Connect with us

Gujarat

ગુજરાતની ચૂંટણીમાં 20 હજાર કરોડનો સટ્ટો

Published

on

ઉમેદવારોનું ચિત્ર ફાઈનલ થતાંની સાથે જ બુકી બજારમાં ગરમાવો: ભાજપને 140, કોંગ્રેસને 45 અને આપની 8 બેઠક ઉપર સૌથી વધુ સટ્ટો રમાયો

ગુજરાતમાં ડિસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે મુંબઈ સહિત દેશભરમાં ઓક્ટોબરથી જ આ ચૂંટણી અંગે સટ્ટો રમાવવાનું શરૂ થઈ ગયું હતું. જો કે હવે બંને મુખ્ય પક્ષો સહિત તમામ ઉમેદવારની જાહેરાત થઈ જતાં અને કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા આ સટ્ટામાં વેગ આવ્યો છે અને સટ્ટાનો કુલ આંકડો 20 હજાર કરોડને વટાવી ગયો છે. જેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સટોડિયાઓ દ્વારા ભાજપની સરકાર બનાવવાની શકયતા વ્યકત કરી છે.
સટોડિયાઓ દ્વારા ગુજરાત અને હિમાલચ પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત થયાના આઠ માસ પહેલાં જુદા-જુદા વિસ્તારોનો હાથ ધરવામાં આવેલા સરવે, આઈબી દ્વારા વિસ્તાર પ્રમાણે જાતે કરેલી તપાસ સહિતના આધારે ભાવો ખોલવામાં આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તેવી સટોડિયાઓ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેમાં રાજકારણીઓ દ્વારા જ અબજો રૂૂપિયાનો સટ્ટો રમાયો હતા. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો 182 પૈકી ભાજપને 99 અને કોંગ્રેસે 77 બેઠકો મળી હતી. બાકીના અન્ય પક્ષો કે અપક્ષોને મળી હતી.
ટિકિટની વહેંચણી અને કેટલું મતદાન થાય છે તેની ઉપર બધો મદાર રહેલો છે. જોકે, અત્યારે રાજકીય પાર્ટીના લોકો જ આટલો મોટો સટ્ટો રમ્યા છે. સટ્ટા બજારમાં ભાવ ખૂલતા જ ગુજરાતમાં ભાજપની 140 સીટો, કોંગ્રેસની 40થી 45 સીટો અને આપની 3થી 8 સીટોના ભાવો ઉપર સૌથી વધુ સટ્ટો રમાયો હોવાનું જણાવી રહ્યા છે.

સટ્ટા બજારનો સંકેત એક્ઝિટ પોલ કરતાં પણ સચોટ ગણાય છે
21મી સદીની શરૂઆત થઈ લગભગ ત્યારથી વિવિધ ન્યુઝ ચેનલો એક્ઝિટ પોલ દ્વારા કયો પક્ષ જીતશે તેનું અનુમાન આપતા રહ્યા છે. આવા એક્ઝિટ પોલમાંથી કેટલાક સાચા પડે છે જ્યારે કેટલાકનો અંદાજ ખોટો સાબિત થાય છે. કેટલીક વખત તો એવું પણ બને છે કે, તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા હોય. જોકે સટ્ટા બજારના ઈતિહાસ પર નજર કરીએ તો તેમનું ગણિત ક્યારેય ખોટું પડ્યું નથી અને તેમને કયા પક્ષને કેટલી બેઠકો અંગે જે અંદાજ બાંધ્યો હોય તે મોટા ભાગે સાચો પડ્યો છે.

Advertisement

દુબઈથી ચાલે છે સટ્ટાનો કારોબાર
વિધાનસભાની ચૂંટણી ભલે ગુજરાતમાં યોજાતી હોય પણ સર્ટોડિયા દુબઈથી બેસીને કારોબાર કરી રહ્યા છે. દુબઈમાં બેસેલા સટોડિયાઓ ગુજરાતની ચૂંટણીનો સટ્ટો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં તેમના આકાઓ મારફતે લેવાનું ચાલુ કર્યું છે. જેમાં મોટાભાગના સટ્ટો ઊંઝા, ભાભર. રાજકોટ, સુરત અને અમદાવાદમાં મોટાપાયે રમાય છે. આ સટોડિયાઓ સાથે કેટલાક રાજકારણીઓ સાઇલન્ટમાં જોડાયેલા હોય છે.

કોને ટિકિટ મળશે તેની ઉપર પણ સટ્ટો રમાય છે
રાજ્યની વિધાનસભાની ચટણી અને લોકસભાની સામાન્ય ચૂંટણી એ બંનેમાં કોની હાર-જીત થશે તેનો તો સટ્ટો રમાતો જ હોય છે, પરંતુ ચટણી જાહેર થાય ત્યારથી કઈ બેઠક પર ફોને ટિકિટ મળશે તેનો સટ્ટો રમાવવાનું પણ ચાલુ થઈ જાય છે. આ સટ્ટો રમાડવા માટે સટોડિયાઓ મુખ્ય પક્ષના સંભવિત ઉમેદવારોની રજેરજની માહિતી તેમના સૂત્રો દ્વારા મેળવે છે. આ ઉપરાંત સોડિયા ખાની એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સરવેનો રિપોર્ટ પણ મેળવતા હોય છે. જેમાં કોને ટિફિટ આપવાથી ફાયદો થશે કે કેમ? ખાનગી એજન્સીઓ વિધાનસભામાં પ્રજા સાથે સીધા સંપર્કમાં રહીને માહિતી મેળવતા હોય છે, જેમાં સરકારની કામગીરી, પ્રજાના કામો થાય છે કે કેમ, હાલના પ્રતિનિધિત્વ પ્રજા સાથે સપર્કમાં રહે છે કે કેમ સહિતના મુદ્દેનો સર્વે કરવામાં આવતો હોય છે. જેના આધારે ટિકિટ સહિતના ભાવો ઉપર સટ્ટો રમાડાય છે.

ચૂંટણી જેમ જેમ નજીક આવે તેમ ભાવો બદલાય છે
કોઈ પણ ચટણી યોજાવાની હોય તેના ત્રણથી ચાર મહિના પહેલાથી સટ્ટા બજાર ધમધમતું થઈ જાય છે. જોકે પહેલા ભાવ ખૂલે તે પછી ચૂંટણીનો માહોલ જેમ જેમ આગળ વધે તેમ તેમ આ ભાવમાં અને બેઠકોના અંદાજમાં વધ-ઘટ થતી જોવા મળે છે. આ વધ ઘટ માટે અનેક પરિબળો કામ કરતા હોય છે. ઉમેદવાર જાહેર થાય અને કોઈ પણ બેઠક પર કેટલા મુખ્ય ઉમેદવાર વચ્ચે જંગ છે તેના આધારે ભાવ બદલાય છે. ત્યારબાદ પ્રચાર અને સભાઓમાં મતદાતાઓનો પ્રતિસાદ કેવો મળે છે તેના આધારે પણ ભાવ બદલાતો રહે છે. મતદાન પતી જાય પછી તેની ટકાવારીને આધારે જે છેલ્લી વખતનો ભાવ ખલે છે તે એકદમ સચોટ હોય છે અને પરિણામના દિવસે આ અંદાજથી મોટી વધ-ઘટ જોવા મળતી હોતી નથી. ઉમેદવારોની જાહેરાત થઈ જાય પછી કોઈ મોટું માથું પક્ષપલો કરે તો પણ ભાવ બદલાઈ જાય છે. કોઈ ઉમેદવાર સામેના અસંતોષને કારણે પણ ભાવો બદલાઈ શકે છે.

Advertisement
Continue Reading
Advertisement

jamnagar

મહિલા પીએસઆઇના શિક્ષક પતિનો ઝેરી દવા પી આપઘાત

Published

on

ભાણવડ પંથકમાં રહેતા શાળાના આચાર્ય અને મહિલા પીએસઆઇના પતિએ ઝેરી દવા પી જતા સ્થાનિક હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જે બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન ગઇકાલે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ભાણવડમાં રહેતા અને એક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હસનભાઇ વલીમામદભાઇ નોયડાએ શનિવારે ઝેરી દવા પી જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પીટલમાં લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેઓનું ગઇકાલે મૃત્યુ નિપજ્યું હતું, તેઓ ભાણવડમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા અને હાલ ખંભાળિયા ફરજ બજાવતા મહિલા પીએસઆઇ રોશનબેન નોયડાના પતિ અને શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ થતા પોલીસ ટીમ પણ જામનગર દોડી ગઇ હતી, આ ઉપરાંત દ્વારકા પંથકના ટુંપણી ગામની 21 વર્ષની એક યુવતીને અભદ્ર મેસેજ મોકલાયા હોવાના મામલે આ શિક્ષક વિરુધ્ધ ફરિયાદ પણ નોંધાવા પામી હતી.
સમગ્ર દ્વારકા અને ખંભાળીયા પંથકમાં આ બનાવના કારણે શૈક્ષણિક ઉપરાંત પોલીસ વર્તુળમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Continue Reading

jamnagar

સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીનો છુટકારો

Published

on

13 વર્ષ પહેલાં પંથકના એક ગામમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો બનાવ બનેલ

જામનગર નજીકના એક ગામની સગીરાનું અપહરણ થયું હતું અને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ આજથી 13 વર્ષ પહેલાં પંચકોશી બી ડીવીઝનમાં નોંધાવા પામી હતી, તાજેતરમાં આ કેસ અદાલતમાં ચાલવા પર આવતાં અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
2009 ની સાલમાં જામનગર પંથકના એક ગામની સગીરાને તેના મામાનો જમાઇ ચંદુ રવજીભાઇ દેવીપૂજક (રહે. લલોઇ, તા. કાલાવડ, જિ. જામનગર) ભગાડી ગયો હતો અને આ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એવી ફરિયાદ નોંધાવા પામી હતી, આ ફરિયાદમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, આ સગીરાને જામનગર તથા જુનાગઢ વગેરે સ્થળોએ લઇ જવામાં આવી હતી અને તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો, આ પ્રકરણમાં આરોપી ઘણાં સમય સુધી પોલીસની પકડમાં આવ્યો ન હતો, જે અનુસંધાને પોલીસે અદાલતમાં સમરી રીપોર્ટ દાખલ કર્યો હતો, ત્યારબાદ 2018 ની સાલમાં આ આરોપી સુરત ખાતે મળી આવ્યા પછી તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, અદાલતી કાર્યવાહી દરમ્યાન ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે સાબિત કરી શક્યો ન હોય જેના આધારે અદાલતે ચંદુ રવજી સોડમીયા નામના આ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે, આ કેસમાં આરોપી તરફથી વકીલ સંજય ડી. જવાણી તથા ભાવેશ ડી. જવાણી, તુષાર તન્ના તથા દિનેશ ભોચીયા હાજર રહ્યા હતા.

Advertisement
Continue Reading

jamnagar

જામનગરમાં ઈ.વી.એમ.માં છેડછાડની અફવાથી ચકચાર

Published

on

કોંગ્રેસના ઉમેદવાર કેન્દ્ર ખાતે દોડી ગયા

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની મત ગણતરી આગામી ગુરુવારે હરિયા કોલેજ ખાતે રાખવામાં આવી છે, દરમ્યાન ગઇકાલે સોમવારે જામનગરથી એવી અફવા ઉઠી હતી કે, આ મત ગણતરી કેન્દ્ર ખાતે બંદોબસ્ત હોવા છતાં ઇવીએમમાં છેડછાડની શક્યતા છે અને કોઇએ ચેડાં કર્યા હોવાનું જાણવા મળે છે.
આ અફવાના અનુસંધાને પ્રદેશ કોંગ્રેસે 77-જામનગર (ગ્રામ્ય) ના ઉમેદવાર અને જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જીવણભાઇ કુંભરવડીયા તથા 78-જામનગર (ઉત્તર) ના ઉમેદવાર અને કોંગ્રેસના પ્રદેશ અગ્રણી બિપેન્દ્રસિંહ જાડેજા તેમજ પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા વગેરે હરીયા કોલેજ ખાતે દોડી ગયા હતા, પરંતુ ત્યાં બધી તપાસ કરી લીધા પછી અને અધિકારીઓ સાથેની વાતચીતના અંતે બિપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેડછાડની આ વાત અફવા હોવાનું દેખાઇ રહ્યું છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ