Entertainment

ગુજરાતી એક્શન ફિલ્મ ‘ધમણ’ બે ડિસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

Published

on

કોમેડી, એક્શન, ડ્રામા અને રાષ્ટ્રપ્રેમથી ભરપુર ફિલ્મમાં આર્જવ ત્રિવેદી અને કથા પટેલની જોડી ધૂમ મચાવશે: જયેશ મોરે, અનંગ દેસાઈ, ભાવિની જાની અને કિશન ગઢવીના અભિનય દર્શકોના મન મોહી લેશે

ગુજરાત મિરર, રાજકોટ તા.25
ધમણ (ધ સેવિયર) ગુજરાતી ફિલ્મના નિર્માતા શોભના ભૂપત બોદરે જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ જગતના ઈતિહાસ પર નજર નાંખતા તેને ભવ્ય ઐતિહાસીક વારસાના દર્શન થયા વગર રહેતા નથી. ભારતીય ફિલ્મ જગતના ઈતિહાસને જેમ ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ પણ ભવ્યાતિભવ્ય છે. ઘણા નાના-મોટા નવા દુશ્મનો, પ્રેમ અને પરિવાર કલાકારોના જીવન સંઘર્ષ ગાથા વણાયેલી છે.
ફિલ્મના અભિનેતા આર્જવ ત્રિવેદી તથા અભિનેત્રી કથા પટેલે ‘ગુજરાત મિરર’ની રૂબરૂ મુલાકાત કરી ફિલ્મ વિશે રસપ્રદ ચર્ચા કરી હતી. ફિલ્મોની સફળતાના બે માપદંડ હોય છે એક બોક્સઓફિસ અને બીજું તેને મળતા એવોર્ડસ. તેમજ ફિલ્મમાં કલાકારોનો શાનદાર અભિનય, ફિલ્મનુંકર્ણપ્રિય સંગીત, ચોટદાર સવાંદો, મજબુત પટકથા આ બધુ મળીને એક સર્વશ્રેષ્ઠ ફિલ્મ બને છે અને બોક્સઓફિસ પર ઈતિહાસ સર્જાય છે. ત્યારે એવોર્ડ ભલે ના મળે પણ બોક્સઓફિસ પર શાનદાર-જાનદાર દેખાવ કરે તો પણ એ ફિલ્મ નોંધપાત્ર કહેવાય, ત્યારે પ્રતિષ્ઠિત બેનર શિવમ જૈમિન એન્ટરપ્રાઈઝ પ્રા.લિમિટેડ પ્રસ્તૃત શોભના ભુપત બોદર અને શિવમ ભૂપન બોદર દ્વારા નિર્મિત, વૃંદા ભ્રહ્માભટ્ટ દ્વારા સહ-નિર્માતલ બંટી રાઠોડ લખેલા સંવાદોથી મઢેલુ અને નસીમ અહેમદ દ્વારા નયનરમ્ય સિનેમેટોગ્રાફીથી અંકિત થયેલું ધમણ (ધ સેવિયર) છ ભાષામાં રિલીઝ થઈ રહ્યું છે.
મજબુત પટકથા, કલાકારોનો જાનદાર અભિનય, નયનરમ્ય ફોટોગ્રાફી, દિલધડક સ્ટંટ દ્રશ્યો, રાષ્ટ્ર ભક્તિ, કોમેડી, ચોટદાર સંવાદોથી ભરપુર ધમણ (ધ સેવિયર)ના ટ્રેલરને કલાપ્રેમી જનતા દ્વારા અદભુત પ્રતિસાદ સાંપડ્યો હતો. ત્યારે તા.2જી ડિસેમ્બરે ગુજરાતી ફિલ્મ ધમણ (ધ સેવિયર) ગુજરાતભરના રૂપેરી પડદે ધૂમ મચાવવા આવી રહી છે અને દર્શકોની ઉત્કંઠાનો અંત આવી રહ્યો છે.
આ તકે દિગ્દર્શક રાજન આર. વર્માએ જણાવેલ કે આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ, ભોજપુરી અને ગુજરાતી સહિત છ ભાષાઓમાં સૌથી મોટા એક્શન પેક્ડ ફેમિલી એન્ટરટેઈનર તરીકે રૂપેરી પડદે બીજી ડિસેમ્બરે (2 ડિસેમ્બર) ધૂમ મચાવવા તૈયાર છે. વધુમાં માહિતી આપતા નિર્માતાએ જણાવ્યું હતું કે, ધમણ (ધ સેવિયર) આ એક દેશદાઝથી ભરેલા ગૌરવ નામના જાંબાઝ સૈનિકની વાર્તા છે. જેના માટે રાષ્ટ્ર મિશન, માત્ર લાગણીઓ નથી તે એક પ્રતિબદ્ધતા છે. દેશના સ્વમાન માટે પોતાના જાનની બાજી લગાવતા પણ અચકાતો નથી તેવા દેશના જવાનનું જવામર્દીને ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવી છે.
જ્યારે રાશી નામના પાત્ર દ્વારા નાયિકા આધુનિક હોવાની સાથે પારંપરિક વેલ્યુ ધરાવે છે અને પોતાના પાર્ટનર સાથે મુશ્કેલીના સમયમાં ખભેખભા મિલાવીને આત્મવિશ્ર્વાસ સાથે ઉભી રહે છે. બોલીવૂડના એકશન સીનને ટકકર આપે તેવું ગુજરાત ફિલ્મ ધમણ (ધ સેવિયર) જોવા દર્શકોમાં ઉત્સાહ વ્યાપી રહ્યો છે આ મુવીના એડિટર અંકિત એચ. બ્રહ્મભટ્ટ અને પ્રતીક એસ. પાટીલ છે ત્યારે ધમણ (ધ સેવિયર) ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, ભોજપુરી અને હિન્દીમાં આવી રહ્યું છે અને ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં પહેલીવાર ભાષાઓની સરહદ ઓળંગી રહી છે. સમગ્ર ભારતમાં દેશદાઝથી ભરેલી ધમણ (ધ સેવિયર) રૂપેરી પડદે ધૂમ મચાવશે અને ભરપુર સંપૂર્ણ પારિવારીક મનોરંજન ફિલ્મ જોઈને દરેક ભારતીય ગૌરવ અને સન્માનની લાગણી અનુભવશે. આ ફિલ્મનો એક યાદગાર ડાયલોગ છે ‘હિન્દુસ્તાનમાં રહેવું હશે તો વંદે માતરમ કહેવું પડશે’ એવું આર્જવ ત્રિવેદીએ જણાવ્યું હતું.
આ તકે શિવમ જૈમિન એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડના શિવમ ભૂપત બોદરે જણાવેલ કે ધમણ (ધ સેવિયર) કે જેમાં પ્રતિષ્ઠિત કલાકારો આર્જવ ત્રિવેદી, કથા પટેલ, જયેશ મોરે, અનંગ દેસાઈ, ભાવિની જાની, કિશન ગઢવીએ અભિનય કરેલ છે જેનું દિગ્દર્શન રાજન આર. વર્મા દ્વારા કરવામાં આવ્યું છે જેમણે વર્ષ 2021માં ગુજરાતી બ્લોકબસ્ટર મૂવી જેશુ જોરદારનું દિગ્દર્શન કર્યું હતું જે હાલમાં એમેઝોન પ્રાઈમ પર ટ્રેન્ડ કરી રહી છે.
ધમણ (ધ સેવિયર)ના ટ્રેલરને સોશિયલ મીડિયા પર 3 મિલિયન કરતા પણ વધુ કલાપ્રેમી જનતા દ્વારા અદભુત પ્રતિસાદ સાંપડ્યો હતો ત્યારે 2જી ડિસેમ્બરે ધમણ (ધ સેવિયર)ની રિલીઝ સાથે દર્શકોની ઉત્કંઠાનો અંત આવી રહ્યો છે તો સેવિયરના સાક્ષી બનવા માટે તૈયાર રહો. તેમજ આ ફિલ્મ બીજી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ગુજરાતના કલાપ્રેમી દર્શકોને ફિલ્મ થિયેટરમાં નિહાળવા શોભના ભૂ5ત બોદર અને શિવમ ભૂપત બોદર તેમજ ફિલ્મના ડાયરેક્ટર રાજન વર્મા તથા સમગ્ર ફિલ્મની સ્ટારકાસ્ટે જાહેર અનુરોધ કર્યો છે.

 

Advertisement

Exit mobile version