Rajkot
આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
Published
2 months agoon
By
ગુજરાત મિરર
ગુજરાત મિરર, રાજકોટ, તા.28
દેશના 74મા પ્રજાસતાક પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાનાં ધોરાજીની સર ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ સેવા મેડિકલ ઈમરજન્સીમાં નાગરિકો માટે સંજીવની સમાન બની છે ત્યારે જન આશીર્વાદ પ્રાપ્ત કરનારી આ સરકારી સેવાના આરોગ્યકર્મીઓ વિકટ પરિસ્થિતિનો સામનો કરીને પણ અનેક જિંદગી રોજેરોજ બચાવી રહ્યા છે. તેમની આ વિશિષ્ટ અને અનન્ય સેવા બદલ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનાં ઈ.એમ.ટી. કાળુભાઈ ગોહિલ, પાયલોટ સુરેશ દવેરા, શ્રમયોગી આરોગ્ય સંજીવની રથનાં મેડીકલ ઓફિસર ડો. રીંકલ ગજેરા, ધન્વંતરિ આરોગ્ય રથનાં પેરામેડીકલ કાનજીભાઈ પરમાર, 1962 કરૂૂણા એનિમલ હેલ્પલાઈનનાં વેટરનરી ડો. અતુલ સોરઠીયા, ડ્રાઇવર કમ ડ્રેસર રામજીભાઈ ડબાસરા, 181 અભયમનાં કાઉન્સેલર ઓફિસર તૃપ્તિ પટેલ સહિતના આરોગ્યકર્મીઓને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમની વિશિષ્ટ સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ ઉજવણીમાં 108 સેવાથી લોકોને માહિતગાર કરવા સુંદર ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ 108 સેવાને વધુને વધુ અસરકારક બનાવવા તથા તમામ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવા અમારી ટીમ હરહંમેશ કટિબદ્ધ છે.
You may like
Gujarat
રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર
Published
2 hours agoon
March 31, 2023By
Minal
ગુજરાત રાજ્ય સરકારે વધુ એક વખત IAS અધિકારીઓની બદલી કરી છે. સાગમટે 109 IAS અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે. અધિકારીઓની બદલી કરતા રાજ્ય સરકારે મોટો લીથો બહાર પાડ્યો છે.
રાજકોટ મ્યુનિ.કમિશનર અમિત અરોરાની કચ્છ કલેક્ટર તરીકે,કલેક્ટર રાજકોટ મહેશ બાબુની પેટ્રો કેમિકલ્સ વિભાગમાં બદલી કરાઈ છે.સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર તરીકે નિમાયા છે. રાજકોટના જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી થઈ ,પ્રભોવ જોશી રાજકોટના નવા કલેકટર બન્યા છે.
Rajkot
સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ
Published
2 hours agoon
March 31, 2023By
Minal
30 મિનિટમાં એકસાથે 16 બોટલ લોહીના ઘટકોને છૂટા પાડતું જર્મન બનાવટનું મશીન
ગુજરાત મિરર, રાજકોટ તા.31
રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતે સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેનની ઉપસ્થિતિમાં જર્મન બનાવટનું અત્યાધુનિક ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન લોકાર્પિત કરવામાં આવ્યું હતું.
જર્મન બનાવટનું થર્મો ફિશર સાઇન્ટિફિક કંપનીનું મશીન ઓટોમેટેડ છે, સિંગલ ફેજ આધારિત ઓછી વીજ ખપત સાથે 30% જેટલું વધુ કમ્પોનન્ટ ઉત્પાદન કરી શકતું હોઈ અત્યાધુનિક હોસ્પિટલ્સ તેમજ લેબમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતેથી મહિને 2200 જેટલી બોટલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને પૂરી પાડવામાં આવે છે ત્યારે આ મશીનના ઉપયોગથી વધુ કાર્યક્ષમતા સાથે રક્તની જરૂૂરિયાતને પહોંચી શકાશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી, પેથોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો. ગૌરવી ધ્રુવા, બ્લડ બેન્કના ડો. પાયલ, ડો. દીપા, ડો. અમલાણી, શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી, બ્લડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Rajkot
અંતિમ દિવસે 20 કરોડ ભેગા કરવા વેરાવિભાગ તૂટી પડ્યો
Published
2 hours agoon
March 31, 2023By
Minal
ગુજરાત મિરર,
રાજકોટ તા.31
માર્ચના અંતિમ દિવસે રૂા.340 કરોડના લક્ષ્યાંકને પાર પાડવા માટે મનપાના વેરા વિભાગ દ્વારા ઠેર ઠેર મિલકત જપ્તી-સિલીંગ અને રિકવરીની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે અંતિમ દિવસે બાકી રહેલા રૂા.20 કરોડ ભેગા કરવા મનપાના વેરા વસુલાત વિભાગ દ્વારા બપોર સુધીમાં 26 મિલકતોને સીલ કરી, 57 મિલકતોને જપ્તીની નોટીસ આપી રૂા.2.89 કરોડની રિકવરી કરવામાં આવી છે.
મનપાના વેરા વસુલાત વિભાગ દ્વારા આજે એરપોર્ટ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.15 લાખ, જામનગર રોડ પર આવેલ 2-યુનિટ સીલ કરેલ, મારૂૂતિનગરમાં 4-યુનિટને નોટીસ આપેલ, પરસાણાનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.01 લાખ, રેલનગરમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.60000, જંકશન મેઇન રોડ પર આવેલ 1-યુનિટ સીલ કર્યું હતું.
પારેવડી ચોકમાં 3-યુનિટને નોટીસ આપેલ, પારેવડી ચોકમાં 4-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.15 લાખ, પારેવડી ચોકમાં 3-યુનિટ સીલ કરેલ, શિવપરા પાસે આવેલ 1-યુનિટ સીલ કરેલ, પેડક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50000, સંતકબીર રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ તેમજ કનક રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપવામાં આવી હતી.
રણછોડનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.13 લાખ, યાજ્ઞિક રોડ પર આવેલ 2-યુનિટ સીલ કરેલ, ગોંડલ રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ, યુનિ.રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ, રૈયા રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ, કાલાવાડ રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ, મવડી વિસ્તારમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.65000, નાનામોવા રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલી હતી.
50 ફુટ રીંગ રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ, મવડી રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ, ગુંદાવાડીમાં 5-યુનિટને નોટીસ આપેલ, કોઠારીયા બાય પાસ રોડ પર 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.00 લાખ, કોઠારીયા મેઇન રોડ પર આવેલ 5-યુનિટને નોટીસ આપેલ, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.00 લાખ અને કોઠારીયા રોડ પર આવેલ 4-યુનિટ સીલ કર્યા હતા.
આજે વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 26 -મિલ્કતોને સીલ કરેલ તથા 57-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.2.89 કરોડ રીકવરી કરેલ છે.
એડિટર ની ચોઈસ

મોરબીમાં શિંગોળાના લોટની પૂરી ખાધા બાદ 30થી વધુને ઝેરી અસર
ઓખા-અરૂણાચલ વચ્ચે મંગળવારથી દોડશે સાપ્તાહિક સ્પેશિયલ સમર ટ્રેન

જુનિયર કલાર્કના કોલ લેટર ઓનલાઈન મુકાયા : તા.9મીએ પરીક્ષા

સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

અંતિમ દિવસે 20 કરોડ ભેગા કરવા વેરાવિભાગ તૂટી પડ્યો

વોર્ડ નં.4માં મહિલા બગીચાનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય, મેયર
ગુજરાત

સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

અંતિમ દિવસે 20 કરોડ ભેગા કરવા વેરાવિભાગ તૂટી પડ્યો

વોર્ડ નં.4માં મહિલા બગીચાનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય, મેયર

સાધના સકામ, આરાધના નિષ્કામ હોય: પારસમુનિ મ.સા.

નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરનો શુભારંભ

લોધિકા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરતા જસ્ટિસ શાસ્ત્રી
સ્પોર્ટસ

સાધના સકામ, આરાધના નિષ્કામ હોય: પારસમુનિ મ.સા.

નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરનો શુભારંભ

લોધિકા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરતા જસ્ટિસ શાસ્ત્રી

રામનવમીએ 5000 બાળકો-સિનિયર સિટિઝનોએ લીધી રામવનની મુલાકાત

આરટીઓના પોર્ટલમાં ક્ષતિ , 2010 પહેલાંના લાઈસન્સ રિન્યુઅલની કામગીરી ખોરંભે ચડી
