Connect with us

Kutch

કચ્છ જિલ્લામાં ખરીફ પાકની લણણીની મોસમ પુરબહારમાં, મજૂરોની અછત સર્જાઇ

Published

on

ખેતી ક્ષેત્રે થ્રેસરની વધતી ડિમાન્ડ: ખરીફ પાકની લણણી બાદ રવી પાકના વાવેતરની તૈયારી

ચોમાસામાં થયેલ ભારે વરસાદના કારણે ખેતી આધારિત પાવરપટ્ટી વિસ્તારમાં ખરીફ પાક સારા પ્રમાણમાં થતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. હાલ આ પંથકમાંં વિવિધ ખરીફ પાક જેવા કે મગ,તલ,ગુવાર સહિતના પાકોની લણણી ચાલુ છે. તસવીરમાં આધુનિક થ્રેશર મસિન વડે ગુવાર પાકની લણણી થઈ રહી છે. આ આધુનિક થ્રેશર વડે બહુ ઝડપથી કામગિરિ થાય છે અને દિવસ દરમિયાન 8 એકર સુધીનું પાક સરળતાથી લણી સાકાય છે તેવું થ્રેશર સંચાલક રમેશ આહીર જણાવ્યુ હતું..આધુનિક થ્રેશર વડે ટૂંકા સમયમાં પાકની લણણી કરી સાકાય છે પરિણામે નાણા અને સમય ની બચત થાય છે. હાલ આ આધુનિક થ્રેશરની આ પંથકમાં બહુ માંગ છે અને 10 થી 15 દિવસનું વેટિંગ ચાલે છે.આ મશીન મોંઘા હોવાથી આ પંથકમાં2થી 3 મર્યાદિત મશીન છે હાલ લણણીની સીઝન હોઈ દરેક જગ્યાએ પહોચવું મુસ્કેલ બને છે તેવું રમેશ આહીરએ જાન્વ્યુ હતું. બીજી તરફ ખેડૂતોને ખરીફ પાક લણણી કર્યા બાદ તેજ ખેતરમાં રવિ પાક ની વાવેતર કરવાનું હોઈ ખેડૂતો જેમ બને તેમ જાદ્પિ ખરીફ પાકની લણણી થાય તેવું ઇર્છિ રહ્યા છે જેથી રવિ પાકનું વાવેતર કરી સાકાય.
આમ ખરીફ પાકની વાવેતર લણણી અને રવિ પાકનું વાવેતરનું કામ સાથે આવી જતાં મજૂરોની પણ અછત સર્જાતા આજુબાજુના વિસ્તાર માંથી મજૂરો લેવાની ફરજ પડી રહી છે.

Advertisement
Continue Reading
Advertisement

Kutch

અંજારમાં ગૌચરની જમીનનું 200 કરોડનું કૌભાંડ

Published

on

મૂળ સરવે નંબર બદલી ગેરરીતિ કર્યાનો વિપક્ષીનેતાએ આક્ષેપ કરતા ચકચાર 1973થી સરકારી રેકોર્ડમાં ગૌચરની દર્શાવેલ છે છતાં 1991માં વેચાણ થઇ ગયું

ઐતિહાસિક એવા અંજાર શહેરમાં સરકારી ગૌચર જમીન ખાનગી માલિકીના નામે કરી રૂૂા.ર00 કરોડનું જમીન કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું આક્ષેપ પૂર્વ વિપક્ષી નેતા વિ.કે. હુંબલ દ્વારા કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે.
આ બાબતે આજરોજ ભુજ ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં અપાયેલી માહિતી પ્રમાણે અંજાર સીમના સર્વે નં. 984 પૈકીની જમીન મુંદ્રા સીડ્સ ફાર્મ ખેતીવાડી ખાતાની નામે હતી. આ જમીન સરકારે પરત લઇ નાયબ કલેકટર મારફતે તા. 31/05/73 ના રોજ જાહેર હરાજી કરી હતી. આ જમીન સરદાર સોહનસિંહ બાવાસિંહના પરિવાર કુલ્લ 4 જણના નામે ખરીદ કરી હતી. જે જમીન જુના હક્કપત્રકમાં નોંધ નં. 1733થી દાખલ થઈ હતી. ત્યારબાદ નવું પ્રમોગલેશન અમલમાં આવતા હક્કપત્રક નોંધ નં. 653 થી સર્વે નં. 984 પૈકીની નોંધ પ્રમાણિત થઈ હતી અને 1973 થી 1991 સુધી 7/12, 8-અના તમામ રેકર્ડમાં આ જમીન સર્વે નં. 984 તરીકે નોંધાયેલ હતી. પરંતુ આ જમીન સરદાર સોહનસિંહ બાવાસિંહના પરિવાર દ્વારા તા. 15/03/91 ના રોજ જુદી-જુદી 3 પાર્ટીઓને (1) કિશોર દાનાભાઈ પટેલ (2) ભોગીલાલ દાનાભાઇ પટેલ (3) નિશાબેન ભોગીલાલ પટેલ, હાલે રહેવાસી મુંબઈને વેચાણ કરેલ હતી અને વેચાણ દસ્તાવેજ સર્વે નં. 984 ના બદલે 1004/1, 1004/2, 1004/3 તરીકે વેચાણ કરી હતી અને જેની હક્કપત્રકે નોંધ 1713, 1714 પડેલ છે. વર્ષ 1991 થી આ જમીનમાં મોટી ગેરરીતી થઈ હોવાનો આક્ષેપ કરતા વધુમાં જણાવાયું કે, હકીકતમાં અંજાર શહેરના સર્વે નં. 1004 ગૌચર જમીન તરીકે નીમ થયેલ છે. અને તે સરકારી રેકર્ડમાં પણ હક્કપત્રક નોંધ નં. 759 થી વર્ષ 1973થી સરકારી રેકર્ડમાં બોલે છે.

તો પછી નવા સર્વે નં. 1004/1, 1004/2, 1004/3 કઈ રીતે બની ગયા. જે તપાસનો વિષય હોવાનો જણાવી તપાસની માંગણી કરવામાં આવી છે. આ ગૌચર જમીન સર્વે નં. 1004 વાળી અંજાર-આદિપુર રોડ ઉપર પ્રાઇમ લોકેશન પર આવેલ છે. આ જમીનની હાલની બજાર કિંમત 200 કરોડ જેવી છે.

Advertisement

જેથી સર્વે નં. 984 વાળી જમીનમાં મોટું કૌભાંડ આચરી અને મૂળ સર્વે નંબર બદલાવી નાખી આ ગેરરીતિ કરવામાં હોવાના આક્ષેપો કરાયા છે. નવાઇની વાત તો એ છે કે સર્વે નં. 984 વાળી કુલ્લ જમીન એકર 27-39 ગુંઠા હતી પરંતુ જેની સામે ગૌચર સર્વે નં. 1004 એકર 22-26 ગુંઠા હતી. જેથી તે નવી માપણી શીટમાં પૂરી કરવા માટે મેઘપર કુંભારડીના સર્વે નં. 160 વાળી જમીન પણ આ અંજાર સીમમાં ભેળવી દેવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. કાયદાની જોગવાઇ મુજબ કોઇ પણ જમીનમાં સર્વે નંબરમાં ફેરફાર થતા હોય અથવા તો ક્ષેત્રફળમાં ફેરફાર થતો હોય તો પણ સક્ષમ અધિકારીનો હુકમ હોવો જોઈએ. પરંતુ આ કિસ્સામાં ક્યાય સક્ષમ અધિકારીનો હુકમ નથી અને હુકમ કર્યા વગર રોડ ટચ કિંમતી જમીન જે પ્રાઇમ લોકેશન ઉપર આવેલ છે તે જમીન ખાનગી ખેડૂતોના નામે કરી દેવામાં આવી છે.હક્કપત્રકમાં નોંધ પ્રમાણિત કરતી વખતે પ્રમાણિત કરનાર અધિકારીએ સર્વે નં. 984 વાળી જમીનને સર્વે નં 1004 તરીકે કેવી રીતે પ્રમાણિત કરી દીધી જે સવાલે ભારે ચર્ચા જગાવી છે અને આ માટે હક્કપત્રકની નોંધ 1713, 1714 અને 1715 વાળી રીવીઝન લેવા માટે અપીલ કરવામાં આવશે કારણ કે ગૌચરની જમીન ખાનગી નામે કરી મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું છે.

Continue Reading

Kutch

ભુજનું સ્મૃતિવન: 4 મહિનામાં 2.80 લાખ મુલાકાતીઓની મુલાકાત

Published

on

2001માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા સ્મારક અને મ્યુઝિયમ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યુ હતું

દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છની ખુમારીથી અભિભૂત: સ્થાનિક લોકો માટે સ્થળ કલ્ચરલ હબ બન્યું

ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં જાન્યુઆરી 20 સુધી માત્ર ચાર મહિનાના ગાળામાં જ 2 લાખ 80 હજાર લોકોએ સ્મારકની મુલાકાત લીધી છે જ્યારે 1 લાખ 10 હજારથી વધુ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી થઇ રહી છે, જેના લીધે છેવાડાના માનવી સુધી ખુશહાલી પહોંચી છે. ભુજ તેમજ રાજ્યના નાગરિકો એકસાથે આવી શકે તે હેતુથી અહીં યોગ ક્લાસ અને વર્કશોપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટટુગેધર, વોટિંગ માટેની જાગૃતિના કાર્યક્રમ, સંગીતના કાર્યક્રમ અને 21,000+ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્રમ યોજાય છે. તેના લીધે સ્મૃતિવન એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે જેમાં ભુજ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો આવી રહ્યાં છે. ખ્યાતનામ દિગ્ગજોએ ભુજિયા ડુંગર પર નિર્માણ કરાયેલા આ મ્યુઝિયમની પ્રશંસા કરી છે. તેમાં જાણીતા રાજનેતાઓ, સશસ્ત્ર દળના અધિકારીઓ, સફળ સીઇઓ, ક્રિકેટર્સ, અભિનેતાઓ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, આરબીઆઇના ગવર્નર અને અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે.

Advertisement

2001ના ધરતીકંપનો સાર જેટલી સારી રીતે અહીં ગ્રહણ કરવામાં આવ્યો છે, તે એક નમ્ર અનુભવ છે. તે આપણને પ્રકૃતિનો આદર કરવાનું શીખવે છે અને સાથે એ પણ શીખવે છે કે પ્રકૃતિ આપણા જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે. જે જીવ આપણે ગુમાવ્યા છે, તે ખૂબ જ દુ:ખની ક્ષણ હતી. ભૂકંપથી પ્રભાવિત થયેલા લોકોના પુનર્વસન માટે અથાક મહેનત કરનારી ટીમને હું અભિનંદન આપું છું. સ્મૃતિવનના નિર્માણમાં સંકળાયેલી ટીમની પણ હું પ્રશંસા કરવા માંગુ છું, અને અસરગ્રસ્ત લોકોની સ્મૃતિને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીને આપત્તિની તૈયારીના મહત્વ વિશે શિક્ષિત કરવા માટેના સંગ્રહાલયના પ્રયાસોને બિરદાવું છું. શ્રી શક્તિકાંત દાસ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેન્ક મ્યુઝિયમના દરેક નાના ખૂણામાં એક વાર્તા છે જેનો દરેક વ્યક્તિએ ઓછામાં ઓછો એકવાર અનુભવ કરવો જોઈએ. અવશ્ય મુલાકાત લેવી જોઈએ. શુભમ, ચેન્નઇથી આવેલ મુલાકાતી તે એક સુંદર અનુભવ હતો.
આટલી સુંદર ઇમારત, અને તેની અંદર જે છે તે તેનાથી પણ વધુ સુંદર છે. કચ્છના લોકોની ખુમારી સુંદર રીતે દર્શાવવામાં આવી છે, અને તે ખૂબ સન્માનનીય છે. તમને તે ચોક્કસ ગમશે.

મુલાકાતીના પ્રતિભાવ

હું મારા દેશવાસીઓને ખૂબ નમ્રતા સાથે કહેવા માંગુ છું કે આપણું સ્મૃતિવન વિશ્વના અમુક શ્રેષ્ઠ સ્મારકો અને સંગ્રહાલયોની સરખામણીમાં એક ડગલું પણ પાછળ નથી. હું કચ્છના લોકોને વિનંતી કરવા માંગુ છું કે તમારા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે, તો કૃપા કરીને સ્મૃતિવનની મુલાકાત લીધા વિના તેમને જવા ન દેશો. હું કચ્છના શિક્ષણ વિભાગને પણ વિનંતી કરવા માંગુ છું કે જ્યારે પણ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે ત્યારે શાળાના બાળકોને અહીં લાવવામાં આવે.

ભૂકંપનો અનુભવ કરવા માટે વિશેષ થિયેટર

Advertisement

2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હરપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલીન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશન દ્વારા દર્શાવવામાં આવી છે.

Continue Reading

Kutch

કંડલાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આયકર વિભાગનું સર્ચ

Published

on

વિદેશમાં વેચાણ ધરાવતી માર્કેટમાં કરચોરી થતી હોવાની ફરિયાદ બાદ દરોડા

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના એક યુનિટમાં જ સવારથી જ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ખાંખાખોળા શરૂૂ કરવામાં આવ્યા હતા. આ તપાસના પગલે કાસેઝના અન્ય યુનિટમાં પણ દોડધામ મચી જવા પામી હતી. યૂઝ ગાર્મેન્ટની પેઢીની તપાસ થઈ રહી હોવાની ચર્ચા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સમયાંતરે કાસેઝમાં જુદી જુદી એજન્સીઓ તપાસ હાથ ધરતી હોય છે. કેટલાક કિસ્સામાં સફ્ળતા પણ મળતી હોય છે અને કરચોરી સહિતની વિગતો બહાર આવતી હોય છે. સવારના સમયે ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ બે વાહન દ્વારા ઝોનમાં પ્રવેશતા જ આ બાબતની માહિતી મળતા અન્ય યુનિટોમાં પણ દોડધામ મચી જવા પામી હતી. જોકે, પેસેન્જર ગેટથી પ્રવેશેલી આ ટીમ કઈ જગ્યાએ તપાસ કરી તેની કોઈ સત્તાવાર જાણકારી મળી નથી પણ વિદેશમાં વેચાણ ધરાવતી માર્કેટ હોઈ આ પેઢીમાં સર્વેની કામગીરીની ચર્ચા છે.

Advertisement

યૂઝ ગાર્મેન્ટની પેઢી દ્વારા બિલમાં ટેક્સ વધુ ભરવો પડે ન તે માટે ઓછી રકમ બતાવી કર ચોરી કરાતી હોવાની બાબતની આશંકા પ્રાથમિક તબક્કે છે અને તેની તપાસ ચાલી રહી હોવાની માહિતી બિનસત્તાવાર રીતે મળી રહી છે. કાસેઝના પ્રશાસનના વર્તુળો પણ કસ્ટમના કમિશનર દ્વારા સ્પેશ્યલ મંજૂરી લેવામાં આવી હોવાનું જણાવી ઇન્કમ ટેક્સ વિભાગે ટીમના આગમનની બાબતને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં મિસ ડિકરેશનના બનાવો પણ કેટલીક વખત ઉજાગર થતા હોય છે. જેને લઈને પણ ઝોન ચર્ચામાં રહે છે. ઉપરાંત થોડા સમય પહેલાં પણ ઝોનની સુરક્ષાના મુદ્દે ચણભણાટ ઊભો થયો હતો. જેમાં 24 સહિતની ઘટનાઓથી ઝોન સાથે સંકળાયેલ કેટલીક પેઢીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ