઓ સફળ થયા ન હતા અને સાડા સાત લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા ન હતા. તે શક્ય છે કે ડ્રોપ આઉટના સંદર્ભમાં કોઈની સીધી ભૂમિકા જોવામાં ન આવે, પરંતુ છેવટે તે પ્રણાલીગત ખામીઓ સાથે સંબંધિત પ્રશ્ન છે, જેમાં શાળા શિક્ષણના સ્વરૂૂપથી સામાજિક-આર્થિક પરિબળો તેમની ભૂમિકા ભજવે છે. શિક્ષણ મંત્રાલય દ્વારા વિશ્ર્લેષણ કરાયેલા ડેટા અનુસાર, ધોરણ 10 પછી ધોરણ 11માં ન ગયેલા 3.5 મિલિયન વિદ્યાર્થીઓમાંથી 85 ટકા અગિયાર રાજ્યોના હતા. એ જ રીતે ગયા વર્ષે 23.4 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 12 પછી અભ્યાસ છોડી દીધો હતો. તેમાંથી સિત્તેર ટકા અગિયાર રાજ્યોના હતા. એટલે કે લગભગ 58 લાખ વિદ્યાર્થીઓ દસમા અને બારમામાં અભ્યાસ છોડી દે છે, તેથી તે કોઈપણ સરકાર માટે ખૂબ જ ચિંતાનો વિષય હોવો જોઈએ અને તે એકંદર શિક્ષણ વ્યવસ્થામાંથી સરકારી કલ્યાણકારી કાર્યક્રમોના જમીની સ્તરના અમલીકરણ પર પ્રશ્નાર્થ ચિહ્ન છે.

નીતિ સ્તરે, શિક્ષણને ઉચ્ચ પ્રાધાન્ય આપવામાં આવતું હોય તેવું લાગે છે, પરંતુ તેનાથી વિપરીત, શાળા શિક્ષણ છોડી દેવાનું વલણ નીતિ સ્તરે નિષ્ફળતા અથવા ઉદાસીનતાનું સૂચક છે. તે સમજવું મુશ્કેલ છે કે આ ચિંતા આટલા લાંબા સમયથી ચાલુ છે અને આ મુદ્દા પર કોઈ ઉકેલ સુધી પહોંચવું મુશ્કેલ છે! એ જાણીતી હકીકત છે કે એક તરફ, શાળા-કોલેજની શિક્ષણ પ્રણાલીમાં નિર્ધારિત ધોરણો ઘણા વિદ્યાર્થીઓને સરળતાથી સ્વીકાર્ય નથી, તો બીજી તરફ, સાતત્યના અભાવ પાછળ સામાજિક અને આર્થિક પરિબળો પણ મોટી ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં. ગરીબ પરિવારમાંથી તેજસ્વી વિદ્યાર્થી હોવા છતાં, ઘણી વખત તેને તેના પરિવારની આર્થિક સ્થિતિ, જરૂૂરિયાત અને પૃષ્ઠભૂમિને કારણે શાળા છોડી દેવાની ફરજ પડે છે.સ્વાભાવિક છે કે, શાળા-કોલેજ ડ્રોપઆઉટનો મુદ્દો શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ, શિક્ષણ અને અધ્યયનના સ્વરૂૂપ, ગરીબી અને અન્ય ઘણા પરિબળો સાથે સંબંધિત છે અને તેના ઉકેલ માટે તમામ મુદ્દાઓને એક સૂત્રમાં જોવું પડશે.

Advertisement

Continue Reading

Editor's Choice

પંજાબની શીખ પ્રજાનો ટેકો નથી, છતાં વિદેશમાં ખાલિસ્તાની ચળવળ કોના જોરે?

Published

on

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાની યાત્રાએ ગયા છે. રાહુલ વિદેશ જાય ત્યારે ત્યારે કોઈ ને કોઈ બખેડો કરે જ છે. અમેરિકા યાત્રાના પહેલા દિવસે પણ તેમણે ભારતના મુસલમાનોની હાલત દલિતો જેવી હોવાનું નિવેદન કરીને બખેડો ખડો કરી જ દીધો છે. રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસ્કોમાં પ્રવચન કરી રહ્યા હતા ત્યારે વચ્ચે જ કેટલાક ખાલિસ્તાનવાદીઓ ઊભા થઈ ગયા. તેમણે ખાલિસ્તાનના ઝંડા ફકરાવ્યા ને ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા. આ લોકોએ કોંગ્રેસ અને ઈન્દિરા ગાંધી વિરોધી સૂત્રો પણ પોકાર્યાં. તેના કારણે રાહુલે લાંબો સમય સુધી ભાષણ રોકવું પડ્યું. પોલીસે આ ખાલિસ્તાનવાદીઓને બહાર કાઢ્યા પછી રાહુલ ફરી ભાષણ શરૂૂ કરી શક્યા ને મામલો ટાઢો પડ્યો પણ આ ઘટનાએ વિદેશમાં ખાલિસ્તાનવાદીઓની સક્રિયતા તરફ દેશનું ફરી ધ્યાન દોર્યું છે. શીખોને કોંગ્રેસ અને ઈન્દિરા ગાંધી સામે કેમ રોષ છે એ જગજાહેર છે. આ રોષનો ફાયદો લઈને ખાલિસ્તાનવાદીઓ પોતાનો રોટલો શેકી રહ્યા છે. પંજાબમાં આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે આતંકવાદી નેતા જરનૈલસિંહ ભિંડરાનવાલેએ 1982માં અમૃતસરના સુવર્ણ મંદિર પર કબજો કરી લીધો હતો. ભિંડરાનવાલેએ હથિયારો સાથેના માણસો ગોઠવીને કિલ્લે બંધી કરી દીધી હતી ને શીખો માટેના પવિત્ર સુવર્ણ મંદિરમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓનું સંચાલન થવા માંડ્યું.

ઈન્દિરાએ સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલીને ભિંડરાનવાલેને ઠેકાણે પાડી દેવાની યોજના બનાવીને જનરલ અરુણ વૈદ્યને આર્મી ચીફ બનાવ્યા પછી જનરલ વૈદ્યે શીખ આતંકવાદીઓ સામે લશ્કરને ઉતાર્યું. ઈન્દિરાએ 1982માં પહેલીવાર સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલ્યું ત્યારે ભિંડરાનવાલેના માણસો ચૂપચાપ નીકળી ગયા હતા પણ લશ્કરની વિદાય પછી તેમણે ફરી સુવર્ણ મંદિર પર કબજો કરી લીધો. જૂન 1984માં ઈન્દિરાની ઈચ્છા અનુસાર જનરલ અરુણ વૈદ્યે ફરી સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલ્યું ને ભિંડરાનવાલેને સાફ કરી નાંખ્યો. ઓપરેશન બ્લુ સ્ટારમાં ભિંડરાનવાલે તો ગયો પણ શીખો ભડકી ગયા. આ આક્રોશનું પરિણામ ઈન્દિરાની હત્યામાં આવ્યું. શીખો માટે ઈન્દિરા વિલન બની ગયાં ને એ છાપ હજુ ગઈ નથી. કોંગ્રેસીઓએ ઈન્દિરાની હત્યા પછી શીખ વિરોધી રમખાણોમાં ભજવેલી ભૂમિકાના કારણે શીખોનો મોટો વર્ગ કોંગ્રેસને માફ નથી કરી શક્યો

.
ખાલિસ્તાનવાદીઓની હવા કાઢવી હોય તો આ લોકોને સજા કરાવવી જોઈએ કે જેથી તેમની પાસે કોઈ મુદ્દો જ ના રહે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તો કશું થવાની આશા જ નહોતી પણ મોદી સરકાર આવી પછી પણ કશું નક્કર થયું નથી. શીખોના હત્યાકાંડને ચાર દાયકા થવા આવ્યા છતાં આ હત્યાકાંડ બદલ અત્યાર સુધીમાં માંડ સાડા ચારસો લોકોને જ સજા થઈ. જેમને સજા થઈ છે એ બધા પણ નાના નાના માણસો છે. આ હત્યાકાંડના અસલી વિલનોમાંથી માત્ર સજ્જનકુમારને સજા થઈ છે જ્યારે ભગતથી માંડીને ટાઈટલર સુધી બધા બહાર ફરે છે.

Advertisement

સીટની ભલામણ 241 કેસો બંધ કરી દેવાની હતી ને કેન્દ્ર સરકારે આ ભલામણ માનીને 241 કેસો બંધ કરી નાંખ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે સુપરવાઈઝરી પેનલ બનાવીને ચકાસણી કરવા કહ્યું પછી 241 કેસોમાંથી 199 કેસોની ફરી તપાસના આદેશ થયા હતા પણ પછી કશું નક્કર ના થયું તેથી શીખોમાં અન્યાયની લાગણી બળવત્તર બનાવવાની ખાલિસ્તાનવાદીઓને તક મળી ગઈ છે.
આ લાગણીને નાબૂદ કરવા માટે શીખ વિરોધી રમખાણોના કેસોમાં ન્યાય કરવો પડે, ખાલિસ્તાનવાદીઓને શીખો જ આપોઆપ નકારી કાઢશે.

Continue Reading

Editor's Choice

તમાકુના વ્યાપક સેવનથી દેશનું યુવાધન ખોખલું થઇ રહ્યું છે

Published

on

ભારતમાં તમાકુના સર્વેક્ષણો અનુસાર, દેશમાં વપરાતા તમામ તમાકુમાંથી એંસી ટકા મુખ્યત્વે ગરીબ, અભણ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા પીવામાં આવે છે. આ આંકડો અનુસૂચિત જાતિ અને જનજાતિના સર્વાંગી વિકાસ માટે ચલાવવામાં આવી રહેલી સરકારી યોજનાઓને છતી કરે છે.

યુવાનોની તાકાત અને ડેમોગ્રાફિક ડિવિડન્ડને કારણે ભારતને શક્યતાઓનો દેશ કહેવામાં આવે છે. અહીંની કુલ વસ્તીમાંથી માત્ર 22 ટકા એટલે કે લગભગ 26.1 કરોડ લોકો 18 થી 29 વર્ષની વયજૂથના યુવાનો છે, જે પાડોશી દેશ પાકિસ્તાનની કુલ વસ્તી કરતા વધુ છે. પરંતુ તમાકુ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો ઉપયોગ ભારતની સંભાવનાઓને દબાવી રહ્યો હોવાનું જણાય છે.

ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે (GATS) ના એક અહેવાલ મુજબ, ભારતમાં લગભગ 267 મિલિયન યુવાનો, જેઓ 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના છે અને સમગ્ર યુવા વસ્તીના 29 ટકા છે, તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. તમાકુ અને તેના સંબંધિત ઉત્પાદનોના આ અંધાધૂંધ ઉપયોગે ભારતને ચીન (300 મિલિયન) પછી વિશ્વનો બીજો સૌથી મોટો તમાકુનો વપરાશ કરનાર દેશ બનાવ્યો છે.

Advertisement

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડાઓ અનુસાર, વિશ્વભરમાં તમાકુના સેવનથી દર વર્ષે લગભગ 80 લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાં ફક્ત ભારતમાં સાડા તેર મિલિયન લોકો આનો ભોગ બને છે. ભારતમાં તમાકુ અને તેના ઉત્પાદનોનો વપરાશ અનુક્રમે પુરૂૂષો અને સ્ત્રીઓમાં થતા તમામ કેન્સરમાં અડધા અને ચોથા ભાગનો હિસ્સો ધરાવે છે.

અત્યાર સુધીના સંશોધન મુજબ તમાકુમાં બેન્ઝીન, નિકોટિન, હાઇડ્રોજન સાયનાઇડ, એલ્ડીહાઇડ, સીસું, આર્સેનિક, ટાર અને કાર્બન મોનોક્સાઇડ વગેરે જેવા સિત્તેર પ્રકારના ખતરનાક પદાર્થો હોય છે, જેની સીધી નકારાત્મક અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ગઈછઈં) ના ડેટા અનુસાર, 2012-16 વચ્ચેના તમામ કેન્સરના કેસોમાંથી 27 ટકા પ્રત્યક્ષ કે આડકતરી રીતે તમાકુ સાથે સંકળાયેલા હતા. ભારતે તમાકુના જોખમને ખૂબ જ ગંભીરતાથી લીધું છે અને તેના માટે ઘણા નક્કર પગલાં લીધા છે. ભારતમાં તમાકુ નિયંત્રણ માટે વર્ષ 2001માં તમાકુ નિયંત્રણ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2003માં સિગારેટ એન્ડ ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ પસાર કરવામાં આવ્યો, જેને ઈઘઝઙઅ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોની જાહેરાતને પ્રતિબંધિત કરવાનો અને તેમના વેપાર, વ્યાપારી ઉત્પાદન અને વિતરણને નિયંત્રિત કરવાનો હતો.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ