Connect with us

Rajkot

કોંગ્રેસના આગેવાનો સાથે ગેરવર્તણૂક બદલ પ્ર.નગરના પી.આઈ. સામે પગલાં ભરવા માંગ

Published

on

બાર એસોસિએશનની ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિતમાં સણસણતી રજૂઆત,પગલાં ભરવા ખાતરી

પ્ર.નગર પોલીસ મથકના પી.આઈ વ્યાસ દ્વારા કોંગ્રસના આગેવાનો સાથે કરેલ ગેરવર્તણુક સંદર્ભે આજરોજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પી.આઈ વ્યાસ સામે પગલા લેવા રજૂઆત કરવામાં આવી હતી.બે દિવસ પૂર્વે બી.ડીવીઝનના પી.આઇ બારોટે હત્યા કેસના ફરિયાદીને ધમકાવ્યાનો ઓડિયો વાયરલ થયા બાદ વધુ એક પી.આઈ વિવાદમાં આવ્યા છે.
ગઈકાલે રાહુલ ગાંધીની સભા હોય તે પૂર્વે શહેરમાં લગાડવામાં આવેલ કોંગ્રેસ પક્ષની ઝંડીઓ તંત્રએ ઉતારી લેતા જે મામલે કોંગ્રેસના આગેવાનો કલેકટર સમક્ષ રજૂઆત માટે ગયા ત્યારે પ્ર.નગર પોલીસ મથકના પી.આઈ આર,ટી.વ્યાસે એડવોકેટ અશોક સિંહ વાઘેલા સાથે ગેરવર્તણુક કરી બેફામ વાણી વિલાસ કરતા આ સંદર્ભે આજે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ તથા પી.સી.વ્યાસ સહિતના વકીલો દ્વારા પ્રદ્યુમનનગર પી.આઈ આર.ટી. વ્યાસ સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી પી.આઈ આર.ટી.વ્યાસ સામે પગલા ભરવા માંગ કરી હતી.
કોંગ્રસના આગેવાનો સામે સીન સપાટા કરી પી.આઈ વ્યાસે વાણી વિલાસ કરી હું કોઈનો ગુલામ નથી જેવા શબ્દો ઉચ્ચારી એડવોકેટ અશોકસિંહ વાઘેલા સાથે ગેરવર્તન કયું હતું જે મામલે સ્થળ ઉપરથી જ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને ફોન દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી.ઉપરાંત આજે આ મામલે જેસીપી સૌરભ તોલામબિયા અને ડીસીપી સુધીર દેસાઈ તેમજ ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલને રજૂઆત કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓ દ્વારા પ્ર.નગરના પી.આઈએ કરેલા વર્તન બદલ તેના વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાની ખાતરી આપવામાં આવેલ હતી.
આ રજૂઆત સંદર્ભે રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ જાડેજા,ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા,સેક્રેટરી પીસી વ્યાસ,ટ્રેઝરર જીતેન્દ્ર કારોબારી સભ્ય કેતનભાઇ મંડ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા,સિનિયર એડવોકેટ શ્યામલભાઈ સોનપાલ, પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશી મનોજભાઈ દંતિ ધર્મેશ ચોકસી , રવિભાઈ ધ્રુવ,હેમંતભાઈ ભટ્ટ ભરતભાઈ સોમાણી સાહેબ ફૂલદીપસિંહ જાડેજા અમિત વેકરીયા શક્યા જીગ્નેશ સખીયા ઉપસ્થિત રહ્યા હતા.

પ્ર.નગરના પી.આઈ. વ્યાસની મનમાની
ડીસીપીના હુકમનો પણ ઉલાળિયો
પ્ર.નગરના પી.આઈ આર.ટી.વ્યાસ પોલીસ મથકમાં પોતની જ મનમાની ચલાવતા હોવાની અનેક ફરીયાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળી છે.છતાં પી.આઈ વ્યાસ સામે પગલા ભરવાને બદલે પોલીસ કમિશનર તેનો બચાવ કરી રહ્યા હોવાનું પુરવાર થઈ રહ્યું છે.વારંવાર વિવાદમાં આવતા પ્ર.નગર પોલીસ મથકના ડી-સ્ટાફ સામે પણ કામગીરીને લઇ ડીસીપી સહિતના અધિકારીઓ સામે ફરીયાદ પહોચી હતી અને ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈએ આ મામલે પ્ર.નગરના પી.આઈ આર.ટી.વ્યાસને લેખિતમાં બે વખત જાણ કરી પ્ર.નગર ડી-સ્ટાફનું વિર્સજન કરવા હુકમ કયો હોવા છતાં પ્ર.નગરના પી.આઈ આર.ટી.વ્યાસ પોતની મનમાની કરી ડી-સ્ટાફનું વિસર્જન કરવાના ડીસીપીના લેખિત હુકમનો ઉલાળિયો કરી દીધો હતો અને ડી-સ્ટાફ નું વિસર્જન કે બદલી કરવાને બદલે પોતાની જ મનમાની કરી રહ્યા છે.આં બાબત પોલીસ કમિશનર અને ડીસીપી સહિતના અધિકારીઓના ધ્યાનમાં હોવા છતાં પી.આઈ વ્યાસ સામે હજુ સુધી ડીસીપીના હુકમનો અનાદર કરવા બદલ પણ પગલા ભરાયા નથી અને વિવાદમાં આવેલ ડી-સ્ટાફને પણ પી.આઈ છાવરી રહ્યા છે.

Advertisement

Continue Reading
Advertisement

Rajkot

હાટકેશજન દ્વારા નરસિંહ મહેતાની 567મી જયંતી નિમિત્તે પુષ્પવંદના કરાઈ

Published

on

સંત શિરોમણી નરસિંહ મહેતાની 567મી હારમાળા જ્યંતી એ પ્રતિવર્ષ ની જેમ 30 નવેમ્બર હાટકેશજન રાજકોટ દ્વારા રામકૃષ્ણ નગર સ્થિત મહેતાજીની કાંસ્ય પ્રતિમાને પુષ્પવંદના કરતા નાગર જ્ઞાતિજનો સર્વઅતુલ વૈષ્ણવ, વિપુલ પોટા, અપૂર્વ જોશીપુરા ,મુકેશ માંકડ,જગદીશ બુચ,કશ્યપ ધોળકિયા, જયેશ વસાવડા,અભય અંજારીયા,સમીર વસાવડા,સતીશ મહેતા વસાવડા,હિમાંશુ માંકડ,દેવાંગ મંકોડી, ,ઉદય માંકડ,રાજલ મહેતા,મીરાં સૌરભ,રોહિત માંકડ, ધ્વનિ વછરાજાની,દુર્ગેશ વૈષ્ણવ, સુરભી કચ્છી,ભરત અંજારીયા,નેહા મહેતા,બાલેન્દુ મહેતા,નૈષધ ધોળકિયા,તુલન વૈષ્ણવ પલ્લવીબેન અંજારીયા, ગીરા મહેતા,કલ્યાણી વછરાજાની,અભય ઢેબર,મયુર અંજારીયા, ઉપેન્દ્ર માંકડ,શિરીષ કચ્છી,અશોક માંકડ ,દિગેશ માંકડ, ઉપસ્થિત રહેલ. અંતમાં મહેતાજીને પ્રિય વૈષ્ણવ જનના સમૂહ ગાન સાથે મહેતાજીની ભાવ વંદના કરવામાં આવેલ.

Continue Reading

Rajkot

જીવલેણ હુમલો કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

Published

on

નવાગામમાં ફટાકડા ફોડવા મુદ્દે આરોપીએ છરી વડે હુમલો કર્યો’ તો

શહેરમાં નવાગામ રંગીલા સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે જીવલેણ હુમલો કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરની ભાગોળ આવેલા નવાગામમાં રંગીલા સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે છરી વડે જીવલેણ હુમલો થયો હતો જે ખૂનની કોશિશના ગુનામાં સંત કબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીના આરોપી વિનોદ ઉર્ફે વિનય ઉર્ફે ભુરો મનસુખભાઈ ડાભીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપીએ જામીન મુક્ત થવા પોતાના એડવોકેટ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ મુકેશ પીપળીયાની દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ પ્રશાંત જૈને આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.

Advertisement
Continue Reading

Rajkot

પ્રથમ તબક્કાની 89માંથી 65 બેઠક કોંગ્રેસને મળશે: મોઢવાડિયાનો દાવો

Published

on

ભાજપે સોશિયલ મીડિયા ઉપર માત્ર હાઉ ઊભો કર્યો

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થી ચુક્યું છે. પરંતુ અપેક્ષા કરતાં ઓછા મતદાને અનેક રાજકીય પક્ષોની ચિંતાનો પારો હાઈ કર્યો છે.
ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે એક તરફી ચૂંટણી થવાને કારણે આવું થયું છે તેમજ આ ચૂંટણીમાં વિપક્ષની ભૂમિકા ખૂબ જ નબળી રહી. જ્યારે સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રિય ટીમ ગ્રાઉન્ડ લેવલથી જોરશોરથી પ્રચાર કર્યો છે ત્યારે પહેલા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં અર્જુન મોઢવાડિયા જણાવ્યું કે, પહેલા તબક્કાની 89 માંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, જનતાએ ભાજપના નકલી મુદાઓના આધારે નહી પરંતુ અસલી મુદ્દાના આધારે મતદાન કર્યું છે તેમણે જણાવ્યું કે, મુદ્દા ભટકવવા પીએમ સહીતના ભાજપના મોટા નેતાઓએ ગુજરાતમાં છે અને નવેમ્બરમાં 9 દિવસમાં પીએમએ 22 કાર્યક્રમ યોજાયા છે. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતા આ વખતે મક્કમ છે તેમજ ભાજપના કાર્યકરો મતદાનમાં ગઈકાલે સંપૂર્ણ પણે નિષ્ફળ રહ્યા તેમજ કોંગ્રેસના કાર્યકરોએ મહેનત કરી જીત પર આવી છે તેમણે કહ્યું પ્રજાના ઉત્સાહનો વેગ મળ્યો છે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, પહેલા તબક્કાની 89 બેઠકોમાંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે તેમણે જણાવ્યું કે, ભાજપની ઇ ટીમે સોશિયલ મીડિયામાં હાવ ઉભો કર્યો હતો તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, આપની એક પણ બેઠક પર ડિપોઝીટ પણ પરત નહી મળે અને અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.
પહેલા તબક્કાના મતદાન બાદ અધિકારીઓ પર મોઢવાડિયાએ મોટો આરોપ મુક્યો છે કે, ભાજપને એના કાર્યકર પર એક પૈસાનો ભરોસો ન હતો અને કઈઇ અને અઈઇ દરેક જિલ્લામાં કાર્યકરોને ડરાવવા ધમકાવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે, હેલીકોપટરનો ઉપયોગ પૈસાની હેરાફેરી માટે થાય છે અને ઇડી અને સીબીઆઇને આ પૈસા કેમ નથી દેખાતા?

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ