Gujarat
આરટીઓ દ્વારા કાર માટે એમઆર, ટુ વ્હીલ માટે એમક્યુ સીરિઝનું શુક્રવારથી ઇ-ઓકશન
Published
4 months agoon
By
Minal
રાજકોટ આરટીઓ દ્વારા કાર માટે અને ખછ ટુ વ્હીલ માટે ખચ સીરીઝનું ગોલ્ડન-સિલ્વર અને રેગ્યુલર નંબરોનું તા.2 ડિસેમ્બરથી ઇ-ઓકશન કરાશે. નંબર રસીકોએ તા.7 સુધીમાં ટુ-વ્હીલ માટે તથા તા.10 સુધીમાં કાર માટે પસંદગીના નંબરોનું બિડીંગ કરવા તંત્ર દ્વારા અપીલ કરાઇ છે
રાજકોટ આરટીઓની યાદીમાં જણાવ્યા પ્રમાણે, કાર માટે ખછઅને ટુવ્હીલ માટે ખચ સીરીઝના ગોલ્ડન, સિલ્વર અને રેગ્યુલર નંબરો જેવા કે ગોલ્ડનનંબર:- 1, 5, 7, 9, 11, 99, 111, 333, 555, 777, 786, 999, 1111, 1234, 2222, 3333, 4444, 5555, 7777, 8888, 9000, 9009, 9090, 9099, 9909, 9990, 9999 અને સિલ્વર નંબર :- 2, 3, 4, 8, 10, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90, 100, 123, 200, 222, 234, 300, 303, 400, 444, 456, 500, 567, 600, 678, 700, 789, 800, 888, 900, 909, 1000, 1001, 1008, 1188, 1818, 1881, 2000, 2345, 2500, 2727, 2772, 3000, 3456, 3636, 3663, 4000, 4455, 4545, 4554, 4567, 5000, 5005, 5400, 5445, 5454, 6000, 6336, 6363, 6789, 7000, 7007, 7227, 7272, 8000, 8008, 8055, 8118, 8181 નંબર તા.2 ડિસેમ્બરને શુક્રવારથી ઇ-ઓકશન કરવામાં આવશે. જયારે કાર માટે ફી રૂા.40000, તથા સિલ્વર નંબર માટેની ફી રૂા.15000 અને રેગ્યુલર નંબર માટેની ફી રૂા.8000 છે.
નંબર રસીકોએ કાર માટે પસંદગીના નંબરોનું તા.10 સુધીમાં અને ટુ-વ્હીલ માટે તા.7 સુધીમાં બોલી લગાવવા અપીલ કરવામાં આવી છે.
You may like
Breaking News
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજી
Published
12 hours agoon
March 19, 2023By
ગુજરાત મિરર
ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા.
આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરશ્રીઓએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહયુ કે, આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે. ભૂપેન્દ્ર ૫ટેલે એમ ૫ણ જણાવ્યુ કે કેન્દ્રિય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાનો જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે, તેની સામે પાક સંરક્ષણ સહિતનુ આગોતરુ આયોજન જિલ્લાસ્તરે કલેક્ટરશ્રીઓ કરી લે.એટલુ જ નહિ, માનવમૃત્યુ કે ૫શુ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહીને સાવચેતી અને સલામતીના ૫ગલાઓ લેવા તેમણે તાકિદ કરી હતી.કમોસમી વરસાદ અન્વયે અગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણ માટે લેવાનાં થતાં પગલાં અંગે જિલ્લા કક્ષાએથી એગ્રી એડવાઈઝરી સ્થાનિક પ્રચાર માઘ્યમોમાં આપીને ખેડુતોને સમયાનુસાર હવામાન અંગેની જાણ થતી રહે તેવી વ્યવસ્થા કરવા આ વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટરશ્રીઓને માર્ગદર્શન આ૫તા મુખ્ય સચિવશ્રીએ જણાવ્યુ હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદી સ્થિતિના કરેલા આકલન દરમિયાન જણાવવામાં આવ્યું કે રાજ્યના ૨૭ જિલ્લાઓના ૧૧૧ તાલુકાઓમાં ૧ મિ.મિ.થી ૪૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે ૧૮ જિલ્લાના ૩૩ તાલુકાઓ એવા છે, જ્યાં ૧૦ મિ.મિ.થી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહી, તારીખ પાંચ માર્ચથી નવમી માર્ચ દરમિયાન ૨૭ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.મુખ્યમંત્રીએ યોજેલી આ વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીના અઘિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, મહેસુલના અઘિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની તેમજ સંબંઘિત વિભાગોના અગ્ર સચિવઓ, સચિવશ્રીઓ અને રાહત કમિશ્નર ૫ણ ઉ૫સ્થિત રહયા હતા.
Breaking News
સૌરાષ્ટ્ર – ગુજરાતમાં સતત ત્રીજા દિવસે માવઠું,અનેક વિસ્તારમાં કરા પાડ્યા,ભાવનગરમાં મીની વાવાઝોડું
Published
1 day agoon
March 18, 2023
રાજ્યના અનેક વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં હતા.બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ભાવનગર, બનાસકાંઠા, વલસાડ તેમજ સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતા .
આજે સવારે ૬ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં રાજ્યના ૫૩ તાલુકામાં ૨ મીમી થી માંડી ૪૭ મીમી કમોસમી વરસાદ નોંધાયો છે અને હજુ આગામી બે દિવસ માવઠાની આગાહી હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કેટલાક ગામોમાં આકરા તાપ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વાવાઝોડા સાથે માવઠું પડતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ભાવનગરના ત્રાંબક ગામમાં કરા સાથે વરસાદ પડ્યો છે.
ભુજમાં ૪૭ મીમી કમોસમી વરસાદ પડી જતા પાક નિષફળ જતા ખેડૂતોમાં કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ભુજના થરાવડા,અબડાસાના ઉસ્તીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગાગોદર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આ સિવાય જામનગરના લાલપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના ભટ્ટમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુરના ગઢકા અને પટેલકા ગામમાં પણ વરસાદ પડ્યો હતો. જામ્યો છે.
Breaking News
ગુજરાતમાં ત્રીજા દીવસે કોરોના વાયરસના 100 કરતાં વધુ કુલ 179 કેસ
Published
1 day agoon
March 18, 2023
ગુજરાતમાં ત્રીજા દીવસે કોરોના વાયરસના 100 કરતાં વધુ કુલ 179 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 655 એક્ટિવ કેસ છે. જ્યારે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી.
આ ઉપરાંત 4 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
આજે રાજયના વિવિધ શહેરોમાં કોર્પોરેશન દ્વારા જાહેર કોરોનાના કેસ પર નજર કરીએ તો અમદાવાદ – 83,મહેસાણા – 21,રાજકોટ – 13,અમરેલી – 9,સુરત કોર્પોરેશન – 9,સાબરકાંઠા – 8,રાજકોટ – 6,વડોદરા – 5,સુરત – 3,સુરેન્દ્રનગર – 3,આણંદ – 2,ભાવનગર – 2, ગાંધીનગર – 2,જૂનાગઢ – 2,પોરબંદર – 2,અમદાવાદ -1,ભરૂચ – 1,ખેડા – 1,મોરબી – 1,પાટણ – 1 કેસ નોંધાયા છે.
એડિટર ની ચોઈસ

કોરોના થી ડરો નહિ : આ વર્ષે કોવિડ માત્ર મોસમી ફ્લૂ રહેશે,ખતરો ઘટ્યો : WHO

બાલાઘાટમાં ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, મહિલા ટ્રેઇની પાઇલટ સાથે ઇન્સ્ટ્રક્ટરનું મોત

માવઠાથી ઇંટ ઉત્પાદકોને મોટો ફટકો
વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા ગંભીર રીતે દાઝેલ દર્દીની આધુનિક ડ્રેસિંગ પદ્ધતિથી સફળ સારવાર

ટ્રાફિક પોલીસની કનડગત અંગે સી.પી.ને કોંગ્રેસની રજૂઆત

વોર્ડ નં.1ને મળશે નવો કોમ્યુનિટી હોલ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના હસ્તે ખાતમુહૂર્ત
ગુજરાત
વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા ગંભીર રીતે દાઝેલ દર્દીની આધુનિક ડ્રેસિંગ પદ્ધતિથી સફળ સારવાર

ટ્રાફિક પોલીસની કનડગત અંગે સી.પી.ને કોંગ્રેસની રજૂઆત

વોર્ડ નં.1ને મળશે નવો કોમ્યુનિટી હોલ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના હસ્તે ખાતમુહૂર્ત
સૌરાષ્ટ્રના 31 શહેર, 737 ગામોને સૌની યોજનામાંથી પાણી અપાશે

ડો.ચગના આપઘાતથી મારો પરિવાર પણ આઘાતમાં: ચુડાસમા

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા.21-22 ઓશો સંબોધિ દિન તથા ચેટીચાંદની ઉજવણી
સ્પોર્ટસ
સૌરાષ્ટ્રના 31 શહેર, 737 ગામોને સૌની યોજનામાંથી પાણી અપાશે

ડો.ચગના આપઘાતથી મારો પરિવાર પણ આઘાતમાં: ચુડાસમા

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા.21-22 ઓશો સંબોધિ દિન તથા ચેટીચાંદની ઉજવણી
લખનૌ ડિવિ.માં ટ્રેકની કામગીરીને કારણે ઓખા-ગુવાહાટી ટ્રેન ડાઈવર્ટ રૂટ પર દોડશે

સોનામાં 100 ગ્રામ બિસ્કિટે રૂા.14,000, ચાંદીમાં પ્રતિ કિલોએ રૂા. 1500નો ઉછાળો
