Connect with us

Breaking News

ગુજરાત ભાજપમાં મોટી ઊથલપાથલ, અનેક ખેરખાં ઘરભેગા

Published

on

સિનિયરોને આરામ, અનેક નવા ચહેરાઓને અપાઈ તક, અમુક મંત્રીઓ કપાયા તો અમુક રિપીટ, કોંગ્રેસમાંથી આવેલા રીબડિયા, ભગા બારડને પણ ટિકિટ

 

ભાજપ હાઈકમાન્ડની નવી સ્ટેટેજી, ઉમેદવારોની યાદી જાહેર કર્યા પૂર્વે અડધી રાત્રે ફોર્મ ભરવા સૂચના અપાઈ: મોરબીમાં મેરજા, જામનગરમાં હકુભા, રાજકોટમાં રૈયાણીના પત્તા કપાયા

Advertisement

ગુજરાતમાં આગામી તા.1 અને 10 ડિસેમ્બર દરમિયાન યોજાનાર ધારાસભાની ચૂંટણી માટે લાંબી ખેંચતાણ બાદ અંતે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરતાં પૂર્વે અડધી રાત્રે ઉમેદવારોને ફોન કરી ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા અને ફોર્મ ભરી દેવા સૂચના આપવામાં આવતા સમગ્ર ગુજરાતમાં ભારે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. ભાજપની આ યાદીમાં ગુજરાતના મોટા માથાઓ ગણાતા વિજયભાઈ રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ દલાલ, કૌશિક પટેલ, પ્રદિપસિંહ જાડેજા, આર.સી.ફળદુ, ગણપત વસાવા સહિતના અનેક પૂર્વ મંત્રીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. જ્યારે અનેક મંત્રીઓ અને ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી છે તો અમુક બેઠકો ઉપર જૂના ધારાસભ્યોને કાપીને નવા જ ચહેરાઓને ટિકિટ ફાળવવામાં આવી છે. કોંગ્રેસમાંથી જોડાયેલા વિસાવદરના હર્ષદ રીબડિયા અને તાલાળાના ભગાભાઈ બારડને ભાજપની ટિકિટ ફાળવી દેવામાં આવી છે.
ગઈકાલે ભાજપ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની સાંજે મળેલી બેઠક મોડી રાત સુધી ચાલી હતી. આ દરમિયાન મોટાભાગના ટિકિટ દાવેદારોએ રાત ઉજાગરો કર્યો હતો. પરંતુ, 11 વાગ્યે બેઠક પૂરી થયા બાદ કોઈ સત્તાવાર જાહેરાત નહીં થતાં ઉમેદવારો નિરાશ થયા હતા. પરંતુ, ત્યારબાદ રાત્રે 1 વાગ્યાથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયાએ મોબાઈલ ફોન કરીને ભાજપના ઉમેદવારોને ચૂંટણી લડવા માટે તૈયારી કરવા અને ફોર્મ ભરીને તૈયાર રાખવા સૂચનાઓ આપી હતી.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં ચારેય ધારાસભ્યો વિજયભાઈ રૂપાણી, રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠિયાના પત્તા કપાઈ ગયા છે. આ ચારેય બેઠકો ઉપર નવા ચહેરાઓને તક અપાઈ છે.
જેમાં વિજયભાઈ વાળી બેઠક ઉપર ડો.દર્શિતા શાહ, અરવિંદ રૈયાણીની જગ્યાએ ઉદય કાનગડ, ગોવિંદભાઈ વાળી બેઠક ઉપર રમેશભાઈ ટીલાળા તથા રાજકોટ ગ્રામ્યમાં લાખાભાઈ સાગઠિયાની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ફરી તક આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં જેતપુરમાં જયેશ રાદડિયા, જસદણમાં કુંવરજી બાવળિયા તથા ગોંડલમાં ગીતાબા જાડેજા રિપીટ કરાયા છે.
જ્યારે જામનગર જિલ્લામાં જામનગર ગ્રામ્ય બેઠક ઉપરથી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. જામજોધપુર બેઠક ઉપર જૂનાજોગી ચિમન સાપરિયાને રિપીટ કરાયા છે તો જામનગર ઉત્તરમાં રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને દક્ષિણમાં દિવ્યેશ અકબરીને ટિકિટ અપાઈ છે. કાલાવડમાં જૂના ઉમેદવાર મેઘજી ચાવડા રિપીટ થયા છે. ભાવનગરમાં જિતુ વાઘાણીની ટિકિટ ક્ધફર્મ થઈ છે. અન્ય ચાર બેઠકના ઉમેદવાર હજુ જાહેર થયા નથી. મોરબી જિલ્લામાં પણ મોટી ઊથલ-પાથલ થઈ છે મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને કાપી તેની જગ્યાએ કાંતીલાલ અમૃતિયાને ટિકિટ અપાઈ છ.ે જ્યારે વાંકાનેરમાં જિતુભાઈ સોમાણી અને ટંકારા-પડધરીમાં દુર્લભજીભાઈ દેથરિયાને ટિકિટ આપવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં અમરેલીમાં કૌશિક વેકરિયા, સાવરકુંડલામાં મહેશ કસવાલા, ધારીમાં જે.વી.કાકડિયા અને રાજુલામાં હિરા સોલંકીને ટિકિટ અપાઈ છે. જ્યારે લાઠીમાં નામ બાકી છે. સોમનાથ જિલ્લામાં તાલાળામાં ભગા બારડ, કોડિનારમાં ડો.પ્રદ્યુમન વાજા, સોમનાથમાં જસાભાઈ બારડ અથવા માનસિંહ પરમારના નામ છે. જૂનાગઢ જિલ્લામાં માણાવદર બેઠક ઉપર જવાહર ચાવડા રિપીટ કરાયા છે. જૂનાગઢમાં સંજય કોરડિયાને અને વિસાવદરમાં હર્ષદ રીબડિયાને ટિકિટ ફાળવાઈ છે.
કચ્છ જિલ્લામાં અબડાસા બેઠક ઉપર પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીમાં અનિરૂધ્ધ દવે, ભૂજમાં કેશુભાઈ પટેલ, અંજારમાં ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામમાં માલતીબેન મહેશ્ર્વરી અને રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ અપાઈ છે.

ગુજરાત ભાજપના 182 ઉમેદવાર

1 અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
2 માંડવી – અનીરૂધ્ધ દવે
3 ભૂજ – કેશુભાઈ પટેલ
4 અંજાર – ત્રિકમ છાંગા (માસ્તર)
5 ગાંધીધામ – માલતી મહેશ્વરી
6 રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
22 વિસનગર – ઋષિકેશ પટેલ
29 ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ
36 ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
39 વિરમગામ – હાર્દીક પટેલ
60 દસાડા- પી.કે. પરમાર
61 લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ)
62 વઢવાણ- જિજ્ઞા પંડ્યા
63 ચોટીલા – શામજી ચૌહાણ
64 ધાંગધ્રા- પ્રકાશ વરમોરા
65 મોરબી- કાંતિ અમૃતિયા
66 ટંકારા – દુર્લભજી
67 વાંકાનેર – જીતુ સોમાણી
68 રાજકોટ પુર્વ ઉદય કાનગડ
69 રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ
70 રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
71 રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા
72 જસદણ – કુંવરજીભાઈ બાવળિયા
73 ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ)
74 જેતપુર – જયેશ રાદડીયા
7પ ધોરાજી-ઉપલેટા- બાકી
76 કાલાવાડ – મેઘજી ચાવડા
77 જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ
78 જામનગર ઉત્તર- રિવાબા જાડેજા
79 જામનગર દક્ષિણ – દિવ્યેશ અકબરી
80 જામજોધપુર- ચિમન સાપરિયા
82 દ્વારકા-પબુભા માણેક
83 પોરબંદર – બાબુ બોખરીયા
84 કુતિયાણા- બાકી
85 માણાવદર- જવાહર ચાવડા
86 જુનાગઢ – સંજય કોરડીયા
87 વિસાવદર – હર્ષદ રિબડીયા
88 કેશોદ- દેવાભાઈ માલમ
89 માંગરોળ- ભગવાનજી કરગઠિયા
90 સોમનાથ – માનસીંહ પરમાર
91 તાલાળા- ભગાભાઈ બારડ
92 કોડીનાર – ડો. પ્રધુમન વાજા
93 ઉના- કે.સી. રાઠોડ
94 ધારી- જે વી કાકડીયા
95 અમરેલી- કૌશિક વેકરીયા
96 લાઠી- જનકભાઈ તળાવિયા
97 સાવરકુંડલા – મહેશ કશવાલા
98 રાજુલા – હિરા સોલંકી
99 મહુવા- શિવાભાઈ ગોહિલ
100 તળાજા- ગૌતમ ચૌહાણ
101 ગારિયાધાર- કેસુભાઈ નાકરાણી
102 પાલિતાણા- ભીખાભાઈ બારૈયા
103 ભાવનગર ગ્રામ્ય- પુરુસોત્તમ સોલંકી
105 ભાવનગર પશ્ર્ચિમ- જિતુ વાઘાણી
106 ગઢડા- શંભુનાથ મહારાજ (ઊડ્ઢ.ખઙ)
107 બોટાદ- ઘનશ્યામભાઈ વિરાણી
150 જંબુસર – ડી કે સ્વામી
151 વાગરા – અરુણસિંહ રાણા
152 ઝઘડિયા – રિતેશ વસાવા
153 ભરૂચ – રમેશ મિસ્ત્રી
154 અંકલેશ્વર ઇશ્વર પટેલ
159 સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
160 સુરત નોર્થ – કાંતિ બલ્લર
161 વરાછા રોડ – કિશોર કાનાણી
162 કારંજ – પ્રવીણ ગોધારી
163 લિંબાયત – સંગીતા પાટીલ
164 ઉધના – મનુભાઈ પટેલ
165 મજુરા – હર્ષ સંઘવી
166 કતારગામ – વીનું ભાઈ મોરડીયા
167 સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી
169 બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ
174 જલાલપોર – આર.સી. પટેલ
175 નવસારી – રાકેશ દેસાઈ
179 વલસાડ – ભરત પટેલ રીપીટ
180 પારડી – કનુ દેસાઈ રીપીટ
181 કપરાડા – જિતુ ચૌધરી રીપીટ

 

Advertisement

Continue Reading
Advertisement

Breaking News

જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક મામલા નું એ.પી સેન્ટર વડોદરા ATS ની ટીમે કોચિંગ સેન્ટરના સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી

Published

on

વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલ સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ ને સીલ કરાઈ સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ પર પોલીસનો બંદોબસ્ત મુકાયો ATS ની ટીમે અહીંયાથી આરોપીઓ પકડ્યા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે સ્ટેકવાઈઝ ટેકનોલોજી ના સંચાલકની અટકાયત કરાઈ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ છે પોલીસ તપાસમાં સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ સાથે કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે પોલીસ તપાસમાં કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા છે કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી, જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે

 

 

Advertisement

આજે ગુજરાત ગ્રામ પંચાયત મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું પરંતુ છેલ્લી ઘડીએ પેપર ફૂટતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી પેપર ફૂટવા મામલે વડોદરાના ઓનલાઈન એક્ઝામ સેન્ટરની ભૂંડી ભૂમિકાની આશંકાએ તેની અટલાદરા સહિતની બ્રાન્ચ બંધ કરી બહાર પોલીસ ખડકી દેવામાં આવી છે ગતરાત્રે ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે પોલીસે હાલ અન્ય રાજ્યોના શખ્સોની પણ સંડોવણીની દિશામાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે તપાસ એજન્સીઓ દ્વારા વડોદરાથી 15 જેટલા શકમંદોની અટકાયત કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે

રાજ્યભરમાં યોજાનાર જુનિયર કલાર્કની પરીક્ષા પેપર ફૂટતા છેલ્લી ઘડીએ મોકૂફ રાખી દેવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં વડોદરાના અટલાદરા ખાતે આવેલ કોચિંગ સેન્ટરની ભૂંડી ભૂમિકાની શંકાએ ગતરાત્રે ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને અટલાદરા સહિતના વિસ્તારોમાં કાર્યરત એક્ઝામ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. અને બહાર પોલીસ ખડકી દેવામાં આવી છે

રાજ્યભરમાં નવી સરકારની રચના બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં આજે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માં વડોદરાના 129 કેન્દ્ર પર 36,810 ઉમેદવારો આજે આ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના હતા પરંતુ નિષ્પક્ષ પરીક્ષા કરાવવામાં સરકાર નિષ્ફળ સાબિત થતા પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જતા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી

 

Advertisement
Continue Reading

Ahmedabad

ફરી જુ.ક્લાર્કનુ પેપર ફૂટતા પરીક્ષા રદ,લાખો બેરોજગારો સાથે ક્રૂર મજાક,સરકારની આબરૂના ભડાકા

Published

on

છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો જુનિયર ક્લાર્કની સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર કર્લકની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે પહેલાં પરીક્ષા રદ કરાઇ હોવાની જાહેરાત કરવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે અને અમુક સ્થળે માથાકૂટનાઅહેવાલો પણ મળી રહ્યા છે

 

આજે રાજ્યભરમાં જુનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પેપરલીક થતાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાય છે. ઉલ્લેખનીય છેકે, 9 લાખ 53 હજાર 733 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રોના તમામ વર્ગખંડમાં CCTV રાખવામાં આવ્યાં હતાં. પરીક્ષા માટે 42 સ્ટ્રોંગ રુમ તૈયાર કરાયા હતા. 70 હજાર કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં લાગેલાં હતાં. સુરક્ષા માટે 75 હજાર પોલીસ જવાન તૈનાત કરાયા હતાં. તેમ છતાં પેપર લીક થયું અને સરકારની આબરૂના વધુ એક વખત ભડાકા થયા છે
પેપરલીક ગુજરાત બહારની ટોળકીએ કર્યું છે અને આ મામલે

વડોદરાથી ૧૫ જેટલા શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવી રહ્યાં છેકે, પેપરલીકમાં બિહાર કે ઓડિશાની ગેંગેનો હાથ છે. પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. વારંવાર કેમ થઈ રહ્યું છે પેપરલીક એ એક મોટો સવાલ છે. સરકારી પરીક્ષાઓના પેપરલીકનો આ સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવે છે.
૨૦૧૬થી અત્યાર સુધીમાં પેપર લીક થવાની આ બારમી ઘટના છે

Advertisement

Continue Reading

Breaking News

સરકારનું ઠોસ કદમ : સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ માટે માર્ચથી ફરિયાદ અપીલ સમિતિઓ થશે કાર્યરત

Published

on

સોશિયલ મીડિયા એપ્સ ચલાવવાનું હવે વધુ સુરક્ષિત બનશે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે યુઝર્સની ફરિયાદો પર ધ્યાન આપવા માટે રચવામાં આવેલી ફરિયાદ અપીલ સમિતિઓ 1 માર્ચથી કામ કરવાનું શરૂ કરશે.જો તમને સોશિયલ મીડિયા કંપની વિરુદ્ધ કોઈ ફરિયાદ છે, તો હવે તમે તેને સરળતાથી કરી શકશો.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ (ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ) જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ યુઝર્સની ફરિયાદો પર ધ્યાન આપવા માટે રચાયેલી ફરિયાદ અપીલ સમિતિઓ (GACs) થી કામ કરવાનું શરૂ કરશે.

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ત્રણ GACsમાંથી દરેકમાં એક અધ્યક્ષ, સરકારી વિભાગો અને સંસ્થાઓમાંથી બે પૂર્ણ-સમયના સભ્યો, ઉદ્યોગમાંથી નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ હશે, જેનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે.તે વધુમાં જણાવે છે કે ભારતમાં ઈન્ટરનેટ ખુલ્લું, સુરક્ષિત અને ભરોસાપાત્ર અને જવાબદાર રહે તે સુનિશ્ચિત કરવા માટે GAC સમગ્ર નીતિ અને કાયદાકીય માળખાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

Advertisement

ઈન્ટરનેટ મધ્યસ્થીઓ દ્વારા મોટી સંખ્યામાં ફરિયાદો સાંભળવામાં આવતી નથી અને અસંતોષકારક જવાબો મળવાને કારણે GAC ની જરૂરિયાત ઊભી થઈ છે. GAC તમામ ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સ અને મધ્યસ્થીઓ વચ્ચે તેમના વપરાશકર્તાઓ પ્રત્યે જવાબદારી ઉભી કરે તેવી અપેક્ષા છે.

સરકાર વતી, એવું કહેવામાં આવ્યું હતું કે વપરાશકર્તાઓ પાસે GAC સમક્ષ સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને અન્ય ઑનલાઇન મધ્યસ્થીઓના ફરિયાદ અધિકારીના નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ હશે. સમિતિ 30 દિવસના સમયગાળામાં વપરાશકર્તાઓની અપીલ સાંભળવાનો પ્રયાસ કરશે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ