વેજી. લોલીપોપ

  • વેજી. લોલીપોપ
    વેજી. લોલીપોપ

સામગ્રી:
ર - મોટા બટાકા બાફેલા - છાલ કાઢી મેશ કરવા.
1 - કપ ઝીણાં સમારેલા મિકસ વેજી.
ર - ટેબલ સ્પુન કોર્નફલોર
ર - ટેબલ સ્પુન આદુ, મરચાં, લસણની પેસ્ટ મરી અને મીઠું ટેસ્ટ મુજબ
તળવા માટે તેલ.
બટાકા બાફી છોલીને મેશ કરવા.
તેમાં ઝીણા સમારેલ વેજીઝ મિકસ કરવા.
તેમાં બાકીની બધી વસ્તુ મિકસ કરી બરાબર હલાવી મિડિયમ સાઇઝના બોલ બનાવવા.
તેલ ગરમ મુકી તેને તળી લેવા. (શેલો ફ્રાય પણ કરી શકાય) અને પેપર નેપકીન ઉપર ઢાકી લેવા.
તેમાં બ્રેડ સ્ટીક અથવા લોલીપોપ સ્ટીક ખોસી સર્વ કરવા
ડિપિંગ સોસ
1 ટી સ્પુન ચીલી ફલેકસ
ર થી 3 લસણની કળી
4 ટેબલ સ્પુન ટમેટો કેચપ
ર ટેબલ સ્પુન સોયા સોસ
ર ટી સ્પુન ઓઇલ
1 ટી સ્પુન શુગર
1/4 કપ પાણી
પધ્ધતિ:
એક કડાઇમાં તેલ ગરમ મુકી, તેમાં ક્રશ્ડ લસણ સાંતળવું.
તેમાં બાકીની બધી વસ્તુ નાખી, થોડું ઘટ થાય ત્યાં સુધી રાંધવું.
એક પ્લેટમાં લોલીપોપ્સ ગોઠવી તેના પર લીલા કાંદાથી ગાર્નિશ કરવા. વાટકામાં ડિપિંગ સોસ મુકી સર્વ કરવું.
વેરીએશન
જૈન લોલીપોપ બનાવવા બટાટાની બદલે કાચા કેળાનો ઉપયોગ થઇ શકે છે અને પેસ્ટમાં ખાલી આદુ મરચા વાપરી શકાય.
સોસમાં પણ જૈન બનાવતી વખતે લસણનો ઉપયોગ ટાળવો.

« Previous Next »