Connect with us

Devbhoomi Dwarka

ખંભાળિયામાં અમિત શાહે જાહેર સભામાં આપ, કોંગ્રેસને આડે હાથ લીધા

Published

on

બેટ દ્વારકાના ડિમોલિશનની તરફેણ કરી સરકારે કરેલી કામગીરીનું વર્ણન કર્યુ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જાહેરસભા ગઈકાલે સોમવારે બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે યોજવામાં આવી હતી. ખંભાળિયા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય ગૃહમંત્રી, જિલ્લા સાંસદ, ભાજપના ઉમેદવાર સહિતના નેતાઓ દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવી હતી.
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં સોમવારે યોજવામાં આવેલી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભામાં કોંગ્રેસની નીતિને તેમણે આડે હાથ લઈ અને અમિત શાહ દ્વારા કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી ઉપસ્થિતો સમક્ષ વર્ણવવામાં આવી હતી.
વક્તવ્યના પ્રારંભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ દ્વારકા તેમજ ખંભાળિયાના વિવિધ પ્રાચીન મંદિરો તથા મહાપ્રભુજીની બેઠકજીને પ્રણામ કરી અને વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા અગાઉના વર્ષોમાં લોકોને અંધારામાં રાખી અને મતના રાજકારણથી શાસન કરવામાં આવ્યું હતું. દાયકાઓ પૂર્વે હાલારનો દરિયાકાંઠો સ્મગલિંગથી વગોવાઈ ગયેલો હતો. રાજ્યમાં આવનાર થતા રમખાણોથી કોંગ્રેસના પેટનું પાણી પણ હલતું ન હતું. પરંતુ છેલ્લા 20 વર્ષથી લોકોએ કર્ફ્યુનો અનુભવ કર્યો નથી. દાણચોરી અને હથિયારો સામે કડક હાથે કાર્યવાહી કરી, ભાજપ સરકાર દ્વારા લોકોને સુરક્ષા આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અગાઉ ગુંડાઓ-માફિયાઓનો ત્રાસ હતો. તેની સામે ભાજપએ શાંતિનું શાસન સ્થાપવાનું કામ કર્યું છે.
કોંગ્રેસ દ્વારા ‘કામ બોલે છે’ ના હોર્ડિંગ લગાવવામાં આવે છે. પરંતુ 1990 થી છેલ્લા સતત 22 વર્ષ થયા અને રાજ્યમાં ભાજપનું શાસન છે. તો કોંગ્રેસે શું કામ કર્યું? તેવા વેધક સવાલો ગૃહમંત્રી દ્વારા જાહેરમાં કર્યા હતા. ‘કામ બોલે છ’ના બેનર તો ભાજપના હોવા જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
બેટ દ્વારકામાં કરવામાં આવેલા ઐતિહાસિક ડીમોલિશન સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા દબાણ હટાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ધર્મસ્થળમાં આવા અનઅધિકૃત દબાણ કેમ ચલાવી લેવાય? તેવા સવાલ સાથે બેટ દ્વારકામાં અનઅધિકૃત દબાણ પર બુલડોઝર ફેરવવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા હર્ષ સંઘવીને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ તેમના વક્તવ્યમાં આમ આદમી પાર્ટીને પણ આડેહાથ લીધી હતી. ગુજરાતના વિકાસ માટે મહત્વની એવી નર્મદા યોજનામાં સતત બે દાયકાઓ સુધી રોડા નાખનાર આમ આદમી પાર્ટીના સાંસદ મેઘા પાટકરનો પણ ઉલ્લેખ કરી, અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ ગુજરાતીઓની માફી માંગવા જણાવ્યું હતું.

Advertisement
Continue Reading
Advertisement

Devbhoomi Dwarka

ખંભાળિયા: માનસિક બીમારીથી કંટાળી આધેડનો તળાવમાં ઝંપલાવી આપઘાત

Published

on

બસસ્ટેશનમાંથી ભિક્ષુકનો મૃતદેહ મળ્યો

ખંભાળિયાથી આશરે દસ કિલોમીટર દૂર વિરમદળ રોડ ઉપર આવેલા એક તળાવમાંથી ગઈકાલે બપોરે એક આધેડનો મૃતદેહ સાંપળ્યો હતો. આ મૃતદેહ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા જીવાભાઈ કરસનભાઈ વાઘેલા નામના 52 વર્ષના કોળી આધેડનો હોવાનું ખુલવા પામ્યું હતું.
આ બનાવવા અંગે મૃતકના મોટાભાઈ કારૂૂભાઈ કરસનભાઈ વાઘેલાએ પોતાના માનસિક બીમારી થી પીડાતા નાનાભાઈ જીવાભાઈ વાઘેલા ગત તારીખ 1 ના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર નીકળી ગયા બાદ આ તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધાની જાણ અહીંની પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂૂરી નોંધ કરી જરૂૂરી કાર્યવાહી કરી હતી. અપમૃત્યુના અન્ય એક બનાવમાં ખંભાળિયામાં આવેલા બસ સ્ટેશનના ગેટ નજીકથી આશરે 60 થી 65 વર્ષના એક અજાણ્યા ભિક્ષુક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું મૃત્યુ કોઈ બીમારી સબબ અથવા ઠંડીના કારણે થયું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા જયંતિગીરી રમણીકગીરી રામદતી નામના 52 વર્ષના બાવાજી આધેડને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

Advertisement
Continue Reading

Devbhoomi Dwarka

ખંભાળિયાના ભાતેલમાં ખેતરમાં ઝેરી દવાની અસરથી શ્રમિકનું મોત

Published

on

લેન્ડ ગે્રબિંગની ફરિયાદ પાછી ખેંચવા ભાડથરના યુવાન ઉપર હુમલો

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા કિશનભાઈ આલાભાઈ મુછડીયા નામના 21 વર્ષના શ્રમિક યુવાન બુધવારે રાત્રિના સમયે પાકમાં નાખવાની ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યા હતા, ત્યારે તેમને વિપરીત અસર થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ વિજયભાઈ આલાભાઈ મુછડિયાએ અહીંની પોલીસને કરી છે.
હુમલો
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા નાગાભાઈ અરસીભાઈ ગોજીયા નામના 30 વર્ષના યુવાને અગાઉ લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ કરી હતી.
જે પરત લેવા બાબતે થયેલી બોલાચાલી બાદ આ જ ગામના દેવરખી કરણા ગોજીયા, રણમલ કરણાભાઈ ગોજીયા અને કતુબેન રણમલ ગોજીયા ગામના ત્રણ પરિવારજનોએ એક સંપ કરી, દાતરડા તથા પથ્થરના છુટ્ટા ઘા મારી, નાગાભાઈ ગોજીયાને ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

Advertisement
Continue Reading

Devbhoomi Dwarka

દ્વારકા જિલ્લામાં 62 ટકા જેટલું મતદાન: ગત વખત કરતા વધ્યું

Published

on

ઉમેદવારો, વિશ્ર્લેષકો દ્વારા હારજીતના અંકોડા મેળવવા કવાયત

સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે ગુરુવારે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં આશરે 61.7 ટકા જેટલું મતદાન થયાનું જાણવા મળ્યું છે. જે ગત વખત કરતા થોડું ઊંચું નોંધાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા દ્વારકા બેઠક માટે ગઈકાલે યોજવામાં આવેલા મતદાનમાં આ બંને બેઠકો માટે કુલ 305017 પુરુષ, 289186 સ્ત્રી અને 13 અન્ય મળી, કુલ 594216 મતદારો માટે યોજવામાં આવેલી આ ચૂંટણીમાં ખંભાળિયામાં 11 તથા દ્વારકામાં 13 મળી કુલ 24 ઉમેદવારો નોંધાયા હતા. આ માટે જિલ્લામાં કુલ 335 મતદાન મથકો તથા 211 મતદાન સ્થળ પર 335 પ્રિસાઇડિંગ ઓફિસર, 335 બીએલઓ, 37 ઝોનલ અધિકારીને નીમવામાં આવ્યા હતા. ખંભાળિયા તેમજ ભણવડ તાલુકાના 50 જેટલા સંવેદનશીલ તથા મહત્વના બુથો પર લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એમ.એ. પંડ્યા તથા નાયબ ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર ઉપરાંત જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાના વડપણ હેઠળ સમગ્ર જિલ્લામાં ચૂંટણી સંદર્ભે સુચારુ વ્યવસ્થા તથા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
ગુરુવારે સાંજ વાગ્યા સુધીમાં ખંભાળિયા વિધાનસભા વિસ્તાર માટે 62.34 ટકા તથા દ્વારકા વિધાનસભા માટે અંદાજિત 61 ટકા જેટલું મતદાન થયાના પ્રાથમિક અહેવાલો સાંપળ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ખંભાળિયાની બેઠક માટે 60.33 ટકા જ્યારે દ્વારકાની બેઠક માટે 59.28 ટકા મતદાન થયું હતું. જેમાં આ વખતે થોડો વધારો નોંધાયો છે. ગત સાંજે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતાં ઉમેદવારો, વિશ્ર્લેષકો તથા ચૂંટણી રશિયાઓ સંભવિત વિજેતા ઉમેદવારોના નામ માટે મતોના અંકોડા મેળવવામાં વ્યસ્ત બની ગયા છે.
ખંભાળિયા બેઠક પરના 11 તથા દ્વારકા બેઠક ના 13 મળી, કુલ 24 ઉમેદવારોના ભાવી ઈ.વી.એમ.માં શીલ થયા છે. ખંભાળિયા બેઠક માટે ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા, વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસના વિક્રમભાઈ માડમ તથા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈશુદાન ગઢવી માટેના આ પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં આ તમામ ઉમેદવારોના ભાવિ તા. 8 ડિસેમ્બરના રોજ નક્કી થશે. વિશ્ર્લેષકોના પ્રાથમિક અનુમાન મુજબ ખંભાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા ચાર – પાંચ હજાર મતની સરસાઇથી વિજેતા થશે.આ સાથે દ્વારકાની બેઠક પર છેલ્લા સાત વખતથી ચૂંટાઈ આવતા ભાજપના ધારાસભ્ય પબુભા માણેક તથા કોંગ્રેસના મુળુભાઈ કંડોરીયાની હારજીત પ્રત્યે પણ લોકોને મીટ મંડાઇ છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ