મોઝરેલા અનિયન રીંગઝ

  • મોઝરેલા અનિયન રીંગઝ
    મોઝરેલા અનિયન રીંગઝ


(9 થી 1ર બનશે)
સામગ્રી:
ર મોટા સફેદ કાંદા (લાલ ચાલે)
3 થી 4 મોઝરેલા ચીઝ સ્લાઇસ
ર કપ મેંદો
ર કપ બ્રેડ ક્રમ્બસ
સ્વાદ અનુસાર મીઠું, મરી
ડિપિંગ માટે - મરીનારા અથવા ટમેટો કેચપ
પધ્ધતિ:
કાંદાને છોલી તેની 1 સેન્ટીમીટર પહોળા ગોળ પતિકા કરવા અને તેને હાથથી છુટા
મોટી કાંદાની રીંગમાં તેનાથી નાની રીંગ મૂકી તે બંને રીંગની વચ્ચેની જગ્યામાં ચીઝની પટ્ટીઓ મુકવી. આવી રીતે બધી રીંગ્ઝ તૈયાર કરી દેવી.
આ તૈયાર કરેલી રીંગ્ઝને ફ્રીઝમાં એક કલાક માટે ઠંડી કરવા મુકવી.
મેંદામાં મીઠું અને મરી પાઉડર અને પાણી નાખીને સ્લરી બનાવવી.
એક બાજુ સ્લરી અને બીજી બાજુ બ્રેડ કમ્બઝ રાખવા.
રિંગ્ઝ એકવાર સ્લરીમાં બોળી, બ્રેડકમ્બઝમાં રગદોળી ફરી આ ક્રિયા રિપિટ કરવી. (ડબલ કોટીંગ)
તેલ ગરમ મુકી, ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા ગરમ ગરમ સર્વ કરવા. (સોસ સાથે)
વેરીએશન
જૈન બનાવવા અનીઅનની બદલે કેપ્સીકમ રીંગ બનાવી શકાય.
- વૈશાલી શાહ