Gujarat
અન્ડરસ્ટેન્ડ મેનોપોઝ: સંવેદનશીલ તબક્કાને સમજણથી સ્વીકારો
Published
2 months agoon
By
ગુજરાત મિરર
ડો.અમી મહેતા પ્રેક્ટિસની સાથે ઓબેસિટી પ્રિવેન્શન, એડોલન્સ હેલ્થ,મેન્સટ્રુઅલ હાઇજિન મેનેજમેન્ટ, પ્રેગ્નન્સી ગાઈડ, હેલ્ધી ડાયટરી, કેન્સર પ્રિવેન્શન, અન્ડરસ્ટેન્ડ મેનોપોઝ વગેરે સ્ત્રીના દરેક તબક્કા વિશે સેમિનાર કરે છે
રાજકોટ મેનોપોઝ સોસાયટીના પ્રમુખ ડો.અમી મહેતા રોગ આવે એ પહેલાં જ સતર્ક રહેવાનું જણાવે છે
30 વર્ષની એક યુવતી ડોક્ટર પાસે ચક્કરની તકલીફ લઈને આવે છે. એક ચાર વર્ષના બાળક અને એક તાજા જન્મેલા બાળકની આ માતાને તપાસતા બ્રેસ્ટમાં ગાંઠ જોવા મળી અને ત્યારબાદ તેની બાયોપ્સી કરાતા તે કેન્સરની ગાંઠ ડિટેક્ટ થઈ હતી. ડોક્ટરને પણ આશ્ચર્ય થાય છે અને આટલી યુવા વયની મહિલાને કેન્સરની તકલીફ જાણી દુ:ખ પણ થાય છે. આ કિસ્સો જણાવતા રાજકોટ મેનોપોઝ સોસાયટીના પ્રમુખ અને જાણીતા ગાયનેક ડો.અમી મહેતા જણાવે છે કે 40 કે 45 ની ઉંમર પછી નિયમિત રીતે હેલ્થ ચેક અપ કરાવતું રહેવું જરૂરી છે. અત્યાર સુધીમાં તેઓએ શાળા,કોલેજો,અનેક સંસ્થાઓમાં હેલ્થ અવેરનેસના એક હજારથી વધુ કાર્યક્રમો આપ્યા છે.આજે પણ તેઓ પ્રિવેન્ટિવ હેલ્થ એટલે કે ‘પાણી પહેલા પાળ બાંધવી’ કે ‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર’માં મક્કમપણે માને છે.
અમી બેનનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો. નાનપણમાં 17 જણાના સંયુક્ત પરિવારમાં રહેતા હતા.આર્થિક સ્થિતિ ખૂબ સારી કહી શકાય એવી ન હતી પણ પરિવારમાં સંપ અને સમજણ ખૂબ હતા.પોતાના મામા,જે ડોક્ટર હતા તેમને જોઈને પોતે ડોક્ટર બનવાનું મનોમન નક્કી કર્યું હતું.નાના પણ ટીચર હતા. માતા પણ ખૂબ જ ભણેલા હતા જેના કારણે દીકરો હોય કે દીકરી દરેકને ભણવાની સવલત પૂરી પાડવામાં આવી હતી.ત્રણ ભાઈ બહેનમાં અમી બહેનનું ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈને નાના એ આર્થિક મદદ કરી તેમ જ માતાએ પ્રોત્સાહન પૂરું પાડ્યું.અને ગાયનેકનો અભ્યાસ જામનગરમાં કર્યા બાદ લેપ્રોસ્કોપી સર્જન ડો.યોગેશ મહેતા સાથે પરણ્યા.લગ્ન પછી પણ તેઓનો સંયુક્ત પરિવાર હતો છતાં સાસુ સસરા દરેકનો ખૂબ જ સપોર્ટ હતો.એક સમયે પોતાના માતા, પિતા, સાસુ-સસરા અને મોટા સસરા એમ પાંચ વડીલોની જવાબદારી પણ હસ્તે મુખે નિભાવી હતી.દરેકને કંઈ ને કંઈ હેલ્થ પ્રોબ્લેમ હતા છતાં ખૂબ સરસ રીતે સંભાળ લીધી. રાજકોટમાં આવ્યા ત્યારે શરૂઆતના ચારેક વર્ષ દસા શ્રીમાળીમાં કામ કર્યા બાદ પોતાની આસ્થા હોસ્પિટલની શરૂૂઆત કરી.છેલ્લા 27 વર્ષથી કાર્યરત આસ્થા હોસ્પિટલમાં આજે બીજી પેઢી પણ અમી બેન પાસે આવે છે.પોતાની પ્રેક્ટિસ સાથે સાથે તેઓ ઓબેસિટી પ્રિવેન્શન, એડોલન્સ હેલ્થ, મેન્સટ્રુઅલ હાઇજિન મેનેજમેન્ટ,પ્રેગ્નન્સી ગાઈડ, હેલ્ધી ડાયટરી હેબિટ, એક્સરસાઇઝ ફોર ઓલ એઈજ ગ્રૂપ,કેન્સર પ્રિવેન્શન, અન્ડર સ્ટેન્ડ મેનોપોઝ વગેરે સ્ત્રીના દરેક તબક્કા વિશે સેમિનાર કર્યા.અમુક સમયે ફ્રી પેપસ્મિયર કેમ્પ અને મેમોગ્રાફી કેમ્પ પણ કર્યા છે. હાલ રોટરી ક્લબ સાથે મેન્સ્ટ્રુઅલ હાઈજીન મેનેજમેન્ટ વિષયને લઈને 20 જણાનું ગ્રૂપ અવેરનેસ પ્રોગ્રામ કરે છે શાળા કોલેજો દરેક જગ્યાએ તેઓ જાય છે અને સમજણ આપે છે. પબ્લિક અવેરનેસ માટે પણ તેમને એવોર્ડ મળ્યા છે આંતરરાષ્ટ્રીય કક્ષાના પણ એવોર્ડ મળ્યા છે પરંતુ અમી બેન નું માનવું છે કે તમે જીવનના એક તબક્કે પહોંચો પછી એવોર્ડનું મહત્ત્વ વધારે રહેતું નથી. આજે અનેક સેમિનાર તેઓ લે છે તેમાંથી પાંચ કે પચીસ બહેનો તેમની વાત સાંભળી અને એ પ્રમાણે અનુસરણ કરે એ તેમના માટે એવોર્ડ કમ નથી.તેમનું સ્વપ્ન એ છે કે દરેક સ્ત્રી પોતાના શરીર વિશે જાણકારી મેળવી અને પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરાવે. પોતાની તંદુરસ્તી જાળવે તથા નિયમિત રીતે ડાયટ, એક્સરસાઇઝ અપનાવે.
શરીરને ભાવતું નહીં,ફાવતું જમો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે 40 વર્ષ બાદ હેલ્થ ચેકઅપ નિયમિત રીતે કરાવો. પોતાના શોખને ડેવલપ કરો. મનગમતા લોકોને મળો.અત્યાર સુધી ભાવતું જમ્યા હવે શરીરને ફાવતું જમો.યોગ અને કસરતને જીવનનો ભાગ બનાવી લો.
પતિ ડો.યોગેશ મહેતા જે લેપ્રોસ્કોપિક સર્જન છે, પુત્ર નિસર્ગ મહેતા અમેરિકામાં ગેસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ સર્જન અને રોબોટિક સર્જરી કરે છે સાથે છે પુત્રવધૂ શૈલજા
રાજકોટ મેનોપોઝ સોસાયટીની સુંદર કામગીરી
રાજકોટ મેનોપોઝ સોસાયટી 2012થી કાર્યરત છે જેમાં હાલ ડો. અમી મહેતા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે. ઇન્ડિયન મેનોપોઝ સોસાયટીની શાખા રૂપે દેશમાં 25 જગ્યાએ સોસાયટી કાર્યરત છે જેમાં ગુજરાતમાં અમદાવાદ વડોદરા ભરૂચ, સુરત અને રાજકોટમાં કાર્યરત છે જેમાં ગાયનેક, ફિઝિયોથેરાપિસ્ટ,ડાયેટિશિયન,સોશિયલ વર્કર બધા જ મળીને 100 જેટલા સભ્યો છે. સામાન્ય રીતે આપણે ત્યાં 47થી 52 વર્ષે મેનોપોઝની એઈજ છે જેમાં ફક્ત ગાયનેક નહીં પરંતુ હાડકાં માટે ઓર્થોપેડિકની જરૂર પડે,હૃદય માટે ફિઝિશિયનની જરૂર પડે,કસરત માટે ફિઝિયોથેરાપિસ્ટની જરૂર પડે જેથી કરીને દરેક નિષ્ણાત ડોક્ટરો અહીં કાર્યરત છે.આ સોસાયટી બે પ્રકારે કાર્ય કરે છે પોતાના નોલેજ માટે કોન્ફરન્સ તેમજ પબ્લિક અવેરનેસ માટે જુદી જુદી જગ્યાએ સેમિનાર કરે છે. મેનોપોઝમાં દરેકને જુદી જુદી તકલીફ થતી હોય છે દરેકને દવાની જ જરૂર હોય એવું નથી તેની સાથે જે અન્ય પ્રશ્નો ઊભા થાય તે દરેક માટે તેઓ કાર્યરત હોય છે. બ્રેસ્ટ માટે પણ મહિલાઓને અવેર કરે છે જાતે ચેકઅપ કઈ રીતે કરાય તે શીખવે છે અને મેનોપોઝમાં કઈ કઈ જાતના લક્ષણો હોય છે તે સમજાવી અને ક્યારેક સાઇક્યિાની જરૂર પડે તો તેમને પણ ક્ધસલ્ટ કરવા સમજાવે છે.
હોસ્પિટલનો સ્ટાફ એ જ પરિવાર
છેલ્લા 27 વર્ષથી પોતાની આસ્થા હોસ્પિટલ સંભાળતા ડો.અમીબેન જણાવે છે કે પરિવારની સાથે સાથે મારો હોસ્પિટલનો સ્ટાફ પણ ખૂબ જ સપોર્ટિંવ છે. તેઓ સ્ટાફમાં દર છ મહિને કંઈક ને કંઈક કાર્યક્રમ યોજે છે. બહાર જમવા જાય, હાઉસીનો કાર્યક્રમ કે પછી ગરબાના કાર્યક્રમનું આયોજન કરે છે. વુમન્સ ડેમાં ગિફ્ટ આપે છે.તહેવારો પણ સાથે મળીને ઉજવે છે.સ્ટાફના લોકોને એકસ્ટ્રા ઇન્કમ થાય એ માટે પણ તેઓ પ્રયત્નો કરે છે.
You may like
Breaking News
પૂર્વી લદાખમાં ભારતે ૬૫માંથી ૨૬ પેટ્રોલિંગ પોઇન્ટ ગુમાવી દીધા:સિનિયર પોલીસ અધિકારીનો ઘટાસ્ફોટ
Published
9 hours agoon
January 26, 2023By
ગુજરાત મિરર
લદ્દાખના એક સીનિયર પોલીસ અધઇકારી પીડી નિત્યાએ એક રિપોર્ટમાં કહ્યુ હતુ કે “વર્તમાનમાં કારાકોરમ દર્રાથી ચુમુર સુધી 65 પીપી (પેટ્રોલિંગ પોઇન્ટ) છે, જેમાં આઇએસએફ (ભારતીય સુરક્ષા દળ) દ્વારા નિયમિત રીતે પેટ્રોલિંગ કરવામાં આવે છે પરંતુ 65 પીપીમાંથી 26 પીપીમાં અમારી હાજરી સમાપ્ત થઇ ગઇ છે. 5-17,24-32,37 પર ભારતીય સુરક્ષા દળો દ્વારા કોઇ પેટ્રોલિંગ ના કરવાને કારણે હાજરી સમાપ્ત થઇ છે.”
રિપોર્ટ ગત અઠવાડિયે દિલ્હીમાં દેશના ટોચના પોલીસ અધિકારીઓના વાર્ષિક સમ્મેલનમાં દાખલ કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ભાગ લીધો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે બાદમાં ચીન અમને આ તથ્યને સ્વીકાર કરવા માટે મજબૂર કરશે કે આ વિસ્તારમાં લાંબા સમયથી આઇએસએફ અથવા ભારતીય નાગરિકોની હાજરી જોવા નથી મળી. ચીની આ વિસ્તારમાં હાજર હતા જેના કારણે આઇએસએફના નિયંત્રણ ધરાવતી સીમામાં બદલાવ થઇ જશે. ભારતીય પક્ષ તરફથી આવા તમામ પૉકેટ્સ પાસે બફર ઝોન બનાવવામાં આવે છે. ભારતનો આ વિસ્તાર પર નિયંત્રણ સમાપ્ત થઇ જશે.
જોકે ,સંરક્ષણ મંત્રાલયે આ વાતનું ખંડન કર્યુ છે અને જણાવ્યું છે કે ભારતે પૂર્વી લદ્દાખમાં પોતાની જમીનનો કોઇ પણ ભાગ ગુમાવ્યો નથી. સેના તરફથી કહેવામાં આવ્યુ કે વિવાદિત વિસ્તારમાં ભારતે કોઇ જમીન ગુમાવી નથી. કેટલાક વિસ્તાર પર જરૂર બન્ને પક્ષનું પેટ્રોલિંગ રોકવામાં આવ્યુ છે પરંતુ આવા વિસ્તારમાં આપણી ટેકનિકલ હાજરી એટલી જ છે જેટલી ચીની સેનાની છે. સેના તરફથી નિવેદન તે સમાચાર પછી સામે આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતે પૂર્વી લદ્દાખમાં 65માંથી 26 પેટ્રોલિંગ પોઇન્ટ સુધી પોતાની પહોચ ગુમાવી દીધી છે.
Breaking News
ધ્રોલ ભુચરમોરી ખાતે જિલ્લા કક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી..
Published
9 hours agoon
January 26, 2023By
Jamnagar
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઇ તેમજ વિવિધ વિભાગના 13 ટેબ્લો પ્રદર્શિત કરાયા: વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ જામનગર જિલ્લાના વ્યક્તિઓ/સંસ્થાઓનું સન્માન કરાયું.
(DEEPAK THUMMAR)
જામનગર, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાના 74માં પ્રજાસતાક પર્વની ઉજવણી ધ્રોલ ભુચરમોરી ખાતે કરવામાં આવી હતી. મંત્રીના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ મંત્રીએ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રજાસતાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં મહામૂલું પ્રદાન કરનારા સન્માનનીય સ્વાતંત્ર્ય સેનાનીઓ, પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા નેતાઓ અને અનેક લોકોના બલિદાનો પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા આજથી 73 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આજે ભારતના બંધારણની 74મી જયંતિ છે.
મંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં જી-20 સમિટ યોજાવાથી ગુજરાતનાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. જામનગર જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે અને ઉદ્યોગોના વધુ વિકાસ થકી જિલ્લામાં પણ રોજગારીની વધુ તકો સર્જાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી જામનગર જિલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જામનગરની મુલાકાત લઈ જિલ્લાને રૂ.૧૪૪૮ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. રૂ.૩૯.૨૪ કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.૨૪.૭૪ કરોડના ખર્ચે મોરબી-માળીયા-જોડિયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.૧૦૭ કરોડના ખર્ચે તૈયાર થનારા લાલપુર બાયપાસ ઓવરબ્રિજ તથા હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રિજ, રૂ. ૫૬ કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પમ્પીંગ મશીનરી રીફરબીશ વર્ક સહિતના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
છોટીકાશી તરીકે પ્રચલિત જામનગર જિલ્લો કચ્છના અખાતને જોડતો વિશાળ સમુદ્ર તટ ધરાવે છે. અહીં બાંધણી ઉધોગ, બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમજ પેટ્રો કેમિકલ્સ જેવી મહાકાય રીફાઇનરી, વિન્ડ ફાર્મ અને રાષ્ટ્રીય પક્ષી અભ્યારણ તેમજ વિવિધ હેરીટેજ ધરાવતો જિલ્લો ગૌરવ સમાન છે.
આજ આપણે જે જગ્યા પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ એ ધ્રોલના સર્વાંગી વિકાસ માટે પણ રાજ્ય સરકારે અનેક વિકાસકામો મંજૂર કર્યા છે. જેમાં ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં દરેક ઘરને રોજ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારની નલ સે જલ યોજના હેઠળ રૂ.૮.૮૮ કરોડના પ્રોજેક્ટ હેઠળના કામો હાલ પ્રગતિ હેઠળ છે. જેમાં બે પાણીની ઉચી ટાંકી, બે અંડર ગ્રાઉન્ડ સંપ, ૭.૨ કિ.મી. મેઈન લાઈન, ૭.૨ કિ.મી. ઘર જોડાણ માટેની પેટા લાઈનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં બગીચાના નવીનીકરણ માટે સરકારની આગવી ઓળખ યોજના હેઠળ શહેરમાં આવેલ કમલા નેહરૂ પાર્કમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે રૂ.૩.૪૬/- કરોડની મંજૂરી મળેલ છે. જેનું કામ આગામી સમયમાં શરૂ થનાર છે. આ એમ્યુઝમેન્ટ બિલ્ડીંગમાં બાળકોના રમત-ગમતના વિવિધ સાધનો, આઉટ ડોર તથા ઇન્ડોર જીમ અને વોકિંગ ઝોન તેમજ ગાર્ડનની સુવિધા ઉપલબ્ધ હશે.
માત્ર હાલાર પંથકમાં જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં જી.જી. હોસ્પીટલનું અનેરૂ યોગદાન રહ્યુ છે. જામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજમાં ચાલુ વર્ષે તા. ૦૬-૦૮-૨૦૨૨નાં રોજ સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવા મેડીકલ એજ્યુકેશન અંતર્ગત રીજીઓનલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી. જેમાં વિવધ તબીબી શિક્ષકોને ટ્રેઈનીંગ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સંસ્થા ખાતે જનીનિક બીમારીઓની તપાસ અર્થે મલ્ટી ડીસીપ્લીનરી રીસર્ચ યુનિટ અંતર્ગત સોરાષ્ટ્રમાં સરકારી મેડીકલ કોલેજમાં પ્રથમ એવી જેનેટિક લેબની પણ શરૂઆત કરવામાં આવી છે. જેનો લાભ સોરાષ્ટ્રની જનતાને મળી રહેશે.
વર્ષ ૨૦૨૨માં જી.જી. સરકારી હોસ્પિટલ, જામનગરને એન્ટ્રી લેવલ NABH સર્ટીફીકેટ મળેલ છે. હોસ્પિટલના લેબર રૂમ અને મેટરનીટી ઓ.ટી.પણ લક્ષ્ય સર્ટિફાઈડ છે. તેમજ અહીની બ્લડ બેંક વર્ષ ૨૦૧૨ થી NABH સર્ટિફાઈડ છે. તથા ત્રણ લેબોરેટરીઓ વર્ષ ૨૦૧૫ થી NABL સર્ટીફાઈડ છે. માં તથા માં વાત્સલ્ય અને PMJAY યોજના હેઠળ જામનગર જીલ્લામાં સૌથી વધુ દર્દીઓને લાભ જી.જી.સરકારી હોસ્પિટલ ખાતેથી આપવામાં આવે છે. કોવિડ મહામારીમાં દર્દીઓને સારવાર મળી રહે તે માટે તબ્બકા વાર એક પછી એક બિલ્ડીંગને કોવીડ દર્દીઓ માટેની બિલ્ડીંગમાં રૂપાંતર કરી એક સાથે ૨૦૦૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં જામનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ જીલ્લાનાં દર્દીઓ સારવાર માટે આવેલા હતા.
જામનગર જિલ્લામાં ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત, દ્વારા વિવિધ કૃષિ વિષયક સહાય યોજનાઓમાં કુલ ૨૭૫૩ લાખની જોગવાઈ સામે ૧૦૮૫ લાખની કામગીરી ડીસેમ્બર-૨૦૨૨ અંતિત હાંસલ કરવામાં આવી. ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ૩૪ લાભાર્થીઓને રૂ.૬૭ લાખની અકસ્માત મૃત્યુ સહાય ચુકવવામાં આવી, કૃષિ યાંત્રિકરણ માટે ૯૧૧ ટ્રેક્ટર તથા ૪૫૨ જેટલા વિવિધ કૃષિયંત્રો માટે કુલ રૂ.૬૦૦.૩૮ લાખની સહાય ડીસેમ્બર-૨૦૨૨ અંતિત સહાય આપવામાં આપવામાં આવી છે.
જામનગર જિલ્લામાં કૃષિ સહાય પેકેજ અંતર્ગત ૧૯૮૩ અરજીઓ આવેલ છે. જે પૈકી ૧૯૭૮ વેરીફિકેશન થયેલ જે પૈકી ખેડૂતોને કુલ ૨,૧૩,૯૩,૮૬૧ રૂ. ની સહાય આપવામાં આવી અને હજુ પણ સહાય ચુકવવાની કામગીરી હાલમાં ચાલુ છે.
તાજેતરમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્રારા સૌની યોજના લીંક-૧ પેકેજ-૫ તથા લીંક-૨ પેકેજ-૭ નું લોકાર્પણ કરવામાં આવેલ જેના થકી જામનગર જિલ્લાના ૧૧ જળાશયોને નર્મદાના પાણીથી ભરી શકાશે તથા ૩૬ હજારથી વધુ એકર જમીનને સિંચાઈ તેમજ પીવાના પાણીનો લાભ થશે.
પીજીવીસીએલ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતી મળી રહે તે માટે, ખેતીવાડી વિજળીકરણ યોજના અંતર્ગત ૩૦૪૬ નવા ખેતીવાડી વિજ જોડાણો અંદાજીત રૂ. ૪૬૦૭.૨૧ લાખના ખર્ચે હાલ સુધીમાં આપવામાં આવેલ છે.
જામનગર જીલ્લાના ૧૦૦% રેવન્યુ ગામો ડામર રસ્તાઓથી જોડાયેલ છે. પંચાયત માર્ગ અને મકાન, વિભાગ જામનગર હેઠળ મુખ્ય જિલ્લા માર્ગ, અન્ય જિલ્લા માર્ગ, ગ્રામ્ય માર્ગ તથા નોન પ્લાન કક્ષાના કુલ ૧૬૬૨.૨૫ કિ.મી ડામર રસ્તાઓ છે. વર્ષ ૨૦૨૨ માં જિલ્લાના ૨૬૧ કિ.મી. રસ્તા ઉપર રીકાર્પેટીંગની કામગીરી કરેલ છે.
કોરોનાના કારણે જ્યારે લોકો બેરોજગાર બન્યા ત્યારે મનરેગા યોજના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ. આ યોજના થકી લોકોને પોતાના ગામમાં જ રોજગારી મળી જેના કારણે લોકોને આવા કપરા સમયમાં આ યોજના થકી ખૂબ સધિયારો મળ્યો. આ યોજના હેઠળ જામનગર જિલ્લામાં કુલ ૪૯,૫૯૭ કુટુંબોને જોબકાર્ડ ઈસ્યુ કરી ૧૮,૭૫૮ શ્રમિકોને રોજગારી આપવામાં આવી. જિલ્લામાં ગત વર્ષે ૧૯૭૬ કામો હાથ ધરી ૫.૨૮ લાખ માનવદિનની રોજગારી આપવામાં આવી. મનરેગા અંતર્ગત ૪૪,૦૪૯ શ્રમિકોનું આધાર સિડિંગ કરી ૧૦૦% સિદ્ધિ હાંસલ કરેલ છે.
જામનગર ખાતે જિલ્લાકક્ષાએ રોજગાર એપ્રેન્ટિસ પત્રો તેમજ ઈ-શ્રમ કાર્ડના વિતરણ કરાયા હતા. જેમાં રાજ્ય સરકાર દ્વારા ૧૨૨૬ યુવાનોને ખાનગીક્ષેત્રે પ્લેસમેન્ટ આપવામાં આવેલ છે. યુવાનોને રોજગારી આપવા માટે ઓનલાઈન તથા ઓફલાઈન કુલ ૫૪ ભરતીમેળાઓ કરીને શહેરી વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોએ ખાનગી તેમજ સરકારી ક્ષેત્ર મળી કુલ ૭૦૦૦ યુવાઓને રોજગારી આપીને ૧૦૦% સિદ્ધિ મેળવેલ છે. સરકારના સતત પ્રયાસોથી જામનગર જિલ્લો વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યો છે. (તસવીર: પ્રિયંકા પટેલ)
Breaking News
અદાણીની એન્ટ્રી…?!: ગ્લોબલ જામનગરને વધુ એક મોરપિચ્છ લાગશે…!
Published
23 hours agoon
January 25, 2023By
Jamnagar
કચ્છના કાંઠે ખાનગી પોર્ટ મુન્દ્રાની બેનમૂન સફળતા પછી હવે અદાણીની નજર સૌરાષ્ટ્રના સાગરકાંઠા પર: સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયાકિનારો જામનગર ધરાવે છે : જામનગર દાયકાઓથી ગ્લોબલ બિઝનેસની હથરોટી ધરાવે છે : જામનગરના દરિયાકાંઠે અદાણી પોર્ટ પાર્ટ-2 બનવાની સંભાવનાઓની છેલ્લાં ત્રણ મહિનાથી વ્યાપક ચર્ચા : જામનગરમાં પાછલા ત્રણ મહિનામાં બે ટોપ ક્લાસ બેઠકો યોજાઇ હોવાની માહિતી શહેરમાં ઘૂમી રહી છે..
[Deepak Thummar]
જામનગર, બ્રાસસીટી તરીકે જાણીતું જામનગર દાયકાઓથી ગ્લોબલ બિઝનેસ કરે છે, આ ઉપરાંત જામનગરના દરિયાકાંઠે વિશ્ર્વની બે નોંધપાત્ર રિફાઇનરીઓની કામગીરીને કારણે ગ્લોબલ સ્તરે તોતિંગ ઓઇલ ટેન્કરોની આવન-જાવન રહી છે, આ ઉપરાંત અદાણી ગ્રુપ કચ્છના મુંદ્રામાં ખાનગી પોર્ટ બિઝનેસમાં અદ્દભૂત સફળતા મેળવી ચૂક્યા પછી હવે સમગ્ર ગુજરાતનો દરિયાકિનારો હાંસલ કરવા હાલ તેની નજર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જામનગરના સાગરકાંઠા પર હોવાનું અત્યંત આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
જામનગરમાં ગત દિવાળીથી એવી ચર્ચા શરુ થઇ છે કે, અંબાણીની રિલાયન્સ રિફાઇનરી અને રશિયન સરકારની જગવિખ્યાત નયારા કંપની પછી હવે જામનગરની ગ્લોબલ ઇમેજમાં અદાણી નામનું વધુ એક મોરપિચ્છ ઉમેરાવા જઇ રહ્યું હોવાનું અત્યંત વિશ્ર્વસનીય સુત્રો જણાવી રહ્યા છે, જો કે, આ અંગેની હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત અદાણી જૂથ દ્વારા કોઇપણ પ્લેટફોર્મ પર કરવામાં આવી નથી, પરંતુ વર્તુળોમાં અને શહેરના ચોક્કસ જાણકાર લોકોમાં થઇ રહેલી ચર્ચા પ્રમાણે જામનગરનો સાગરકાંઠો ગૌત્તમ અદાણીને પસંદ પડ્યો હોવાનું કહેવાય છે, દેશના 22 રાજ્યોમાં પોતાના વિશાળ બિઝનેસનું સામ્રાજ્ય ધરાવતું અદાણી જુથ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતનો સમગ્ર સાગરકાંઠો હાંસલ કરીને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ગ્લોબલ બિજનેસમાં ભવિષ્યમાં મુખ્ય ધરી બનવાની ખેવના ધરાવી રહ્યું હોવાનું સુત્રો જણાવે છે.
જાણકારો તો ત્યાં સુધી છેલ્લા કેટલાંક દિવસોથી ચર્ચા કરી રહ્યા છે કે, તાજેતરમાં વડાપ્રધાને જામનગરની બે વખત ઉપરાઉપરી લીધેલી મુલાકાતનો એકાદ છેડો અદાણીની જામનગરમાં સંભવિત એન્ટ્રી સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે, ઉપરાંત એવું પણ જાણવા મળે છે કે, જામનગરના દરિયાકાંઠે ભૂતકાળમાં જે જમીન સ્ટેટ હસ્તક હતી તે જમીનો પૈકીની એક વિશાળ અને મોકાની તથા દરિયાના પાણીને સ્પર્શ કરતી જમીન પર ગૌત્તમ અદાણીનો ડોળો ઠર્યો છે, આ ઉપરાંત અન્ય એક સર્કલમાંથી વ્હેતી થયેલી વાત પ્રમાણે વડાપ્રધાનની જામનગરની છેલ્લી મુલાકાત બાદ જામનગરના દરિયાકાંઠે અંદાજે 2700 થી 2900 કરોડની માનવામાં આવતી એક વિશાળ જમીનનો અદાણીએ જામનગરમાં સોદો કર્યો હોવાની પણ વ્યાપક ચર્ચા છે, જો કે, પુષ્કળ છાનબીન છતાં આ અંગે હજુ સુધીમાં રેકર્ડ પર કાંઇ નોંધાયું હોય એવું ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ શહેરના જે પ્રકારના સર્કલમાં આ આખી ચર્ચાઓ શરુ થઇ છે અને આગળ વધી રહી છે તે દર્શાવે છે કે, અંબાણીનું લાડલું જામનગર આગામી સમયમાં અદાણીનું પણ ફેવરીટ બનવાની સંભાવનાઓ પૂરેપૂરી છે.
અદાણીની સફરના ત્રણ મહત્વના પડાવ…
અદાણી જૂથના મોભી ગૌત્તમ અદાણી સફળ બિઝનેસમેન છે અને કોઇપણ પક્ષની સરકારમાં તેઓ પોતાના સામ્રાજ્યને આગળ વધારવામાં પાવરધા પૂરવાર થયા છે, ભૂતકાળની વાત કરીએ તો, 1985 ની સાલમાં સ્વ. રાજીવ ગાંધીની સરકારે જ્યારે નવી આયાત નિતિ અમલમાં મૂકી ત્યારે અદાણી જૂથે તેનો ભરપૂર લાભ લીધો હતો, ત્યારપછી 1991-92 ના અરસામાં વિચક્ષણ સદ્દગત પ્રધાનમંત્રી પી.વી. નરસિંહરાવ અને તેઓના નાણાંમંત્રી ડો. મનમોહનસિંઘના કાર્યકાળમાં જ્યારે સમગ્ર દેશના અર્થતંત્રને ઉદારીકરણ અને વૈશ્ર્વિકરણ તથા ખાનગીકરણની અદ્દભૂત ચાવીઓથી ખોલવામાં આવ્યું ત્યારે પણ અદાણી જુથે પોતાના બિઝનેસમાં મોટો જમ્પ લીધો હતો, ત્યારપછી ગુજરાતમાં મોદી સરકારના શાસનકાળમાં પણ ગૌત્તમ અદાણીનું બિઝનેસ સામ્રાજ્ય કૂદકેને ભૂસકે આગળ વધ્યું હતું, અને વધી રહ્યું છે.
અદાણી જૂથની બિઝનેસ પોલીસી એ રહી છે કે, કોઇપણ પ્રોજેક્ટનો પ્રારંભ કરતાં પહેલાં ટેન્ડર સહિતની વિધિઓ સાથે બોલી બોલ્યા બાદ તેઓ પોતાના પ્રોજેક્ટમાં આગળ વધે છે, પછી તે પ્રોજેક્ટ ખાણ કામનો હોય કે, એરપોર્ટનો અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હોય કે અન્ય કોઇ… ઘણાં લોકો એવો પ્રચાર કરે છે કે, વર્તમાન વડાપ્રધાનનું અદાણી જૂથને બેકીંગ છે, તે અંગે ગૌત્તમ અદાણીએ આલોચકોને સ્પષ્ટ જણાવ્યું છે કે, ગુજરાત ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સ્ટેટ છે, એવી વડાપ્રધાનની સ્ટ્રેટેજી અમારા જૂથને પણ ખૂબજ પસંદ છે.
એડિટર ની ચોઈસ

પદ્મ પુરસ્કાર 2023: 25 લોકોને પદ્મશ્રી,દિલીપ મહાલનાબીસને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવજ્યા

અમદાવાદ : કાલુપુર અને ગીતામંદિર રેલ્વે સ્ટેશનમાં કાલે પ્રજાસત્તાક પર્વ પર બ્લાસ્ટની ધમકી,નનામી પત્ર મળ્યો

પ્રજાસત્તાક દિવસ પર સુપ્રીમકોર્ટની ભેટ, 22 ભાષાઓમાં 1000થી વધુ ચુકાદાઓ જાહેર કરશે

ભારત વિશ્વમંચ પર આત્મવિશ્વાસ ધરાવતું રાષ્ટ્ર ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન

યુવાનો દેશની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે,પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ PM મોદી યુવાનોને મળ્યા

કોરોનાનો સામનો કરવા માટે ત્રણ રસી લીધી હોય તો રસીના ચોથા ડોઝની જરૂર નથી, ICMR પૂર્વ વડાનું નિવેદન
ગુજરાત

ભારત વિશ્વમંચ પર આત્મવિશ્વાસ ધરાવતું રાષ્ટ્ર ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન

યુવાનો દેશની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે,પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ PM મોદી યુવાનોને મળ્યા

કોરોનાનો સામનો કરવા માટે ત્રણ રસી લીધી હોય તો રસીના ચોથા ડોઝની જરૂર નથી, ICMR પૂર્વ વડાનું નિવેદન
રીબડા ચોકડી પાસે RTO એજન્ટનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પ્રેમના વાયરા ફૂંકાયા : રાજકોટમાંથી બે સગીરા નાસી છૂટી
ઈકોમાં બેસાડી ઊલટીનું બહાનું કાઢી રેલવે કર્મચારીના 75 હજાર સેરવી લેનાર બેલડી ઝબ્બે
સ્પોર્ટસ
રીબડા ચોકડી પાસે RTO એજન્ટનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પ્રેમના વાયરા ફૂંકાયા : રાજકોટમાંથી બે સગીરા નાસી છૂટી
ઈકોમાં બેસાડી ઊલટીનું બહાનું કાઢી રેલવે કર્મચારીના 75 હજાર સેરવી લેનાર બેલડી ઝબ્બે

ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપમાં લોલંલોલ : 1.84 લાખની કિંમતની 45 બેટરી ચોરાઈ

શ્રીનાથજી પાર્કમાં પીડબલ્યુડીના નિવૃત્ત કર્મચારી અને સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધનું બેભાન હાલતમાં મોત
