Connect with us

Health

અસહ્ય પીડાવાળો રોગ ચિકનગુનિયાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

Published

on

ચિકનગુનિયા રોગનો ઈતિહાસ ઘણો જુનો છે. 1952 થી 1960નાં વર્ષો દરમિયાન આફ્રિકા, શ્રીલંકા, વિયેટનામ, ઈન્ડોનેશિયા, ભારતમાં ચિકનગુનિયા ના કેસ જોવા મળ્યા હતા. તાવ સાથે સાંધામાં દુ:ખાવાનાં વિશિષ્ટ લક્ષણો ધરાવતો ચિકનગુનિયા નવજાતથી લઈને વયોવૃદ્ધ કોઈને પણ થતો જોવા મળે છે.ચિકનગુનિયા તાવ પણ વાયરસ દ્વારા ફેલાય છે. એડીસ નામનો આ વાયરસ મચ્છરના કરડવાથી મનુષ્યમાં ટ્રાન્સમિટ થાય છે. માદા મચ્છરની અયમયત અયલુાશિં અને અયમયત અહબજ્ઞાશભિીંત એ મુખ્ય પ્રજાતી છે જે રોગ ફેલાવે છે.
ચિકનગુનિયાના લક્ષણો
1. વધુ તાવ.
2. તીવ્ર માથાનો દુખાવો.
3. મોઢામાં ચાંદા અને ઉલટી.
4. ભૂખમાં ઘટાડો અને સ્વાદમાં ઘટાડો.
5. ચક્કર અને નબળાઈ.
6. હાથ, પગ અને પીઠમાં તીવ્ર દુખાવો.
7. ફોલ્લીઓ પડી જવી.
8. સાંધામાં સોજો અને સ્નાયુઓમાં દુખાવો.
ચિકનગુનિયા મચ્છરજન્ય રોગ છે. પરંતુ તે ચેપી નથી, તેથી તે એક વ્યક્તિથી બીજામાં ફેલાતો નથી, ખરેખર તો ચેપગ્રસ્ત મચ્છરો દ્વારા મનુષ્યમાં ફેલાય છે.ચિકનગુનિયાના લક્ષણોની અસર સામાન્ય રીતે 2થી 12 દિવસની વચ્ચે જોવા મળે છે પરંતુ કેટલીકવાર તે વધુ દિવસો સુધીનો સમય પણ લે છે. ચિકનગુનિયા તાવ આવવાથી શરૂૂ થાય છે જે સાંધામાં દુખાવો થવા સાથે શરીરમાં પ્રસરે છે.શરીરમાં સાંધા અને અન્ય ભાગોમાં અસહ્ય દુખાવો થાય છે. આ વાયરલ તાવ હાથ અને પગની આંગળીના સાંધાને ગંભીર અસર કરે છે, જેનાથી તીવ્ર પીડા થાય છે અને સોજો પણ આવે છે.
અસહ્ય પીડાને લીધે સ્વભાવ ચિડિયો થવા લાગે અને માથામાં દુખાવો અનુભવાય છે, થોડું પણ હલન ચલન થવાથી થાક લાગે છે, થોડું પણ કંઈ ખાવાથી ઉબકા આવે અને કંઈ ભોજન લેવાનું મન ન થાય, ચામડીમાં રેશીશ દેખાય એટલે કે લાલાશ પડતી જણાય, સાંધામાં સોજો આવે અને શરીર ભારી થતું જણાય છે. આ ઉપરાંત ચિકનગુનિયાની જટિલતાઓમાં ન્યુરોલોજીકલ અસંતુલન, આંચકી, મ્યોકાર્ડિટિસ અથવા હૃદય સ્નાયુની બળતરા, આંખનો રોગ (યુવાઇટિસ, રેટિનાઇટિસ), યકૃતના નુકસાનને કારણે કમળો, ન્યુરોલોજીકલ રોગો, જેમ કે મેનિન્જોએન્સેફાલીટીસ, ગિલેન-બેરી સિન્ડ્રોમ, માયેલિટિસ અથવા ક્રેનિયલ ચેતા લકવો પણ થઈ શકે છે. આ પીડા ઘણીવાર અઠવાડિયા, મહિના અથવા તો વધુ અસર જણાય તો વર્ષો સુધી પણ ચાલુ રહે છે.
ચિકનગુનિયાથી બચવાના ઉપાયો
1. મચ્છર કરડવાથી બચો.
2. ઘરની અંદર અથવા નજીક પાણી ભરાવા ન દો.
3. મચ્છરદાનીનો ઉપયોગ કરો.
4. દિવસ દરમિયાન પણ મચ્છર ભગાડવાની કોઇલ પ્રગટાવતા રહો.
5. બહાર જતી વખતે મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો.
6. સંપૂર્ણ સ્લીવ્ઝ સાથે કપડાં પહેરો.
7. પાણીની ટાંકીના ઢાંકણા બંધ રાખો
8. અઠવાડિયામાં એકવાર ટાંકી ખાલી કરો અને સૂકાયા બાદ તેનો ઉપયોગ કરો. જો તમને આવા કોઈ લક્ષણ જણાય તો તાત્કાલી ડોક્ટરનો સંપર્ક સાધો
આયુર્વેદીક સારવાર:
ચિકનગુનિયામાં આયુર્વેદીક સારવાર સારા પરિણામ આપી શકે છે, પરંતુ આ સારવાર જાતે જ ન કરતાં અનુભવી વૈદ્યનાં માર્ગદર્શનમાં રહીને કરવાની સલાહ છે.
ચિકનગુનિયાની અસર 1 મહિનો, 2 મહિના અને ઘણીવાર તેનાથી પણ વધારે સમય સુધી રહી શકે છે. ચિકનગુનિયાનો આજ સુધી કોઈ ઈલાજ-પ્રોપર શોધોયેલ નથી. પરંતુ આયુર્વેદનાં સહારે આ બિમારીનાં લક્ષણો ઘણાં લેવલ સુધી ઓછા થઈ શકે છે. આયુર્વેદમાં આ માટે ઘણી દવાઓ – ચિકિત્સા ઉપલબ્ધ છે, જેની મદદથી દર્દીને સાંધાનો દુ:ખાવો તથા તાવને નિયંત્રિત કરવામાં ઘણી મદદ મળે છે.
– જેમાં તાવ માટે સુદર્શન ઘનવટીની 2-2 ગોળી સવાર-સાંજ લેવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે.
– સંશમની વટી કે ગળો ઘનવટી પણ આ માટે ખૂબ ફાયદાકારક છે.
– તુલસી, ગળો, ચિરાયતા, મુલેઠી, કાલમેઘ, મરી, ભાંગરો, અરડૂસી, ઈલાયચી અને ભોંયઆમલીની સાથે પપૈયાના પાનનો ઉકાળો લેવાથી આ બિમારીમાં મહદ્અંશે ફાયદો થાય છે.
– વધારે અશક્તિ આવી ગયેલ હોય તો, અશ્વગંધા, શતાવરી, કે રસાયણ ચૂર્ણનો બલ્ય યોગ બનાવી દર્દીને આપી શકાય છે.
આની સાથે સાથે મચ્છરોની સમસ્યા દૂર કરવા માટે ગુગળ, રાળ, લોબાન, વચા, અને રાઈને સમાનમાત્રામાં લઈ તેની સાથે લીમડાના પત્રનો ધૂપ કરવાથી આ સમસ્યાથી છૂટકારો મળી શકે છે.આમ, ચિકનગુનિયામાં આયુર્વેદનાં ઔષધો રામબાણ સાબિત થયા છે, અને અનેક દર્દીઓને આ રોગમાંથી મુક્તિ અપાવેલ છે, તેમાં શંકાને સ્થાન નથી.
ખોરાક
તાવ હોય ત્યારે બાફેલા મગનાં 1 વાટકી પાણીમાં સિંધવ ત્રિકટુચૂર્ણ નાખીને પીવું.
પપૈયું, નાસપતિ, કેળાં જેવાં ફળો, પરવળ, ટીંડોળા, દુધી, મેથી-પાલક વગેરે સાથે રોટલી-ખીચડી જેવો સુપાચ્ય ખોરાક ખાવો.
સરગવાની શિંગ-પાનનો સૂપ, સપ્તપર્ણીનાં 4-5 નંગ પાનનો જ્યુસ નિયમિત લેવો. લીલા શાક-પાનમાં રહેલાં વિટામીન્સ અને સપ્તપર્ણીમાં રહેલાં આલ્કલોઇડ્સ ચિકન ગુનિયાથી સાંધામાં થતી આડ અસર ઘટાડવામાં મદદ કરે છે. ચિકનગુનિયા મટી ગયા પછી પણ દુખાવો યથાવત્ રહે છે. આવી સ્થિતિમાં વધારે પડતો આરામ કરવાને બદલે થોડી હલનચલન અને કસરત ચાલુ રાખવી.
લોકોના મનમાં ચિકન ગુનિયાને લઇને ઘણો ડર બેસી ગયો છે, પરંતુ જો લોકોમાં યોગ્ય રીતે ચિકનગુનિયાને લઇને જાગરૂૂકતા ફેલાવવામાં આવે અને તેમને આ બીમારીના લક્ષણ અને અટકાવવાના ઉપાયો વિશે યોગ્ય રીતે જણાવવામાં આવે તો આ બીમારીને આગળ વધતી અટકાવી શકાય છે.

 

Advertisement
Continue Reading
Advertisement

Health

જાણો વાઈરલ ફીવરના લક્ષણો, કારણો અને ઉપાય

Published

on

જેમ શિયાળામાં ઠંડી વધતી જાય છે તેમ વાયરલ ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે, જેના કારણે શરદી, ઉધરસ, શરદી, નાક વહેવું અને તાવ સામાન્ય છે. ખાસ કરીને વાયરલ ફીવરને કારણે આપણું શરીર ખૂબ જ નબળું પડી જાય છે. સિઝનમાં ફેરફાર, ખાનપાનમાં ગરબડ અથવા તો શારીરિક નબળાઈને કારણે વાયરલ ફીવર આવી શકે છે. વાયરલ ફીવર આપણી ઈમ્યૂન સિસ્ટમને નબળી બનાવી દે છે. જેના કારણે વાયરલ સંક્રમણ ઝડપથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય શકે છે. આમ તો વાયરલ ફીવરના લક્ષણ સામાન્ય તાવ જેવા જ હોય છે પણ જો તેના લક્ષણો પર ધ્યાન ન આપવામાં આવે તો હાલત ગંભીર પણ થઈ શકે છે. ઘણી વખત લોકો જાતે મેડિકલ પરથી ઉટપટાંગ દવાઓ લઇ લેતા હોય છે. જે ખરેખર હિતવાહ હોતું નથી. વગર કારણની એન્ટીબાયોટિક્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કર દે છે અને એન્ટીબાયોટિક્સથી બેક્ટેરિયા મરે છે. વાયરસ નહીં. ઘણી વખત સારા બેક્ટેરિયા પણ કે જે શરીર માટે મહત્વના હોય તે પણ એન્ટીબાયોટિક્સની આડઅસરથી મરી જતા હોય છે. તેથી ડોક્ટરની સલાહ વગર એનટીબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઇએ નહીં. શરીરમાં તાવ બે-ત્રણ દિવસથી વધારે અને શરીરનું તાપમાન 101 થી 104 સેલ્સિયસ સુધીનું રહે તો જલદીથી ડોક્ટરને બતાવી યોગ્ય સારવાર લેવી જોઇએ. વાયરલ તાવ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થઇ શકે છે. વાયરલ તાવ ચેપી હોઇ શકે છે. જે વ્યક્તિ બીમાર હોય, જ્યારે તે છીંકે અથવા થૂંકે તો તેમની છીંક અથવા થૂંકમાં રહેલા વાયરસના સંક્રમણો બીજી વ્યક્તિને ચેપ લગાડે છે અને એ વ્યક્તિની જો રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તે વ્યક્તિ જલદી બીમાર પડે છે. આવી રીતે વાયરલ તાવ હવાથી, પાણીથી પણ ફેલાય છે.
વાયરલ તાવ ઘણા બધા અથવા થોડા લક્ષણો લઇને આવે છે. તેથી તપાસ શું કરવી એ થોડું મુશ્કેલ રહે છે. લોહીની તપાસની ખૂબ જ અગત્યતા રહેલી છે. વાયરલ તાવને મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુથી જુદા પાડવા માટે લોહીની તપાસ કરાવવી ખૂબ જ જરૂૂરી છે. ઘણી વખત પેશાબની તપાસ પણ કરવામાં આવે છે. સારવાર જો વાયરલ તાવની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે. ડોક્ટર પાસે જઇને યોગ્ય સારવાર કરાવવી જરૂૂરી છે. તે સિવાય થોડા ઉપચારો ઘરે પણ કરી શકાય છે.
4ફુદીનો અને અજમાનો શેક
વધુ પડતો કફ, શરદી, ઊધરસ થાય તો ગરમ પાણીમાં ફુદીનાના પાન અથવા અજમાના પાનની વરાળનો શેક લેવાથી આરામ મળે છે. શરદી-ઊધરસથી રાહત પામવા માટે આદુયુક્ત ચા પીવી. તેમમજ ચામાં થઇ શકે તો સાકરની બદલે ગોળ નાખવો. સાકર કફ માટે નુકસાનકારક હોવાથી ગોળ નાખવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે લોકો ચામાં સાકર નાખીને જ પીતા હોય છે.
4હળદરયુક્ત દૂધ
શરદી-ઊધરસ સતત આવતા હોય તો હળદરયુક્ત હુંફાળુ દૂધ પીને સુઇ જવું. હળદર એન્ટીબાયોટિકનું કામ કરે છે. રોજ રાતના અડધો ગ્લાસ હળદરવાળુ દૂધ પીને સૂવું.
4મધ અને કાળા મરી
કફ અને ઊધરસની તકલીફ હોય તો મધ અને કાળા મરી રામબાણ ઇલાજ છે. મધ અને કાળા મરીના ભૂક્કાને એક ચમચામાં ભેળવી ખાઇને સુઇ જવું. આ મિશ્રણ ખાધા પછી પાણી પીવું નહીં તેમજ કાંઇ ખાવું પણ નહીં. વાસ્તવમાં મધની અને મરીની તાસીર ગરમ હોવાથી શરીરમાં કુદરતી ગરમાવો ઉત્પન કરતા રાહત થાય છે.
4ચ્યવનપ્રાશ
ચવ્વનપ્રાશમાં ઘણી બધી જડીબુટ્ટીઓ સામેલ હોય છે. તેનું સેવન કરવાથી શરીરનું તાપમાન વ્યવસ્થિત જળવાઇ રહે છે. તેથી પ્રતિદિન દૂધ સાથે એક ચમચો ચવ્વનપ્રાશનું સેવન કરવાથી ફાયદો થાય છે. આયુર્વેદમાં ચવ્વનપ્રાશને એક ઔષધિ તરીકે જોવા મળ્યું છે.
4વરાળનો શેક લેવો
વધુ પડતી શરદી-ઊધરસ હોય તો વરાળનો શેક લેવો.ગરમ પાણીમાં વિક્સ નાખીને નાસ લેવાથી રાહત થાય છે. આ સિવાય ટી ટ્રી ઓઇલ, લેમન ગ્રાસ તેલ, લવિંગનું તેલ પણ પાણીમાં નાખી ઉકાળી શેક લેવાથી ફાયદો થાય છે.
4 મસાલેદાર ચા
આદુ, તુલસી, કાળા મરી, તજ અને એલચી ભેળવીને ચા પીવાથી રાહત થાય છે. ચા ન પીતા હોય તે વ્યક્તિએ દૂધના ઉકાળામાં આ ખાદ્યપદાર્થો ભેળવીને પીવા.
4પ્રોટીન સમૃદ્ધ આહાર
વાઈરલ ઈન્ફેક્શન દરમિયાન તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, આનાથી માત્ર શરીર મજબૂત નથી થતું, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આમ તો ઈંડા અને માંસ ખાવાથી આ પોષક તત્વો મળે છે, પરંતુ જો તમે શાકાહારી છો તો તમે કઠોળ, દૂધ, ચણા અને સોયાબીનનું સેવન કરી શકો છો.
4ફળો-શાકભાજી
તાજા ફળો અને શાકભાજી હંમેશા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં પોષક તત્વોની કોઈ કમી હોતી નથી. તેમાં એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, તેથી તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તમારે પાલક, બ્રોકોલી, ગાજર, નારંગી, લીંબુ, કાલે અને કોબી જેવી વસ્તુઓ ખાવી જ જોઈએ.
4પાણી
જો તમે ઇચ્છો છો કે શરીરમાં સંક્રમણની અસર ઓછી થાય, તો શરીરને હાઇડ્રેટ રાખવું જરૂૂરી છે, તેથી સમયાંતરે એકવાર પાણી પીતા રહો. જો શરીરમાં પ્રવાહી હોય તો વાયરલ ફીવર જેવી બીમારીઓ જલ્દી મટી જાય છે.

Continue Reading

Health

જાણો વાઈરલ ફીવરના લક્ષણો, કારણો અને ઉપાય

Published

on

જેમ શિયાળામાં ઠંડી વધતી જાય છે તેમ વાયરલ ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે, જેના કારણે શરદી, ઉધરસ, શરદી, નાક વહેવું અને તાવ સામાન્ય છે. ખાસ કરીને વાયરલ ફીવરને કારણે આપણું શરીર ખૂબ જ નબળું પડી જાય છે. સિઝનમાં ફેરફાર, ખાનપાનમાં ગરબડ અથવા તો શારીરિક નબળાઈને કારણે વાયરલ ફીવર આવી શકે છે. વાયરલ ફીવર આપણી ઈમ્યૂન સિસ્ટમને નબળી બનાવી દે છે. જેના કારણે વાયરલ સંક્રમણ ઝડપથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય શકે છે. આમ તો વાયરલ ફીવરના લક્ષણ સામાન્ય તાવ જેવા જ હોય છે પણ જો તેના લક્ષણો પર ધ્યાન ન આપવામાં આવે તો હાલત ગંભીર પણ થઈ શકે છે. ઘણી વખત લોકો જાતે મેડિકલ પરથી ઉટપટાંગ દવાઓ લઇ લેતા હોય છે. જે ખરેખર હિતવાહ હોતું નથી. વગર કારણની એન્ટીબાયોટિક્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કર દે છે અને એન્ટીબાયોટિક્સથી બેક્ટેરિયા મરે છે. વાયરસ નહીં. ઘણી વખત સારા બેક્ટેરિયા પણ કે જે શરીર માટે મહત્વના હોય તે પણ એન્ટીબાયોટિક્સની આડઅસરથી મરી જતા હોય છે. તેથી ડોક્ટરની સલાહ વગર એનટીબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઇએ નહીં. શરીરમાં તાવ બે-ત્રણ દિવસથી વધારે અને શરીરનું તાપમાન 101 થી 104 સેલ્સિયસ સુધીનું રહે તો જલદીથી ડોક્ટરને બતાવી યોગ્ય સારવાર લેવી જોઇએ. વાયરલ તાવ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થઇ શકે છે. વાયરલ તાવ ચેપી હોઇ શકે છે. જે વ્યક્તિ બીમાર હોય, જ્યારે તે છીંકે અથવા થૂંકે તો તેમની છીંક અથવા થૂંકમાં રહેલા વાયરસના સંક્રમણો બીજી વ્યક્તિને ચેપ લગાડે છે અને એ વ્યક્તિની જો રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તે વ્યક્તિ જલદી બીમાર પડે છે. આવી રીતે વાયરલ તાવ હવાથી, પાણીથી પણ ફેલાય છે

.
વાયરલ તાવ ઘણા બધા અથવા થોડા લક્ષણો લઇને આવે છે. તેથી તપાસ શું કરવી એ થોડું મુશ્કેલ રહે છે. લોહીની તપાસની ખૂબ જ અગત્યતા રહેલી છે. વાયરલ તાવને મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુથી જુદા પાડવા માટે લોહીની તપાસ કરાવવી ખૂબ જ જરૂૂરી છે. ઘણી વખત પેશાબની તપાસ પણ કરવામાં આવે છે. સારવાર જો વાયરલ તાવની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે. ડોક્ટર પાસે જઇને યોગ્ય સારવાર કરાવવી જરૂૂરી છે. તે સિવાય થોડા ઉપચારો ઘરે પણ કરી શકાય છે.

ફુદીનો અને અજમાનો શેક

Advertisement

વધુ પડતો કફ, શરદી, ઊધરસ થાય તો ગરમ પાણીમાં ફુદીનાના પાન અથવા અજમાના પાનની વરાળનો શેક લેવાથી આરામ મળે છે. શરદી-ઊધરસથી રાહત પામવા માટે આદુયુક્ત ચા પીવી. તેમમજ ચામાં થઇ શકે તો સાકરની બદલે ગોળ નાખવો. સાકર કફ માટે નુકસાનકારક હોવાથી ગોળ નાખવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે લોકો ચામાં સાકર નાખીને જ પીતા હોય છે.

હળદરયુક્ત દૂધ

શરદી-ઊધરસ સતત આવતા હોય તો હળદરયુક્ત હુંફાળુ દૂધ પીને સુઇ જવું. હળદર એન્ટીબાયોટિકનું કામ કરે છે. રોજ રાતના અડધો ગ્લાસ હળદરવાળુ દૂધ પીને સૂવું.

મધ અને કાળા મરી

Advertisement

કફ અને ઊધરસની તકલીફ હોય તો મધ અને કાળા મરી રામબાણ ઇલાજ છે. મધ અને કાળા મરીના ભૂક્કાને એક ચમચામાં ભેળવી ખાઇને સુઇ જવું. આ મિશ્રણ ખાધા પછી પાણી પીવું નહીં તેમજ કાંઇ ખાવું પણ નહીં. વાસ્તવમાં મધની અને મરીની તાસીર ગરમ હોવાથી શરીરમાં કુદરતી ગરમાવો ઉત્પન કરતા રાહત થાય છે.

ચ્યવનપ્રાશ

ચવ્વનપ્રાશમાં ઘણી બધી જડીબુટ્ટીઓ સામેલ હોય છે. તેનું સેવન કરવાથી શરીરનું તાપમાન વ્યવસ્થિત જળવાઇ રહે છે. તેથી પ્રતિદિન દૂધ સાથે એક ચમચો ચવ્વનપ્રાશનું સેવન કરવાથી ફાયદો થાય છે. આયુર્વેદમાં ચવ્વનપ્રાશને એક ઔષધિ તરીકે જોવા મળ્યું છે.

વરાળનો શેક લેવો

Advertisement

વધુ પડતી શરદી-ઊધરસ હોય તો વરાળનો શેક લેવો.ગરમ પાણીમાં વિક્સ નાખીને નાસ લેવાથી રાહત થાય છે. આ સિવાય ટી ટ્રી ઓઇલ, લેમન ગ્રાસ તેલ, લવિંગનું તેલ પણ પાણીમાં નાખી ઉકાળી શેક લેવાથી ફાયદો થાય છે.

 મસાલેદાર ચા

આદુ, તુલસી, કાળા મરી, તજ અને એલચી ભેળવીને ચા પીવાથી રાહત થાય છે. ચા ન પીતા હોય તે વ્યક્તિએ દૂધના ઉકાળામાં આ ખાદ્યપદાર્થો ભેળવીને પીવા.

પ્રોટીન સમૃદ્ધ આહાર

Advertisement

વાઈરલ ઈન્ફેક્શન દરમિયાન તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, આનાથી માત્ર શરીર મજબૂત નથી થતું, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આમ તો ઈંડા અને માંસ ખાવાથી આ પોષક તત્વો મળે છે, પરંતુ જો તમે શાકાહારી છો તો તમે કઠોળ, દૂધ, ચણા અને સોયાબીનનું સેવન કરી શકો છો.

ફળો-શાકભાજી

તાજા ફળો અને શાકભાજી હંમેશા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં પોષક તત્વોની કોઈ કમી હોતી નથી. તેમાં એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, તેથી તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તમારે પાલક, બ્રોકોલી, ગાજર, નારંગી, લીંબુ, કાલે અને કોબી જેવી વસ્તુઓ ખાવી જ જોઈએ.

પાણી

Advertisement

જો તમે ઇચ્છો છો કે શરીરમાં સંક્રમણની અસર ઓછી થાય, તો શરીરને હાઇડ્રેટ રાખવું જરૂૂરી છે, તેથી સમયાંતરે એકવાર પાણી પીતા રહો. જો શરીરમાં પ્રવાહી હોય તો વાયરલ ફીવર જેવી બીમારીઓ જલ્દી મટી જાય છે.

Continue Reading

Health

અનેક ગુણ ધરાવતા આમળા એક ચમત્કારી ઔષધી છે

Published

on

શિયાળો શરુ થતા માર્કેટમાં ઠેર ઠેર આમળા જોવા મળે છે. આંગળીએ વાળને મજબૂત બનાવે છે , સ્કિન ને હેલ્ધી અને ચમકદાર બનાવે છે સાથે સાથે શરીરને વિવિધ રોગો સામે પણ રક્ષણ આપે છે. આમળા એક ઔષધિય ફળ કહેવામાં આવે છે. આમળા શરીરમાં થતા તમામ પ્રકારના રોગો સામે લડવા માટે સક્ષમ છે. આમળા મા વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન, કેરોટીન અને વિટામિન બી જેવા તત્ત્વોથી ભરપૂર હોય છે. સામાન્ય રીતે લોકો આમળાનું અથાણું અથવા મુરબ્બો ખાવાનું પસંદ કરતા હોય છે. આમળાને વાળ માટે વરદાન સમાન માનવામાં આવે છે. આમળા વાળનો વિકાસ અને વાળનો રંગ બનાવી રાખવામાં મદદ કરે છે. તાજા આમળા ખાવાથી અથવા વાળના મૂળમાં તેનો લેપ લગાવવાથી વાળનો વિકાસ થાય છે અને પ્રાકૃતિક રંગ વાળને મળી રહે છે.
આજનું વિજ્ઞાન રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ યુવાની ટકાવી રાખવા અવનવા પ્રયોગો કરી રહ્યુ છે.આમળા મા રહેલ રસાયન ગુણ જે એન્ટી એજીંગ હોવાથી ,તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી આજ ની મલ્ટીનેશનલ ફાર્મા કમ્પની ઓ પણ ચય્વનપ્રાશ બનાવાનું ચાલુ કરયુ છે .આજ નું વિજ્ઞાન રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ યુવાની ટકાવી રાખવા અવનવા પ્રયોગો કરી રહ્યુ છે.આમળા મા રહેલ રસાયન ગુણ જે એન્ટી એજીંગ હોવાથી ,તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી આજ ની મલ્ટીનેશનલ ફાર્મા કમ્પની ઓ પણ ચય્વનપ્રાશ બનાવાનું ચાલુ કરયુ છે .ચ્યવનપ્રાશ ના નિયમીત સેવન થી ઇમ્યુનીટી પણ વધે છે માટે જલદી થી ઇન્ફેક્શન લાગે નહી .એનુ નિયમીત સેવન થી ચામડી મા જલ્દી થી કરચલી પડતી નથી .જેથી ઘડપણ પાછળ ઠેલાય છે .આમળા શ્વાસ ખાંસી ની અકસીર ઔષધ છે .તેનાથી ઉર્જા-તાકાત નો સંચાર થાય છે.
100 ગ્રામ આમળા ના રસ માં 620 મિલી ગ્રામ વિટામીન સી હોય છે .જ્યારે નારંગી માં 30મિલી ગ્રામ હોય છે .આમળા માં સૌથી વધુ પ્રમાણ માં વિટામિન સી હોય છે.વિટામિન સી નુ સૌથી શ્રેષ્ઠ વાનસ્પતિક સ્ત્રોત છે .આમળા રસ માં નારંગી ના રસ કરતા 20 ગણું વધુ વિટામીન સી હોય છે .માંદા પડીએ ત્યારે આપણને નારંગી જયુસ પીવાની સલાહ આપવામાં આવે છે કેમકે વિટામીન સી હોય છે એમા અને વિટામીન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.-જરા પણ તીખુ ખાતા છાતી માં બળતરા ઉપડી જાય છે એટલે કે ભયંકર એસીડીટી ની તકલીફ હોય તે સવાર સાંજ એક એક ચમચો જેટલો સાકર સાથે પી જાય તો એસીડીટી માં ખુબજ લાભ થશે આમળા ખાટા હોવા છતા એસીડીટી માં લાભ કરે છે કારણકે આમળા નો વિપાક મધુર છે એટલે કે આમળા પચી જતા તેનો રસ મધુર થઈ જાય છે .એટલે આમળા એસીડીટી મા ફાયદેમંદ છે .-આંખ મા દાહ- બળતરા ,પિત્ત થી થતા માથા ના દુખાવા માં કપાળ પર લેપ કરવાથી લાભ થાય .
આજકાલના સમયમાં પોતાની ખાણીપીણીના કારણે લોકો અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા રહેતા હોય છે. નાની ઉંમરમાં જ લોકોને કમજોરી ઉપરાંત અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે અને લોકોના શરીરમાં વિટામિન તથા પ્રોટીનની ઉણપ સર્જાતી હોય છે અને આથી જ તેને અનેક પ્રકારના રોગ અને બીમારીઓ લાગુ પડી જતી હોય છે.
શરીરને જરૂૂરી એવા વિટામીન અને પ્રોટીન બધી જ વસ્તુઓ મળી રહે છે, અને આથી જ શરીરની કમજોરી પણ દૂર થઈ જાય છે, અને તમે કાયમી માટે સ્વસ્થ રહી શકો છો. જો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે આમળા નું સેવન કરવામાં આવે તો તમારી નાળમાં પણ રોગ રહેતો નથી.
આમળામાં એંટી ઓક્સીડેટિવ ક્ષમતાઓ હોવાને કારણે આ તમારી ત્વચાને વધતી વયના પ્રભાવોને દૂર રાખવામાં મદદરૂૂપ છે.
શરદી તાવમાં રાહત મળે છે.આમળામાં ઘણા બધા ઔષધીય ગુણ જોવા મળે છે. જેનાથી શરદી તાવ જેવી બીમારીઓ નિકટ નથી આવતી.
ગેસની સમસ્યા રાહત મળે છે.આજકાલ લોકો મોટાભાગે બહારનુ જમવાનુ જમે છે. જેવા કે જંક ફૂડ મસાલાવાળો ખોરાક જેનાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે. આમળાનુ જ્યુસ પીવાથી આ પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે. આમળામાં અનેક પ્રકારના શક્તિશાળી એંટી ઈફ્લેમેટરી અને એંટી-ઓક્સીડેંટ જોવા મળે છે. સાથે જ આ પેટના ટોક્સિક લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. જેનાથી પેટમાં થનારા દુ:ખાવો અને અન્ય સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો ફક્ત એક ગ્લાસ આમળાનું જ્યુસ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેના નિયમિત સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.
આજકાલના જમાનામાં ઘણા લોકો એવા હોય છે કે જે નાની ઉંમરે જ હૃદયને લગતી સમસ્યાઓથી પરેશાન હોય છે. પરંતુ જો આવા લોકો દરરોજ સવારમાં ખાલી પેટે આમળાના જ્યૂસનું સેવન કરે તો તેને હદયથી જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે.
કેન્સરથી રોકથામ
આમળામાં એંટી-ઑક્સીડેંટ, એંટી-ઈંફ્લેમેટરી, વિટામિન સી અને ઈમ્યૂનોમોડ્યૂલેટરી (શળળીક્ષજ્ઞળજ્ઞમીહફજ્ઞિિું) ના ગુણ જોવા મળે છે. તેના જ્યુસનુ નિયમિત સેવન આપણા શરીરને કેંસરથી બચાવવામાં મદદ કરે છે. હાડકાના રોગો માં પણ રાહત મળે છે.
આમળાના જ્યુસ ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જેમને હાડકાંને લગતી કોઈપણ જાતની સમસ્યા હોય અથવા તો તેના શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય અને તેના હાડકા મજબૂત બનાવવા હોય, તો તેવા લોકો માટે સવાર સવારમાં આમળા નું સેવન ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તો સવારમાં 11 વાગે ખાલી પેટે આમળાનું સેવન કરવામાં આવે તો તેનાથી તમારા હાડકા મજબૂત બની જાય છે, અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.
ઘણા લોકો ખૂબ નાની ઉંમરે કિડનીના રોગોથી પીડાતા હોય છે. જો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે આમળાનું સેવન કરવામાં આવે તો કોઈ પણ લોકોની કિડનીમાં રહેલા કોઈપણ જાતની સમસ્યા દૂર થઈ જાય છે, અને તેની કિડની વધુ કાર્યક્ષમ બની જાય છે. આથી સવાર સવારમાં 11 વાગે ભૂખ્યા પેટે આમળાના જ્યૂસનું સેવન ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ