Kutch
કચ્છમાં બપોર સુધીમાં 33.44 ટકા મતદાન: અંજારમાં મતદાન બંધ કરી દેવાતા બઘડાટી
Published
2 months agoon
By
ગુજરાત મિરર
ચૂંટણી સ્ટાફ મતદાન બંધ કરી જમવા બેસી જતાં બબાલ: ભુજ બેઠક પર 35.16 ટકા મતદાન
કચ્છ જિલ્લાની છ બેઠક પર બપોર સુધીમાં 33.44 ટકા મતદાન થયું હતું. દરમિયાન અંજાર ખાતે પોલીસ સ્ટેશન પાછળ આવેલી શાળા નં.14ના રૂમ નં.2માં મતદાન મથકનો સ્ટાફ કેન્દ્રના પ્રવેશદ્વાર પર ખુરશી આડી મૂકી મતદાન મથક બંધ કરી જમવા બેસી જતાં બઘડાટી બોલી જવા પામી હતી.
કચ્છ જિલ્લાની છ બેઠક પર બપોર સુધીમાં 33.44 ટકા મતદાન થયું છે. જેમાં અંજાર બેઠક પર 36.11 ટકા, અબડાસા બેઠક પર 38.64 ટકા, ગાંધીધામ બેઠક પર 24.70 ટકા, ભુજ બેઠક પર 35.16 ટકા, માંડવી બેઠક પર 35.02 ટકા અને રાપર બેઠક પર 32.64 ટકા મતદાન થયું છે. ગાંધીધામ નંબર 5 ખાતે આજે સવારે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ સૌથી પહેલા પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના સંતોએ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે મતદાન કરી ધર્મની સાથે દેશની નાગરીકતાની ફરજ પણ નિભાવી હતી. માંડવી ખાતે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને ભજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેએ મતદાન કર્યું હતું. અંજાર બેઠકના ભજપ ઉમેદવાર ત્રિકમ છાંગાએ રત્નાલ ગામ ખાતે મતદાન કર્યું. જ્યારે અંજાર શહેર ખાતેના પોલીસ સ્ટેશન પાછળ આવેલી શાળા નંબર 14ના રૂૂમ નંબર 2માં સખી મતદાન મથકનો મહિલા પોલિંગ સ્ટાફ કેન્દ્રના પ્રવેશદ્વાર પર ખુરશી આડી મૂકી મતદાન પ્રક્રિયા બંધ કરી જમવા બેસી જતા મતદારોને કતારમાં રાહ જોવી પડી હતી. તંત્ર દ્વારા ગંભીર બેદરકારીના કારણે લોકોમાં નારાજગી ફેલાઈ હતી.
અંજાર બેઠક પર 1 વાગ્યા સુધીમાં 36.11 ટકા મતદાન થયું છે. અંજાર શહેર ખાતેના પોલીસ સ્ટેશન પાછળ આવેલી શાળા નંબર 14ના રૂૂમ નંબર 2માં સખી મતદાન મથકનો મહિલા પોલિંગ સ્ટાફ કેન્દ્રના પ્રવેશદ્વાર પર ખુરશી આડી મૂકી મતદાન પ્રક્રિયા બંધ કરી જમવા બેસી જતા મતદારોને કતારમાં રાહ જોવી પડી હતી. તંત્ર દ્વારા ગંભીર બેદરકારીના કારણે લોકોમાં નારાજગી ફેલાઈ છે. આ વખતે અહીં ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગા ગત ધારાસભ્ય વાસણભાઈ આહીરના સ્થાને ચૂંટણી લડી રહ્યા છે. કોંગેસના રમેશ ડાંગર તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા છે જેઓને આ બેઠક પર કોંગ્રેસે ટિકિટ આપી છે. આ બેઠક પર કુલ 2,68,185 મતદારો છે, જે પૈકી 1,36,952 પુરુષ મતદારો છે, જ્યારે 1,31,233 મહિલા મતદારો અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં આ બેઠક કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલને 64,018 મત મળ્યા હતા. જ્યારે વાસણ આહીર 75,331 મત મેળવી વિજેતા બન્યા હતા. વાસણ આહીર 11,313 મતથી વિજેતા બન્યા હતાં. આ બેઠક પર આહીર સમાજનું પ્રભુત્વ વધારે છે.
You may like
Kutch
ભુજનું સ્મૃતિવન: 4 મહિનામાં 2.80 લાખ મુલાકાતીઓની મુલાકાત
Published
2 days agoon
January 25, 2023By
ગુજરાત મિરર
2001માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા સ્મારક અને મ્યુઝિયમ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યુ હતું
દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છની ખુમારીથી અભિભૂત: સ્થાનિક લોકો માટે સ્થળ કલ્ચરલ હબ બન્યું
ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં જાન્યુઆરી 20 સુધી માત્ર ચાર મહિનાના ગાળામાં જ 2 લાખ 80 હજાર લોકોએ સ્મારકની મુલાકાત લીધી છે જ્યારે 1 લાખ 10 હજારથી વધુ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી થઇ રહી છે, જેના લીધે છેવાડાના માનવી સુધી ખુશહાલી પહોંચી છે. ભુજ તેમજ રાજ્યના નાગરિકો એકસાથે આવી શકે તે હેતુથી અહીં યોગ ક્લાસ અને વર્કશોપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટટુગેધર, વોટિંગ માટેની જાગૃતિના કાર્યક્રમ, સંગીતના કાર્યક્રમ અને 21,000+ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્રમ યોજાય છે. તેના લીધે સ્મૃતિવન એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે જેમાં ભુજ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો આવી રહ્યાં છે. ખ્યાતનામ દિગ્ગજોએ ભુજિયા ડુંગર પર નિર્માણ કરાયેલા આ મ્યુઝિયમની પ્રશંસા કરી છે. તેમાં જાણીતા રાજનેતાઓ, સશસ્ત્ર દળના અધિકારીઓ, સફળ સીઇઓ, ક્રિકેટર્સ, અભિનેતાઓ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, આરબીઆઇના ગવર્નર અને અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે.
2001ના ધરતીકંપનો સાર જેટલી સારી રીતે અહીં ગ્રહણ કરવામાં આવ્યો છે, તે એક નમ્ર અનુભવ છે. તે આપણને પ્રકૃતિનો આદર કરવાનું શીખવે છે અને સાથે એ પણ શીખવે છે કે પ્રકૃતિ આપણા જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે. જે જીવ આપણે ગુમાવ્યા છે, તે ખૂબ જ દુ:ખની ક્ષણ હતી. ભૂકંપથી પ્રભાવિત થયેલા લોકોના પુનર્વસન માટે અથાક મહેનત કરનારી ટીમને હું અભિનંદન આપું છું. સ્મૃતિવનના નિર્માણમાં સંકળાયેલી ટીમની પણ હું પ્રશંસા કરવા માંગુ છું, અને અસરગ્રસ્ત લોકોની સ્મૃતિને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીને આપત્તિની તૈયારીના મહત્વ વિશે શિક્ષિત કરવા માટેના સંગ્રહાલયના પ્રયાસોને બિરદાવું છું. શ્રી શક્તિકાંત દાસ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેન્ક મ્યુઝિયમના દરેક નાના ખૂણામાં એક વાર્તા છે જેનો દરેક વ્યક્તિએ ઓછામાં ઓછો એકવાર અનુભવ કરવો જોઈએ. અવશ્ય મુલાકાત લેવી જોઈએ. શુભમ, ચેન્નઇથી આવેલ મુલાકાતી તે એક સુંદર અનુભવ હતો.
આટલી સુંદર ઇમારત, અને તેની અંદર જે છે તે તેનાથી પણ વધુ સુંદર છે. કચ્છના લોકોની ખુમારી સુંદર રીતે દર્શાવવામાં આવી છે, અને તે ખૂબ સન્માનનીય છે. તમને તે ચોક્કસ ગમશે.
મુલાકાતીના પ્રતિભાવ
હું મારા દેશવાસીઓને ખૂબ નમ્રતા સાથે કહેવા માંગુ છું કે આપણું સ્મૃતિવન વિશ્વના અમુક શ્રેષ્ઠ સ્મારકો અને સંગ્રહાલયોની સરખામણીમાં એક ડગલું પણ પાછળ નથી. હું કચ્છના લોકોને વિનંતી કરવા માંગુ છું કે તમારા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે, તો કૃપા કરીને સ્મૃતિવનની મુલાકાત લીધા વિના તેમને જવા ન દેશો. હું કચ્છના શિક્ષણ વિભાગને પણ વિનંતી કરવા માંગુ છું કે જ્યારે પણ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે ત્યારે શાળાના બાળકોને અહીં લાવવામાં આવે.
ભૂકંપનો અનુભવ કરવા માટે વિશેષ થિયેટર
2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હરપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલીન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશન દ્વારા દર્શાવવામાં આવી છે.
Kutch
કંડલાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આયકર વિભાગનું સર્ચ
Published
3 days agoon
January 24, 2023By
ગુજરાત મિરર
વિદેશમાં વેચાણ ધરાવતી માર્કેટમાં કરચોરી થતી હોવાની ફરિયાદ બાદ દરોડા
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના એક યુનિટમાં જ સવારથી જ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ખાંખાખોળા શરૂૂ કરવામાં આવ્યા હતા. આ તપાસના પગલે કાસેઝના અન્ય યુનિટમાં પણ દોડધામ મચી જવા પામી હતી. યૂઝ ગાર્મેન્ટની પેઢીની તપાસ થઈ રહી હોવાની ચર્ચા છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સમયાંતરે કાસેઝમાં જુદી જુદી એજન્સીઓ તપાસ હાથ ધરતી હોય છે. કેટલાક કિસ્સામાં સફ્ળતા પણ મળતી હોય છે અને કરચોરી સહિતની વિગતો બહાર આવતી હોય છે. સવારના સમયે ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ બે વાહન દ્વારા ઝોનમાં પ્રવેશતા જ આ બાબતની માહિતી મળતા અન્ય યુનિટોમાં પણ દોડધામ મચી જવા પામી હતી. જોકે, પેસેન્જર ગેટથી પ્રવેશેલી આ ટીમ કઈ જગ્યાએ તપાસ કરી તેની કોઈ સત્તાવાર જાણકારી મળી નથી પણ વિદેશમાં વેચાણ ધરાવતી માર્કેટ હોઈ આ પેઢીમાં સર્વેની કામગીરીની ચર્ચા છે.
યૂઝ ગાર્મેન્ટની પેઢી દ્વારા બિલમાં ટેક્સ વધુ ભરવો પડે ન તે માટે ઓછી રકમ બતાવી કર ચોરી કરાતી હોવાની બાબતની આશંકા પ્રાથમિક તબક્કે છે અને તેની તપાસ ચાલી રહી હોવાની માહિતી બિનસત્તાવાર રીતે મળી રહી છે. કાસેઝના પ્રશાસનના વર્તુળો પણ કસ્ટમના કમિશનર દ્વારા સ્પેશ્યલ મંજૂરી લેવામાં આવી હોવાનું જણાવી ઇન્કમ ટેક્સ વિભાગે ટીમના આગમનની બાબતને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં મિસ ડિકરેશનના બનાવો પણ કેટલીક વખત ઉજાગર થતા હોય છે. જેને લઈને પણ ઝોન ચર્ચામાં રહે છે. ઉપરાંત થોડા સમય પહેલાં પણ ઝોનની સુરક્ષાના મુદ્દે ચણભણાટ ઊભો થયો હતો. જેમાં 24 સહિતની ઘટનાઓથી ઝોન સાથે સંકળાયેલ કેટલીક પેઢીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.
Kutch
નખત્રાણામાં ઘરધણીને ઊંઘતા રાખી 31 લાખની મતાની ચોરી
Published
4 days agoon
January 23, 2023By
Minal
ચાવીથી તિજોરી ખોલી સોના-ચાંદીના દાગીના ઉસેડી તસ્કરો નાસી છુટતા ફરિયાદ નોંધાઈ
નખત્રાણાના પ્રાચીનગરમાં ભાડાના મકાનમાં રહેતા હીરાબેન રણછોડગિરિ ગોસ્વામીના મકાનમાં શુક્રવારની રાત્રિના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત 31,26,800’ લાખની મોટી ચોરી કરીને તસ્કરોએ રીતસર પોલીસને પડકાર ફેંકયો છે.
મૂળ દુજાપર (તા. માંડવી)ના અહી પ્રાચીનગરમાં ભાડેના મકાનમાં રહેતા વિધવા એવા હીરાબેન રણછોડગિરિ એકલવાયું જીવન જીવે છે, શુક્રવારે રાત્રિના કોઇપણ સમયે નિશાચરો ઘરનો મુખ્ય દરવાજો-નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને સેટીનાં ઓશિકાં નીચે તેમજ કબાટમાં રાખેલા દાગીના તથા રોકડની ચોરી થઈ હતી.
જોકે હીરાબેને જણાવ્યું હતું કે, રાત્રે બાર વાગ્યે હું જાગી હતી ત્યારે બધું બરોબર હતું આમ 12થી સવારના પાંચ વાગ્યા સુધીમાં ચોરીનો બનાવ બન્યો છે.
ચોરી થયેલી વસ્તુમાં સોનાની આઠ બંગડીઓ, બે સોનાના પાટલા, છ ડોકમાં પહેરવાના હાર, મંગળસૂત્ર, લાંબી ચેન, ટૂંકી સોનાની ચેન, સોનાનો પટ્ટો તથા સોનાની પટ્ટી, સોનાનો કાનૂડો બે જોડ, સોનાની પીન, સોનાના મહાદેવ સહિત 57.5 તોલા સોનું અડધો કિલો ચાંદી જેમાં ભગવાનના ઘરેણા એમ કુલ્લે રૂૂા. 29,10,300ના ઘરેણાં તેમજ રોકડા રૂૂા. 2,16,500ની ચોરી થતા એમ કુલ્લે રૂૂા. 31,26,800નોથ મુદ્માલ ચોરી જવાતા હિરાબેને નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ પી.આઈ. ઠુમ્મર ચલાવી રહ્યા છે.
આ મોટી ચોરીની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ભુજથી એલ.સી.બી. ડોગસ્કવોડ તથા એફએસએલના ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો સાથેની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી ધમધમાટ સર્જાયો હતો. કોઇ જાણભેદુ હોવાની શક્યતા જોવાઇ રહી.
એડિટર ની ચોઈસ

ગુજરાત રમખાણો પર BBCની ડોક્યુમેન્ટ્રીનો વિવાદ મામલે DU બહાર કલમ 144 લાગુ

DGCA એ Go First એરલાઇનને 55 પેસેન્જર વિના પ્લેન ટેકઓફ મામલે રૂ.10 લાખ દંડ ફટકાર્યો

મેડિકલ કોલેજના મહિલા પ્રોફેસરનું રહસ્યમય સંજોગોમાં મોત

ગંભીર દુર્ઘટના છતાં કોર્પોરેશન દ્વારા જવાબદારીની ફેંકાફેંકી

મહેતા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિશેષ સેમિનાર યોજાયો

એન્જિનિયરિંગ બ્રાચમાં ભરાયેલી સીટ મુજબ શિક્ષકો રાખવાની પરવાનગી
ગુજરાત

ગંભીર દુર્ઘટના છતાં કોર્પોરેશન દ્વારા જવાબદારીની ફેંકાફેંકી

મહેતા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિશેષ સેમિનાર યોજાયો

એન્જિનિયરિંગ બ્રાચમાં ભરાયેલી સીટ મુજબ શિક્ષકો રાખવાની પરવાનગી

રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં સૂકા મરચાની 14 હજાર ભારીની આવક

સૌરાષ્ટ્રના ઉદ્યોગોને બૂસ્ટર માટે 11થી 13 ફેબ્રુઆરી આં.રા. વેપાર મેળો

ફનવર્લ્ડ પાસે હિટ એન્ડ રન: બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત
સ્પોર્ટસ

રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં સૂકા મરચાની 14 હજાર ભારીની આવક

સૌરાષ્ટ્રના ઉદ્યોગોને બૂસ્ટર માટે 11થી 13 ફેબ્રુઆરી આં.રા. વેપાર મેળો

ફનવર્લ્ડ પાસે હિટ એન્ડ રન: બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત

જયસુખ પટેલ આરોપી નં.1, ગમે ત્યારે ધરપકડ!
