Connect with us

National

આસારામ કેસમાં સાક્ષીની હત્યા કરનાર આરોપી હરિદ્વારથી ઝડપાયો

Published

on

આસારામ કેસમા એટીએસને મોટી સફળતા મળી છે યુપીમાં સાત વર્ષ પહેલા થયેલા આસારામ બાપુના અંગત વ્યક્તિ અખિલ ગુપ્તા ની હત્યામાં આસારામના જ અંગત પ્રવીણ વકીલ ની ધરપકડ કરવામાં આવી છે.. આસારામના પીએ પ્રવિણ વકિલને ગુજરાત એટીએસે હરિદ્વારથી ઝડપી લીધો છે. પ્રવિણ વકિલ આસારામ કેસમા સાક્ષીની હત્યાના ગુનામા વોન્ટેડ હતો. ગુજરાતના ગુનામા પ્રવિણ વકિલ જામીન પર છે.
દુષ્કર્મ અંગેની 2013માં ફરિયાદ દાખલ થયા બાદ આસારામ અને નારાયણ સાંઈની ધરપકડ કરાઈ હતી. પૂર્વ સાધકોએ નિવેદન લખાવતાં પિતા-પુત્રને કોર્ટમાંથી જામીન મળી શક્યા નહોતા. નિવેદનો લખાવનારા પૂર્વ સાધકોને પાઠ ભણાવવા માટે અમદાવાદ, જોધપુર, ઈન્દોર સહિતના દેશના વિવિધ આશ્રમમાં રહેતા આસારામના નજીકના સાધકોએ હત્યાનું કાવતરું રચ્યું હતું. બસવરાજ અને તેની ટીમના 17 આરોપી સાધકે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર ખાતે અખિલ ગુપ્તા ઉપર ફાયરિંગ કરી તેની હત્યા કરી હતી. ઉપરાંત આસારામના પૂર્વ પીએ રાહુલ સચાણ ઉપર જોધપુરમાં જીવલેણ હુમલો તેમજ પાનીપતમાં પણ સાક્ષીઓ પર હુમલા કરાવ્યા હતા.તેમજ આસારામનાવૈદ્ય અમૃત પ્રજાપતિ જે દીપેશ-અભિષેકનાં મૃત્યુમાં તપાસ પંચમાં સાક્ષી બન્યા હતા. તેની રાજકોટના પેડક રોડ પર આવેલા ઓમ શાંતિ ક્લિનિકમાં 23 મે 2014ના રોજ ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી.
હુમલો કરનારા સાધકોમાં 18 પૈકી બસવરાજ તલ્લોઈ, અર્જુન વકીલ, સેજલ પ્રજાપતિ, કિશોર બોડકે, અતુલ નારખેડે, ગોપાલ પાટીદાર, ચંન્દ્રશેખર તલ્લોઈ, સુનિલ વાનખેડે, અંકિત ઉર્ફે સુરજ, લક્ષ્મણ પુરોહિત, રાકેશ પટેલ સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જયારે આસારામનો પી.એ પ્રવીણ કમલે ઉર્ફે પ્રવીણ વકીલ સહિતના આરોપીઓ છેલ્લા સાત વર્ષથી ફરાર હતા જેમાં પ્રવીણ વકીલ હરિદ્વારમાં સાધુના વેશમાં આશરો મેળવી છુપાયો હોવાની ગુજરાત એટીસને મળેલી બાતમીના આઘારે ગુજરાત એટીએસની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડી પ્રવીણ વકીલની ધરપકડ કરી છે આ કેસમાં હજુ પણ બે શખ્સો વોન્ટેડ છે. ગુજરાત એટીએસ પ્રવીણ નો કબજો યુપી પોલીસને સોપશે.

 

Advertisement
Continue Reading
Advertisement

Breaking News

સરકારનું ઠોસ કદમ : સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ માટે માર્ચથી ફરિયાદ અપીલ સમિતિઓ થશે કાર્યરત

Published

on

સોશિયલ મીડિયા એપ્સ ચલાવવાનું હવે વધુ સુરક્ષિત બનશે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે યુઝર્સની ફરિયાદો પર ધ્યાન આપવા માટે રચવામાં આવેલી ફરિયાદ અપીલ સમિતિઓ 1 માર્ચથી કામ કરવાનું શરૂ કરશે.જો તમને સોશિયલ મીડિયા કંપની વિરુદ્ધ કોઈ ફરિયાદ છે, તો હવે તમે તેને સરળતાથી કરી શકશો.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ (ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ) જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ યુઝર્સની ફરિયાદો પર ધ્યાન આપવા માટે રચાયેલી ફરિયાદ અપીલ સમિતિઓ (GACs) થી કામ કરવાનું શરૂ કરશે.

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ત્રણ GACsમાંથી દરેકમાં એક અધ્યક્ષ, સરકારી વિભાગો અને સંસ્થાઓમાંથી બે પૂર્ણ-સમયના સભ્યો, ઉદ્યોગમાંથી નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ હશે, જેનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે.તે વધુમાં જણાવે છે કે ભારતમાં ઈન્ટરનેટ ખુલ્લું, સુરક્ષિત અને ભરોસાપાત્ર અને જવાબદાર રહે તે સુનિશ્ચિત કરવા માટે GAC સમગ્ર નીતિ અને કાયદાકીય માળખાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

Advertisement

ઈન્ટરનેટ મધ્યસ્થીઓ દ્વારા મોટી સંખ્યામાં ફરિયાદો સાંભળવામાં આવતી નથી અને અસંતોષકારક જવાબો મળવાને કારણે GAC ની જરૂરિયાત ઊભી થઈ છે. GAC તમામ ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સ અને મધ્યસ્થીઓ વચ્ચે તેમના વપરાશકર્તાઓ પ્રત્યે જવાબદારી ઉભી કરે તેવી અપેક્ષા છે.

સરકાર વતી, એવું કહેવામાં આવ્યું હતું કે વપરાશકર્તાઓ પાસે GAC સમક્ષ સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને અન્ય ઑનલાઇન મધ્યસ્થીઓના ફરિયાદ અધિકારીના નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ હશે. સમિતિ 30 દિવસના સમયગાળામાં વપરાશકર્તાઓની અપીલ સાંભળવાનો પ્રયાસ કરશે.

Advertisement
Continue Reading

Breaking News

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

આ ગાર્ડનને રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો. ત્યારથી, દર વર્ષે વસંતમાં તે સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું.

Published

on

રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. તે હવે ‘અમૃત ઉદ્યાન’ તરીકે ઓળખાશે. મુગલ ગાર્ડન તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. તેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અહીં 138 પ્રકારના ગુલાબ, દસ હજારથી વધુ ટ્યૂલિપ બલ્બ અને લગભગ 5 હજાર પ્રજાતિના મોસમી ફૂલો છે. આ ગાર્ડનને રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો. ત્યારથી, દર વર્ષે વસંતમાં તે સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું.

15 એકરમાં ફેલાયેલો આ બગીચો બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. બગીચાનો એક ભાગ ગુલાબની વિશેષ જાતો માટે જાણીતો છે. આર્કિટેક્ટ સર એડવર્ડ લ્યુટિયન્સે રાષ્ટ્રપતિ ભવન અને મુઘલ ગાર્ડનની ડિઝાઈન તૈયાર કરી હતી.

અમૃત ઉદ્યાન રોઝ ગાર્ડન, બાયો ડાયવર્સિટી પાર્ક, હર્બલ ગાર્ડન, બટરફ્લાય, મ્યુઝિકલ ફાઉન્ટેન, સન્કન ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, ન્યુટ્રીશનલ ગાર્ડન અને બાયો ફ્લુઈડ પાર્ક સહિત 12 ભાગોમાં વહેંચાયેલું છે. જ્યાં લોકો ફરતી વખતે અનેક પ્રકારના ફૂલો જોઈ શકે છે.

Advertisement

Continue Reading

National

વિશ્ર્વબજારમાં ગેસ 21 માસના તળિયે છતાં ઘરઆંગણે ગેસના ભાવમાં આગઝરતી તેજી

Published

on

ગુજરાત મિરર, મુંબઈ તા. 28
વૈશ્ર્વિક સ્તરે નેચરલ ગેસની બજારમાં ભયંકર મંદી જોવા મળી રહી છે. ચાલુ મહિનામાં જ ગેસના ભાવ 30 ટકા ઘટીને 21 મહિનાના તળિયે પહોંચી ગયા છે. તેમ છતા ઘરઆંગણે ભારતમાં હજુ ગેસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો નથી! સામાન્ય રીતે આંતરરાષ્ટ્રિય બજારમાં ગેસના ભાવ વધે ત્યારે ઘરઆંગણે ગેસના ભાવ કંપનીઓ ઝડપભેર વધારી દેતી હોય છે. પરંતુ જ્યારે ઉચ્ચ ક્ષેત્રે ભાવ ઘટે ત્યારે ઘરઆંગણે ભાવઘટાડાની અસર થતી જ નથી હોતી, અથવા મોડી થતી હોય તેવું છાસવારે બનતું હોવાની છાપ ઉપસી રહી છે.
અમેરિકામાં એકંદરે, ચાલુ વર્ષે શિયાળાની અસામાન્ય રીતે ગરમ શરૂઆતને કારણે હીટીંગ ઈંધણની માંગમાં ઘટાડો થયો તે પછી છેલ્લા છ અઠવાડિયામાં ગેસ ફયુર્ચસમાં 60 ટકાનો ઘટાડો થયો છે આ અઠવાડિયે બે ડોલરના સ્તરે ડૂબકી મારતા પહેલા, ઓગષ્ટમાં ગેસે 10 ડોલર પ્રતિ એમએમબીટીયુની 14 વર્ષની ટોચે પહોંચી અને ડિસેમ્બરમાં સાત ડોલર જેટલા ઉંચા ભાવ હતા.
અમેરિકાની એજન્સીઓના આંકડાઓ દર્શાવે છે કે, જો કે, ગરમી વધુ પડવાને માંગને કારણે સ્ટોરેજમાં વધુ ગેસ બચ્યો છે. યુએસ ગેસ સ્ટોરેજ ગયા સપ્તાહના અંતે 2.622 ટ્રિલિયન ક્યુબિક ફીટ હતો. જે એક વર્ષ અગાઉના 2.729 સ્તરથી વધુ હતો. વિશ્ર્વબજાર માટે બેન્મચાર્ક ગણાતો નેચરલ ગેસ વાયદો શુક્રવારે 2.8215 ડોલરની સપાટી પર હતો. જેમાં સપ્તાહ દરમિયાન સાત ટકા અન મહિનામાં 32.73 ટકાનો ઘટાડો બતાવે છે 2022માં તેની ટોચથી અત્યાર સુધીમાં 70 ટકા જેવો ઘટી ગયો છે. ગત વર્ષે આજ સમયની તુલનાએ ભાવ 37 ટકા જેટલા નીચા છે. વૈશ્ર્વિક બજારમાં નેચરલ ગેસના ભાવ નીચા આવતા ભારત સહિતના અનેક મોટો વપરાશકાર દેશોને મોટી રાહત મળી છે. ભારતામં પણ આગામી દિવસોમાં અને ખાસ કરીને એપ્રિલ મહિનાથી ગેસના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના દેખાય રહી છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ