Rajkot
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા.21-22 ઓશો સંબોધિ દિન તથા ચેટીચાંદની ઉજવણી
Published
2 weeks agoon
By
Minal
ગુજરાત મિરર, રાજકોટ તા.18
રાજકોટ ઓશોના સુત્ર ઉત્સવ અમાર નીતી આનંદ અમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવ, વિશ્ર્વ દિવસ વગેરે રાજકોટમાં 37 વર્ષોથી 24 કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્ર્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરી રહ્યા છે.
21 માર્ચ 1953ના રોજ જબલપુરના ભવંરલાલ ઉદ્યાન (નહેરુ ઉદ્યાન)માં મૌલશ્રી (બોરસલી) વૃક્ષની નીચે, રાત્રીના બુદ્ધત્વને ઉપલબ્ધ થયા, વ્યકિત મટી ને સમષ્ટિ બન્યા જેથી ઓશો જગતમાં 21 માર્ચને ઓશો સંબોધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગામી તા.21 માર્ચને મંગળવારના રોજ સાંજના 6:30થી 8 દરમિયાન ઓશો સંબોધિ ઉત્સવ-કિર્તન ધ્યાન, સંધ્યા ધ્યાન તથા સ્વામી દેવરાહુલ દ્વારા હસીબા ખેલીબા ધરીબા ધ્યાનમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.22 માર્ચને બુધવારના રોજ ચેટીચાંદ ઝુલેલાલ-દરિયાલાલ જયંતી નિમિત્તે સાંજના 6:30થી 8 દરમિયાન આયોલાલ-ઝૂલેલાલ તથા ધમાધમ મસ્ત કલંદર કિર્તન ધ્યાન, સંધ્યા ધ્યાન તથા કેક કટીંગ સાથે આયોલાલ-ઝૂલેલાલના નારા સાથે ઉજવવામાં આવશે તથા સ્વામી દેવ રાહુલ દ્વારા હસીબા ખેલીબા ધરીબા ધ્યાનમ તથા પ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે. સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામી સત્ય પ્રકાશે હાર્દિક અનુરોધ કરેલ છે. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, 4-વૈદ્યવાડી, ડી-માર્ટની પાછળની શેરી ખાતે રૂબરૂ અથવા વિશેષ માહિતી માટે સ્વામી સત્ય પ્રકાશ મો.નં.94272 54276, સંજીવ રાઠોડ મો.નં.98248 86070નો સંપર્ક કરવો.
You may like
Rajkot
વોર્ડ નં.10 કુમકુમપાર્કમાં પેવિંગ બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા બીનાબેન આચાર્ય
Published
12 hours agoon
March 30, 2023By
Minalગુજરાત રિર, રાજકોટ તા. 30
વોર્ડ નં.10 ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્રારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા પુષ્કરધામ ચોક પાસે આવેલ કુમકુમપાર્ક માં પેવિંગ બ્લોકના કામનું ખાતમુર્હત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યના હસતે કરાયુ હતુ. વોર્ડ નં.10 માં પુષ્કરધામ ચોક પાસે આવેલ કુમકુમપાર્કમાં પેવિંગ બ્લોકના કામના ખાતમુર્હુત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મેયર પ્રદિપભાઇ ડવ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, નીરૂૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, શહેર ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પૂર્વ કોર્પોરેટર અશ્ર્વિનભાઇ ભોરણીયા, બક્ષી પંચ મોરચાના પ્રમુખ હેમંતસિંહ ડોડીયા, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ચુડાસમા, રત્નદિપસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, મયુરીબેન ભાલાળા, બલરાજભાઇ રાણા, યુવા મોરચાના કુલદિપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, રામદેવસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, વિપુલભાઇ જાની તથા કુમકુમપાર્કના ગીતાબેન દોંગા, ક્રિષ્નાબેન સાવલીયા, હનીબેન કતીરા, જીનલબેન અકબરી, સાવીત્રીબેન રામાણી, સરોજબેન કપુરીયા, પુજાબેન ગોરસીયા, ઇલાબેન પટેલ, નયનાબેન પઢીયાર, સુમીતાબેન મંગલપરા, પીનલબેન સોની, ભારતીબેન ભુત, સહીતના રહેવાસીઓ ઉપસ્થિત રહયા હતા.
Rajkot
23 કરોડ ભેગા કરવા મનપા મેદાને; વધુ 23 મિલકત સીલ
Published
12 hours agoon
March 30, 2023By
Minal
39 મિલકતોને જપ્તીની નોટિસ આપી રૂા.1.81 કરોડની રિકવરી, વેરા વસૂલાતથી મનપાને રૂા.317.10 કરોડની આવક
ગુજરાત મિરર, રાજકોટ તા.30
માર્ચ એન્ડીંગમાં વેરા વસુલાતના રૂા.340 કરોડના ટાર્ગેટને પરિપૂર્ણ કરવા માટે મનપાની ટીમો મેદાને ઉતારી છે આજે મનપાએ બાકીદારો ઉપર તવાઈ બોલાવી વધુ 23 મિલકતોને સીલ કરી છે તો 39 મિલકતોને જપ્તીની નોટીસ પાઠવી રૂા.1.81 કરોડની રિકવરી કરવામાં આવી છે તો અત્યાર સુધીમાં મનપાને વેરા વસુલાતથી રૂા.317.10 કરોડની આવક થઈ છે આવતીકાલે એક જ દિવસમાં મનપા રૂા.23 કરોડ ભેગા કરશે.
આજે મનપાની ટીમે રિકવરી ઝૂંબેશ અંતર્ગત ટીમે જામનગર રોડ આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી 1.00 લાખ તેમજ જામનગર રોડ આવેલ 5-યુનિટને નોટીસ આપેલ આ ઉપરાંત જંકશન મેઇન રોડ પર આવેલ 6-યુનિટને નોટીસ આપેલી, રેલનગરમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.10 લાખ કરવામાં આવ્યા છે.
તેમજ મોરબી રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.38 લાખ, મોરબી રોડ પર 4-યુનિટને નોટીસ આપેલ, સેટેલાઇટ ચોકમાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.99 લાખ, કુવાડવા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.52 લાખ, પશુરામ ઇન્ડ એરીયામાં 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.00 લાખ, માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ 3-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.16 લાખ, ચુનારવાડા રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ છે.
રણછોડનગરમાં આવેલ 2-યુનિટને નોટીસ આપેલ. શિવ શકિત ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.87,700, યાજ્ઞિક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.30 લાખ, ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.15 લાખ, ગોંડલ રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ, રાજેન્દ્રપ્રસાદ રોડ પર આવેલ 2-યુનિટ સીલ કરેલ, યાજ્ઞિક રોડ પર આવેલ 3-યુનિટ સીલ કર્યું હતું. તો 150 ફીટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.75000, રૈયા રોડ પર આવેલ 6-યુનિટને નોટીસ આપેલી.
કાલાવડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.10 લાખ, યુનિ.રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ, મવડી એરીયામાં આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.95000, મવડી રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપી હતી. મિલપરામાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.57 લાખ, કોઠારીયા બાય પાસ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.00 લાખ, ક્રિષ્ના ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.75750, કોઠારીયા રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ અને ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.10 લાખ કરવામાં આવ્યા છે.
આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 23 -મિલ્કતોને સીલ કરેલ તથા 39-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.1.81 કરોડ રીકવરી કરેલ છે. આજ દિન સુધી કુલ આવક રૂ.317.10 કરોડની થઈ છે. ઘક્ષય ઝશળય ઈંક્ષતફિંહહળયક્ષિં જભવયળયના છેલ્લા 1 દિવસ બાકી રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ. 31/03/2023 હોય, વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
Rajkot
બાલભવનમાં વિશ્ર્વ રંગભૂમિ દિને એકાંકી નાટ્ય સ્પર્ધા સંપન્ન
Published
12 hours agoon
March 30, 2023By
Minalગુજરાત મિરર, રાજકોટ તા.30
વિશ્ર્વ રંગભૂમિ દિનની ઉજવણી પ્રસંગે બાલભવન-ભારત સેવક સમાજ સંકલ્પ થિયેટર્સ દ્વારા તા.27ના રોજ એકાંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં મનસુખભાઈ જોષી (ભુતપુર્વ શ્રમ અને રોજગાર મંત્રાલયના કેબિનેટ મંત્રી) ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શિવમ ફાઉન્ડેશન સંસ્થાના ગૌતમ દવે દિગ્દર્શીત નાટ્યકૃતિ કથા એક વિશ્ર્વાસની પ્રથમ પુરસ્કાર મેળવી દર્શકોની દાદ મેળવી હતી દ્વિતીય પુરસ્કાર હરિવંદના ફિઝીયોથેરાપી કોલેજ દ્વારા ફિઝીયોથેરાપી એક સારવાર અને તૃતિય પુરસ્કાર કુંજ કલા કેન્દ્ર દ્વારા મશાલ એ મેળવ્યો હતો આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ અભિનેતા અમિત વાઘેલા, શ્રેષ્ઠ અભિનેત્રી રેડિયો જોકી ધરા, પ્રોત્સાહન પુરસ્કાર યશ વ્યાસને આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દક્ષા રાઠોડે કર્યું હતું કાર્યક્રમમાં નિર્ણાયકોમાં જાણીતા નાટ્યવિદો નલીનીબેન ઉપાધ્યાય, આવૃતીબેન નાણાવટી, ભરત ત્રિવેદીએ સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના હોદેદારો એલ.એસ. સૈયદ, જનાર્દનભાઈ પંડ્યા, અનીલ રાઠોડ, દક્ષા રાઠોડ, નુતન ભટ્ટ, મહેશ કોટેચા, જુસબ પરમાર, ભુપતસિંહ તુવરાએ જહેમત ઉઠાવી હતી વધુમાં એલ.એસ. સૈયદએ સંસ્થા છેલ્લા બાર વષૃથી નવા કલાકારોને પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નશીલ રહે છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે જયશ્રીબેન નરેન્દ્રભાઈ પારેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
એડિટર ની ચોઈસ

ઈન્દોર મંદિરની છત ધરાશયી ઘટના : 19નો બચાવ,12 લોકોના મોત, ઘટનાની તપાસના આદેશ

ગુજરાતમાં કોરોનાનાની રફતાર લગાતાર : આજે નવા 381 કેસ નોંધાયા,1 દર્દીનું મોત
વોર્ડ નં.10 કુમકુમપાર્કમાં પેવિંગ બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા બીનાબેન આચાર્ય
અમદાવાદમાં ક્રિકુરુ ક્રિકેટ કોચિંગ AI આધારિત ટેક્નોલોજી સાથે લોન્ચ

આનંદો, જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલ લેટર કાલથી ડાઉનલોડ થઈ શકશે

23 કરોડ ભેગા કરવા મનપા મેદાને; વધુ 23 મિલકત સીલ
ગુજરાત
અમદાવાદમાં ક્રિકુરુ ક્રિકેટ કોચિંગ AI આધારિત ટેક્નોલોજી સાથે લોન્ચ

આનંદો, જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલ લેટર કાલથી ડાઉનલોડ થઈ શકશે

23 કરોડ ભેગા કરવા મનપા મેદાને; વધુ 23 મિલકત સીલ

ભાજપ વોશિંગ મશીનમાં મમતાએ કાળા વસ્ત્રો નાખી સફેદ કરી બતાવ્યા

ફિલિપિન્સમાં ફેરી બોટમાં આગથી 31 જીવતા ભુંજાયા, સાત લાપતા

મેરા ઘર, રાહુલ ગાંધી કા ઘર: કોંગ્રેસની પ્રચાર ઝુંબેશ
સ્પોર્ટસ

ભાજપ વોશિંગ મશીનમાં મમતાએ કાળા વસ્ત્રો નાખી સફેદ કરી બતાવ્યા

ફિલિપિન્સમાં ફેરી બોટમાં આગથી 31 જીવતા ભુંજાયા, સાત લાપતા

મેરા ઘર, રાહુલ ગાંધી કા ઘર: કોંગ્રેસની પ્રચાર ઝુંબેશ

ચિલીમાં માણસને બર્ડ ફલૂનો કેસ સામે આવતા ખળભળાટ
બાલભવનમાં વિશ્ર્વ રંગભૂમિ દિને એકાંકી નાટ્ય સ્પર્ધા સંપન્ન
