Connect with us

Business

આર એન્ડ બી ડેનિમ લિમિટેડ રેડીમેડ વસ્ત્રોનું કરશે ઉત્પાદન

Published

on

ગુજરાત મિરર, મુંબઈ તા.28
બીએસઈ પર સૂચિબદ્ધ કંપની આર એન્ડ બી ડેનિમ્સ લિમિટેડ (ઇજઊ: 538119) ડેનિમની 30 મિલિયન મીટરથી વધુ ક્ષમતાની સૌથી મોટી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ કાપડ ઉત્પાદન સુવિધા ફેસિલિટી ધરાવતી સૌથી પ્રભાવશાળી ટેક્સટાઇલ કંપનીઓમાંની એકે ફોરવર્ડ ઇન્ટિગ્રેશનની યોજના બનાવી છે જેમાં તે પોતાના બ્રાન્ડ નામ હેઠળ ડેનિમ વિભાગમાં રેડીમેડ વસ્ત્રોનું ઉત્પાદન કરશે. કંપની હવે ભારતની અગ્રણી વ્યાપક ડેનિમ ફેબ્રિક ઉત્પાદક છે જે એર જેટ લૂમ્સ – ડોબી મશીનોની નવી વિશ્વ-વર્ગની ટેક્નોલોજીમાં તેના તાજેતરના મોટા વિસ્તરણ સાથે 85 ઇંચ સુધીની ઊંચી પહોળાઈવાળા ડેનિમનું ઉત્પાદન કરવા સક્ષમ છે. ડોબી મશીનોની આ નવી ટેક્નોલોજી અપનાવ્યા પછી, કંપની ટૂંક સમયમાં ફોરવર્ડ ઈન્ટિગ્રેશનમાં પ્રવેશ કરશે, એટલે કે, પોતાનું બ્રાન્ડ નામ બનાવીને વસ્ત્રો ના વ્યવસાયિક ક્ષેત્ર માં પ્રવેશ કરશે. હાલમાં કંપની ફેબ્રિક વિવિંગ, ડાઇંગ અને પ્રોસેસિંગમાં છે અને કોટન સ્પિનિંગના વ્યવસાયિક એકીકરણ સાથે, વસ્ત્રો ના ક્ષેત્રમાં પ્રવેશ કરીને છઇ ફાઇબરથી ફેબ્રિક સુધીના ડેનિમના ઉત્પાદનના તમામ તબક્કાઓ પૂર્ણ કરશે અને આ રીતે તે યુવા ભારતીય માટે મૂલ્યવાન ડિઝાઇનર બ્રાન્ડ બનાવશે. કંપની કપડાં ના વ્યવસાય દ્વારા ઓછામાં ઓછા દસ ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. અગાઉ, કંપનીએ નાણાંકીય વર્ષ 2023 ના દ્વિતીય ત્રિમાસિકમાં સ્થિર પ્રદર્શન આપ્યું હતું. ચાલુ કામગીરીથી આવક ₹14711.5 લાખ, ઊઇઈંઝઉઅ (કર અને અન્ય ખર્ચ બાદ કર્યા પહેલા ની આવક) ₹2337.32 લાખ હતી. ચાલુ વ્યવસાયથી કર પછીનો નફો ₹1240.60 લાખ હતો. કંપનીએ ખર્ચમાં ઘટાડો, લવચીક કાર્યકારી મૂડી વ્યવસ્થાપન અને ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેનો નફો જાળવી રાખ્યો છે. કંપનીનું રેટિંગ પણ ડિસેમ્બર 22 માં ઇઇઇ- થી ઇઇઇ સ્ટેબલમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે.

Continue Reading
Advertisement

Business

લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અપાવે છે સફળતા

Published

on

By

ધૈર્ય, વૈવિધ્યકરણ, યોગ્ય નાણાંકીય સલાહની કહાની

ગુજરાત મિરર, મુંબઈ,તા.31
અંકિત (એક રોકાણકાર; નામ બદલ્યું છે) એક ઉદ્યોગસાહસિક છે અને તેને વ્યક્તિગત નાણાં અને રોકાણમાં ખાસ રસ હતો. તેણે પુસ્તકો વાંચવામાં, બજારના વલણોનો અભ્યાસ કરવામાં અને કંપનીઓનું વિશ્ર્લેષણ કરવામાં ઘણા કલાકો ગાળ્યા. તેને ખબર હતી કે સફળ થવા માટે તેને રોકાણના સ્માર્ટ નિર્ણયો લેવા જરૂૂરી છે. જો કે, અંકિતને ટૂંક સમયમાં સમજાયું કે તેનાથી એકલા આ કામ થઈ શકે તેમ નથી. તેને નાણાકીય સલાહકારની મદદની જરૂૂર હતી, જે તેને યોગ્ય રોકાણની પસંદગી કરવામાં માર્ગદર્શન આપી શકે. તેણે દૂર-દૂર સુધી કોઈ એવી વ્યક્તિની શોધ કરી કે જેના પર તે વિશ્વાસ કરી શકે, પરંતુ તેને યોગ્યતા ધરાવતું કોઈ મળ્યું નહીં.
અંકિત ચેતન નંદાણી, ઇ ફંડ્સ બોક્સને મળ્યો, જેઓ રાજકોટના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે. તેણે અંકિતને તેના ચોક્કસ નાણાકીય લક્ષ્યો અને જોખમની ભૂખને ધ્યાનમાં રાખીને કેટલાક મ્યુચ્યુઅલ ફંડ સૂચવ્યા. તેણે સુનિશ્ચિત કર્યું કે તે તેના લાંબા ગાળાના નાણાકીય ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે સારી સ્થિતિમાં છે.
એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ દર વર્ષે 31મી માર્ચે નાણાકીય સલાહ દિવસ સલાહ જરૂૂરી હૈ ઉજવે છે. આ પહેલનો હેતુ નાણાકીય આયોજનના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પોતાના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નાણાકીય નિષ્ણાતોની સલાહ લેવાનો છે. લક્ષ્ય-આધારિત રોકાણો, સંપત્તિ ફાળવણી અને જોખમ સંચાલન જેવી નાણાકીય બાબતો પર રોકાણકારોને શિક્ષિત કરવાના અને માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ વિવિધ ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉજવવામાં આવે છે.

Advertisement
Continue Reading

Business

અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ

Published

on

By

ગુજરાત મિરર, મુંબઈ,તા.31
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન(APSEZ) મુંદ્રાએ જણાવતા આનંદ થાય છે કે નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન, અદાણી પોર્ટસ મુંદ્રા ના રો-રો ટર્મિનલ પરથી 2,00,000 કારની નિકાસનાસીમાચિન્હ ને સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યું છે. આ પ્રભાવશાળી માઈલસ્ટોન અદાણી પોર્ટસના ગયા વર્ષના 1,86,652 કાર એક્સપોર્ટના પોતાના જ રેકોર્ડને વટાવી જાય છે. આ માઈલસ્ટોન ઉત્તમ પોર્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓટોમોબાઈલ સેક્ટરની સ્થિતિસ્થાપકતા અને સફળ સપ્લાય ચેઈનનો પુરાવો છે. અદાણી પોર્ટસની વિશિષ્ઠ RO-RO (રોલ ઇન રોલ આઉટ) ફેસીલીટી થકી ભારતમાં ઉત્પાદિત કાર સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, બેલ્જિયમ, ફ્રાંસ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ તથા ગલ્ફના સહિત અનેક દેશોમાં નિકાસ થઈ રહી છે, જે ભારત માટે ગર્વની વાત છે.
અદાણી પોર્ટસ મુન્દ્રા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા તેની મહત્તમ નિકાસ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે. ઓટોમોબાઈલ ક્ષેત્ર વૈશ્વિક બજારમાં ભારતનું યોગદાન નોંધપાત્ર રહેનાર છે. ઉત્તરો ઉત્તર વધતી નિકાસ એઅદાણી પોર્ટસ મુન્દ્રા ઓટોમોબાઈલ નિકાસ માટે મુખ્ય હબ તરીકે ઊભરી આવ્યું છે.

Continue Reading

Business

નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરનો શુભારંભ

Published

on

ગુજરાત મિરર, મુંબઈ તા. 31
ભારતમાં તેના જેવું સૌપ્રથમ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ એટલે કે ધ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર શુક્રવારે 31 માર્ચ 2023ના રોજ ખુલ્લુ મૂકવામાં આઆવ્યું હતું. ભારત અને વિશ્વના પ્રેક્ષકો સમક્ષ સમગ્ર ભારતના શ્રેષ્ઠ સંગીત, નાટ્ય, લલીત કળા અને હસ્તકળાને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સેન્ટર ભારતના સાંસ્કૃતિક માળખાને મજબૂત કરવા અને કળાના ક્ષેત્રમાં ભારત અને વિશ્વની શ્રેષ્ઠતમ કળા-સંસ્કૃતિને એક મંચ પર લાવવા માટેનું વધુ એક નિશ્ચિત પગલું ચિહ્નિત કરશે. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં સ્વદેશ નામનું ખાસ ક્યુરેટેડ આર્ટ અને ક્રાફ્ટ એક્સપોઝિશન છે, તેની સાથે ત્રણ બ્લોકબસ્ટર – ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન નામના મ્યુઝિકલ થિયેટર; ઇન્ડિયા ઇન ફેશન નામના કોસ્ચ્યુમ આર્ટ એક્ઝિબિશન અને નસંગમ/કોન્ફ્લુઅન્સથ નામના વિઝ્યુઅલ આર્ટ શોનો સમાવેશ થાય છે. એકસાથે કાર્યક્રમની રૂૂપરેખા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓની વિવિધતા અને વિશ્વ પર તેમની અસરોને ઉજાગર કરે, જ્યારે કલ્ચરલ સેન્ટરના વૈવિધ્યનું પણ પ્રદર્શન કરે.
આ પ્રસંગે બોલતા શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું કે, આ કલ્ચરલ સેન્ટરને સાકાર કરવું એ એક પવિત્ર યાત્રા રહી છે. સિનેમા અને સંગીતમાં, નૃત્ય અને નાટકમાં, સાહિત્ય અને લોકકથામાં, કળા અને હસ્તકળા તથા વિજ્ઞાન અને આધ્યાત્મિકતામાં અમારા કળાત્મક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા અને તેની ઉજવણી કરવા માટે એક સ્થળ તૈયાર કરવા માટે અમે ઉત્સુક હતા. એક એવી જગ્યા જ્યાં અમે વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ ભારતનું પ્રદર્શન કરીએ છીએ અને વિશ્વના શ્રેષ્ઠનું ભારતમાં સ્વાગત કરીએ છીએ. જેમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન આપનાર ને પુરસ્કાર તથા પ્રોત્સાહન આપવામા આવશે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ