Connect with us

Rajkot

કુવાડવા રોડ પરથી સવા લાખનો દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ

Published

on

ગુજરાત મિરર, રાજકોટ, તા.28
રાજ્યમાં દિવસેના દિવસે દારૂૂની હેરાફેરી વધી રહી છે. ત્યારે પોલીસ દ્વારા રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી લાખોનો દારૂૂ ઝડપે પડ્યો છે, ત્યારે રાજકોટ દ્વારા કુવાડવા રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ ભારતીય બનાવટના ઇંગલિશ દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને સાથે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
એલ.સી.બી. ઝોન 01 પીએસઆઈ આર.એચ. કોડીયાતર તથા તેમની ટીમ પેટ્રોલિ દરમિયાન બાતમીના આધારે કુવાડવા રોડ નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામેવાળી શેરીમાં ભારતીય બનાવટી નો દારૂૂનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે કરતા 1,26, 000ની કિંમતીનો 252 બોટલ દારૂૂ પોલીસે ઝડપી પાડ્યો હતો, અને આગળની તપાસ હાથ ધરી છે
પોલીસ બે આરોપી મહેશ ભાઇ મકવાણા ઊ.વ 22 વર્ષ રહે. મોરબી રોડ આર. ડી રેસિડન્સ મેઈન રોડ, રાજકોટ અને પારસ મોહન ભાઇ સોલંકી ઊ. વ 21 રહે સંતકબીર રોડ ગાંધી સ્મૃતિ સો. સો, રાજકોટ સ્કોપિયો કાર સહિત કુલ 3,96,000 નો મુદ્દા માલ કબજે કરે આગળની તપાસ હાથ ધરી છે.

Continue Reading
Advertisement

Rajkot

સ્ટોક માર્કેટમાં લોન્ગટર્મ રોકાણ સાથે ધીરજ જરૂરી : વિજય કેડિયા

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ તા. 20
રાજકોટ આઈસીએઆઈ ભવન ખાતે મૂડી માર્કેટ માટે રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં જામનગર, ગાંધીધામ, ભાવનગર અને ભૂજના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડાયા હતા. જે અંતર્ગત તજજ્ઞોએ કેપિટલ માર્કેટના કાર્યોથી રોકાણકારોને અવગત કર્યા હતા. તેમજ કેપિટલ માર્કેટ રૂપિયા કમાવવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ હોવા માટેની સમજણ આપવા વિવિધ દ્રષ્ટાંતો સાથે માર્ગદર્શન આપ્યું હતું.
જે અંતર્ગત ભારતના આંગળીના ટેળવે ગણી શકાય તેવા મોટા રોકાણકારો માના એક વિજય કેડીયાએ જણાવ્યું હતું કે, શેર બજારમાંથી નફો ત્યારે જ મેળવી શકાય જ્યારે રોકાણકારો દ્વારા લોંગ ટર્મ રોકાણ કરવામાં આવે. હાલ ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે તેનાથી શેરબજાર અને કેપિટલ માર્કેટને ઘણો ફાયદો પહોંચશે. તેઓએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ થઈ રહી છે તેનાથી ભારતને અનેક ઘણો લાભ પણ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાને દેશના વિકસિત કરવા કેપિટલ માર્કેટ નો સિંહ ફાળો રહેશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે અમૃતકાળ બજેટ જાહેર કરવામાં આવ્યું એનાથી મૂડી બજારને ઘણો ફાયદો પણ પહોંચશે.
રાજકોટ આઈસીએઆઈ ભવનના ચેરમેન સી.એ સંજય લાખાણીએ જણાવ્યું હતું કે રાજકોટ કેપિટલ માર્કેટનું હબ છે ત્યારે ભવન દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનાથી ચાર્ટ એકાઉન્ટ અને રોકાણકારોને ઘણો ફાયદો પહોંચશે. કેપિટલ માર્કેટમાં ટોપ પાંચ શહેરોનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો તેમાં રાજકોટ પણ આવે છે. ત્યારે સમગ્ર દેશ-વિદેશમાં ત્યાજના રોકાણકારો રાજકોટના આંગણે આવ્યા છે અને રોકાણ કરતા સમયે કઈ ચીજ વસ્તુઓને ધ્યાને લેવી તે અંગે પૂરતી માહિતી પૂરી પાડી હતી. એટલુંજ નહીં લોકોને નુકસાન થતું બચે તે માટે કેપિટલ માર્કેટ સેમિનાર અત્યંત લાભદાઇ નીવડશે.
એઆઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સી.એ પુરસોતામ ખંડેલવાલે જણાવ્યું હતું કે સીએનો રોલ હવે વધુ વિકસિત થયો છે ત્યારે ઉદ્યોગકારોને કઈ રીતે આગળ લઈ જવા એટલું જ નહીં તેમની મૂડીને કઈ રીતે વધારવી અને વેલ્થ ને કઈ રીતે વધુ કરી શકાય તે માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રોલ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. સમગ્ર ભારતમાં 3.17 લાખ એકાઉન્ટન્ટ પ્રેક્ટિસ કરી રહ્યા ત્યારે હવે સીએ માત્ર એડવાઈઝર જ નહીં પરંતુ ઇન્ટરપ્રેન્યોર પણ બની શકે છે.
શેરબજારના તજજ્ઞ પ્રકાશ દીવાને પણ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વની ટોપ 3જી દુશે અર્થવ્યવસ્થા બનવા માટે ભારત માટે કેપિટલ માર્કેટ આશીર્વાદરૂૂપ નીવડ છે અને રાજકોટ આઈસીએઆઈ ભવન દ્વારા જે પહેલ હાથ ધરવામાં આવી છે તે એક ઉત્તમ પગલું છે. હાલ કેપિટલ માર્કેટ નો સમય સુધર્યો છે અને રોકાણકારો વધુને વધુ આ ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે. એટલું જ નહીં આ પ્લેટફોર્મમાં લોકો તેની યોગ્ય રીતે બચતને વ્યપારમાં ઉપયોગમાં લઈએ એ પણ એટલું જ જરૂરી છે. આ કાર્યકને સફળ બનાવવા માટે આઈસીએઆઈની વિવિધ બ્રાન્ચના હોદેદારો સીએ સંજય લાખાણી, સીએ પ્રતિક ચંદ્રા તથા સીએ વિજય ઠક્કરના નેતૃત્વમાં સીએ ચાંદની તેલાણી, સીએ શૈલેશ દવે સાથે સાથે સીએ મૌલિક ટોલિયા, સીએ મિતુલ મહેતા, સીએ રાજ મારવાણીયા, સીએ ભાવિન દોશી, સીએ તેજશ દોશી તથા રાજકોટ બ્રાન્ચના પૂર્વ ઈમીડીએટ પાસ્ટ ચેરમેન સી.એ. જીજ્ઞેશ રાઠોડ અને રાજકોટ બ્રાંચના પાસ્ટ ચેરમેન જયેશ જોબનપુત્ર તેમજ ગાંધીધામના સીએ જીતુભાઈ ખંડોલે જહેમત ઉઠાવી હતી.

Continue Reading

Rajkot

ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા તડામાર તૈયારી શરૂ

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ તા.20
જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.4 એપ્રિલને ગુરુવારના રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કીના ગનન ભેદી નાદ સાથે યોજાશે સવારે 8 કલાકે રથયાત્રા રૂટ, સવારે 8 કલાકે મણીયાર દેરાસરજીથી પ્રારંભ કરીને વિરાણી પૌષધશાળા ખાતે સમાપન-ધર્મસભા પરિવર્તીત થશે. ધર્મયાત્રામાં રાજકોટમાં બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં 24 આકર્ષક ફ્લોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે. આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફ્લોટ્સ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફ્લોટ્સ, જીવદયાના ફ્લોટ્સ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાના રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઈક-સાઈકલ સવારો, કળશધાશી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, નાસીક ઢોલની સાથે સાથે મ્યુઝીકલ બેન્ડ સુરાવલી રેલાવતા સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે. ધર્મસભા બાદ પ્રભાવના માતા સુશીલાબેન કાંતીલાલ વોરા તથા શ્રીમતી માલાબેન રાજેશભાઈ પારેખ દ્વારા લાભ લીધેલ છે. ફ્લોટ્સ બનાવનાર તમામને રૂા.11,000ની અનુમોદના આપવામાં આવશે ઉપરાંત ફ્લોટ્સમાં શ્રેષ્ઠ પાંચ ફ્લોટ્સને ઈનામો આપવામાં આવશે. ફ્લોટ બુકીંગ માટે અમીત દોશી 93274 91973, ઉદય ગાંધી 94266 22122, હેમલ પારેખ 99094 11399, મૌલીક મહેતા 94287 88583 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ધર્મયાત્રામાં જૈન સમાજના બાળકો વેશભુષા સાથે બહોળી સંખ્યામાં જોડો. આ વેશભુષામાં જોડાનાર બાળકને ઈનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે. બાળકોની વેશભુષા માટે ઋષભ શેઠ, અમિષ દેસાઈ, નિપૂણ દોશી 98255 97612નો સંપર્ક કરવાનો રહેશે. ધર્મસભાના રૂટ ઉપર મનમોહક અને આકર્ષક રંગોળીનું આયોજન કરવામાં આવેલ છે જેના રંગોળી સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે રંગોળી સ્પર્ધામાં કોઈપણ જ્ઞાતિના ભાઈ-બહેનો જોડાઈ શકે તેના રજિસ્ટ્રેશન માટે પારસ શેઠ, જય મહેતા 98982 67933, હેમલ શાહ, ફેનીલ મહેતા, શૈલેન શાહ 97254 40005, અક્ષત પારેખ, જીજ્ઞેશ મહેતા 98797 81641નો સંપર્ક કરવાનો રહેશે. વિરાણી પૌષધશાળા ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોના સાધુ-સાધ્વીજીઓની પાવન નિશ્રામાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાધ્વીઓ આશિર્વચન ફરમાવશે. આ ભવ્યાતિ ભવ્ય આયોજનમાં રાજકોટના સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ જૈન તપગચ્છ સંઘ (માંડવી ચોક દેરાસર), રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શાલીભદ્ર સરદારાનગર જૈન સંઘ, સદર સ્થાનકવાસી જૈન સંઘ, આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રામકૃષ્ણ નગર સ્થાનકવાસી જૈન સંઘ, ભક્તિનગર સ્થાનકવાસી જૈન સંઘ, ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, ઈન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંઘ, નાલંદા જૈન સંઘ, મનહરપ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સંઘાણી સ્થાનકવાસી જૈન સંઘ, નવકાર જૈન મંડળ, ઋષભદેવ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, અજરામર સ્થાનકવાસી જૈન સંઘ, શેઠ સ્થાનકવાસી જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, મહાવીરનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ઉગ્વસગ્ગ હરં સાધના સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, જંકશન પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રમજીવી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ, વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ, રાજગીરી ઉપાશ્રય (પંચાયતનગર), પંચવટી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, જાગનાથ શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ, જાગનાથ જિનાલય, કાલાવડ રોડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ (પારસધામ), શાંતિનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, મણીયાર જૈન દેરાસર શ્રાવક-શ્રાવિકા, સિધ્ધચક્ર શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ (કાચ જિનાલય), રૈયારોડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, વર્ધમાનનગર જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, આનંદનગર શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, યુનિવર્સિટી રોડ શ્ર્વેતાબંર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, વિમલનાથ દેરાસર, કૃષ્ણનગર જૈન તપગચ્છ સંઘ, રણછોડનગર જૈન તપગચ્છ સંઘ, નંદનવન દેરાસર-યુનિ.રોડ, દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, પંચનાથ પ્લોટ અને તિરુપતિનગર (કાનજી સ્વામી સંપ્રદાય), શ્રી રાજચંદ્ર મુમુક્ષુ મંડળના પદાધિકારીઓએ શ્રાવક-શ્રાવિકાઓને ઉત્સાહભેર જોડાવવા અપીલ કરી છે. ધર્મયાત્રામાં કાર સાથે જોડાવવાના રજિસ્ટ્રેશન માટે જીતુ લાખાણી, વૈભવ સંઘવી, નિશાંત વોરા, હિતેશ શાહ, કિર્તી દોશી તેમજ બાઈક રજિસ્ટ્રેશન માટે ઋષી વસા 99241 15859, સમીપ કોઠારી 95740 13139, વંદિત દામાણી 85111 57872, કેવીન ઉદાણી 81539 39227, આકાશ ભાલાણી 81402 67267નો સંપર્ક કરવાનો રહેશે. સમગ્ર આયોજનમાં રાજકોટના તમામ જૈન સોશિયલ ગ્રૂપ્સ જેમ કે વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સંગીની મીડટાઉન, ડાઉન ટાઉન, એલીટ, જૈન જાગૃતિ સેન્ટર-મેઈન, જૈન યુવા ગ્રૂપ, જૈન યુવા ગ્રૂપ જુનિયર, અર્હમ સેવા યુવા ગ્રૂપ, દિગંબર સોશિયલ ગ્રૂપ તેમજ પ્રભાવનાની વ્યવસ્થામાં સરદારનગર યુવક મંડળ જોેડાશે. આ આયોજનને સફળ બનાવવા નિલેશભાઈ શાહ, પિનાકીનભાઈ ભટ્ટ, ચેતનભાઈ કામદાર, રાજેશભાઈ મોદી, ધવલભાઈ ગાંધી, નિલેશભાઈ ભાલાણી, નિલેશભાઈ કામદાર, યતેન્દ્રભાઈ જૈન, બકુલેશભાઈ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Continue Reading

Rajkot

દાઉદી બોહરા સમાજના વડા મુફદ્દલ સૈફુદ્દીને જામિયા મિલિયા ઇસ્લામિયાની ચાન્સેલરશિપ સ્વીકારી

Published

on

By

સૈયદના 2015થી સતત બે ટર્મ માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની ચાન્સેલરશિપ સંભાળી ચૂકયા છે

ગુજરાત મિરર, રાજકોટ તા. 20
53મા અલ-દાઈ અલ-મુતલક અને દાઉદી બોહરા મુસ્લિમ સમુદાયના વડા, પરમ પવિત્ર સૈયદના મુદ્દલ સૈફુદ્દીને જામિયા મિલિયા ઇસ્લામિયા JIMIની ચાન્સેલરશિપ સ્વીકારી છે, જે રાષ્ટ્રની રાજધાની નવીમાં શિક્ષણની ઐતિહાસિક બેઠક છે. દિલ્હી. 14મી માર્ચ, 2023ના રોજથી પાંચ વર્ષના સમયગાળા માટે જામિયા મિલિયા ઇસ્લામિયાની અદાલતના સભ્યો દ્વારા સર્વસંમતિથી ચાન્સેલર તરીકે પરમ પવિત્રને ચૂંટવામાં આવ્યા હતા.
તેમના પુરોગામી, ખાસ કરીને તેમના આદરણીય પિતા સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન અને આદરણીય દાદા સૈયદના તાહેર સૈફુદ્દીનની જેમ, સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન શિક્ષણના કારણો માટે પ્રતિબદ્ધ છે અને તેમની શિષ્યવૃત્તિ અને શિક્ષણના કેન્દ્રોના આશ્રયના વારસાને જાળવી રાખે છે. દાઉદી બોહરા સમુદાયની અગ્રણી શૈક્ષણિક સંસ્થા, અલજામેઆ-તુસ-સૈફિયાહ અરેબિક એકેડેમીના એકમાત્ર ઉપકારી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગયા મહિને મુંબઈમાં એકેડમીના ચોથા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. સૈયદના સૈફુદ્દીન 2015 થી સતત બે ટર્મ માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની ચાન્સેલરશિપ પણ સંભાળી ચુક્યા છે, આ પદ તેમના બંને પુરોગામી પણ ધરાવે છે.
સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનનું વહીવટીતંત્ર સમગ્ર વિશ્વમાં સેંકડો શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની દેખરેખ રાખે છે. તેઓ ઘણા ટ્રસ્ટોનું પણ સંચાલન કરે છે, જે લાયક વિદ્યાર્થીઓને અનુદાન અને શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે, સ્ત્રીઓ અને પુરુષો બંનેને શિક્ષણની સમાન ઍક્સેસ પ્રદાન કરે છે. તેમના ઉપદેશોમાં, સૈયદના નિયમિતપણે ભવિષ્યવાણીની પરંપરા પર ભાર મૂકે છે જે તમામ મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓને જ્ઞાન મેળવવાની ફરજ પાડે છે. તેમણે બધા માટે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરવા શિક્ષણમાં વધુ રોકાણ કરવાની હાકલ કરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ