Connect with us

Gujarat

ગુજરાતમાં ‘રાજ’ આસાન નથી 13 મુખ્યમંત્રી નથી પૂરા કરી શક્યા 5 વર્ષ

Published

on

સૌથી વધુ દિવસનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે તો દિલીપ પરીખ માત્ર 188 દિવસ જ રહ્યા મુખ્યમંત્રી, શંકરસિંહ-સુરેશ મહેતા પણ મહિનાઓના મહેમાન

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈ હાલ તમામ પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસમાં લાગ્યા છે. જોકે ગુજરાતના રાજકીય ઇતિહાસ મુજબ સરકાર એટલે કે સત્તા ભલે પાંચ વર્ષની હોય પણ કેટલાય એવા મુખ્યમંત્રી છે કે જે પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહી શકયા નથી.
ગુજરાતના મુખ્યમંત્રી પદે સૌથી વધુ દિવસ રહેવાનો રેકોર્ડ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે છે તો સૌથી ઓછા દિવસ ગુજરાતના મુખ્યમંત્રી રહેનાર દિલીપ પરીખ હતા.
ગુજરાતના રાજકીય ઇતિહાસ મુજબ સરકાર ભલે પાંચ વર્ષની હોય પણ તમામ મુખ્યમંત્રી પાંચ વર્ષ રહી શકતા નથી. ગુજરાતના આવા 13 મુખ્યમંત્રી કે જેમનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પાંચ વર્ષથી પણ ઓછો રહ્યો છે. જોકે ઈખ પદે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમાં નરેન્દ્ર મોદી, હિતેન્દ્ર દેસાઇ, માધવસિંહ સોલંકી અને વિજય રૂૂપાણીનો સમાવેશ થાય છે. જોકે દિલીપ પરીખ સૌથી ઓછા 188 દિવસ તો સુરેશ મહેતા 334 દિવસ જ મુખ્યમંત્રી પદે રહ્યા હતા.

કયા પક્ષે કેટલા દિવસ શાસન કર્યું ?
ગુજરાતના રાજકીય ઇતિહાસ ઉપર નજર કરીએ તો ભાજપે વર્ષ 1995માં કેશુભાઈ પટેલની સરકાર આવી ત્યારથી વર્તમાન ચૂંટણી જાહેર થઈ ત્યાં સુધી કુલ 9566 દિવસ ગુજરાતમાં શાસન કર્યું છે. આ સાથે કોંગ્રેસે 8495 દિવસ માટે સરકાર બનાવી છે. તો ઇંડિયન નેશનલ કોંગ્રેસે 1768, રાષ્ટ્રીય જનતા પાર્ટીએ 497, જનતા દળે 235 અને જનતા પાર્ટીએ 1042 દિવસ ગુજરાતમાં સરકાર બનાવી હતી.

Advertisement

ક્રમ નામ પક્ષ કાર્યકાળના દિવસ
1 નરેન્દ્ર મોદી ભાજપ 12 વર્ષ 227 દિવસ
2 હિતેન્દ્ર દેસાઇ કોંગ્રેસ 5 વર્ષ 245 દિવસ
3 માધવસિંહ સોલંકી કોંગ્રેસ 5 વર્ષ 29 દિવસ
4 વિજય રૂૂપાણી ભાજપ 5 વર્ષ 37 દિવસ
5 ચીમનભાઈ પટેલ કોંગ્રેસ-જનતાદળ 4 વર્ષ 192 દિવસ
6 અમરસિંહભાઈ ચૌધરી કોંગ્રેસ 4 વર્ષ 156 દિવસ
7 કેશુભાઈ પટેલ ભાજપ 4 વર્ષ 72 દિવસ
8 બાબુભાઇ પટેલ કોંગ્રેસ 3 વર્ષ 215 દિવસ
9 જીવરાજ મહેતા કોંગ્રેસ 3 વર્ષ 141 દિવસ
10 આનંદીબેન પટેલ ભાજપ 2 વર્ષ 77 દિવસ
11 બળવંતરાય મહેતા કોંગ્રેસ 2 વર્ષ
12 ધનશ્યામ ઓઝા કોંગ્રેસ 1 વર્ષ 122 દિવસ
13 ભૂપેન્દ્ર પટેલ ભાજપ 1 વર્ષ 61 દિવસ(યથાવત)
14 છબીલદાસ પટેલ કોંગ્રસ 1 વર્ષ 24 દિવસ
15 શંકરસિંહ વાઘેલા આરજેપી 1 વર્ષ 4 દિવસ
16 સુરેશ મહેતા ભાજપ 334 દિવસ
17 દિલીપ પરીખ આરજેપી 188 દિવસ

Continue Reading
Advertisement

jamnagar

અનુ. જાતિ વિકાસ કોર્પોરેશનની લોન ભરપાઇ ન કરતા એક વર્ષની સજા

Published

on

હપ્તા પેટે 3.15 લાખનો ચેક આપેલ જે પરત ફરેલ

ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશનમાંથી જીતેન્દ્ર નાનજીભાઇ મકવાણાએ ફોર વ્હીલર (ટેક્ષી-મેક્ષી) યોજના હેઠળ ધંધા માટે રૂા. 4,21,258નું ધિરાણ મેળવ્યું હતું. તેનો માસિક હપ્તો રૂા. 7768નો છે. લોનધારક દ્વારા છેલ્લા ઘણા સમયથી મજકુર લોનના હપ્તાની રકમ ચૂકવેલ ન હોવાથી લોન ધારકને આ અંગે લેખિત મૌખિક સૂચના કરતા લોનધારક દ્વારા લોનની બાકી રકમની ચૂકવણી પેટે રૂા. 3,15,328નો ઇન્ડીયન બેંક-જામનગર શાખાનો ચેક આપ્યો હતો.
જે ચેક નિગમ દ્વારા પોતાના બેંક ખાતામાં જમા કરાવતા તે ચેક નાણાના અભાવે પરત ફરતા નિગમ દ્વારા પોતાના વકીલ મારફત નોટીસ મોકલેલ હતી.
જે નોટીસ મળી જવા છતાં લોનધારક દ્વારા ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન વતી જિલ્લા મેનેજર દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી જીતેન્દ્ર નાનજીભાઇ મકવાણાને બાર માસની સાદી કેદની સજા તથા રૂા. 3,15,328નો દંડનો હુકમ કરવામાં આવેલ છે, દંડની રકમ ફરીયાદી નિગમને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.
આરોપી દંડની રકમ ચૂકવી આપવામાં કસુર કરે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે અને આરોપી વિરુધ્ધ હુકમ મુજબનું સજા વોરંટ ઇસ્યૂ કરવા તથા તેની અમલ-બજવણી માટે ડીએસપી જામનગર જિલ્લાને મોકલવા હુકમ કર્યો છે. ફરિયાદી ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન તરફે એડવોકેટ એન્ડ નોટરી દિનેશ વી. વઘોરા તથા આકાશ ડી. વઘોરા રોકાયા હતાં.

Advertisement
Continue Reading

jamnagar

નગરસીમ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટની કામગીરી પૂર્ણ

Published

on

જામ્યુકોની જુદી-જુદી બિલ્ડિંગો ખાતે પાઇલટ પ્રોજેક્ટ અન્વયે સોલાર રૂફટોપની કામગીરી પ્રગતિ હેઠળ

જામનગર મહાનગરપાલિકાની લાઇટ શાખા દ્વારા શહેરી તેમજ નગરસીમ વિસ્તારો ખાતે સ્ટ્રીટલાઇટ મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે. જે માટે બંને વિસ્તારો માટે ઇ-સ્માર્ટ તેમજ કેન્દ્ર સરકાર માન્ય ઈઈએસએલ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
જે અન્વયે છેલ્લા એક મહિના દરમિયાન નવેમ્બર માસમાં અંદાજે 1400 જેટલી સ્ટ્રીટલાઇટ બંધ અંગેની ફરિયાદો આવી હતી. જે ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સ્ટે. કમીટી દ્વારા મ્યુનિ સભ્યઓને એલ.ઇ.ડી. લાઇટો ફાળવવામાં આવેલ છે. જે અંગેની કામગીરી હાલે ચાલુ છે. લાઇટ શાખા દ્વારા મ્યુનિ. પેરીફરીમાં આવેલ જુદી જુદી બિલ્ડીંગો ખાતે પાયલોટ પ્રોજેકટ અન્વયે સોલાર રૂફટોપ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉપરાંત, તાજેતરમાં દ્વારા રંગમતી નદી થઈ અન્નપૂર્ણા ચોકડી થઈ માર્કેટિંગ યાર્ડ રોડ થઈ રાજકોટ રોડ સુધી, નવાનગર સર્કલ થી એફિલ ટાવર રોડ સુધી, બેડેશ્વર મહાદેવ મંદિર થી બેડી જંકશન સુધી નવી સેન્ટ્રલ લાઇટિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મહાપ્રભુજી બેઠક થી ઠેબા બાયપાસ સુધીની નવી સેન્ટ્રલ લાઇટિંગ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે.
જેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. શાખા દ્વારા શહેરના જુદા જુદા મુખ્ય સર્કલ તેમજ જંકશનો ખાતે નવા હાઈમાસ્ટ ટાવર વિથ લાઇટિંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયેથી આ જંકશનોની સુંદરતા તેમજ લાઇટિંગમાં વધારો થશે. આ સમગ્ર કામગીરી મ્યુનિ કમિશનર વિજય કુમાર ખરાડી તથા નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ લાઈટ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર રૂષભ મહેતા દ્વારા કરવામાં આવી છે.

Advertisement
Continue Reading

jamnagar

મહાપાલિકામાં આઇસીડીએસ શાખાની રિવ્યૂ કમિટીની મિટિંગ યોજાઇ

Published

on

બેઠકમાં મ્યુનિ. કમિશનરે અધિકારીઓને સૂચના આપી

જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે આઇસીડીએસ શાખાની મોનીટરીંગ એન્ડ રીવ્યુ કમિટીની મીટીંગ મ્યુનિ. કમિશ્નર વિજયકુમાર ખરાડીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ બેઠકમાં 3 થી 6 વર્ષના બાળકો ને સવારે અને બપોરે અપાતો ગરમ પોષણયુક્ત નાસ્તો, પુરક પોષણ આપેલ લાભાર્થીઓ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપેલ લાભાર્થીઓ જેમાં ઉંબરે આંગણવાડી કાર્યક્રમ, સેટ કોમ કાર્યક્રમ, પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા બહેનોને તથા 0 થી 2 વર્ષની બાળકોની માતાઓને તેમજ પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓ ને મળવાપાત્ર લાભ તેમજ તેમના સ્વાસ્થ્ય અને પોષણ સુધારણા અંગે સમીક્ષા, ટીએસઆર (ટેક હોમ રાશન) વિતરણ અંગેની સમીક્ષા, પૂર્ણા યોજના અંતર્ગત 15 થી 18 વર્ષની કિશોરીઓને બીએમઆઇ, હિમોગ્લોબીન તપાસ જેવી બાબતો અંગે સમીક્ષા, વજન અને ઊંચાઈ પ્રમાણે 0 થી 5 વર્ષના બાળકોનું પોષણ સ્તર, આઈ.સી.ડી.એસ. શાખાના મહેકમની તેમજ નાણાકીય ખર્ચ પત્રકની સમીક્ષા, આંગણવાડી કેન્દ્રોની બેઠક વ્યવસ્થા, આંગણવાડી કેન્દ્રો પર વિજ કનેક્શનની, પીવાના પાણીની અને શૌચાલયની સુવિધા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.આ કોર્પોરેશન લેવલ મોનીટરીંગ એન્ડ રીવ્યુ કમિટી આઇસીડીએસ શાખાની મીટીંગમાં કોમલબેન પટેલડેપ્યુટી ચીફ ઓડીટર અને ઈ.ચા. આસીસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નર, ચીફ એકાઉન્ટન્ટ જે. જે. નિર્મળ, ડો. એચ. કે. ગોરીઈ.ચા. પ્રોગ્રામ ઓફિસર અને ડેપ્યુટી મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, એ. એમ.ઠાકર એમ.એસ.બી. ટુ કેળવણી નિરીક્ષક, વી.બી. ચૌહાણસિવિલ શાખા-નોર્થ ઝોન, એમ.પી. અગ્રાવતવોટર વર્કસ શાખા, આર.એચ. મહેતા-ડેપ્યુટી એન્જીનીયર-લાઈટ શાખા, આઈ.સી.ડી.એસ. શાખામાંથી નિયતીબેન પટેલઈ.ચા. સી.ડી.પી .ઓ (ઘટક 1) અને મુખ્ય સેવિકા, રોશનીબેન ભંડેરી મુખ્ય સેવિકા, જ્યોતિબેન ભટ્ટઓ.એસ. રિષિકેશ ઠાકરડી.સી. બંસીબેન ખોડીયાર ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ