Entertainment
ગુજરાતી એક્શન ફિલ્મ ‘ધમણ’ બે ડિસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
Published
2 months agoon
By
Minal
કોમેડી, એક્શન, ડ્રામા અને રાષ્ટ્રપ્રેમથી ભરપુર ફિલ્મમાં આર્જવ ત્રિવેદી અને કથા પટેલની જોડી ધૂમ મચાવશે: જયેશ મોરે, અનંગ દેસાઈ, ભાવિની જાની અને કિશન ગઢવીના અભિનય દર્શકોના મન મોહી લેશે
ગુજરાત મિરર, રાજકોટ તા.25
ધમણ (ધ સેવિયર) ગુજરાતી ફિલ્મના નિર્માતા શોભના ભૂપત બોદરે જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ જગતના ઈતિહાસ પર નજર નાંખતા તેને ભવ્ય ઐતિહાસીક વારસાના દર્શન થયા વગર રહેતા નથી. ભારતીય ફિલ્મ જગતના ઈતિહાસને જેમ ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ પણ ભવ્યાતિભવ્ય છે. ઘણા નાના-મોટા નવા દુશ્મનો, પ્રેમ અને પરિવાર કલાકારોના જીવન સંઘર્ષ ગાથા વણાયેલી છે.
ફિલ્મના અભિનેતા આર્જવ ત્રિવેદી તથા અભિનેત્રી કથા પટેલે ‘ગુજરાત મિરર’ની રૂબરૂ મુલાકાત કરી ફિલ્મ વિશે રસપ્રદ ચર્ચા કરી હતી. ફિલ્મોની સફળતાના બે માપદંડ હોય છે એક બોક્સઓફિસ અને બીજું તેને મળતા એવોર્ડસ. તેમજ ફિલ્મમાં કલાકારોનો શાનદાર અભિનય, ફિલ્મનુંકર્ણપ્રિય સંગીત, ચોટદાર સવાંદો, મજબુત પટકથા આ બધુ મળીને એક સર્વશ્રેષ્ઠ ફિલ્મ બને છે અને બોક્સઓફિસ પર ઈતિહાસ સર્જાય છે. ત્યારે એવોર્ડ ભલે ના મળે પણ બોક્સઓફિસ પર શાનદાર-જાનદાર દેખાવ કરે તો પણ એ ફિલ્મ નોંધપાત્ર કહેવાય, ત્યારે પ્રતિષ્ઠિત બેનર શિવમ જૈમિન એન્ટરપ્રાઈઝ પ્રા.લિમિટેડ પ્રસ્તૃત શોભના ભુપત બોદર અને શિવમ ભૂપન બોદર દ્વારા નિર્મિત, વૃંદા ભ્રહ્માભટ્ટ દ્વારા સહ-નિર્માતલ બંટી રાઠોડ લખેલા સંવાદોથી મઢેલુ અને નસીમ અહેમદ દ્વારા નયનરમ્ય સિનેમેટોગ્રાફીથી અંકિત થયેલું ધમણ (ધ સેવિયર) છ ભાષામાં રિલીઝ થઈ રહ્યું છે.
મજબુત પટકથા, કલાકારોનો જાનદાર અભિનય, નયનરમ્ય ફોટોગ્રાફી, દિલધડક સ્ટંટ દ્રશ્યો, રાષ્ટ્ર ભક્તિ, કોમેડી, ચોટદાર સંવાદોથી ભરપુર ધમણ (ધ સેવિયર)ના ટ્રેલરને કલાપ્રેમી જનતા દ્વારા અદભુત પ્રતિસાદ સાંપડ્યો હતો. ત્યારે તા.2જી ડિસેમ્બરે ગુજરાતી ફિલ્મ ધમણ (ધ સેવિયર) ગુજરાતભરના રૂપેરી પડદે ધૂમ મચાવવા આવી રહી છે અને દર્શકોની ઉત્કંઠાનો અંત આવી રહ્યો છે.
આ તકે દિગ્દર્શક રાજન આર. વર્માએ જણાવેલ કે આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ, ભોજપુરી અને ગુજરાતી સહિત છ ભાષાઓમાં સૌથી મોટા એક્શન પેક્ડ ફેમિલી એન્ટરટેઈનર તરીકે રૂપેરી પડદે બીજી ડિસેમ્બરે (2 ડિસેમ્બર) ધૂમ મચાવવા તૈયાર છે. વધુમાં માહિતી આપતા નિર્માતાએ જણાવ્યું હતું કે, ધમણ (ધ સેવિયર) આ એક દેશદાઝથી ભરેલા ગૌરવ નામના જાંબાઝ સૈનિકની વાર્તા છે. જેના માટે રાષ્ટ્ર મિશન, માત્ર લાગણીઓ નથી તે એક પ્રતિબદ્ધતા છે. દેશના સ્વમાન માટે પોતાના જાનની બાજી લગાવતા પણ અચકાતો નથી તેવા દેશના જવાનનું જવામર્દીને ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવી છે.
જ્યારે રાશી નામના પાત્ર દ્વારા નાયિકા આધુનિક હોવાની સાથે પારંપરિક વેલ્યુ ધરાવે છે અને પોતાના પાર્ટનર સાથે મુશ્કેલીના સમયમાં ખભેખભા મિલાવીને આત્મવિશ્ર્વાસ સાથે ઉભી રહે છે. બોલીવૂડના એકશન સીનને ટકકર આપે તેવું ગુજરાત ફિલ્મ ધમણ (ધ સેવિયર) જોવા દર્શકોમાં ઉત્સાહ વ્યાપી રહ્યો છે આ મુવીના એડિટર અંકિત એચ. બ્રહ્મભટ્ટ અને પ્રતીક એસ. પાટીલ છે ત્યારે ધમણ (ધ સેવિયર) ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, ભોજપુરી અને હિન્દીમાં આવી રહ્યું છે અને ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં પહેલીવાર ભાષાઓની સરહદ ઓળંગી રહી છે. સમગ્ર ભારતમાં દેશદાઝથી ભરેલી ધમણ (ધ સેવિયર) રૂપેરી પડદે ધૂમ મચાવશે અને ભરપુર સંપૂર્ણ પારિવારીક મનોરંજન ફિલ્મ જોઈને દરેક ભારતીય ગૌરવ અને સન્માનની લાગણી અનુભવશે. આ ફિલ્મનો એક યાદગાર ડાયલોગ છે ‘હિન્દુસ્તાનમાં રહેવું હશે તો વંદે માતરમ કહેવું પડશે’ એવું આર્જવ ત્રિવેદીએ જણાવ્યું હતું.
આ તકે શિવમ જૈમિન એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડના શિવમ ભૂપત બોદરે જણાવેલ કે ધમણ (ધ સેવિયર) કે જેમાં પ્રતિષ્ઠિત કલાકારો આર્જવ ત્રિવેદી, કથા પટેલ, જયેશ મોરે, અનંગ દેસાઈ, ભાવિની જાની, કિશન ગઢવીએ અભિનય કરેલ છે જેનું દિગ્દર્શન રાજન આર. વર્મા દ્વારા કરવામાં આવ્યું છે જેમણે વર્ષ 2021માં ગુજરાતી બ્લોકબસ્ટર મૂવી જેશુ જોરદારનું દિગ્દર્શન કર્યું હતું જે હાલમાં એમેઝોન પ્રાઈમ પર ટ્રેન્ડ કરી રહી છે.
ધમણ (ધ સેવિયર)ના ટ્રેલરને સોશિયલ મીડિયા પર 3 મિલિયન કરતા પણ વધુ કલાપ્રેમી જનતા દ્વારા અદભુત પ્રતિસાદ સાંપડ્યો હતો ત્યારે 2જી ડિસેમ્બરે ધમણ (ધ સેવિયર)ની રિલીઝ સાથે દર્શકોની ઉત્કંઠાનો અંત આવી રહ્યો છે તો સેવિયરના સાક્ષી બનવા માટે તૈયાર રહો. તેમજ આ ફિલ્મ બીજી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ગુજરાતના કલાપ્રેમી દર્શકોને ફિલ્મ થિયેટરમાં નિહાળવા શોભના ભૂ5ત બોદર અને શિવમ ભૂપત બોદર તેમજ ફિલ્મના ડાયરેક્ટર રાજન વર્મા તથા સમગ્ર ફિલ્મની સ્ટારકાસ્ટે જાહેર અનુરોધ કર્યો છે.
You may like
Breaking News
રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા
Published
23 hours agoon
January 28, 2023
રાખી સાવંતની માતાનું નિધન થયું છે. તે લાંબા સમયથી બ્રેઈન ટ્યુમર અને કેન્સરથી પીડિત હતા. રાખીની માતા જયા સાવંત લાંબા સમયથી બીમાર હતા અને ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
રાખીના પતિ આદિલ દુર્રાનીએ જયાના મૃત્યુની પુષ્ટિ કરી છે. રાખીની માતાની તબિયત ઘણા સમયથી ખરાબ હતી. રાખી ઘણી વખત હોસ્પિટલની બહાર જોવા મળી છે.
Entertainment
સૌરવ ગાંગુલીની બાયોપિક બનશે, સ્ક્રિપ્ટ ફાઇનલ
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
250 કરોડના બજેટમાં તૈયાર થશે ફિલ્મ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ઇઈઈઈંના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર બનનારી બાયોપિક સ્ક્રિપ્ટ તૈયાર થઇ ચૂકી છે.
લવ ફિલ્મ્સ દ્વારા નિર્માણ થનારી આ બાયોપિક ફિલ્મની સ્ક્રિપ્ટ સૌરવ ગાંગુલી ફાઇનલ કરશે. લવ ફિલ્મ્સ અને સૌરવ ગાંગુલી દ્વારા 9 સપ્ટેમ્બર, 2021ના રોજ આ બાયોપિક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. બે વર્ષના રિસર્ચ પછી આ ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર થઇ ચૂકી છે. મેકર્સ આ ફિલ્મના આગળના કામને લઇને સૌરવ ગાંગુલીની પરમિશન લેવા માંગતા હતા. તેથી સૌરવ ગાંગુલી પોતાના મિત્ર સંજય દાસ સાથે ફિલ્મની સ્ક્રિપ્ટને મંજૂરી આપવા મુંબઇ આવશે. સૌરવ ગાંગુલી પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, અઝહરુદ્દીન અને કપિલ દેવ પર પણ બાયોપિક બની ચૂકી છે. સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ક્યો અભિનેતા લીડ રોલ કરશે, તે વિશે હાલ કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. આ ફિલ્મનું બજેટ લગભગ 250 કરોડ રૂૂપિયાની આસપાસ હોઇ શકે છે.
Entertainment
જેન્સ કેમેરોનની ‘અવતાર-2’ બે મિલિયન ડોલર કલબમાં સામેલ
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
કેમેરોનની સતત ત્રીજી ફિલ્મની બમ્પર કમાણી
અવતાર 2 સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવી રહી છે. જેમ્સ કેમરોનની ગણતરી વિશ્વના સૌથી મહાન ડાયરેક્ટર્સમાં થાય છે. 13 વર્ષની મહેનત પછી જેમ્સ કેમરોને પોતાની ફિલ્મ અવતારનો બીજો પાર્ટ પઅવતાર ધ વે ઓફ વોટરથ રિલીઝ કર્યો છે. હવે, આ ફિલ્મ સમગ્ર વિશ્વમાં બોક્સ ઓફિસ પર બે મિલિયન ડોલર કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મ જેમ્સ કેમરોનની ત્રીજી ફિલ્મ છે જેને બે મિલિયન ડોલર કમાણી કરી છે.
જેમ્સ કેમરોનની વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ટાઇટેનિક અને 2009માં રિલીઝ થયેલી ફિલ્મ અવતાર પણ બે મિલિયન ડોલરની કમાણી કરી ચૂકી છે. હવે પઅવતાર 2થ એ પણ બે મિલિયન ડોલર કમાણી કરતા જેમ્સ કેમેરોનની ફિલ્મે હેટ્રિક લગાવી દીધી છે
.
આ ફિલ્મ ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મે તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. દરેક લોકો ફિલ્મની સ્ટોરીથી લઈને તેના વીએફએક્સ સુધી તેની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મમાં કેટ વિન્સલેટ, સેમ વર્થિંગ્ટન, ઝો સલડાના, સિગોર્ની વીવર અને સ્ટીફન લેંગ મુખ્ય ભૂમિકામાં છે. અવતાર 2 એ એવેન્જર્સ એન્ડગેમના લાઇફટાઇમના બિઝનેસને પાછળ છોડીને ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ફિલ્મ તરીકે ઉભરી આવી છે.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
