ચીઝી કોર્ન કાર્નીવલ

  • ચીઝી કોર્ન કાર્નીવલ
    ચીઝી કોર્ન કાર્નીવલ

સામગ્રી
પનીર 1/2 કપ
બેબીકોર્ન-6 નંગ
ફુદીનો-1 ટે.સ્પુન
ચીલીફ્લેકસ-1 ટી. સ્પુન
કોર્ન ફલોર-1 ટી સ્પુન
ખમણીને નીતારેલ મકાઈ-1/4 કપ
ચીઝ સ્લાઈજ-6 નંગ
ઓરેગાનો-1/4 ટી સ્પુન
ચાટ મસાલો-1/4 ટી.સ્પુન
મીઠુ સ્વાદ મુજબ
કોટીંગ માટે
કોર્ન ફલોર સ્લરી (1 કપ પાણીમાં 2 થી 3 ટે.સ્પુન કોર્ન ફલોર લઇ સ્લરી તૈયાર કરવી)
બ્રેડક્રમ્શ- 1/2 કપ
તળવા માટે તેલ:- જરૂર મુજબ
રીત
સૌ પથમ બેબી કોર્નની લાંબી સ્ટીક રહે તે રીતે વચ્ચેથી કટ કરી બે ભાગ
કરવા. ચીઝ સ્લાઈઝને પણ વચ્ચે થી કટ કરી બે ભાગ કરવા આ બન્ને સાઈડમાં રાખવું.
-ત્યારબાદ એક બાઉલમાં પનીર લઇ તેને મસળી લેવું. તેમાં ખમણેલી મકાઈ, સમારેલ ફુદીનો, ચાટ મસાલો, મીઠુ ચીલી ફલેકસ, ઓરેગાનો, કોર્નફલોર નાખી મીક્સ કરી સ્મૂધ કણક તૈયાર કરવી. પાર્ટી સ્ટાર્ટર હવે બેબી કોર્ન ની એક સ્ટીક લઇ તેને હાફ કટ કરેલી ચીજી સ્લાઈઝથી કવર કરવુ. ત્યારબાદ બનાવેલ કણકથી કવર કરવુ. લાબાં પાતળો રોલ તૈયાર થાય એ
રીતે બનાવવું. રોલ તૈયાર થાય એટલે કોર્ન ફલોર સ્લરીમાં ડીપ કરી બ્રેડક્રમ્શથી કોટ કરવુ.
આ રીતે બધા રોલ્સ તૈયાર કરવા. ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવું ગરમ ગરમ સર્વ કરવું.
વેરીએશન
- જૈન બનાવવા ઝ્યુકીની સ્ટિક વાપરી શકાશે.
-ચીઝ સ્લાઈઝને બદલે પ્રોસેસ ચીઝ અથવા મોઝરેલા ચીઝ ખમણીને લેયર કરી શકાય.
- આ રોલ્સને પેલેથીજ તૈયાર કરીને ફ્રિઝમાં રાખી શકાય સર્વ કરવા પેલા તળી ગ્રીન ચટણી સાલસા સોસ સાથે સર્વ કરી શકાય છે.
-ફુદીનાની બદલે, બેસીલ લીવ્ઝ લઇ શકાય.
-પનીરની બદલે ટોફુ પણ લઇ શકાય.

« Previous Next »