કોકટેલ ઈડલી ટિક્કા

  • કોકટેલ ઈડલી ટિક્કા
    કોકટેલ ઈડલી ટિક્કા

સામગ્રી
ઘાટુ દહીં-200 ગ્રામ
15 પીસ કોઈન ઈડલી
કેપ્સીકમ-1 નંગ મોટુ
આદુ-1 ટે.સ્પુન
કાશ્મીરી લાલ મરચું-2 ટી સ્પુન
હળવદ-1/2 ટી સ્પુન
જીરા પાવડર-1 ટી સ્પુન
ધાણા જીર પાવડર-1 ટી. સ્પુન
સંચળ પાવડર-1/2 ટી સ્પુન (ઓપ્શનલ)
ગરમ મસાલો-1/2 ટી. સ્પુન
ચણાનો લોટ-1 ટુ 2 ટી. સ્પુન
કસુરી મેથી-1/2 ટી સ્પુન
મીઠુ-સ્વાદ મુજબ
ટમેટુ ડુંગળી-1 નંગ
રીત
સૌ પ્રથમ કોઇન ઈડલી સ્ટેન્ડમાં નાની નાની ઈડલી બનાવી લો
દહીંમાં ચણાનો લોટ તેમજ બધા મસાલા ઉમેરી મીક્સ કરી લેવું
ત્યારબાદ તેમાં કસુરી મેથી હાથેથી મસળીને નાખવી અને હલાવી લેવુ
ત્યારબાદ તેમા ઈડલી ડુંગળી, ટમેટા, કેપ્સીકમના ક્યુબસ નાખી 1 કલાક મેરીનેટ થવા દેવું
ત્યારબાદ સાટે સ્ટીક્સમાં અથવા સ્કુઅરમાં ગોઠવી ઓવન અથવા ગેસની ફલેમ પર કુક કરવું.
આ સીવાય ગ્રીલ તથા અથવા નોનસ્ટીક તવા પર કુક કરી સ્ટીક્સ માં ગોઠવી શકાય છે.
તૈયાર થયા બાદ ઉપર ચાટ મસાલો ભભરાવી ગરમ ગરમ સર્વ કરવું.
વેરીએશન
સાલ્સા સોસ, સેઝવાન સોસથી પણ પનીર, વેજીટેબલ્સને મેરીનેટ કરી શકાય
ઈડલી ના બદલે ફલાવર પનીરના પીસ કેપ્સીકમ વગેરે લઇ શકાય.
સ્મોકી ફલેવર માટે મેરીનેશન બાઉલમાં વાટકી રાખી કોલસો ગરમ કરી તેમા થોડુ ઘી રેડી ધુંગાર આપી શકાય.
- હેતલ માંડવિયા

« Previous Next »