Editor's Choice
આ મહિલાનો એક જ નિર્ધાર: મૂછ નહિ તો કુછ નહિ!
Published
2 months agoon
By
Minal
જીવન એટલે એક્સપ્રેશન. વ્યક્ત થઈ શકે અને એ વ્યક્તિ. સ્ત્રીને ય તેના આવેગો છે, ઉન્માદો છે, જરૂરિયાતો અને ઝંખનાઓ છે, તડપનું તૂફાન છે, મોજના મહાસાગર તણા મોજાં છે
શાયઝાની મૂછ આ સ્વતંત્રતાનું તેજપુંજ છે. પુરુષ વર્ગને કદાચ તેનાથી ચીતરી ચડશે પણ મહિલાઓ માટે એ રૂઢિગત વિચારોમાંથી મુક્ત થવાનો અવસર છે
અચાનક લાજ કાઢેલી એક યુવતી સામેથી આવી રહી છે. યૌવનની મદમસ્ત સુગંધ લહેરાય છે. ભલભલા પરફ્યુમ્સને પાછળ પાડે એવી ફેરોમોન્સની મહેક તેના માંથી નીકળે છે. ગાલ પર રતુમડી સુરખી રચાય છે અને ચહેરો ગુલાબ બને છે. ત્વચા પલાશ યાને કેસૂડાંની વાકી કળીઓ જેવા કોઈના નખ ને દાંતના કેસરભીના નિશાન ઉપસાવે એવી સુંવાળી બને છે. પગની પાનિથી આંખ પર આવતી ને કમર સુધી લહેરાતી લટો સુધી વાસંતી લહેરખી જેવી ચાલ થઇ જાય છે !.. જેવો ઘૂંઘટ ઉઠે ત્યાં પેલીના ચહેરા પર ભરાવદાર મૂછો ઉગેલી દેખાય છે.. વાત ગળે ઉતારવી થોડી મુશ્કેલ છે ને.. મનમાં ઘૂંઘટની અંદર રહેલી સુંદર યુવતીની પ્રતિમા ખંડિત થઈ ગઈ ને ?? વિશ્વએ હંમેશા માનુનીઓને મેકઅપના આવરણમાં શૃંગાર સમી જ નિહાળી છે અને કલ્પી છે. સ્ત્રીના ચહેરા પર મૂછ હોય! કેવુ લાગે! મૂછ હોય જ કેમ પણ!
ન્યુરોલોજીનું સાહિત્ય એવું કહે છે કે પુરુષનું મગજ સ્ત્રીના મગજ કરતાં પ્રમાણમાં 9 ટકા મોટું હોય છે. પરંતુ પુરુષ અને સ્ત્રી બંનેના મગજમાં કોષની માત્રા એક જ હોય છે. બાલ્યાવસ્થામાં સ્ત્રીનું મગજ અને પુરુષના મગજમાં બહુ વધારે ફેર નથી હોતો. પછી ટેસ્ટોસ્ટેરોન રસાયણના કારણે કમ્યુનિકેશન માટે જવાબદાર કોષો મૃત્યુ પામે છે અને એની બદલે ગુસ્સા અને શારીરિક આવેગો માટે કોષોની માત્રા વધે છે. પરંતુ જો સ્ત્રીઓમાં હિરસુટિઝમના લક્ષણો વધી જાય તો તેને પણ પુરુષની જેમ શરીરના કેટલાક ભાગોમાં વાળ ઉગે છે.
આ હિરસુટિઝમથી પીડાતી એક મહિલા ભારતમાં પણ શ્વસે છે. જે તેના શરીરમાં ઉગેલા અનિચ્છનીય વાળને સ્વીકારી પુરુષોની જેમ જ મૂછો મરડીને સ્વમાનભેર જિંદગી જીવે છે. મૂછોવાળી આ મહિલાનું નામ શાયઝા છે, કેરળ રાજ્યના કન્નુર ગામ,આ રહેતી 35 વર્ષીય શાયઝા ચહેરા પર ભરાવદાર મૂછ છે. ચહેરો પણ પાછો ભાયડાછાપ એટલે મૂછ તેના ચહેરા પણ બંધ બેસી જાય છે.
10 વર્ષ પહેલા અચાનક તેના ચહેરા પર વાળ ઉગવા માંડ્યા.શાયઝાનો પરિવાર મધ્યમ વર્ગીય, મોંઘી કોસ્મેટિક્સ ટ્રીટમેન્ટ ક્યાં કરાવે ? એટલે પતિ-પત્ની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યારે ખબર પડી કે તે હિરસુટિઝમનો શિકાર હતી. અને તેની ટ્રીટમેન્ટ ઘણી જ ખર્ચાળ હતી. આડોશી-પાડોશી અને મિત્ર વર્તુળમાં શાયઝા મજાકને પાત્ર બની હતી. આવા સમયે નાસીપાસ થવાને બદલે શાયઝા નીર્ધાર કર્યો કે સારવાર ભલે મોંઘી હોય પણ આ સમસ્યાનું નિરાકરણ તો કરવું જ છે. પોતે પતિની સાથે કામ કરવાનું શરુ કરી દીધું. પોતાની સારવારનો ખર્ચ પોતે જ ભોગવ્યો અને ખાનગી હોસ્પિટલમાં 10 વર્ષમાં 10 સર્જરી કરાવી. પણ છેલ્લી સર્જરી બાદ તેણે ચહેરા પરની ભરાવદાર મૂછોને રહેવા દીધી.
પોતાની બીમારીથી બિચારી થવાને બદલે પતિ સાથે સંઘર્ષ કર્યો. પોતાની તકલીફને સ્વખર્ચે નિવારી અને પરિવાર પર બોજો ન બની. પણ ક્યારે ? જયારે તેને સ્વતંત્રતા મળી ત્યારે ને!, જીવન એટલે એક્સપ્રેશન. વ્યક્ત થઈ શકે અને એ વ્યક્તિ. સ્ત્રીને ય તેના આવેગો છે, ઉન્માદો છે. જરૂૂરિયાતો અને ઝંખનાઓ છે. તડપનું તૂફાન છે. મોજના મહાસાગર તણા મોજાં છે.ભારતની સ્ત્રીઓને પશ્ચિમ સેટ થવાનું આકર્ષણ વધુ છે. કેમ? કારણ કે ત્યાં મોટે ભાગે શું પહેરવું અને શું ખાવું કે કોની જોડે ફરવું એ મુદ્દે જજમેન્ટસ પાસ નથી થતા. એ આઝાદી કરિઅર કે પગાર જેટલી જ વ્હાલી લાગે છે. ધરતીમાં માટી-પથ્થર નીચે દટાયા ગયાની ભીંસી નાખતી ગૂંગળામણ પછીની ખુલ્લી હવા, વિશાળ મેદાન અને અનંત આસમાન કેવા રિલેક્સ કરી દે? એ ઘાટ છે.
દુનિયાને મા જોઈએ છે, છોકરી નહિ. પત્ની જોઈએ છે, પ્રિયા નહિ. સ્ત્રીએ ફેશન નહિ કરવાની, જેવી તેવી ફિલ્મો નહિ નિહાળવાની, મોબાઈલ નહિ રાખવાનો, જીન્સ નહિ પહેરવાના, ચડ્ડી નહિ પહેરવાની, મેકઅપ નહિ કરવાનો, પરિવારની પરમિશન વિના તૈયાર નહિ થવાનું, અમુક રીતે ચાલવાનું નહિ, અમુક ટાઈમે જવાનું નહિ, અમુક કપડાં પહેરવાના, અમુક નહિ પહેરવાના, અમુક રીતે જ વાળ રાખવાના, અમુક રીતે જ રસોઈ કરવાની ને ગરમાગરમ પીરસવાની, નાચવાનું નહિ, ગાવાનું નહિ, ભાતભાતના નિયમો જડબેસલાક ઠોકાઈ જાય. પણ તેને જે ગમતું જીવવું છે એની આઝાદીનું શું? શાયઝાની મૂછ આ સ્વતંત્રતાનું તેજપુંજ છે. પુરુષ વર્ગને કદાચ તેનાથી ચીતરી ચડશે પણ મહિલાઓ માટે એ રૂૂઢિગત વિચારોમાંથી મુક્ત થવાનો અવસર છે.
You may like
Editor's Choice
2002ની હિંસાનો મુદ્દો જીવંત રાખવામાં ભાજપને પણ રસ?
Published
6 days agoon
January 23, 2023By
ગુજરાત મિરર
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે ગુજરાતનાં 2002નાં રમખાણો પરની બીબીસી ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ને ભારતમાં ફેલાતી રોકવા માટે આ ડોક્યુમેન્ટરી શેર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મોદી સરકારે આ ડોક્યુમેન્ટરી શેર કરનારી ટ્વિટ્સને બ્લોક કરવા ફરમાન કર્યું છે. બીબીસીએ ભારતમાં આ ડોક્યુમેન્ટરી રીલીઝ નથી કરી પણ ઈન્ટરનેટને કોઈ સીમા નથી નડતી. આ કારણે કેટલીક યુટ્યુબ ચેનલે આ ડોક્યુમેન્ટરીને અપલોડ કરી છે. કેટલાક લોકો તેની લિંક શેર કરી રહ્યા છે.
ભારત સરકારના ફરમાન પછી વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબે વીડિયોને ફરીથી પ્લેટફોર્મ પર અપલોડ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્વિટરને પણ અન્ય પ્લેટફોર્મ પરથી વીડિયોની લિંક શેર કરનારા ટ્વિટ્સને બ્લોક કરવાનો આદેશ આપી દેવાયો છે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફરમાન કર્યું છે કે, બીબીસીના ડોક્યુમેન્ટરીના પહેલા એપિસોડને યૂટ્યુબ પર શેર કરનારા તમામ વીડિયોને બ્લોક કરવામાં આવે. ટ્વિટરને પણ 50થી વધુ ટ્વિટ્સ બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બીબીસીના ડોક્યુમેન્ટરીમાં ગુજરાતનાં રમખાણો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઈશારે થયેલા એ પ્રકારના દાવા કરતા ઈન્ટરવ્યૂઝની ભરમાર છે. મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી દીધી છે ત્યારે વારંવાર એકની એક વાત કરાય તેનો અર્થ એ થાય કે, આ વાત કરવા પાછળ બદઈરાદા છે. મોદીવિરોધીઓ ગુજરાતનાં રમખાણોના મુદ્દાને બદઈરાદાથી સળગતો રાખે છે. તેમનો ઈરાદો આ દેશના મુસ્લિમોના માનસમાં ઝેર ભરવાનો છે. દેશમાં શાંતિ રહે એ તેમને પસંદ નથી તેથી કોમી તણાવ પેદા કરવા આ બધા ધમપછાડા છે. આ ધમપછાડાને સફળ ન થવા દેવાય એ જોતાં બીબીસીની ડોક્યુમેન્ટરી ભારતમાં જોવા પર પ્રતિબંધ મુકાય તેમાં કશું ખોટું નથી. મોદી સરકારનું પગલું એ રીતે દેશના હિતમાં છે ને દરેક નાગરિકે તેને સમર્થન આપવુ જોઈએ. જો કે 2002નાં રમખાણોનો મુદ્દો સળગતો રહે છે તેમાં ભાજપનું પણ યોગદાન છે જ. 2002નાં રમખાણોમાં નરેન્દ્ર મોદીના ઈશારે મુસ્લિમોની કત્લેઆમ થયેલી એવો મોટો આરોપ કોઈ પણ પ્રકારના પુરાવા વિના કરનારાંના પોતાનાં હિતો છે ને એ કારણે એ લોકો આ મુદ્દો સળગતો રાખે છે. બીજી તરફ ભાજપ પણ રાજકીય ફાયદા માટે આ મુદ્દાને સમયાંતરે ચગાવે છે ને આડકતરી રીતે એ જ વાતો કરે છે કે જે મોદીવિરોધીઓ સીધા આક્ષેપોના રૂૂપમાં કરે છે. ભાજપે હમણાં જ પૂરી થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો ગજવ્યો જ હતો. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં શરૂૂઆતમાં વિકાસની ને બીજી ડાહી ડાહી વાતો કરી હતી પણ છેલ્લે વાત 2002નાં રમખાણો પર જ આવીને ઊભી રહી ગઈ હતી. ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથમાં હતી. ઉમેદવારો નક્કી કરવાથી માંડીને ચૂંટણીપ્રચારની વ્યૂહરચના સુધીનું બધું જ અમિત શાહે જ ફાઈનલ કરેલું. અમિત શાહના ચૂંટણીપ્રચારમાં ગુજરાતનાં રમખાણોનો મુદ્દો જ કેન્દ્રસ્થાને હતો ને શાહે ચૂંટણી જીતવા આ મુદ્દાનો ભરપૂર ઉપયોગ કરેલો. અમિત શાહ દરેક સભામાં એક જ વાત કરતા કે, છેલ્લે 2002માં આ લોકોએ છમકલું કરવાની હિંમત કરી હતી પણ 2002માં એવો પાઠ ભણાવ્યો કે હવે નામ નથી લેતા.
2002માં એક વાર નરેન્દ્રભાઈ વખતે અડપલું કરવાની કોશિશ કરી તો એવા સીધા કરી નાખ્યા કે, 2002 પછી 22 વર્ષ થયા પણ હજુ સુધી કોઈ ડોકું ઊંચું નથી કરતું.
અમિત શાહ કહેતા કે, 2002માં એવો પાઠ ભણાવ્યો છે કે, એ લોકો ખો ભૂલી ગયા છે. એ વખતે વીણી વિણીને સીધા કર્યા ને જેલમાં નાખ્યા એટલે 22 વર્ષ પછી હજુ સુધી ગુજરાતમાં કફર્યૂ નથી નાખવો પડ્યો. ભાજપે ગુજરાતમાં કાયમની શાંતિ કરી દીધી છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ઈજજુ શેખ, પીરજાદા, લતિફ જેવા દાદા હતા. હવે ગુજરાતના ગામેગામ દાદા છે તો એક જ દાદા છે અને એ દાદા હનુમાન દાદા છે. ગુજરાતમાં વારંવાર હિંસા કરતાં પરિબળોને કોંગ્રેસ છાવરતી હતી. કોંગ્રેસે વર્ષો સુધી સમાજના એક મોટા વર્ગ સાથે વારંવાર અન્યાય કર્યો હતો.
અમિત શાહે 2002નાં રમખાણોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો ને મુસ્લિમો એવો શબ્દ નહોતો વાપર્યો. એ વાપરવાની જરૂૂર પણ નહોતી કેમ કે શાહ સવાલ કરતા કે, એ લોકો એટલે કોણ તેની સ્પષ્ટતા કરવાની જરૂૂર છે ખરી ? સ્પષ્ટતા કરવાની જરૂૂર જ નહોતી કેમ કે લોકો સમજી જ જતા કે, શાહ એ લોકો કહે ત્યારે મુસલમાનોની વાત કરે છે. ભાજપે ગુજરાતમાં આ પ્રચારના જોરે 182માંથી 156 બેઠકો જીતીને ભવ્ય દેખાવ કર્યો છે એ જોતાં ભાજપ માટે ગુજરાતનાં 2002નાં રમખાણોનો મુદ્દો ભાજપ માટે પણ રાજકીય રીતે ફાયદાકારક છે જ તેથી ભવિષ્યમાં પણ આ મુદ્દો ભાજપ ચગાવશે જ તેમાં શંકા નથી.
ભાજપની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજા કરે એ છિનાળું જેવી છે. ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે રમખાણોનો મુદ્દો ચગાવે તો ચાલે પણ બીજાં ચગાવે તો તેને મરચાં લાગે છે. બીબીસીની ડોક્યુમેન્ટરીમાં મોદી સામે જ દુષ્પ્રચાર કરાયો છે એ ના જ કરાવો જોઈએ. મોદી આ દેશના વડા પ્રધાન છે ને તેમની ઈમેજને બગાડવા બહારના લોકો મથે તેની સામે આ દેશના લોકોએ એક થઈને બોલવું જ જોઈએ તેમાં શંકા નથી. સરકાર પણ પોતાને યોગ્ય લાગે એ પગલાં લે તેને લોકોએ સમર્થન આપવું જ જોઈએ પણ સાથે સાથે દેશની અંદર પણ આ મુદ્દાને બાજુ પર મૂકવો જોઈએ.
ગુજરાતનાં રમખાણો દેશ માટે ગૌરવની વાત છે જ નહીં. 1984નાં ઉત્તર ભારતમાં ફાટી નીકળેલાં સીખ વિરોધી રમખાણો હોય, 1989નાં બિહારના ભાગલપુરનાં રમખાણો હોય કે 2002નાં ગુજરાતનાં રમખાણો હોય, આ બધાં રમખાણો દેશ માટે કલંકરૂૂપ છે. સભ્ય સમાજમાં આ પ્રકારની હિંસા શરમજનક જ કહેવાય. જે થઈ ગયું તેને મિટાવી નથી શકાતું પણ તેને ભુલાવીને આગળ તો વધી જ શકાય. મોદીવિરોધીઓએ ને ભાજપે બંનેએ એ કરવું જોઈએ.
Editor's Choice
ભાજપની 2024ની તૈયારી, જે.પી. નડ્ડા ઉપર ફરી વિશ્ર્વાસ
Published
2 weeks agoon
January 18, 2023By
ગુજરાત મિરર
કેન્દ્રની ભાજપ સરકારને બીજી મુદતમાં સત્તાનું એક વર્ષ બાકી રહ્યું છે. 2024માં દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે. એ પહેલાં ચાલુ વર્ષ દરમ્યાન નવ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો જંગ ખેલાશે, એ માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી કમર કસી લીધી છે. નવી દિલ્હી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના પહેલા દિવસે મહામંથન કરવામાં આવ્યું અને બીજા દિવસે પક્ષ પ્રમુખપદે જે.પી. નડ્ડાની મુદત વધુ એક વર્ષ લંબાવી દેવામાં આવી. વિરોધ પક્ષો સ્વીકારે કે ન સ્વીકારે ભાજપ ચૂંટણી વ્યવસ્થાપનમાં મહારત ધરાવે છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની 150થી વધુ બેઠક અંકે કરીને કેસરિયા પક્ષે આ વાત પુરવાર કરી દીધી છે. ભાજપનું લક્ષ્ય નવ રાજ્યોમાંથી સફળતાનો માર્ગ કંડારીને દિલ્હીના તખત પર ત્રીજી મુદત માટે નરેન્દ્ર મોદીને આરૂૂઢ કરવાનું છે. આ માટે રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. મોદી અને અમિત શાહ સુપેરે સમજે છે કે, રાજ્યોનો જંગ જીતવા માટે ભારે મહેનત અને સૂક્ષ્મ આયોજન અનિવાર્ય છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહની ભરતી લાવવી પડે… ભાજપ, મોદી કે જે-તે રાજ્યમાં પક્ષની સરકારનું કામકાજ પસંદ કરનારાઓના મતને ઇવીએમ સુધી ખેંચી લાવવાય જરૂૂરી છે. જે.પી. નડ્ડા કોઇ કસર રાખવા નથી માગતા. 2024ને ધ્યાનમાં રાખીને 1.30 લાખ નબળાં બૂથની ઓળખ કરી લેવામાં આવી છે. આ એવાં બૂથ છે, જ્યાં 2019ની લોકસભા ચૂંટણીમાં પક્ષને પાતળી સરસાઇથી હાર મળી હતી અથવા તો નજીવી લીડ સાથે જીત પ્રાપ્ત થઈ હતી. જે.પી. નડ્ડાએ દરેક લોકસભા બેઠક પર ઓછામાં ઓછા 100 બૂથ અને વિધાનસભા ક્ષેત્રમાં 25 નબળાં બૂથોની ઓળખ કરીને તેને મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ભાજપ પ્રમુખપદે જે.પી. નડ્ડાનો ત્રણ વર્ષનો કાર્યકાળ 20મી જાન્યુઆરીએ સમાપ્ત થવાનો હતો. ભાજપનાં બંધારણ મુજબ રાષ્ટ્રીય પ્રમુખને ત્રણ-ત્રણ વર્ષની મહત્તમ બે મુદત આપી શકાય, પરંતુ આગામી એક વર્ષ દરમ્યાન અનેક પડકારો ઊભા છે. વિશેષ કરીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને કર્ણાટકમાં પક્ષનો દેખાવ લોકસભા ચૂંટણીની નજરે મહત્ત્વપૂર્ણ બની રહેશે. અત્યારે એ ચાર રાજ્યોની 93 પૈકી 87 બેઠક કેસરિયો પક્ષ ધરાવે છે. નડ્ડા પાસે આ દેખાવના પુનરાવર્તનની અપેક્ષા રહે છે. ભાજપ આમ તો કેડરબેઝ પાર્ટી છે અને પરિવર્તન અપનાવતાં અચકાતી નથી, પરંતુ ચૂંટણીના વર્ષમાં એ પ્રસ્થાપિત આંતરિક વ્યવસ્થામાં ખલેલ ઊભી ન થાય એ વાજબી વાત છે. અત્યારે નડ્ડા અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારી સમજણ ધરાવે છે. તેમણે જાન્યુઆરી 2020માં ભાજપનું સુકાન સંભાળ્યું હતું. એ પછી દિલ્હી અને બિહારમાં ચૂંટણી યોજાઇ હતી. દિલ્હીમાં ભાજપની સજ્જડ હાર થઇ. બિહારમાં સારો દેખાવ કરીને જે.ડી.યુ. સાથે સરકાર બનાવી હતી. નડ્ડાની આગેવાનીમાં ભાજપે મધ્યપ્રદેશમાં ફરી વિજય મેળવ્યો. મણિપુરમાં સત્તા પ્રાપ્ત કરી, 2021 દરમ્યાન પાંચ રાજ્યો પૈકી બે રાજ્યો પર કેસરિયો લહેરાયો. પશ્ચિમ બંગાળમાં ભાજપ ભલે મમતા બેનરજીને હરાવી ન શક્યો, પરંતુ શાનદાર દેખાવ સાથે બેઠકોની સંખ્યા વધારી. હિમાચલમાં ભલે હાર મળી, ગુજરાતની ભવ્ય જીતે ભાજપનો નડ્ડામાં વિશ્વાસ વધારી આપ્યો. હકીકતમાં જે.પી.એ પ્રમુખ તરીકે પક્ષને ગતિશીલ માર્ગદર્શન આપ્યું છે. સમગ્ર દેશમાં સંગઠન મજબૂત બનાવ્યું અને જ્યાં પક્ષની નબળી સ્થિતિ હતી ત્યાં બીજા પક્ષના મોટા નેતાઓને તરફેણમાં કરી લીધા છે.
Editor's Choice
શાહનવાઝ સામે રેપ કેસ, સુપ્રીમ કોર્ટમાં કોઇનું ચાલતું નથી
Published
2 weeks agoon
January 17, 2023By
ગુજરાત મિરર
ભારતમાં ન્યાયતંત્રને પણ સડો લાગી ચૂક્યો છે પણ સુપ્રીમ કોર્ટ હજુ સાબૂત છે. સુપ્રીમ કોર્ટ સમયાંતરે પોતાની નિષ્પક્ષતાનો પરચો આપીને સાબિત કર્યા કરે છે કે, પોતે હજુ કાયદા પ્રમાણે વર્તે છે અને ગમે તેવા ચમરબંધીની શેહમાં આવ્યા વિના ચુકાદા આપે છે. આવા જ આદેશમાં સુપ્રીમ કોર્ટે ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન સામે બળાત્કારની ફરિયાદમાં તપાસનો આદેશ આપ્યો છે.
વાસ્તવમાં દિલ્હી હાઈ કોર્ટે આ આદેશ આપેલો પણ શાહનવાઝ હુસૈને સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈ કોર્ટના આદેશને પડકારતી શાહનવાઝ હુસૈનની અરજીને નામંજૂર કરીને આદેશ આપ્યો છે કે, શાહનવાઝ હુસૈન પર 2018માં લાગેલા બળાત્કારના કેસમાં ફરિયાદ નોંધીને તપાસ કરાય. આ કેસમાં ટ્રાયલ કોર્ટે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. શાહનવાઝ તેની સામે દિલ્હી હાઈ કોર્ટમાં ગયેલા પણ દિલ્હી હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને રદ કરવાની ઘસીને ના પાડી દેતાં હુસૈન સુપ્રીમ કોર્ટમાં ગયા હતાં.
સુપ્રીમ કોર્ટે પણ હવે શાહનવાઝને રાહત નથી આપી, બલ્કે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એસ.રવિન્દ્ર ભટ અને દીપાંકર દત્તાની બેંચે તો શાહનવાઝને સાચી સલાહ આપી છે કે, આ મુદ્દાની સાચીરીતે તપાસ થવા દો. તમે અપરાધ નહીં કર્યો હોય તો બચી જશો. સુપ્રીમ કોર્ટના ફરમાનને પગલે હવે શાહનવાઝ સામેના બળાત્કારના કેસની તપાસ થશે ને તપાસ યોગ્ય રીતે થાય તો શાહનવાઝને જેલની સજા પણ થઈ શકે છે. અલબત્ત આ કેસમાં અત્યાર લગી જે રીતે તપાસ ચાલી છે એ જોતાં શાહનવાઝ દોષિત ઠરે ને તેમને સજા થાય એ શક્યતા ઓછી છે. તેની વાત કરીશું પણ એ પહેલાં આખો કેસ શું છે એ સમજી લઈએ. શાહનવાઝ હુસૈન સામેનો કેસ 2018નો છે. 2018ના જાન્યુઆરીમાં એક યુવતીએ પોલીસને ફરિયાદ કરેલી કે, શાહનવાઝ તેને છતરપુરના ફાર્મહાઉસમાં લઈ ગયા હતા. ફાર્મહાઉસમાં શાહનવાઝે તેને ઘેનની દવા ખવડાવીને બેહોશ કરી નાંખી અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોતાની હવસ સંતોષ્યા પછી શાહનવાઝે આ વાત કોઈને કહી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતી એ છતાં શાહનવાઝ સામે લડી ને છેવટે સુપ્રીમ કોર્ટમાંથી શાહનવાઝ સામે તપાસનો આદેશ લઈને આવી છે.
હવે આ કેસમાં શાહનવાઝ દોષિત ઠરે ને તેમને સજા થાય તેની શક્યતા ઓછી કેમ છે તેની વાત કરી લઈએ. આ કેસમાં તપાસ દિલ્હી પોલીસ કરશે તેથી શાહનવાઝ માટે તો મોસાળમાં જમણવાર ને મા પિરસે જેવો પણ ઘાટ છે. દિલ્હી પોલીસ કેન્દ્રની તાબેદાર છે ને તેણે તપાસ કરવાની છે તેથી આ તપાસ કેવી હશે એ કહેવાની જરૂૂર નથી. બલ્કે દિલ્હી પોલીસ તેનો નાદાર નમૂનો પહેલાં જ પૂરો પાડી ચૂકી છે.
શાહનવાઝ સામે બળાત્કારની ફરિયાદ સાથે યુવતી પહેલાં પોલીસ પાસે જ ગઈ હતી. યુવતીએ 2018માં પોલીસને અરજી આપી હતી પણ પોલીસે ફરિયાદ જ નહોતી લેતી. તેના કારણે યુવતીએ નીચલી કોર્ટમાં અરજી કરીને વિનંતી કરવી પડેલી કે, શાહનવાઝ સામે બળાત્કારનો કેસ નોંધવા પોલીસને આદેશ આપે. નીચલી કોર્ટે પોલીસનો જવાબ માગતાં પોલીસે વાહિયાત જવાબ આપેલો કે, તપાસ કર્યા પછી શાહનવાઝ સામે કોઈ કેસ બનતો નથી તેથી એફઆઈઆર નથી નોંધી.
કોર્ટે પોલીસને તપાસનો રિપોર્ટ સોંપવા કહ્યું તો પોલીસે ગલ્લાંતલ્લાં કર્યા ને છેવટે ગમે તેવો તપાસ રિપોર્ટ બનાવીને સોંપી દીધો. તેનાથી અકળાયેલી નીચલી કોર્ટે પોલીસને તતડાવી નાંખેલી. કોર્ટે એ વખતે કહેલું કે, શાહનવાઝ સામેનો કેસ સંજ્ઞેય અપરાધ એટલે કે કોગ્નિઝેબલ ક્રાઈમ છે. આ કારણે પોલીસ તપાસ પછી કરે પણ પહેલાં પગલાં લેવાં પડે. પોલીસને ધરપકડ કરવા માટે વોરંટની જરૂૂર નથી એવું પણ કહેલું. નીચલી કોર્ટે શાહનવાઝ સામે કેસ નોંધવા ફરમાન કરેલું પણ દિલ્હી પોલીસને રસ નહોતો તેથી ફરિયાદ નોંધી જ નહીં.
શાહનવાઝે આ ગાળામાં નીચલી કોર્ટનો આદેશ રદ કરાવવા હાઈ કોર્ટમાં અરજી કરેલી. હાઈ કોર્ટમાં જસ્ટિસ આશા મેનને શાહનવાઝની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ આશા મેનને પણ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, પોલીસે નીચલી કોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ તપાસ કર્યા વિનાનો છે એવું પુરાવાઓને જોતાં લાગે જ છે. પોલીસ એફઆઈઆર નોંધવા માટે ઈચ્છુક નથી એવું પણ દેખાઈ જ રહ્યું છે. હાઈ કોર્ટે પોલીસને પૂરી તપાસ કરીને ત્રણ મહિનામાં રિપોર્ટ સોંપવા પણ ફરમાન કર્યું હતું પણ પોલીસે કશું ના કર્યું. દરમિયાનમાં શાહનવાઝ સુપ્રીમ કોર્ટમાં ગયેલા. સુપ્રીમ કોર્ટમાં શું થયું એ સ્પષ્ટ છે પણ પોલીસે કશું કર્યું નથી એ પણ સ્પષ્ટ છે એ જોતાં હવે પણ પોલીસ યોગ્ય તપાસ કરીને શાહનવાઝને સજા અપાવે એવી શક્યતા નહિવત છે.
આમ પણ ભારતમાં ભ્રષ્ટાચાર સહિતના કેસોમાં રાજકારણીને સજા થાય એવું ભાગ્યે જ બને છે. ઘણા રાજકારણીઓ સામે જાતજાતના કેસ થયા ને બળાત્કારના આરોપો પણ મૂકાયા પણ ઉત્તર પ્રદેશ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર જેવા એકલદોકલ કિસ્સાને બાદ કરતાં ભાગ્યે જ કોઈ નેતા બળાત્કારના કેસમાં દોષિત ઠર્યો છે કે તેને સજા થઈ છે. શાહનવાઝના કેસમાં પણ કશું ના થાય ને શાહનવાઝ દૂધે ધોયેલા સાબિત થાય એવી શક્યતા વધારે છે કેમ કે પોલીસ તેમની પડખે છે.
સુપ્રીમ કોર્ટના ફરમાન પછી પોલીસે તપાસ કરવી પડશે પણ પોલીસને શાહનવાઝને સજા કરાવવા કરતાં બચાવવામાં વધારે રસ છે એ જોતાં પોલીસ આ કેસમાં કંઈ ના કરે એવું પણ બને. પોલીસ ભીનું સંકેલાવી દે એવું પણ બને. ભારતમાં બળાત્કારના આરોપ મૂકાયા પછી આરોપ કરનાર આરોપ પાછા ખેંચી લે એ નવાઈની વાત નથી. શાહનવાઝ પાસે પૈસો છે, પાવર છે ને પોલીસ પણ છે તેથી સામ, દામ, દંડ, ભેદ અપનાવીને બઘું રફેદફે કરાવી જ શકે. યુવતી અત્યાર લગી ભડવીર સાબિત થઈ છે ને લડી છે પણ પોલીસનું વલણ જોતાં એ ઢીલી પડી જાય તો તેમાં તેનો વાંક નહીં ગણાય. આશા રાખીએ કે એવું ના થાય ને યુવતીને ન્યાય મળે.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
