Connect with us

jamnagar

કાલાવડમાં સગીરા અને વિધર્મી પ્રેમીએ સજોડે ઝેરી દવા પી લીધી

Published

on

ગુજરાત મિરર, જામનગર તા.1
જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતી એક સગીરાનુ ગઈકાલે તેણીના ઘેરથી અપહરણ થઈ ગયું હતું, અને કાલાવડ નો મુસ્લિમ શખ્સ કે જે સગીરાને ઉઠાવી ગયો હતો. જે સગીરા ની પુખ્ત વયની ઉંમર થઈ ન હોવાથી હાલમાં લગ્ન શક્ય ન હોવાના કારણે બંનેએ ઝેરી દવા પી લીધી હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જયારે સગીરાના પિતા દ્વારા આરોપી સામે અપહરણ અને એસ્ટ્રોસિટી એક્ટ સહિતની ફરિયાદ નોંધાવતાં એસટીએસસી સેલના ડી.વાય. એસ.પી. દ્વારા તપાસનો ધમ ધમાટ શરૂૂ કરાયો છે.
જામનગર જિલ્લાના કાલાવડમાં કુંભનાથ વિસ્તારમાં રહેતા અયાન ઈકબાલભાઈ પંજા નામના શખ્સે ગઈકાલે કાલાવડ ની એક સગીરાનુ અપહરણ કર્યું હતું, અને સગીરા કે જેની ઉંમર 17 વર્ષની હોવાથી બંને રણુજા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ઝેરી દવા પી લેતાં બંનેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયાં બંનેની સઘન સારવાર ચાલી રહી છે. આ બનાવ પછી સગીરાના પિતા દ્વારા કાલાવડ પોલીસ મથકમાં પોતાની સગીર પુત્રીનું અપહરણ કરી જવા અંગે તેમ જ પોતે દલિત જ્ઞાતિના છે તેવું જાણતા હોવા છતાં પણ સગીરાના પરિવારને હડધુત કરવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ તેમજ એસ્ટ્રોસિટી તેમજ પોકસો એક્ટની કલમ હેઠળ નોંધ્યો ગુન્હો નોંધ્યો છે. અને એસટીએસસી સેલના ડીવાયએસપી દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલમાં આરોપી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેના પર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. આ બનાવને લઈને કાલાવડમાં ભારે ચકચાર જાગી છે.

Continue Reading
Advertisement

jamnagar

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 18.49 કરોડના વિકાસ કામોને મંજૂરી

Published

on

ઈએસઆર, રોડ-રસ્તા, સ્પીડબ્રેકર, ગાર્ડન, ડે્રેનેજ સહિતના ખર્ચને બહાલી

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન મનીષ કટારીયા ના અધ્યક્ષ અને મળી હતી .જેમાં રૂૂ.18 કરોડ 49 લાખના વિવિધ ખર્ચા ને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક મા ધારાસભ્ય દિવ્યેશ અકબરી મેયર બીનાબેન કોઠારી,. ડે.મેયર તપન પરમાર ,મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી અને 12 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઇશહેરના સિવિલ સાઉથ ઝોન, વોર્ડ નંબર 15 માં ખાનગી સોસાયટી, મ ગુજરાત હાઉસિંગ બોર્ડ ની વસહતો , ખાનગી સોસાયટી તથા અન્ય રહેણાક વિસ્તારોમાં લોક ભાગીદારી થી માળખાકીય સુવિધાઓની વિકાસ યોજના અંતર્ગત સીસી રોડ કામ અંગે ટેન્ડર ની શરત મુજબ આ કામે રોડને થયેલ નુકસાન મુજબ ફરી થી મંજુર થયેલ પાર્ટી પાસે કામ કરાવવું તેમજ પાર્ટી કામ ન કરે તો અન્ય પાર્ટી પાસે કામ કરાવવું તથા તેમાં થનાર ખર્ચ ની રકમ મૂળ પાર્ટી પાસે થી વસૂલ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.ભૂગર્ભ શાખા માંટે વોર્ડ નંબર 8,14,15 અને 16 વિસ્તારમાં હયાત અને કાર્યરત હોય તેવા ભૂગર્ભ ગટર નેટવર્ક ના મજબુતિકણ અને વિસ્તૃતિકરણ નાં કામ માટે વાર્ષિક રૂૂ.12 લાખ તથા વોર્ડ નંબર 1,5,6,અને 7 માટે વાર્ષિક રૂૂપિયા 12 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. શહેરના જુદા જુદા 9 ઇ.એસ.આર ઉપર કમ્પ્રેહેન્સિવ ના ધોરણે ઓપરેશન અને મેન્ટેનન્સ માટે વાર્ષિક રૂૂ.201 લાખ નું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર તરફ જતા ડીપી રોડ ઉપર આસ્ફાલ્ટ રોડ બનાવવા માટે રૂૂપિયા 129 લાખ નું ખરચ મંજૂર કરવામાં આવ્યો હતો જ્યારે વોર્ડ નંબર 15 માં ડી.પ્લોટ નંબર 49 માં આસ્ફાલ્ટ રી – કારપેટિંગ છતાં વોર્ડ નંબર આઠમાં જ્ઞાનતાથી જ્ઞાન શક્તિ સર્કલ ,ગોકુલ નગર, પાણાખાણ જકાતનાકા થી હરિયા કોલેજ થઈ રેલવે ઓવર બ્રીજ સુધી નાં આસ્ફાલ્ટ રી – કર્પેટીગ કામ માટે રૂૂ.170 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. શહેરમાં જુદી જુદી જગ્યાએ 21 સ્પીડ બ્રેકર બનાવવા નું મંજુર થયું હતું. સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ / બ્રીજ વર્કસ નાં કામ કુલ વાર્ષિક 25 લાખ નોં ખર્ચ મંજુર કરાયો હતો. સાથે જ ગટર વર્કસ ના કામ માટે વાર્ષિક રૂૂપિયા 60 લાખ અને ગાર્ડન ના કામ માટે રૂૂપિયા.12 લાખ નું ખર્ચ , મેટલ ,મોરમ અને ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવા માટેના કામમાં અંગે વાર્ષિક રૂૂપિયા 47 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું . જ્યારે રોડ સાઈડ માં ટ્રી પ્લાન્ટેશન માં ટેન્કર વડે પાણી પીવડાવવા માટે વાર્ષિક રૂૂપિયા 12 લાખ નું ખર્ચ તથા પાણીની લાઈન માટે ખોદવામાં આવેલા સ્માંટ્રેંચ માં સ્ટ્રેંધિંગ કામ માટે રૂૂ.સાડા સાત લાખનું ખર્ચ મંજૂર કરાયુ હતું. વોર્ડ નંબર 1,6, અને 7 માં ઓએફસી કેબલ, ઇલેક્ટ્રિક કેબલ, ગેસ પાઇપ લાઇન નાં કામ માટે ખોદવામાં આવેલ ટ્રેંચ નાં કામ માટે અંગે વાર્ષિક રૂૂ.7 લાખ 50 હજાર નું ખર્ચ , મીનીસીપાલટી ના પ્લોટ અને રિઝર્વેશન જગ્યામાં ચેન લીંક ફેન્સીંગ કરવા માટે રૂૂપિયા 7.05 લાખ નો ખર્ચ, ઝેરોક્ષ ના કામ માટે વાર્ષિક રૂૂપિયા 7 લાખ, સફાઈ કામગીરી અંગે સોસાયટીને ચૂકવવા માટે રૂૂપિયા 8 લાખ 40 હજાર નોં ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કના કામ માટે વાર્ષિક રૂૂપિયા 10 લાખ, ગાર્ડન હેતુ માટે ટ્રેક્ટર ટ્રોલી વિથ લેબર સપ્લાય માટે રૂૂ .16 લાખ નો ખર્ચ મંજુર કરાયો હતો. રણમલ તળાવના પ્રવેશદ્વાર નંબર એક પાસે શહીદ સ્મારક બનાવવા માટે ની જગ્યા ફાળવવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

Advertisement

વોર્ડ નંબર ચાર ના નવાગામ વિસ્તારમાં સી સી રોડ મા કામ માટે રૂૂપિયા 8.93 લાખ, સ્ટ્રેંનધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝિસટિંગ વાલ રીપેરીંગ માટે વાર્ષિક રૂૂપિયા 39 લાખ, અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્ક ના કામ અઅન્વયે રૂૂ.12 લાખ , સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્ક નાં કામ માટે રૂૂ.5 લાખ, ચોમાસાની સિઝનમાં ડોઝર /બેહકો મશીન ભાડા અંગે રૂૂ.20 લાખ,ભૂગર્ભ ગટર શાખા હસ્તકના 70 એમ એલ ડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે રૂૂપિયા 82 લાખ, કલ્યાણ ચોકી મોરકંડા ગામના બ્રીજ સુધી હયાત રોડને વાઇડેનીંગ કરી ડામર કાર્પેટ કરવા અંગે રૂૂ.37.85 લાખ , મંજૂર કરવામાં આવ્યા હતાંપટેલ નગરમાં કોમ્યુનિટી હોલ બનાવવા. માટે રૂૂ.8.10 લાખ, ઢોર નાં ડબ્બા મા ઘાસચારો સપ્લાય કરવા માટે વાર્ષિક રૂૂ.223.20 લાખ, વોર્ડ નંબર 11 માં સિસી રોડ માટે રૂૂ.89.54 લાખ, મંજૂર કરવામાં આવ્યાં હતાં.

જ્યારે અધ્યક્ષ સ્થાને થી રાજુ થયેલ દરખાસ્ત મા વોર્ડ નંબર સાતમા માળખાકીય સુવિધા માટે સી સી રોડ/બ્લોક નાં કમાં માટે રૂૂ.150 લાખ, તેમજ રવિપાર્ક, યોગેશ્વર નગર, શ્યામ ટાઉન શિપ માં આંતરિક રસ્તા નાં કામ માટે રૂૂ.299 લાખ નું ખર્ચ તથા યોગેશ્વર નગર મા સી સી રોડ માટે રૂૂ.99.99 લાખ નું ખર્ચ મંજૂર કરાયું હતું.

Advertisement
Continue Reading

jamnagar

અધિકારીની બોગસ સહી કરી 8.80 લાખ ચૂકવી દીધા

Published

on

જિલ્લા પંચાયતના સસ્પેન્ડેડ કર્મચારીનો વધુ એક કાંડ ખુલ્યો, ધ્રોલ તાલુકા પંચાયતમાં કૌભાંડ કરતા બીજો ગુનો દાખલ

જામનગર જિલ્લા પંચાયતના સસ્પેન્ડેડ કર્મચારી સામે સંખ્યાબંધ ફાઈલની ચોરી અંગેનો ગુનો દાખલ કરાયા પછી તે કર્મચારીનું વધુ એક કરતૂત સામે આવ્યું છે. ધ્રોલ તાલુકા પંચાયતની કચેરીમાં અધિકારીઓની સહી કરી નાખી રૂૂપિયા 8.79 લાખનું ચુકવણું કરી નાંખયાનું સામે આવ્યું છે. જે અંગે બીજો અલગથી ગુન્હો દાખલ કરાયો છે.

જામનગરની જિલ્લા પંચાયત માં બાંધકામ શાખા હેઠળની ઇલેક્ટ્રીક શાખામાં ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા હરીસિંહ પી. ગોહિલ કે જેની સામે સિટી એ. ડિવિઝન પોલીસમાં ઈલેક્ટ્રીક વિભાગની સંખ્યાબંધ ફાઈલો અને રજીસ્ટરની ચોરી કરવા અંગે તેમજ અધિકારીણી ખોટી સહી કરવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને જે ગુનામાં આરોપી ફરાર હોવાથી પોલીસ ને શોધી રહી છે.

Advertisement

દરમિયાન આરોપી હરિસિંહ ગોહિલ સામેનો વધુ એક કરતુત સામે આવ્યું છે. ધ્રોલ તાલુકા પંચાયતની કચેરીમાં તારીખ 1,1,2021 થી 31.1.2023 સુધીના સમયગાળા દરમિયાન તેણે તાલુકા પંચાયતની કચેરીમાં જુદા જુદા ગામો જેમાં ખેંગારકા, હમાપર, દેડકદડ, જાલિયા માનસર, વગેરે ગામો ના સ્ટ્રીટ લાઈટ ના કામ માટેનું સર્ટિફિકેટ આપવા માટે નાયન કાર્યપાલક ઈજનેર ની બનાવટી સહી કરી અને સિક્કા બનાવી દીધા હતા. જેના આધારે કંપલીશન સર્ટીફીકેટ તૈયાર કરી લઇ રૂૂપિયા 8,79,832નું ચુકવણું કરી નાખ્યું હતું. જે સમગ્ર મામલો સામે આવ્યા પછી ધ્રોળ તાલુકા પંચાયતની કચેરીમાં ફરજ બજાવતા કૌશલ કુમાર ભીમજીભાઈ છૈયા એ ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે આરોપી હરિસિંહ ગોહિલ સામે આઈપીસી કલમ 465,466,467,472, અને 475 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

 

Advertisement
Continue Reading

jamnagar

હાલારમાં સતત ત્રીજા દિવસે પીજીવીસીએલનું ચેકિંગ, રૂા.71 લાખની વીજચોરી ઝડપાઈ

Published

on

30 ટીમો દ્વારા ચેકિંગનો ધમધમાટ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના આજે સતત ત્રીજા દિવસે પણ ચેકીંગ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.હાલાર પંથકમાં આજે કરાયેલ વીજ ચેકિંગ કામગીરી દરમિયાન રૂા.34 લાખ ની પાવર ચોરી ઝડપાઈ હતી.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ હાલાર પંથક મા ત્રણ દિવસ થી ચાલી રહી છે.આજે સતત ત્રીજા દિવસે પણ જામનગર શહેર – જિલ્લા મા પાવર.ચોરી ઝડપી લેવા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.જેમ શહેર નાં પ્રમુખ પાર્ક આદિનાથ પાર્ક ઉપરાંત તાલુકા – જિલ્લા ના ગોરધનપર ,ખરેડી, ડારી પેપર વગેરે સહિતના ગામોમાં કુલ 30 ટીમ દ્વારા 15 એસ આર પી અને 14 પોલીસ કર્મચારીને સાથે રાખીને વીજ જોડાણ તપાસવામા આવ્યા હતા.જેમાં 71 વીજ જોડાણમા ગેરરીતિ જણાતા તે આસામીઓને કુલ રૂા.34 લાખનાં વીજ બિલ આપવામાં આવ્યા હતા.આમ ત્રણ દીવસ મા કુલ રૂા. 71 લાખથી વધુ રકમની વીજ ચોરી ઝડપી પાડવામા આવી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ