Connect with us

Rajkot

કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી અપક્ષ તરીકે ઝૂંકાવશે?

Published

on

કોંગ્રેસ-NCP વચ્ચે ત્રણ બેઠક નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા માટે જ ગઠબંધન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા બેઠક ઉપરથી કાંધલ જાડેજા અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ પહેલા તેઓ એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા.
એનસીપી અને કોંગ્રેસ વચ્ચે આ વખતે માત્ર ત્રણ જ બેઠકો દેવગઢ બારીયા, ઉમરેઠ અને નરોડા માટે ગઠબંધન થયાનું બહાર આવ્યું છે. કુતિયાણા બેઠક માટે કોંગ્રેસે અગાઉથી જ ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે હવે કાંધલ જાડેજા માટે અપક્ષ જ લડવાનું ફરજિયાત બન્યું છે.
કુતિયાણાની બેઠક અગાઉ એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાં એનસીપીના ફાળે આવતી કાંધલ જાડેજા એનસીપીના બેનર ઉપરથી જ સીટીંગ ધારાસભ્ય છે. જોકે રાજ્યસભાની ચૂંટણીના મતદાન સમયે તેઓએ ભાજપને મત આપ્યાની પણ ભારે ચર્ચા ચાલી હતી.

Advertisement
Continue Reading
Advertisement

Rajkot

રાજકોટમાં મતદાનનો પ્રારંભ, સરકારી કર્મચારીઓએ કર્યુ મતદાન

Published

on

રાજકોટ શહેર સહિત આઠ વિધાનસભા બેઠકના ઉમેદવારો માટે આજથી મતદાનનો પ્રારંભ થયો છે. ચુંટણી કામગીરીમાં સંકળાયેલા 13 હજાર જેટલા કર્મચારીઓએ આજે મતાધિકારીનો ઉપયોગ કર્યો છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને આજરોજ પોસ્ટલ બેલેટથી મતદાન થયું હતું. રાજકોટ ખાતે આજરોજ અને આવતીકાલ તા. 25ના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત આગામી તા. 27 નવેમ્બરના રોજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસના કર્મચારીઓ માટે પણ પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવશે. આ સાથે જ એમ. એન. વિરાણી હાઇસ્કુલ રાજકોટ ખાતે પશ્ચિમ મતવિસ્તારનાં ચૂંટણી અધિકારી સંદીપકુમાર વર્માની ઉપસ્થિતિમાં ટ્રેનર્સ દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલાં તમામ પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરોને વિસ્તૃત માર્ગદર્શનસહ તાલીમ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં અલગ અલગ ત્રણ સેશનમાં આશરે 267 જેટલા ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના કર્મીઓને પ્રિસાઇડિંગ -પોલીંગ ઓફિસરોને ઇવીએમ-વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૂૂરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Continue Reading

Rajkot

ગરીબના ઘરનો ચુલો ન ઓલવાવો જોઇએ: પી.એમ.મોદી

Published

on

ધરોઇથી અંબાજી સુધી ઇકો ટૂરિઝમ, એડવેન્ચર ટૂરિઝમ કામગીરી વેગમાં, ગુજરાત હાઇડ્રોજનનું હબ બનશે, પાલનપુર, દહેગામ, મોડાસામાં વડાપ્રધાનનો ઝંઝાવાતી પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે હવે અઠવાડીયાનો પણ સમય નથી ત્યારે પ્રચાર-પ્રસાર પરાકાઠાએ પહોંચ્યો છે. ગુજરાતના બીજા દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીની આજે પાલનપુર, દહેગામ, મોડાસા અને બાળવામાં જનસભાના આયોજનો કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાત પ્રવાસે છે. આ અંતર્ગત પીએમ મોદી ભાજપને બહુમતથી જીત મળે તે માટે રાજ્યમાં પ્રયાર કરી રહ્યા છે, અને સભા સંબોધી રહ્યા છે. આજે પીએમ મોદી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓ ગાંધીનગર જિલ્લામાં દહેગામ ખાતે પ્રચાર માટે પહોંચ્યા.
પીએમ મોદીએ પાલનપુર ખાતે મા અંબાના ધામ અંબાજીના વિકાસની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, અંબાજી મંદિર અને શહેરનો વિકાસ કરવામાં આવ્યો, અત્યારે મા અંબાનું ધામ આખુ બદલાઈ રહ્યું છે, જેને પગલે યાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને પગલે રોજગારના નવા-નવા અવસર પેદા થઈ રહ્યા છે, સાથે યાત્રીઓને સારી સગવડ મળી રહી છે. તેમણે ભાજપ સરકાર અને તેમની યોજનાના વખાણ કરી કહ્યું કે, અમારી સરકારે હંમેશા એવો પ્રયાસ કર્યો છે કે, ગરીબના ઘરની અંદર ચૂલો પણ ન ઓલવાવો જોઈએ, અને ગરીબનું બાળક રાત્રે ભૂખ્યું ન સૂવું જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં થયેલા રોડ-રસ્તા, પાણી, વીજળી, રોજગાર સહિતના વિકાસની વાતોનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે સ્ત્રીઓના સશક્તિકરણની પણ વાતો કરી સરકારે તે મામલે કરેલા કામેની વાત કરી હતી.
તેમણે દરેક ભાષણમાં અંતમાં કહ્યું હતુ કે, હું તમારો દીકરો છુ, તમારો દીકરો દેશ-વિદેશમાં તામારૂૂ નામ રોશન કરે તે માટે તમારા આશિર્વાદની જરૂૂર છે. તમે ભાજપને વોટ આપી જીતાડવાના તો છો એ તમે નક્કી કરી દીધુ છે, પરંતુ મોટી સંખ્યામાં વોટ મળે અને એક નવો રેકોર્ડ સર્જાય તેવી મરી ઈચ્છા છે.
પાલનપુરમાં પાંચ ‘પ’ પર જ ધ્યાનની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પર્યટન, પાણી, પર્યાવરણ ,પશુધન, પોષણ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે. ઉત્તર ગુજરાતમાં વિકાસની અનેક સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પર્યટન માટે શું નથી ? અંબાજી ધામમાં પર્યટકોની સંખ્યા વધી રહી છે. ધરોઈ ડેમથી અંબાજી મંદિર સુધી પર્યટન વિકાસની અનેક તકો સાંપડી છે. તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરહદી વિસ્તારોના ગામનું વિકાસનું કામ ઉપાડ્યુ છે. એક દિવસ એવો હશે જ્યારે ગુજરાત હાઈડ્રોજનનું હબ બનશે. સોલાર એનર્જીનું અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ. વડાપ્રધાને પોતાના વકતવ્યમાં કહ્યુ કે, ધરોઇથી અંબાજી સુધી ઇકો ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સાયકલ ટુરિઝમ વિકસાવાની દિશામાં કામ ચાલી રહ્યુ છે.આ માટે ભુપેન્દ્ર પટેલની સરકારે 1100 કરોડ રુપિયાનું બજેટ એના માટે ફાળવ્યુ છે.

Advertisement
Continue Reading

Rajkot

શનિવારે ઝૂંપડપટ્ટીનાં બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપતી વિશ્ર્વનિડમ સ્કૂલનું લોકાર્પણ

Published

on

પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે જીવનલક્ષી શિક્ષણ પણ અપાશે

ઝૂંપડપટ્ટીનાં બાળકોને અભ્યાસ અને સંસ્કાર આપની સંસ્થા વિશ્ર્વનિવમની બિલ્ડીંગનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. જે સંસ્થાનાં બિલ્ડિંગનું નામુ ગુરુકુલમ આપવામાં આવ્યું છે. જેમાં ભણતા બાળકોને આત્મનિર્ભર બને અને સંસ્કારો દિપાવે તેવા શુભકાર્યની શરૂઆત વિશ્ર્વનિડમ ગુરુકુલમ, ઇલયુજમની બાજુમા, ક્રાઇસ્ટ કોલેજ રોડ, ખોડિયારમાંના ઘુના પાસે, ઇશ્ર્વરીયા વીડિ ખાતે તા.26 નવેમ્બરેને શનિવારના રોજ સાંજે 4 કલાકે લોકાર્પણ યોજાશે અને અંતે ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે.
વિશ્ર્વનિડમ એક વિચાર છે. વિશ્ર્વનિડમ એટલે સ્લમમાં કેળવણી આપતી સંસ્થા, ઝુપડપટ્ટીના બાળકો માટેનું આશાકિરણ જીતુભાઇ ઝુપડપટ્ટીના બાળકો પુરતી નો રહી. અહી તો સમગ્ર સમસ્યાના મુળમાં પહોંચવાની કામગીરી સાથે સમાજમાં અનેક પ્રકારની બદીઓ, કુરિવજો, વ્યસનો, અંધવિશ્ર્વાસ વગેરેમાંથી વિપુલ ઠાકર અને જીતુભાઇએ બીડુ ઝડપ્યું હતું.
ઝુપડપટ્ટીમાં વિશ્વનિડમ્ ના અભ્યાસ અને સંસ્કાર આપતા કેન્દ્રો શરૂૂ થયા, આમ ધીમે ધીમે અમારા કલરવ કેન્દ્રો માં આવતા દાતાઑના વિચારો બદલવા લાગ્યા, જેઓ ગઈ કાલ સુધી મનગમતી વસ્તુઓ આપવા વારંવાર ઝુપડપટ્ટી માં આવતા તેમના પણ અભિગમો બદલાતા સંસ્થાના લાગ્યો. બાળકો માટે પાટી-પેન, પુસ્તકો, દફતરો અને ડ્રેસ આપવા લાગ્યા. આમ જ્ઞાનનો દિપક પ્રજવલિત થવા
પછીતો એક પછી એક મોટી શાળાઓએ પણ વિશ્ર્વનિડમના બાળકોના ભણતર માટે તેઓની સંસ્થામાં દાખલ કરવા લાગ્યા,બાળકાને શાળાઓમાં ભણવા જવા માંડ્યા. આમ વિશ્ર્વનિડમના બાળકો ધીમે ધીમે શિક્ષિત લોકોના સંપર્ક માં આવતા બાળકો અને વાલીઓમાં ઘણો બદલાવ આવવા લાગ્યો, આમ ઝુપડપટ્ટીમાં લોકોની વિચારસરણી માં આમૂલ પરિવર્તન આવવા લાગ્યો.
2018 માં વિશ્વનિડમનું પોતાનું માળખાકીય બિલ્ડિંગ બન્યું અને તેને ગુરુકુલમ નામ આપવામાં આવ્યું, હવે 2022ના દિવાળી પછીથી પોતાની જ શાળામાં શિક્ષણ શરૂૂ થયું, જેમાં પાઠ્યપુસ્તકના જ્ઞાનની સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ આપવાની શરૂૂઆત કરી જેવી કે ઘોડેસવારી, પશુપાલન, પક્ષીઓને ચણ અને પાણીની વ્યવસ્થા કરવી, આંગણે વાવો શાકભાજી, વિવિધ જાતની રસોઈઓ બનાવવી, મકાન સાફસૂફી, સીવણ, બ્યુટી પાર્લર, સુથારી અને વેલ્ડિંગ કામ, ઇલેક્ટ્રિલ અને પ્લમ્બિંગ કામ, અળસિયાનું ખાત બનાવવું વગેરેનુ શિક્ષણ અપાશે. વધુ માહિતી માટે જીતુભાઇ વિશ્ર્વનિડમ મો.94277 28915નો સંપર્ક કરવો.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ