Connect with us

Breaking News

કેરળમાં ‘કોરોના’ની રાજ્યવ્યાપી કટોકટી

Published

on

તિરુવનંતપુરમ તા.4
દુનિયાભરમાં કોરોના વાઇરસના કેસ સામે આવ્યા બાદ હવે કેરળ રાજ્યમાં તેને રાજ્ય આપદા ઘોષિત કરી દેવામાં આવી છે. કેરળ સરકારનાં સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી તેને હવે રાજ્ય આપદા ઘોષિત કરી તમામ જિલ્લાઓમાં એલર્ટ રજૂ કરી દીધું છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના ત્રણ કેસોની પુષ્ટિ થઈ છે અને આ તમામ કેસ કેરળથી જ છે. જે દર્દીઓમાં આ વાબરસની પુષ્ટિ થઈ છે તેઓ તાજેતરમાં જ ચીનથી પરત ફર્યા છે.
કોરોના વાબરસથી સંક્રમિત ત્રીજો શખસ તાજેતરમાં જ ચીનના વુહાન શહેરથી પરત આવ્યો હતો. દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે અને ડોક્ટર તેની સતત

દેખરેખ રાખી રહ્યાં છે. આ દર્દી કેરળના કસારગોડનો રહેવાસી છે. આની વચ્ચે કોરોના વાબરસના કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા બાદ પાડોશી રાજ્ય કર્ણાટકના પણ ઘણા જિલ્લાઓમાં પણ હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે.
સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, કેરળના મુખ્યમંત્રી પિનારઈ વિજયનના નિર્દેશો પર કોરોના વાબરસને રાજકીય આફત જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોના વાબરસ સંક્રમણથી ડરવાની કોઈ જરૂર નથી અને રાજ્યમાં આ સંક્રમણથી બચવા તમામ સાવધાનીઓ વર્તવામાં આવી રહી છે. તમામ જિલ્લાઓ પર નજર રાખવામાં આવી રહી છે અને પ્રભાવિત દેશોથી આવનારા મુસાફરોની તપાસ કરાઈ રહી છે.
કેકે શૈલજાએ જણાવ્યું કે, દર્દીની કાંજનગાડ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દર્દીની હાલત સ્થિર છે. તેમણે જણાવ્યું કે, તે દર્દી હાલમાં જ વુહાનથી પરત ફર્યો હતો. આની વચ્ચે કેરળના પાડોશી રાજ્ય કર્ણાટકમાં પણ કોરોના વાબરસની તપાસ ચાલી રહી છે. કર્ણાટકના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, અત્યાર સુધી રાજ્યમાં 29 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે, જેમાંના તમામ નેગેટિવ છે.
સતર્કતા માટે કર્ણાટકના મેંગલુરુ, કોડાગૂ, ચામરાજનગર અને મૈસૂરમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે. કર્ણાટક સરકાર અનુસાર, અત્યાર સુધી 51 મુસાફરો કોરોના વાબરસથી પ્રભાવિત દેશોમાંથી આવ્યા છે અને તેમાંથી 46 લોકોને તેમના ઘરોથી અલગ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ભારતે ચીનથી આવનારા વિદેશીઓ માટે ઈ-સેવાઓ અત્યાર પૂરતી સસ્પેન્ડ કરી દીધી છે. સરકારે જણાવ્યું કે, વુહાનથી ભારતીયોને લાવવાનો ક્રમ રવિવારે પૂરો થઈ ગયો.

Continue Reading
Advertisement

Breaking News

મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ

Published

on

શહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

Continue Reading

Breaking News

લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ

Published

on

જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Continue Reading

Breaking News

ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત

Published

on

બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં

ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!